________________
૫/-[૭/૨૬૨
આદિની અનંત રાશિઓ છે, તો પણ તે રાશિઓ એક ગુણ કાલત્વાદિને અનંતે ભાગે જ વર્તે છે, માટે તે રાશિ દ્વારા કાળથી અપ્રદેશ પુદ્ગલોનું અનંતપણું થતું નથી. પણ અસંખ્યાત ગુણપણું જ છે. - - એ પ્રમાણે આ વર્ણાદિ પરિણામ, જે કહ્યા તે એકથી અનંતગુણ સ્થાનવર્તી ભાવને આશ્રીને કાળતી પ્રદેશ પુદ્ગલો સિદ્ધ થયા, અથવા પુદ્ગલોનું કાળથી અપ્રદેશત્વ પ્રતિષ્ઠિત થયું. દ્રવ્યમાં પણ દ્રવ્ય પરિણામ અંગીકાર કરીને પરમાણુ આદિમાં એ જ ભાવપરિણામોક્ત વ્યાખ્યા સમજવી.
એ પ્રમાણે જ દ્રવ્ય પરિણામ માફક ક્ષેત્રને અધિકૃત્ય એક પ્રદેશાવગાઢ આદિ પુદ્ગલ ભેદોમાં સ્થાનાંતર ગમનની અપેક્ષાએ કાળથી કાળ-અપ્રદેશની માર્ગણા કરવી. - - જેમ ક્ષેત્રથી, એ પ્રમાણે અવગાહનાદિથી પણ કહે છે – અવગાહનાના સંકોચ, વિકોચને આશ્રીને કાલપ્રદેશ છે, તેમ સૂક્ષ્મ, બાદર, સ્થિર, અસ્થિર, શબ્દ, મન અને કર્માદિ પરિણામને આશ્રીને કાલપ્રદેશ પુદ્ગલો છે - ૪ -
અનંત પ્રદેશવાળા અનંતસ્કંધો કરતાં પ્રદેશાર્થથી પરમાણુઓ અનંતગુણા કહ્યા છે. તે સૂત્ર આ છે – દ્રવ્યાર્થથી અનંત પ્રદેશવાળા સ્કંધો સૌથી થોડા છે. ઇત્યાદિ - ૪ - ૪ -
૫૩
સખ્યાત પ્રદેશવાળા અને અનંત પ્રદેશવાળા, બે રાશિ કરતા અહીં સંખ્યાત પ્રદેશિક રાશિના, સંખ્યાત ભાગવર્તિત્વથી સ્વરૂપથી તેઓનું બહુપણું જણાય છે. અન્યથા તેના અસંખ્યેય કે અનંત ભાગે હોત. - - અનંતપ્રદેશિક રાશિ કરતાં તે અનંતગુણ છે, સંખ્યાત પ્રદેશિક રાશિને તો સખ્યાત ભાગે છે. વિવક્ષાએ સંખ્યાત ભાગની અત્યંત અલ્પતા નથી, કેમકે કાળથી સપ્રદેશ-અપ્રદેશ વૃત્તિવાળા અણુઓનું બહુપણું છે. કાળઅપ્રદેશ પુદ્ગલો એક સમય સ્થિતિક હોવાથી ઘણાં ઓછા છે. કાલાપ્રદેશથી દ્રવ્યાપ્રદેશ પુદ્ગલ અસંખ્યાતગુણ છે. - ૪ - - -મિશ્રોના સંક્રમ પ્રત્યે સપ્રદેશો, ક્ષેત્રથી અસંખ્યગુણ કહ્યા છે. વળી તે સ્વસ્થાનમાં થોડાં જ ગ્રહણ કરવા. - ૪ -
વ્યાખ્યાન અપેક્ષાએ ત્રણ અલ્પબહુત્વ છે. સૂત્રમાં એક જ મિશ્ર અલ્પબહુવ કહ્યું છે. (કલ્પનાથી સંખ્યા વડે અલ્પબહુત્વ કહ્યું.]
પુદ્ગલોનું નિરુપણ કર્યુ. તે જીવોના ઉપગ્રાહક છે માટે જીવ વિશે કથન. • સૂત્ર-૨૬૩ :
ભગવન્ ! એમ કહી, ગૌતમસ્વામીએ યાવત્ એમ કહ્યું – ભગવન્! જીવો વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે ? ગૌતમ ! જીવો વધતા કે ઘટતા નથી, પણ અવસ્થિત રહે છે.
ભગવન્ ! નૈરયિકો વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે ? ગૌતમ ! નૈરયિકો વધે છે, ઘટે છે અને અવસ્થિત પણ રહે છે. નૈરયિકની માફક વૈમાનિક સુઘી જાણવું. સિદ્ધો વિશે પ્રશ્ન. ગૌતમ ! સિદ્ધો વધે કે અવસ્થિત પણ રહે. ઘટે નહીં.
--
ભગવન્ ! જીવો કેટલો કાળ અવસ્થિત રહે? સર્વકાળ.
ભગવન્ ! નૈરયિકો કેટલો કાળ વધે ? ગૌતમ ! જઘન્ય એક સમય,
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્ય ભાગ એ રીતે ઘટે. ભગવન્ ! નૈરયિકો કેટલો કાળ અવસ્થિત રહે? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ૨૪-મુહૂર્ત. એ રીતે સાતે પૃથ્વીમાં વધ-ઘટ કહેતી. વિશેષ એ અવસ્થિતમાં આ ભેદ છે - જેમકે રત્નપ્રભામાં ૪૮-મુહૂર્ત, શકરાભામાં ૧૪ હોર, વાલુકામાં એક માસ, પંકમાં બે માસ, ધૂમપ્રભામાં ૪-માસ, તમમાં ૮-માસ, તમતમામાં ૧૨-માસ.
અસુરકુમારો પણ નૈરયિક માફક વધે, ઘટે. અવસ્થિત જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ૪૮-મુહૂર્ત. એ રીતે દશે ને કહેવા.
પ
એકેન્દ્રિયો વધે, ઘટે અને અવસ્થિત પણ રહે. એ ત્રણેનો જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યભાગ કહેવો. બેઈન્દ્રિયો તે જ પ્રમાણે વધે, ઘટે. તેમનું અવસ્થાન જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ બે અંતર્મુહૂર્ત એ રીતે ચઉરિન્દ્રિય સુધી જાણવું.
બાકીના બધા જીવો તેજ રીતે વધે, ઘટે. અવસ્થિતમાં ભેદ છે. તે આ – સંમૂર્તિમ પંચેન્દ્રિય તિર્મયોનો અવસ્થાનકાળ બે અંતર્મુહૂ. ગર્ભજનો ર૪-મુહૂ. સંમૂર્ત્તિમ મનુષ્યોનો ૪૮-મુહૂર્ત, વ્યંતર-જ્યોતિષુ-સુધર્મ-ઈશાનમાં ૪૮-મુહૂર્ત, સનકુમાર ૧૮-અહોરાત્ર અને ૪૦-મુહૂર્ત. માહેન્દ્રમાં ૨૪-અહોરાત્ર અને ૨૦મુહૂર્ત, બ્રહ્મલોકમાં ૪૫-અહોરાત્ર, લાંતકમાં ૯૦-અહોરાત્ર, મહાશુકે ૧૬--અહોરાત્ર, સહસ્રારે ૨૦૦-અહોરાત્ર, આનત-પ્રાણતે સંખ્યાત માસ, આરણ-અચ્યુતે સંખ્યાત વર્ષ, એ રીતે ત્રૈવેયક, વિજય-વૈજયંત-જયંત-અપરાજિતે અસંખ્ય હજાર વર્ષ, સિિસદ્ધ પલ્યોપમનો અસંય ભાગ કહેવો. તેઓ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્ય ભાગ સુધી વધે, ઘટે અને અવસ્થાનાળ હમણાં કહ્યો. ભગવન્ ! સિદ્ધો કેટલો કાળ વધે? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ.
ભગવન્ ! જીવો સોપાય છે, સાપરાય છે, સોપચય-સાપચય છે કે નિરુપચય નિરવય છે ? ગૌતમ ! જીવો સોપચય, સાપચય કે સોપચયાપચય નથી, પણ નિરુપાયનિરપય છે. એકેન્દ્રિયો ત્રીજા પદે છે, બાકીના જીવો ચારે પદમાં કહેવા. સિદ્ધ વિશે પ્રશ્ન. ગૌતમ ! સિદ્ધો સોપાય અને નિરુપાય-નિરચય છે.
ભગવન્ ! જીવો કેટલો કાળ નિરુપચય નિરપચય છે ? ગૌતમ ! સર્વકાળ, ભગવન્ ! નૈરયિકો કેટલો કાળ સોપચય છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યેય ભાગ. - - કેટલો કાળ સાપચય છે ? એ પ્રમાણે જ. . - કેટલો કાળ સોપાયસાપચય છે ? એ પ્રમાણે જ. કેટલો કાળ
નિરુપાયનિરપાય છે? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧૨-મુહૂર્ત.
એકેન્દ્રિયો સર્વે સર્વકાળ સૌપચયાપચય છે, બાકી સર્વે જીવો સોપચયાદિ ચારે પણ છે. જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્ય ભાગ છે. અવસ્થાનમાં વ્યુત્ક્રાંતિકાળ કહેવો.
ભગવન્ ! સિદ્ધો કેટલો કાળ સોપાય છે ? ગૌતમ! જઘન્યે એક