________________
૧|-|૮/૮૭ થી ૯૧
કરેલી માટે તેણે જ ફેંક્યુ જાણવું. કાંડના ફેંકવાથી તે ધનુર્ધારીએ મૃગને માર્યુ
ગણાય. - X -
૧૧૭
અહીં ક્રિયાઓની હકીકત કહી. તે હમણાં કહેલ મૃગાદિ વધમાં જેમાં જેટલો કાલ વિભાગ છે, તેટલો ત્યાં દર્શાવતા કહે છે – છ માસમાં પ્રહાર હેતુથી મરણ થાય તો, પણ જો પછી મરણ થાય તો બીજું કારણ જાણવું. તેથી છ માસ પછી પ્રાણાતિપાત
ક્રિયા ન લાગે અને વ્યવહાર નય અપેક્ષાએ પ્રાણાતિપાત ક્રિયા માત્ર દેખાડવા માટે કહી છે અન્યથા જ્યારે ક્યારે અધિકૃત પ્રહાર કારણે મરણ થાય તે હિંસાક્રિયા. શક્તિ - એક શસ્ત્રથી હણે. પોતાના હાથે. તેને શરીર સ્પંદન રૂપ કાયિકી, ખડ્ગ વ્યાપારરૂપ આધિકરણિકી, મનના દુપ્પણિધાનથી પ્રાàર્ષિકી, પરિતાપન રૂપ પારિતાપનિકી, મારણરૂપ પ્રાણાતિપાત ક્રિયા વડે. ખડ્ગથી હણે કે તલવારથી માથુ છેદે તે પાંચે ક્રિયાને સ્પર્શે છે. પુરુષ વૈરથી સ્પષ્ટ થાય ઇત્યાદિ - x -
વધક અને વધ પામતાને વધથી પરસ્પર વૈર વધે છે જે આ જન્મ કે જન્માંતરે પણ રહે છે - ૪ - અનવર્ષાંક્ષ - પર પ્રાણ નિરપેક્ષ. - x - ક્રિયા અધિકારથી જ આગળ કહે છે –
• સૂત્ર-૯૨ :
ભગવન્ ! સરખા, સરખી ત્વચાવાળા, સમાન ઉંમરવાળા, સરખા દ્રવ્ય તથા ઉપકરણવાળા કોઈ બે પુરુષ, પરસ્પર લડાઈ કરે તેમાં એક પુરુષ હારે અને એક પુરુષ જીતે. ભગવન્ ! આવું કઈ રીતે થાય? ગૌતમ ! જેણે વીરહિત કર્મો બાંધ્યા નથી, સ્પર્ધા નથી યાવત્ પ્રાપ્ત કર્યા નથી, તેના કર્મો ઉદીર્ણ નથી, પણ ઉપશાંત છે, તે પુરુષ જીતે છે અને જે પુરુષે વીર્યરહિત કર્મો બાંધ્યા છે યાવત્ ઉીર્ણ છે અને ઉપશાંત નથી, તે પુરુષ પરાજય પામે છે માટે એમ કહ્યુ છે.
• વિવેચન-૯૨ :
કૌશલ્ય અને પ્રમાણાદિથી સરખા, સર્દેશ ત્વયા, સશ શરીર, સર્દેશ વય, સર્દેશ યૌવનાદિ અવસ્થા, માટી આદિના વાસણો, ઉપધિકાંસાના વાસણાદિ ભોજન ભંડિકા અથવા ગણિમ આદિ દ્રવ્ય રૂપ ભાંડમાત્ર, અનેક પ્રકારે વસ્ત્રો-શસ્ત્રાદિ ઉપકરણો. તે બંનેના ભાંડ-માત્ર-ઉપકરણો સરખા છે, આ રીતે બંનેનું સમાન વિભૂતિપણું છે. જેનાથી વીર્ય હણાય છે તે વીર્ય વિનાના. વીર્યના પ્રસ્તાવથી કહે છે –
• સૂત્ર-૯૩ -
ભગવન્ ! જીવો વીસવાળા છે કે વીર્ય વિનાના ? ગૌતમ ! વીર્યવાળા પણ
છે અને વીર્ય વિનાના પણ છે – એમ કેમ કહ્યું ? ગૌતમ ! જીવો બે પ્રકારે - સંસાર સમાપક અને અસંસાર સમાપક. તેમાં જે અસંસાર સમપક છે, તે સિદ્ધ છે. સિદ્ધો અવીર્ય છે. સંસારસમાપન્ન છે તે બે પ્રકારે - શૈલેશી પ્રતિપન્ન અને અશૈલેશી પ્રતિપ. જે શૈલેશી પ્રતિપન્ન છે, તે લબ્ધિવીર્ય વડે સીય છે, કરણવીર્ય વડે અવીય છે. જે અશૈલેશી પ્રતિપન્ન છે, તે લબ્ધીવીર્યથી સી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હોય પણ કરણવીર્ય વડે સીર્ય પણ હોય અને અવીર્ય પણ હોય. માટે ગૌતમ ! એમ કહ્યું.
ભગવન્ ! નૈરયિકો સવીર્ય છે કે અવી છે ? ગૌતમ ! લબ્ધિવીર્યથી નૈરયિકો સીય છે. કરણવીર્યથી સીય પણ છે, વીર્સ પણ છે. એમ કેમ કહ્યું ? ગૌતમ ! જે નૈરયિકોને ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષકાર પરાક્રમ છે, તેઓ લબ્ધી અને કરણ બંને વીર્યથી સીય છે. જે નૈરયિકોને ઉત્થાન યાવત્ પરાક્રમ નથી તે નૈરયિકો લબ્ધિવીર્યથી સીર્ય અને કરણવીરથી વી છે. માટે એમ કહ્યું.
૧૧૪
એ રીતે પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધીના જીવો નૈરયિકવત્ જાણવા. મનુષ્યોને ઔધિક જીવ પેઠે જાણવા. તેમાં સિદ્ધોને ગણવા નહીં વાણવ્યંતર, જ્યોતિક અને વૈમાનિકને નૈરયિકવત્ જાણવા,
હે ભગવન્ ! તે એમ જ છે એમ જ છે યાવત્ વિચરે છે. • વિવેચન-૯૩ :
સકરણ વીર્યના અભાવે સિદ્ધો અવીર્ય છે. શીત્તેશ - સર્વસંવર રૂપ ચાસ્ત્રિવાળો જીવ, તેની જે અવસ્થા તે શૈલેશી અથવા શૅજ્ઞેશ - મેરુ તેના જેવી સ્થિરતાવાળી સ્થિતિ તે શૈલેશી. તે સર્વથા યોગ નિરોધમાં પાંચ હ્રસ્વાક્ષર ઉચ્ચારણ જેટલો કાળ હોય. વીર્યાન્તરાયનો ક્ષયોપશમ કે ક્ષયથી જે વીર્ય તે લબ્ધિ, તે જ તેનો હેતુ હોવાથી લબ્ધિવીર્ય, તેના વડે સવીર્ય, તેઓનું વીર્ય ક્ષાયિક છે. લબ્ધિવીર્યની કાર્યભૂત જે ક્રિયા તે કરણ, તદ્રુપવીર્ય તે કરણવીર્ય. સવીર્ય એટલે ઉત્થાનાદિ ક્રિયાવાળા, અવીર્ય
એટલે ઉત્થાનાદિ ક્રિયા વિનાના. તેઓ અપર્યાપ્તાદિ કાળે જાણવા. ઔધિક જીવમાં સિદ્ધો હોય, મનુષ્યોમાં તે ન હોય.
શતક-૧, ઉદ્દેશો-૮, ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
શતક-૧, ઉદ્દેશો-૯ - “ગુરુત્વ” “
— x — * — x − x =
૦ આઠમા ઉદ્દેશોને અંતે વીર્ય કહ્યું. વીર્યથી જીવો ગુરુત્વ આદિ પામે છે તે ગુરુત્વ પ્રતિપાદન કરવા તથા ગાથા મુજબ ગુરુત્વ કહે છે.
* સૂત્ર-૯૪ :
ભગવન્ ! જીવો ગુરુપણું કઈ રીતે શીઘ્ર પામે છે ? ગૌતમ ! પ્રાણાતિપાત યાવત્ પરિગ્રહ, ક્રોધ યાવત્ મિથ્યાદર્શન શલ્યથી. એ રીતે ગૌતમ ! જીવો ગુરુત્વને શીઘ્ર પામે છે. ભગવન્ ! જીવો લઘુપણું કેવી રીતે શીઘ્ર પામે છે ? ગૌતમ ! પ્રાણાતિપાતથી વિરમવાથી યાવત્ મિથ્યાદર્શનશલ્યથી અટકવાથી, એ રીતે ગૌતમ ! લઘુપણું પામે. એ રીતે સંસારને ઘટાડે છે, ટૂંકો કરે છે, સંસારને ઓળંગી જાય છે પ્રાણાતિપાતાદિના સેવનથી સંસારને લાંબો કરે છે, વધારે છે અને વારંવાર ભ્રમણ કરે છે. અહીં ચાર પશસ્ત છે, ચાર અપશસ્ત છે.
--