Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 591
________________ ૨૬/-/૧/૯૭૫ શતક-૨૬ — * - * ૦ શતક-૨૫ની વ્યાખ્યા કરી. હવે ૨૬માંનો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ છે - છેલ્લા શતકમાં નાસ્કાદિ જીવોની ઉત્પત્તિ કહી, તે કર્મબંધ પૂર્વક છે. તેથી અહીં મોહ કર્મ બંધ પણ વિચારીએ છીએ. દ્વાર ગાથા – • સૂત્ર-૯૭૫ ઃ - [શ્રુતદેવી ભગવતીને નમસ્કાર] આ શતકમાં ૧૧-ઉદ્દેશકો છે. તે આ (૧) જીવો, (૨) વેશ્યા, (૩) પાક્ષિક, (૪) દૃષ્ટિ, (૫) જ્ઞાન, (૬) જ્ઞાન, (૭) સંજ્ઞા, (૮) વેદ, (૯) કપાસ, (૧૦) ઉપયોગ, (૧૧) યોગ. • વિવેચન-૯૭૫ : ૧૬૫ જીવો, પ્રતિ ઉદ્દેશક બંધ વક્તવ્યતાના સ્થાન, પછી લેશ્યા, પાક્ષિકો, દૃષ્ટિઓ, અજ્ઞાન, જ્ઞાન, સંજ્ઞા, વેદ, કષાય, યોગ, ઉપયોગ-બંધ વક્તવ્યતા સ્થાન, એ રીતે આ અગિયાર સ્થાનો છે. દ્મ શતક-૨૬, ઉદ્દેશો-૧-જીવ' છે — * - * — * - * — ૦ અનંતરોત્પન્નાદિ વિશેષ વિરહિત જીવને આશ્રીને ૧૧-ઉદ્દેશા ઉક્તરૂપ દ્વારથી બંધ વક્તવ્યતામાં પહેલો ઉદ્દેશો કહે છે - સૂત્ર-૯૭૬,૯૭૭ : [૯૭૬] તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું – ભગવન્ ! જીવે, (૧) પાપકર્મ બાંધ્યુ, બાંધે છે, બાંધશે ? (૨) બાંધ્યુ, બાંધે છે, બાંધશે નહીં ? (૩) બાંધ્યું, બાંધતો નથી, બાંધશે. (૪) બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે નહીં. ગૌતમ ! (૧) કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે. (૨) કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે નહીં. (૩) કેટલાંકે બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે. (૪) કેટલાંકે બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે નહીં. ભગવન્ ! સલેશ્તી જીવે (૧) પાપકર્મ બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે ? (૨) બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે નહીં? પ્રશ્નો. ગૌતમ ! કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે એ પ્રમાણે ચારે ભંગ કહેવા. ભગવન્ ! કૃષ્ણલેશ્મી જીવે પાપકર્મ બાંધ્યુ પ્રશ્ન ? ગૌતમ ! કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે. કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે નહીં. એ પ્રમાણે યાવત્ પાલેશ્યા. બધામાં પહેલો, બીજો ભંગ કહેવો. શુક્લ લેશ્મીને સલેફ્ટની જેમ ચારે ભંગ કહેવા. - અલેશ્તી જીવે પાપકર્મ બાંધ્યુ છે. પ્રk ? ગૌતમ ! બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે નહીં. ભગવન્ ! કૃષ્ણ પાકિ જીવે બાંધ્યુ છે, પહેલો-બીજો ભંગ કહેવો. પાપકર્મ બાંધ્યુ પ′ ? ગૌતમ ! કેટલાંક ભગવન્ ! શુકલાક્ષિક જીવે પન ? ગૌતમ ! ચારે ભંગ કહેવા. = ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ [૭૭] સમĒષ્ટિને ચાર ભંગો.. મિથ્યાષ્ટિને પહેલો-બીજો ભંગ. સમ્યગ્ મિથ્યાર્દષ્ટિને એ પ્રમાણે જ જાણવું. ૧૬૬ જ્ઞાનીને યારે ભંગો છે..આભિનિબોધિક જ્ઞાની યાવત્ મનઃ પવિજ્ઞાનીને ચાર ભંગો છે.. કેવળજ્ઞાનીને છેલ્લો ભંગ, જેમ અલૈશ્યી. અજ્ઞાનીને પહેલો-બીજો, એ રીતે મતિઅજ્ઞાની આદિ ત્રણે જાણવા. આહાર સંજ્ઞોપયુત યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુતને પહેલો-બીજો ભંગ, નોસંજ્ઞોપયુક્તને સારે ભંગો જાણવા. સર્વેદકને પહેલો-બીજો ભંગ, સ્ત્રીવેદક, પુરુર્વેદક, નપુંસકવૈદકને પણ તેમજ છે. અવેકને ચારે ભંગો જાણવા. સકષાયીને ચારે ભંગ, ક્રોધ યાવત્ માયા કષાયીને પહેલો-બીજો ભંગ લોભકષાયીને ચારે ભંગ ભગવન્ ! અકપાસી જીવે પાપકર્મ બાંધ્યુ૰ ul ? ગૌતમ ! અકષાયીને ત્રીજો, ચોથો ભંગ જાણવો. સયોગીને ચારે ભંગો છે. એ રીતે મન-વચન-કાય યોગીને પણ જાણવા, અયોગીને છેલ્લો ભંગ જાણવો. સાકાર અને અનાકાર ઉપયોગીને ચારે ભંગો જાણવા. • વિવેચન-૯૭૬,૯૭૭ : પાપકર્મ-અશુભ કર્મ, બંધી-બાંધ્યુ. બંધઈ-વર્તમાનમાં બાંધે. બંધિાઈ-ભાવિમાં બાંધશે. આ રીતે ચારે ભંગો આ પદમાં પ્રાપ્ત થયા. ૬ બંધી - ન બાંધે. અહીં અદ્વૈતકાળમાં અબંધક જીવનો અસંભવ છે. તેમાં બાંધે છે અને બાંધશે આ ભંગ અભવ્યને આશ્રીને છે. બાંધે છે, બાંધશે નહીં એ બીજો ભંગ ક્ષપકત્વને પામનાર ભવ્ય વિશેષને આશ્રીને છે. બાંધતો નથી, બાંધશે-આ ભંગ મોહોપશમમાં વર્તતા ભવ્ય વિશેષને આશ્રીને છે. ત્યાંથી પડીને તેને પાપકર્મ અવશ્ય બંધાય છે. બાંધતો નથી, બાંધશે નહીં ક્ષીણમોહીને છે. લેશ્યાદ્વાર-સલેશ્ત્રીજીવને ચારે ભંગ છે. શુલલેશ્તીને પાપકર્મનું બંધકત્વ પણ હોય છે. કૃષ્ણલેશ્યાદિ પાંચને પહેલા બે ભંગ જ છે. તેમને જ વર્તમાનકાલિક મોહરૂપ પાપકર્મના ઉપશમ કે ક્ષય નથી, તેથી તેમને છેલ્લા બેનો અભાવ છે. તેમને બીજો ભંગ સંભવે છે, કૃષ્ણલેશ્તીને કાલાંતરે ક્ષકત્વ પ્રાપ્તિમાં બાંધશે નહીં તેથી આ સંભવે. અલેશ્મી એટલે અયોગીકેવલીને ચોથો જ છે, લેશ્મા અભાવે બંધક અભાવ છે. પાક્ષિકદ્વારમાં - કૃષ્ણ પાક્ષિકને પહેલા બે ભંગ જ છે. વર્તમાનમાં બંધના અભાવે તેના અભાવથી. શુક્લ પાક્ષિકને ચારે છે. (૨) ક્ષપકવપ્રાપ્તિમાં-બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે નહીં. (૩) બાંધ્યુ છે, ઉપશમમાં બાંધતો નથી, ત્યાંથી પડતા બાંધશે. (૪) ક્ષપકત્વમાં - બાંધ્યુ, બાંધતો નથી, બાંધશે નહીં. પહેલો ભંગપ્રતીત છે [શંકા] જો કૃષ્ણપાક્ષિક “બાંધશે નહીં” એ બીજો ભંગ ઈષ્ટ છે, તો શુક્લપાક્ષિકને અવશ્ય સંભવથી તે પહેલો ભંગ કઈ રીતે ? કહે છે – પૃચ્છા અનંતર ભવિષ્યકાળમાં

Loading...

Page Navigation
1 ... 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621