________________
૨/-/૫/૧૨૭ થી ૧૨૯
૧૫૩
સૂત્ર-૧૨૭ થી ૧૨૯ :
[૧૨] ભગવન્ ! એક જીવ, યોનિમાં બીજભૂત-એક ભવ ગ્રહણથી કેટલાના પુત્રરૂપે શીઘ્ર આવે છે. ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણના અને ઉત્કૃષ્ટથી શત પૃથ′′ જીવનો પુત્ર થાય.
[૧૨૮] ભગવન્ ! એક જીવને એક ભવમાં કેટલા પુત્ર શીઘ્ર થાય છે ? ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી લાખ પૃથક્ જીવો પુત્ર રૂપે થાય. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! સ્ત્રી અને પુરુષના કકૃત્ યોનિમાં મૈથુનવૃત્તિક નામે સંયોગ ઉત્પન્ન થાય, પછી તે બંને વીર્ય અને લોહીનો સંબંધ કરે છે. તેમાં જઘન્ય એક, બે અને ઉત્કૃષ્ટથી લાખ જીવ પુત્રપણે શીઘ્ર આવે છે. તેથી ઉપર પ્રમાણે કહ્યું.
[૨૯] ભગવન્ ! મૈથુન સેવતા મનુષ્યને કેવા પ્રકારે અસંયમ હોય ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ રૂની નળીને કે બૂરની નળીને તપાવેલ સોનાની સળી વડે બાળી નાંખે, હે ગૌતમ ! તેવા પ્રકારનો મૈથુનને સેવતા મનુષ્યને અસંયમ હોય. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે. • વિવેચન-૧૨૭ થી ૧૨૯ઃ
મનુષ્ય અને તિર્યંચોનું બીજ ૧૨ મુહૂર્ત સુધી યોનિભૂત હોય છે. ગાય આદિની યોનિમાં પ્રવિષ્ટ બીજ શપૃથકત્વ હોવા છતાં, તે બીજ સમુદાયમાંથી એક જીવ ઉત્પન્ન થાય છે. તે બધાં બીજ સ્વામીનો પુત્ર કહેવાય. - ૪ - માછલા આદિને બે થી નવ લાખ પુત્રો ગર્ભમાં નિષ્પન્ન થાય છે. તેથી સહસપૃથકત્વ પુત્રો થાય છે મનુષ્યસ્ત્રીની યોનિમાં ઘણાં જીવો ઉત્પન્ન થાય છે, પણ બધાં જન્મતા નથી. “સ્ત્રી અને પુરુષનો મૈથુનનિમિત્ત સંયોગ થાય'' તેમ સંબંધ છે. એ સંયોગ ક્યાં ઉત્પન્ન થાય ? નામકર્મથી બનેલ યોનિમાં અથવા જેમાં કામોત્તેજક ક્રિયા થઈ છે, તે યોનિમાં. મૈથુનવૃત્તિક એટલે મૈથુનની વૃત્તિવાળો અથવા મૈથુનરૂપ હેતુવાળો.
નામ અને નામવાળાનો કાલ્પનિક રીતે અભેદ પણ હોઈ શકે છે માટે સંયોગનું નામ મૈથુનવૃત્તિક કે મૈથુન પ્રત્યયિક થયું. સંયોગ એટલે સંપર્ક. તે સ્ત્રી પુરુષના લોહી અને વીર્યનો સંબંધ કરે છે. મૈથુનવૃત્તિક સંયોગ કહ્યો. હવે મૈથુનમાં જ અસંયમ કહે છે. સૂતનાલિકા એટલે જેમાં રુ ભરેલ છે, તેવી પોલી વાંસ આદિની નળી. એ પ્રમાણે બૂરનાલિકાને સમજવી. વિશેષ એ કે – બૂર એટલે એક જાતની વનસ્પતિનો વિશેષ ભાગ. “ વગેરેનો નાશ કરવાથી તેનો ધ્વરા કરે.' એ વાક્ય અધ્યાહાર છે. એ રીતે મૈથુનને સેવતો યોનિગત જીવોને પુરુષલિંગ દ્વારા નાશ કરે છે. તે જીવો પંચેન્દ્રિયો છે, તેમ પણ બીજા ગ્રંથમાં સંભળાય છે - x -
તિર્યંચ, મનુષ્યની ઉત્પત્તિ વિચારી. હવે દેવોત્પત્તિ
• સૂત્ર-૧૩૦ :
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહનગરના ગુણશિલ ચૈત્યથી નીકળ્યા.
બહાર જનપદ વિહારે વિચરે છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
તે કાળ તે સમયે તુંગિકા નામે નગરી હતી. [વર્ણન] તે તુંગિકા નગરીની બહાર ઈશાન ખૂણામાં પુષ્પવતી નામે ચૈત્ય હતું. [વર્ણન]. તે વૃંગિકા નગરીમાં ઘણાં શ્રાવકો રહેતા હતા. તેઓ આટ્સ, દિપ્ત, વિસ્તીર્ણ વિપુલ ભવન, શયન, આસન, યાન, વાહન આદિ, બહુ-ધન, ઘણું સોનું-રૂપું, આયોગ-પ્રયોગ યુક્ત હતા. તેઓને ત્યાં ઘણાં ભોજન-પાન વધતાં. તેઓને ઘણાં દાસ, દાસી, ગાય, પાડા, ઘેટા વગેરે રહેતા. ઘણા લોકોથી તેઓ અપરિભૂત હતા.
તેઓ જીવ, આજીવના જ્ઞાતા, પુન્ય-પાપને જાણા, આશ્રત-સંવ-નિર્જરાક્રિયા-અધિકરણ-બંધ-મોક્ષ (તત્ત્વોમાં) કુશળ હતા. દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિંનર, કિંપુરુષ, ગરુલ, ગંધર્વ, મહોરઞાદિ દેવગણ પણ તેઓને નિગ્રન્થ પ્રવચનથી ચલાયમાન કરવા સમર્થ ન હતા. તેઓ નિર્ણન્ય પ્રવાનમાં શંકા-કાંક્ષા-વિચિકિત્સા રહિત હતા. તેઓ લબ્ધાર્થ, ગૃહિતાર્થ, પૃÐિતાર્થ, અભિગતા, વિનિશ્ચિતાર્થ હતા. નિત્ય પ્રવાનનો રાગ હાડોહાડ વ્યાપેલો હતો. (તેઓ કહેતા કે) હે આયુષ્યમાન્ ! નિગ્રન્થપ્રવચન જ અર્થ અને પરમાર્થરૂપ છે, બાકી બધું અનર્થ છે. તેમના ઘરનો આગળીયો ઉંચો રહેતો, દ્વાર ખુલ્લા રહેતા, જેના અંતઃપુરમાં જાય તેને પિતી ઉપજાવનારા, ઘણાં શીલવત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ ઉપવાસ વડે ચૌદશ, આઠમ, પૂનમ, અમાસમાં પ્રતિપૂર્ણ પૌષધની સારી રીતે આચરણા કરતા, શ્રમણ-નિગ્રન્થોને પ્રાક અને એષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વડે તથા વસ્ત્ર-પા-કંબલરજોહરણ-પીઠફલક-શય્યા સંથારા વડે, ઔષધ-ભૈષજ વડે પ્રતિલાભતા તથા યથાપતિગૃહીત તપકર્મથી આત્માને ભાવતા વિચરતા હતા.
• વિવેચન-૧૩૦ :
૧૫૮
આદ્ય - ધનધાન્યાદિથી પરિપૂર્ણ, વિત્ત - પ્રસિદ્ધ અથવા દપ્ત - ગર્વિત, જેઓના વિશાળ અને પ્રચુર ઘરો શયન-આસન-વાહન વડે ભરેલાં રહેતા અથવા તેમના ઘર વિશાળ અને ઉંચા હતા. તેઓના શયન-આસન-યાન-વાહન સુંદર હતા. તેમાં યાન - ગંત્રી આદિ, વાહન અશ્વ આદિ. તેમની પાસે ગણિમાદિ ઘણું ધન અને ઘણું સોનું-રૂપું હતા. તેઓ આયોગ - નાણાંને બમણું, ત્રણગણું કરવા વ્યાજે ધીરવા, પ્રયોગ - કોઈ જાતનો કલાહુન્નર. તે બંનેમાં ચતુર હતા. ઘણાં લોકો જમતા હોવાથી ઘણો એઠવાડ રહેતો. અથવા ખાન-પાન ઘણાં અને વિવિધ પ્રકારના હતા, અનેક દાસ-દાસી હતા. અનેક ગાય-પાડાં અને ઘેટાં હતા. ઘણાં લોકો પણ તેનો પરાભવ કરી શકતા નહીં.
અસ્ત્રય આદિમાં - કાયિકી આદિ ક્રિયા, મંત્રી, યંત્રાદિ અધિકરણ, આશ્રવાદિનું હેયોપાય સ્વરૂપના જ્ઞાતા. અત્યંત સમર્થ હોવાથી બીજાની સહાયને ન લેનારા. દેવો પણ ચલિત કરવા અસમર્થ, આપત્તિમાં પણ દેવાદિની સહાયને ન લેનારા-પોતાના કર્મ પોતે જ ભોગવવા જોઈએ એવી મનોવૃત્તિવાળા. પાખંડીઓ વડે સમ્યકત્વથી વિચલિત કરી શકાય નહીં તેવા હોવાથી બીજાની સહાય ન લેનાર, જાતે જ તેમના પ્રતિઘાત