________________
૨/-/૧/૧૧૨
કે અનંત ?, સિદ્ધો સાંત છે કે અનંત? કયા મરણ વડે મરતો જીવ વધે કે ઘટે છે? આટલા પ્રશ્નોનો ઉત્તર કહે.
૧૩૭
વૈશાલિક શ્રાવક પિંગલ નિર્ગુન્થે તે સ્કંદકને આ પ્રમાણે પૂછયું ત્યારે તે સ્કંદક શંકિત, કાંક્ષિત, વિચિકિત્મિક, ભેદપ્રાપ્ત, કલેશપ્ત થયો. વૈશાલિક શ્રાવક પિંગલ સાધુને તે કંઈ ઉત્તર ન આપી શકતા મૌન થઈને બેઠો. ત્યારે પિંગલ સાધુએ સ્કંદકને બે-ત્રણવાર આક્ષેપપૂર્વક પૂછ્યું – હે માગધ ! લોક સાંત છે યાવત્ કયા મરણે મરવાથી જીવનો સંસાર વધે કે ઘટે? તે કહે. ત્યારે તે સ્કંદક, પિંગલ સાધુના બે-ત્રણવાર આમ પૂછવાથી શંકિત, કાંક્ષિત, વિચિકિત્મિક, ભેદપ્રાપ્ત, કલેશપ્રાપ્ત થયો. પણ પિંગલ સાધુને કંઈ ઉત્તર ન આપી શકવાથી મૌન થઈને રહ્યો.
તે વખતે શ્રાવતી નગરીમાં શ્રૃંગાટક યાવત્ મહા માર્ગોમાં મોટા જનાંમર્દ, જનવ્યૂહવાળી પર્વદા નીકળી, ત્યારે તે કુંદકે ઘણાં લોકો પાસે આ પ્રમાણે સાંભળી, અવધારી, આવા પ્રકારે અભ્યર્થિક-ચિંતિત-પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે શ્રમણ ભગવંત મહાવીર કૃતંગલા નગરીની બહાર છત્રપલાશક ચૈત્યમાં સંયમથી, તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. હું ત્યાં જઈ શ્રમણ ભગવંત મહાવીરને વાં-નમું, શ્રમણ ભગવંત મહાવીરને વાંદીને, નમીને, સત્કારસન્માન આપીને, કલ્યાણ-મંગલ-દેવ-રીત્યરૂપ તેઓની પપાસના કરીને આવા અર્થો-હેતુ-પ્રશ્નો-કારણોને પૂછું.
એ પ્રમાણે વિચારીને સ્કંદક જ્યાં પરિવ્રાજક મઠ છે, ત્યાં આવીને, ત્યાં ત્રિદંડ, કુડિક, કાંચનિક, કરોટિક, ભિસિત, કેશરિકા, છઠ્ઠાલક, કુશક, પવિત્રક, ગોષિક, છત્રક, ઉપાનહ, પાવડી, ધાતુરત વો લઈને નીકળે છે, નીકળીને પરિવાક વસતિથી નીકળે છે. નીકળીને ત્રિદંડ, કુંડિક, કાંચનિક, કોટિંક, ભિસિત, કેસરિકા યાવત્ - ૪ - ધાતુ ક્ત વસ્ત્રો પહેરીને શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળી, જ્યાં કૃતંગલા નગરી છે, જ્યાં છત્રપલાશક ચૈત્ય છે, શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં જવા નીકળે છે.
-
હે ગૌતમ ! એ પ્રમાણે આમંત્રી શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમ સ્વામીને આમ કહ્યું – તું તારા પૂર્વ સંબંધીને જોઈશ. ભગવત્ કોને? સ્કંદકને. ભગવન્ ! તેને કરે, કેવી રીતે, કેટલા કાળે જોઈશ ? ગૌતમ ! એ રીતે - તે કાળે તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી (વર્ણન) તે શ્રાવસ્તીમાં ગર્દભાલીના શિષ્ય સ્કંદક નામે કાત્યાયનગોત્રીય પરિવાક વસતો હતો. તે બધું પૂર્વવત્ જાણવું - યાવત્ - તે મારી પાસે આવવાને નીકળ્યો છે. તે બહુ નજીક છે, ઘણો માર્ગ ઓળંગી ગયા છે, માર્ગ મધ્યે છે. ગૌતમ ! તું તેને આજે જ જોઈશ.
ભગવન્ ! એમ કહી ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીને વંદન" નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! શું તે કાત્યાયન ગૌત્રીય કુંદક આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈ, ઘરને છોડીને અનગાર પ્રવ્રજ્યા લેવા સમર્થ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
છે ? – હા, સમર્થ છે. જ્યારે શ્રમણ ભગવંત મહાવીર ગૌતમરવામીને આ વાત કરતા હતા. તેટલામાં કાત્યાયન ગોત્રીય સ્કંદક તે સ્થાને શીઘ્ર આવી પહોંચ્યા.
૧૩૮
ત્યારે ગૌતમસ્વામી સ્કંદને નજીક આવેલ જાણીને જલ્દી ઉભા થયા, જલ્દી તેની સામે ગયા. જ્યાં આંક હતો, ત્યાં આવ્યા. આવીને કાત્યાયન ગૌમીય સ્કંદકને આ પ્રમાણે કહ્યું – હે સ્કંદક! તમારું સ્વાગત છે, સુવાગત છે. સ્કંદકા તમારું આગમન અનુરૂપ છે, સ્કંદક! તમારું સ્વાગત-વાગત છે. હે સ્કંદકા તમને શ્રાવસ્તીનગરીમાં વૈશાલિયશ્રાવક પિંગલ સાધુએ આ રીતે પૂછ્યું હતું કે – હે માગધ! લોક સાંત છે કે અનંત? એ બધું પૂર્વવત્ ચાવત્ તમે તેથી શીઘ્ર અહીં આવ્યા છો. હે સંક! શું આ વાત બરાબર છે? હા, છે.
ત્યારે કુંદકે ગૌતમસ્વામીને આમ કહ્યું – હે ગૌતમ ! એવા તથારૂપ જ્ઞાની કે તપવી કોણ છે ? જેણે મારી આ રહસ્યકૃત્ વાત તમને તુરંત કહી ? જેથી તમે જાણો છો. ત્યારે ગૌતમ સ્વામીએ સ્કંદકને કહ્યું – હે સ્કંદક ! મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર, અરહંત, જિન,કેવલી, ભૂત
વર્તમાન-ભાવિના જ્ઞાતા, સર્વજ્ઞ, સર્વદર્શી, શ્રમણ ભગવંત મહાવીર છે, જેણે મને તમારી આ ગુપ્ત વાત શીઘ્ર કહી. તેથી હે સ્કંદક ! હું તે જાણું છું. ત્યારે તે કાત્યાયનગોત્રીય સ્કંદકે ગૌતમવામીને આમ કહ્યું –
• વિવેચન-૧૧૨ [અધુ]
ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર સાથે યાવત્ શબ્દથી અરહંત, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી, આકાશમાં રહેલ છત્રયુક્ત ઈત્યાદિ સમવસરણ સુધીનું વર્ણન કહેવું. ગર્દભાલિ નામે પરિવ્રાજકનો. - ૪ - ઇતિહાસ એટલે પુરાણ તે પાંચમો જેમાં છે તે તથા ‘ચાર વેદ’ આ વિશેષ્યપદ છે. નિઘંટુ નામકોશ. શિક્ષાદિ છ અંગો. તેનો અર્થનો વિસ્તાર જેમાં છે, તે ઉપાંગ. રહસ્ય સહિત ભણાવે છે માટે પ્રવર્તક છે અથવા સૂત્રાદિને કોઈ વિસરી ગયા હોય તેને સ્મરણ કરાવે છે, માટે સ્માસ્ક છે. અશુદ્ધપાઠને નિવારે માટે વાસ્ક છે. ધારા - ભણેલાં વેદાદિ શાસ્ત્રોને ન ભૂલનાર, પારગામી, પૂર્વે જણાવેલા છ અંગોને જાણનાર. અહીં ‘સાંગોપાંગ’ શબ્દ ‘વેદોના પરિકરને જાણનાર' અર્થમાં છે અથવા છ અંગોને વિચારનાર છે. કપિલના શાસ્ત્રના પંડિત, ગણિત શાસ્ત્ર પ્રવીણ, સુપરિનિષ્ઠિત એમ સંબંધ જોડવો. - વેદના છ અંગોને જાણે છે તે કહે છે–
શિક્ષા - અક્ષર સ્વરૂપ નિરૂપક શાસ્ત્ર, ત્વ - તાવિધ આચારને જણાવનાર, वागरण - શબ્દશાસ્ત્ર, છંદ્ર - પધલક્ષણશાસ્ત્ર, નિરુક્ત શબ્દ વ્યુત્પત્તિ શાસ્ત્ર, જ્યોતિ, બ્રાહ્મણ અને પરિવ્રાજક સંબંધી દર્શન. નિગ્રન્થ - શ્રમણ. વિશાલા - ભ મહાવીરની માતા, તેના પુત્ર તે વૈશાલિક. તેમના વચનને સાંભળનાર એટલે શ્રાવકતેમના વચનામૃતના પાનમાં લીન. - ૪ - મગધ દેશમાં જન્મેલને માગધ. સંસારની વૃદ્ધિ કે હાનિ, - x - આટલા પ્રશ્નોનો ઉત્તર આપ.
આ પ્રશ્નનો ઉત્તર આ છે કે આ? એ શંકાને પામેલ. તેનો આ ઉત્તર સારો નથી, આ પણ ઠીક નથી. તો હું ઉત્તર કેમ આપીશ? એમ ઉત્તર મેળવવાની આતુરતાવાળો.