Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 592
________________ ૨૬/-/૧/૯૭૬,૯૭૭ - અબંધકત્વના અભાવથી. વૃદ્ધોએ પણ કહ્યું છે બંધીશતમાં જો કૃષ્ણપાક્ષિકોને બીજો ભંગ યોજાય, તો શુક્લપાક્ષિકને પહેલો ભંગ કઈ રીતે ગ્રાહ્ય છે ? પૃચ્છા અનંતરકાળને આશ્રીને શુક્લપાક્ષિકાદિને પહેલો ભંગ, બાકીનાને અવશિષ્ટ કાળને આશ્રીને બીજો ભંગ. ૧૬૭ દૃષ્ટિદ્વારમાં - સમ્યગ્દષ્ટિના ચારે ભંગ શુક્લપાક્ષિકને જ કહેવા. મિથ્યાદૃષ્ટિ અને મિશ્રદૅષ્ટિને પહેલા બે જ ભંગો છે. વર્તમાન કાળે મોહલક્ષણ પાપકર્મના બંધ ભાવમાં છેલ્લા બેનો અભાવ છે. જ્ઞાનદ્વારમાં - કેવળજ્ઞાનીને છેલ્લો ભંગ. કેમકે તેમને વર્તમાનકાળે અને ભાવિકાળે બંધનો અભાવ છે. અજ્ઞાનીને પહેલા બે છે. કેમકે અજ્ઞાનમાં મોહલક્ષણ પાપકર્મના ક્ષય-ઉપશમનો અભાવ છે. સંજ્ઞા દ્વારમાં - પહેલો, બીજો. આહારાદિ સંજ્ઞા ઉપયોગ કાળે ક્ષપકત્વ અને ઉપશમકત્વનો અભાવ છે. નોસંજ્ઞોપયુક્તને ચારે છે, કેમકે આહારાદિમાં વૃદ્ધિના અભાવે તેમને ક્ષય-ઉપશમથી ચારે સંભવે. વેદદ્વારમાં-સવેદકને પહેલા બે. વેદોદમાં ક્ષય-ઉપશમ ન થાય. અવૈદકને ચારે, કેમકે સ્વકીય વેદની ઉપશાંતિમાં બાંધે છે, બાંધશે મોહલક્ષણ પાપકર્મ સૂક્ષ્મસંપરાય સુધી ન હોય, પડ્યા પછી બાંધે, તે પ્રથમ. તથા વેદ ક્ષીણ થતાં બાંધે છે, સૂક્ષ્મ સંપરાયની આધ અવસ્થામાં બાંધશે નહીં, તે બીજો ભંગ. ઉપશાંત વેદ સૂક્ષ્મસંપરાયાદિમાં ન બાંધે, પડ્યા પછી બાંધશે, તે ત્રીજો ભંગ. ક્ષીણવેદમાં સૂક્ષ્મ સંપરાયાદિમાં ન બાંધે, બાંધશે પણ નહીં માટે ચોથો ભંગ. બાંધ્યુ છે, તે બધે પ્રતીત છે. કષાય દ્વારમાં - સકષાયીને ચારે ભંગ છે, તેમાં પહેલા ભંગ અભવ્યને, બીજો ભંગ પ્રાપ્તવ્ય મોહાય ભવ્યને, ત્રીજો ઉપશમક સૂક્ષ્મ સંપરાવાળાને, ચોથો ક્ષક સૂક્ષ્મ સંપરાયને આશ્રીને છે. એ પ્રમાણે લોભ કષાયીને પણ કહેવા. ક્રોધકષાયીને પહેલા બે ભંગ છે, તેમાં અભવ્યને આશ્રીને પહેલો, બીજો ભવ્ય વિશેષને આશ્રીને છે. વર્તમાનમાં અબંધકત્વ સ્વભાવથી ત્રીજો, ચોથો ભંગ નથી. અકષાયીને ત્રીજો ભંગ ઉપશમકને આશ્રીને અને ચોથો ક્ષપકને આશ્રીને છે. યોગદ્વારમાં સયોગીને ચાર ભંગ-પૂર્વવત્ જાણવા. • સૂત્ર-૯૭૮,૯૭૯ : [૯] ભગવન્ ! નૈરયિકે પાપકર્મને બાંધ્યું, બાંધે છે, બાંધશે ? ગૌતમ ! કેટલાંક બાંધે, પહેલો-બીજો ભંગ. ભગવન્ ! સલેશ્મી નૈરયિક પાપકર્મ? પૂર્વવત્. એ પ્રમાણે કૃષ્ણલેી, નીલલેશ્તી, કાપોતલેશ્ત્રીને જાણવા. એ પ્રમાણે કૃષ્ણપાક્ષિક, કલપાક્ષિકને. સદ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદૃષ્ટિને. જ્ઞાની, આભિનિબોધિક યાવત્ અવધિજ્ઞાનીને અજ્ઞાની, મતિ આદિ ત્રણે અજ્ઞાનીને યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુતને. સવેદકને, નપુંસક વેદકને. સકષાયી યાવત્ લોભકયાયીને. સયોગી, મન-વચન-કાય યોગીને. સાકાર-અનાકાર ઉપયુતને. આ બધાં પદમાં પહેલો અને બીજો ભંગ કહેવા. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ એ પ્રમાણે અસુકુમારની વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે તેજોવેશ્યા, સ્ત્રીવેદક-પુરુષવૈદકને અધિક કહેવા. નપુંસક વેદકને ન કહેવા. બાકી પૂર્વવત્ એ રીતે જ પહેલો-બીજો ભંગ કહેવો. આ પ્રમાણે ાનિતકુમાર સુધી કહેવું. આ પ્રમાણે પૃથ્વીકાયિકને, કાયિકને સાવ પંચેન્દ્રિય તિચિયોનિકને, એ બધે પહેલો-બીજો ભંગ કહેતો વિશેષ એ કે જેને જેટલી લેા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, વેદ, યોગ જે જેને હોય, તે તેને કહેવા. બાકી પૂર્વવત્ તેમજ જાણવું. ૧૬૮ - મનુષ્યને જીવપદની વક્તવ્યતા માફક બધું સંપૂર્ણ કહેવું. વ્યંતરને અસુકુમાર મુજબ કહેવા. જ્યોતિક, વૈમાનિકને તેમજ કહેવા. વિશેષ એ કે વેશ્યા જાણી લેવી. બાકી પૂર્વવત્ [૯] ભગવન્ ! જીવે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે. એ પ્રમાણે જેમ પાપકર્મની વતવ્યતા છે તેમજ જ્ઞાનાવરણીયની કહેવી. વિશેષ એ કે – જીવ અને મનુષ્યમાં સકષાયી યાવત્ લોભકષાયીમાં પહેલો, બીજો ભંગ કહેવો. બાકીનું પૂર્વવત્ થાવત્ વૈમાનિક કહેવું. એ રીતે દર્શનાવરણીય કર્મના દંડક પણ સંપૂર્ણ કહેવા. ભગવન્ ! જીવે વેદયકર્મ શું બાંધ્યુ છે પ્રશ્નન ? ગૌતમ ! (૧) કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે. (૨) કેટલાંકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે નહીં. (૪) કેટલાંકે બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે નહીં. સલેશ્તીને એ પ્રમાણે જ ત્રીજા સિવાયના ત્રણ ભંગો છે. કૃષ્ણવેશ્યા યાવત્ પાલેશ્યામાં પહેલો-બીજો ભંગ. શુક્લલેશ્તીને ત્રીજા સિવાયના ત્રણ ભંગ. અલેીને ચોથો ભંગ કહેવો. કૃષ્ણપાક્ષિકને પહેલા બે ભંગો, શુલપાક્ષિકને ત્રીજા સિવાય ત્રણ ભંગો. એ પ્રમાણે સમ્યગ્દષ્ટિને પણ છે. મિથ્યાર્દષ્ટિ, મિશ્ર દૃષ્ટિને પહેલો-બીજો. જ્ઞાનીને ત્રીજા સિવાયના, આભિનિબોધિક યાવત્ મન:પર્યવજ્ઞાનીને પહેલો-બીજો. કેવળજ્ઞાનીને ત્રીજા સિવાયના. એ પ્રમાણે નોસંજ્ઞોપયુક્ત, વૈદક, અકષાયી, સાકારોપયુક્ત, અનાકાર ઉપયુક્ત એ બધાંને ત્રીજા સિવાયના, અયોગીને છેલ્લો, બાકીનાને પહેલો-બીજો ભંગ જાણવો. ભગવન્ ! નૈરયિકે વેદનીય કર્મ બાંધ્યું, બાંધે છે ? આ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી જેને જે હોય તે કહેવું. તેમાં પહેલો-બીજો ભંગ છે. માત્ર મનુષ્યને જીવો મુજબ કહેવા. ભગવન્ ! જીવે મોહનીય કર્મ બાંધ્યુ ? જેમ પાપકર્મ તેમ મોહનીય પણ સંપૂર્ણ વૈમાનિક પર્યન્ત કહેવું. • વિવેચન-૯૭૮,૯૭૯ : નાકત્વ આદિમાં બે શ્રેણીના અભાવે પહેલો, બીજો જ ભંગ છે. એ રીતે સલેશ્યાદિ વિશેષિત નાકપદ કહેવું. એ પ્રમાણે અસુકુમાર આદિ પદ પણ કહેવા.


Page Navigation
1 ... 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621