________________
૩/-/૨/૧૭૦ થી ૧૭૨
ભેગા કરી, હાથને નીચે લાંબા કરી, એક પુદ્ગલ ઉપર દૃષ્ટિ રાખી, અનિમેષ નયને, જરા શરીરને આગળને ભાગે નમતું મેલીને, યથાસ્થિત ગાત્રો વડે, સર્વેન્દ્રિયથી ગુપ્ત થઈને, એકરાત્રિકી મહાપ્રતિમા સ્વીકારીને રહેલો હતો.
તે કાળે તે સમયે ચમચંચા રાજધાની ઈન્દ્ર, પુરોહિત રહિત હતી. ત્યારે તે પુરણ બાલતપવી પ્રતિપૂર્ણ ૧૨ વર્ષનો પ્રયિ પાળીને, માસિકી, સંલેખનાથી આત્માને જોડીને, ૬૦ ભક્તને અનશન વડે છેદીને કાળમાસે કાળ કરી સમસ્યંચા રાજધાનીમાં ઉત્પાત સભામાં યાવત્ ઈન્દ્રપણે ઉત્પન્ન થયો. ત્યારે તે અસુરેન્દ્ર અસુરરાજ રામર, જે તાજો જ ઉત્પન્ન થયેલો, તેણે પાંચ પ્રકારે પતિને પૂર્ણ
કરી. તે આ – આહાર પયાપ્તિથી પતિભાવ પામીને અવધિજ્ઞાન વડે સ્વાભાવિક ઉંચે યાવત્ સૌધર્મક૨ે દેવેન્દ્ર, દેવરાજ, માવા, પાકશાસન, શતકન્તુ, સહાણ, વજ્રપાણિ, પુરંદર યાવત્ દશ દિશાઓને ઉધોતિત, પ્રતિત કરતો, સૌધર્મ કલ્પમાં, સૌધમવિર્તક વિમાનમાં શક્રસિંહાસન ઉપર યાવત્ દિવ્ય ભોગોપભોગને ભોગવતા (શક્રેન્દ્રને) જોયો.
૧૯૫
તેને જોઈને ચમરેન્દ્રને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પાર્થિત, મનોગત, સંકલ્પ ઉત્પન્ન થયો - આ કોણ મરણનો ઇચ્છુક, દુરંતતલક્ષણ, હીશ્રી વગરનો, હીનપુણ્ય ચૌદશીયો છે જે મારી આ આવા પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ યાવત્ દેવાનુભાવ લબ્ધ-પ્રાપ્ત-અભિસન્મુખ કર્યા છે છતાં મારી ઉપર ગભરાટ વિના દિવ્ય ભોગોપભોગને ભોગવતો વિચરે છે ? એમ વિચારી ચમરે સામાનિક સભામાં ઉત્પન્ન દેવોને બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! આ કોણ મરણનો ઈચ્છુક યાવત્ વિચરે છે?
ત્યારે તે સામાનિક દેવો, ચમરેન્દ્રએ આમ કહ્યું ત્યારે હર્ષિત-સંતુષ્ટ થઈને યાવત્ હર્ષિત હૃદયે, હાથ જોડીને, દશ નખ ભેગા કરી, મસ્તકે અંજલિ કરી, આવર્ત કરી, જય-વિજય વડે વધાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! આ દેવેન્દ્ર દેવરાજ શક છે યાવત્ વિચરી રહ્યો છે.
ત્યારે તે ચમરેન્દ્રએ તે સામાનિકપર્ષદા ઉત્પન્ન દેવો પાસે આ કથન સાંભળી, અવધારી ક્રોધિત થઇ, રોષિત થઇ, કોપી, ચંડ બની, ક્રોધથી ધમધમતા, તે સામાનિક દેવોને આ પ્રમાણે કહ્યું – દેવેન્દ્ર દેવરાજ શક્ર બીજો છે અને અસુરે અસુર રાજ યમર બીજો છે. ભલે તે શક્રેન્દ્ર મહાઋદ્ધિવાળો છે, ભલે આ સમરેન્દ્ર અલ્પ ઋદ્ધિવાળો છે, તો પણ હે દેવાનુપ્રિયો ! હું મારી પોતાની જ મેળે તે શકેન્દ્રની શોભાને ભ્રષ્ટ કરવા ઈચ્છુ છું. એમ કરીને તે સમર ગરમ થયો, ઉષ્ણીભૂત થયો.
ત્યારે તે સમરેન્દ્રએ અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. મને અવધિજ્ઞાન વડે જોયો, જોઈને તેને આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્ થયો. શ્રમણ ભગવંત મહાવીર, જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં સુંસુમારપુર નગરમાં અશોક વનખંડ ઉધાનમાં ઉત્તમ અશોક વૃક્ષ નીચે પૃથ્વીશિલાપટ્ટક ઉપર અક્રમભક્ત તપ સ્વીકારીને એક
૧૯૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
રાત્રિકી મહાપ્રતિમા ગ્રહણ કરીને રહેલા છે. તો એ શ્રેયસ્કર છે, હું ભગવંત મહાવીરની નિશ્રા લઈ, શકેન્દ્રને તેની શોભાથી ભ્રષ્ટ કરવા જાઉં. એમ વિચારી દેવશય્યાથી ઉઠીને દેવદૂષ્ટ પહેરી ઉપપ્પાત સભાથી પૂર્વ દિશાના દ્વારેથી નીકળ્યો. જે તરફ સુધસભા હતી, જ્યાં ચતુષ્પાલ શસ્ત્રભંડાર હતો, ત્યાં ગયો. જઈને પરિઘ રત્ન નામે હથિયાર લીધું. પછી તે એકલો, કોઈને સાથે લીધા વિના પરિઘ રત્નને લઈને મહારોષને ધારણ કરતો ચમાંચા રાજધાનીની વચોવચથી
નીકળી, તિગિચ્છિકૂટ ઉત્પાત પર્વતે આવ્યો. ત્યાં વૈક્રિય સમુદ્દાત વડે સમવહત થઈ, સંખ્યાત યોજન સુધીનાં યાવત્ ઉત્તરવૈક્રિયરૂપ બનાવી, ઉત્કૃષ્ટ યાવત્ ગતિ વડે પૃથ્વીશિલાપટ્ટક ઉપર, મારી પાસે આવી, મને ત્રણ વાર પ્રદક્ષિણા યાવત્ નમસ્કાર કરીને તે સમર આ પ્રમાણે બોલ્યો—
હે ભગવન્ ! આપનો આશ્રય લઈ હું મારી જાતે જ શકેન્દ્રને તેની શોભાથી ભ્રષ્ટ કરવા ઈચ્છુ છું. એમ કરીને ઈશાન કોણની દિશા તરફ ગયો. જઈને વૈક્રિય સમુદ્દાત વડે સમવહત થઈ, યાવત્ બીજી વખત પણ વૈક્રિય સમુદ્ઘતિથી સમવહત થઈ એક મહા ઘોર ઘોરાકાર, ભયંકર, ભયંકરાકાર, ભાવર, ભયાનક, ગંભીર, ત્રાસદાયી કાળી અર્ધરાત્રિ અને અડદના ઢગલા જેવું કાળુ તથા લાખ યોજન ઉંચુ, મોટું શરીર બનાવ્યું. તેમ કરીને આસ્ફાટનવલ્ગન-ગર્જન-ઘોડા જેવો હણહણાટ-હસ્તિવત્ કિલકિલાટ-રથવત્ ઘણઘણાટ કરતો, પગ પછાડતો-ભૂમિ ઉપર પાટુ મારતો-સિંહનાદ કરતો ઉછળે છે, પછડાય છે, ત્રિપદીને છેદે છે, ડાબો હાથ ઉંચો કરે છે, જમણા હાથની તર્જની અને અંગુઠાના નખ વડે પોતાના મુખને વિડંખે છે, મોટા-મોટા કલકલ શબ્દોથી અવાજ કરે છે. એકલો, કોઈને સાથે લીધા વિના, પરિઘરત્નને લઈને ઉંચે આકાશમાં ઉડ્યો. જાણે અધોલોકને ખળભળાવતો, ભૂમિતલને કંપાવતો, તિછલિોકને ખેચતો, ગગનવલને ફોડતો હોય તેવો (એ પ્રમાણે ચમર) ક્યાંક ગાજે છે ક્યાંક વિધુત્ ઝળકે છે. ક્યાંક વરસાદ પેઠે વરસે છે, ક્યાંક ધૂળવાં કરે છે, ક્યાંક અંધકાર કરે છે (એમ કરતો) વ્યંતરને ત્રાસ પમાડતો, જ્યોતિક દેવોના જાણે બે ભાગ કરતો. આત્મરક્ષક દેવોને ભગાડતો, પરિઘરત્ન આકાશતલમાં ફેરવતો, શોભાવતો ઉત્કૃષ્ટ ગતિથી યાવત્ અસંખ્ય તિર્થાદ્વીપ સમુદ્રની વચ્ચોવચથી નીકળતો સૌધમકÒ, સૌધમવિતસક વિમાને, જ્યાં સુધસભા છે ત્યાં આવી એક પગ પાવર વેદિકામાં અને બીજો પગ સુધસભામાં મૂક્યો. પરિઘરત્ન વડે મોટા મોટા અવાજ કરતા તેણે ઈન્દ્રકીલને ત્રણ વાર કુટ્યો, કુટીને (સમરેન્દ્ર) આ પ્રમાણે બોલ્યો
અરે ! દેવેન્દ્ર દેવરાજ શક્ર ક્યાં છે ? ક્યાં છે તે ૮૪,૦૦૦ સામાનિક દેવો ? - યાવત્ - ક્યાં છે ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક દેવો? કયાં છે તે કરોડો અપ્સરાઓ ? આજે હસું છું, આજે વધ કરું છું, તે બધી અપ્સરાઓ જે મારા તાબે નથી, તે આજે તાબે થઈ જાઓ. એમ કરીને તેવા પ્રકારના અનિષ્ટ,