________________
૨/-/૧/૧૧૩
ભગવંત મહાવીરનો આ આવા પ્રકારનો ધાર્મિક ઉપદેશ સારી રીતે સ્વીકાર્યો. ભગવંતની આજ્ઞા મુજબ સ્કંદક મુનિ ચાલે છે - રહે છે - બેસે છે - સુરે છે - ખાય છે - ઉઠીને પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોનો સંયમ પાળે છે. આ બાબતમાં જરા પણ પ્રમાદ કરતા નથી. હવે તે કુંદક અણગાર થયા. ઈયા-ભાષા-એષણાઆદાન ભાંડ માત્ર નિપણા-ઉચ્ચાર પ્રાતણ ખેલ જલ્લ સિંધાણ પારિષ્ઠપનિકા, મન, વચન, કાયા [એ આઠે] સમિત થયા. મન-વચન-કાયાથી ગુપ્ત, ગુપ્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહાચારી, ત્યાગી, લજ્જાળુ, ધન્ય, ાંતિક્ષમ, જિનેન્દ્રિય, શોધક, અનિદાન, ઉતાવળરહિત, અબહિર્લેશ્ય, સુશ્રામણ્યરત, દાંત થયા અને આ નિગ્રન્થ પ્રવચનને આગળ કરી વિચરવા લાગ્યા.
૧૪૫
• વિવેચન-૧૧૩ :
અહીં ધર્મકથા કહેવી. તે આ પ્રમાણે – જીવો કઈ રીતે બંધાય છે, મુકાય છે, કલેશ પામે છે, કેટલાંક અપ્રતિબદ્ધ દુઃખોનો અંત કરે છે. આર્તધ્યાનયુક્ત જીવો સંસાર સાગરમાં કેવી રીતે ભટકે છે, વૈરાગ્યવંત કર્મોને તોડી નાંખે છે, ઇત્યાદિ
- X - X -
નિર્પ્રન્ગ પ્રવચન છે એમ શ્રદ્ધા કરવી. નિર્ણન્ય પ્રવચનમાં પ્રીતિ-વિશ્વાસ કરું છું કે આ સત્ય છે. તેની રુચિ કરું છું, સ્વીકારું છું હવે શ્રદ્ધાન આદિ સંબંધે ઉલ્લેખ દર્શાવે છે - આ નિર્ણન્થ પ્રવચન સામાન્યથી એ પ્રકારે છે, જેમ તમો કહો છો, વિશેષથી પણ તેમજ છે. એ સત્ય છે, સંદેહરહિત છે, ઈષ્ટ છે, મેળવવા યોગ્ય છે, ઈષ્ટ અને મેળવવા યોગ્ય છે. એમ કરીને અથવા આ બધાં પદો યથા યોગ્ય એકાર્યક અને આદર જણાવવા માટે છે.
જીવલોક-ચારે બાજુથી સળગેલો છે. વધારે સળગેલો છે. એક કાળે આદીપ્તપ્રદીપ્ત છે. જરા-મરણરૂપ અગ્નિ વડે સળગેલો છે. ધુંધવાતુ કે બળતું હોય ત્યારે ઓછાં ભારવાળું, આત્મા એકાંતમાં લઈ જાય છે. પહેલા કે પછી - હંમેશા, સ્થિરતાવાળો હોવાથી સ્વૈર્યરૂપ, વિશ્વાસના પ્રયોજનવાળો, તેણે કરેલ કાર્યો સંમત હોવાથી સંમત, બહુ પ્રકારે - બહુલોકો દ્વારા કે ઘણો માનેલ હોવાથી બહુમત, બગાડ કર્યા પછી પણ જેને માનવામાં આવે તે અનુમત, ઘરેણાંના ડાબલા જેવો [ધર્મ છે.]
મા પ્ન મીર્ઝા - અહીં મા શબ્દ નિષેધાર્થમાં છે. અહીં યથાયોગ્ય સ્પૃશનુ ક્રિયાપદનો સંબંધ જોડવો. અથવા ‘એ આત્માને ન સ્પર્શે એમ વ્યાખ્યા કરવી. વાત્ત - જંગલી જાનવરો, સર્પો, તેશ - લાંબો કાળ ચાલતી વ્યાધિ. આતં - જલ્દી ઘાત કરે તે. સ્પૃશ - સ્પર્શે, થાય. એમ વિચારીને. ‘જેનું પાલન કર્યુ છે' એ અધ્યાહાર છે. તે શું? તે કહે છે – તેથી હું ઈચ્છુ છું કે ભગવંત પોતે જ મને રજોહરણાદિ રૂપ વેશ આપીને દીક્ષિત કરે. માથાનો લોચ કરવા વડે મુંડિત કરે. પડિલેહણ આદિ સર્વ ક્રિયા શીખવે. સૂત્રઅર્થ ભણાવી શિક્ષિત કરે. શ્રુતજ્ઞાનાદિ સંબંધી અનુષ્ઠાન-કાળ, અધ્યયનાદિ આચાર, ભિક્ષાટન તે ગોચર. તે ભગવંત જ મને કહે તેમ ઈચ્છુ છું. વિનય, વૈનયિક-વિનયનું કર્મક્ષયાદિ ફળ, વ્રત આદિ ચરણ, પિંડવિશુદ્ધિ આદિ કરણ, સંયમયાત્રા, તે માટે જ 9/10
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ આહારયાત્રા, આવો વિનયાદિવૃત્તિક ધર્મ ભગવંત પોતે કહે.
હે દેવાનુપ્રિય ! યુગ માત્ર ભૂમિમાં દૃષ્ટિ રાખી ચાલવું, જે સ્થાને ઘણાં લોકો નીકળતા-પેસતા ન હોય, તે સ્થાને સંયમને, આત્માને, પ્રવચનને બાધા ન થાય તેમ
૧૪૬
ઉભવું, સંડાસા અને ભૂમિ પ્રમાઈને બેસવું, સામાયિકાદિ ઉચ્ચારણપૂર્વક સુવું, ધૂમઅંગારાદિ દોષ ટાળીને ખાવું, મધુરાદિ ગુણયુક્ત બોલવું. પ્રમાદ અને નિદ્રા ત્યાગી જાગવું, પ્રાણ આદિના વિષયમાં રક્ષા કરવા પ્રયત્ન કરવો.
ભગવંતની પૂર્વોક્ત આજ્ઞા વડે ચાલવામાં સમિત. સારી પ્રવૃત્તિ રાખવી એ જ સમિતપણું છે. ઉપકરણો લેવા-મૂકવામાં સમિત, ગુજ્વાર ૰ ઇત્યાદિ ઘેન - કંઠ, મુખનો શ્લેષ્મ, વિધાન - નાકનો મેલ, મનની સંગત પ્રવૃત્તિને મન સમિત, મનને વશ કરનાર તે મનોગુપ્ત, મનોગુપ્તવાદિનો ઉપસંહાર તે ગુપ્ત. એ જ વાતને વિશેષતાથી કહે છે – ગુપ્તઈન્દ્રિય, બ્રહ્મચર્યની ગુપ્તિપૂર્વક બ્રહ્મચર્ય પાળનાર, અસંગ, સંયમવાળો કે સરળ વ્યવહારી, ધર્મરૂપ ધનવાળો, અસમર્થતાથી નહીં પણ ક્ષમાપૂર્વક સહન કરનાર, ઈન્દ્રિય વિકાર અભાવે જિનેન્દ્રિય, પૂર્વે ગુપ્તેન્દ્રિય કહ્યું તે ઈન્દ્રિય વિકારનું ગોપનમાત્ર છે, મોહિત - એટલે શોભાવાળો અથવા અતિચાર રહિતત્વ તે શોધિત, સર્વ પ્રાણીમાં મૈત્રીવાળો, નિદાન-પ્રાર્થનારહિત, વરારહિત, સંયમ સિવાય બીજે મનોવૃત્તિ ન રાખનાર, સુંદર શ્રમણપણામાં લીન, ક્રોધાદિનું દમન કરનાર અથવા રાગ-દ્વેષનો અંત કરનાર. આ જ પ્રત્યક્ષ આગળ કરીને અર્થાત્ જેમ માર્ગ ન જાણનાર માર્ગજ્ઞને આગળ કરીને ચાલે તેમ.
- સૂત્ર-૧૧૪ :
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર કૃતંગલા નગરીના છત્રપલાશક ચૈત્યથી
નીકળીને બહારના જનપદમાં વિચરે છે.
ત્યારે તે સ્કંદક અણગાર, ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકાદિ ૧૧-અંગોને ભણે છે. પછી જ્યાં ભગવંત મહાવીર છે, ત્યાં આવીને ભગવંતને વંદન-નમસ્કાર કરીને આમ કહ્યું – હે ભગવન્ ! આપની અનુજ્ઞા હોય તો હું માસિકી ભિક્ષુપ્રતિમાને સ્વીકારીને વિચરવા ઈચ્છુ છું. હૈ દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કરો, વિલંબ ન કરો. ત્યારે તે સ્કંદક અણગાર ભગવંત મહાવીરની અનુજ્ઞા પ્રાપ્ત થતાં હર્ષિત થઈ યાવત્ નમીને માસિકી ભિક્ષુપ્રતિમા સ્વીકારીને વિરે છે. ત્યારે તે કુંદક અણગાર માસિકી ભિપ્રતિમાને યથાસૂત્ર, થાકલ્પ, યથામાર્ગ, યથાતથ્ય, સમ્યક્ પ્રકારે કાયાને સ્પર્શે છે, પાળે છે, શોભાવે છે, સમાપ્ત કરે છે, પૂર્ણ કરે છે, કીર્તન કરે છે, અનુપાલન કરે છે, આજ્ઞા વડે આરાધી, કાયા વડે સ્પર્શીને યાવત્ આરાધીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે.
– ભગવંત પાસે આવીને યાવત્ નીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્ ! આપની અનુજ્ઞા પામીને હું દ્વિમાસિકી ભિક્ષુપતિમાને સ્વીકારીને વિચરવા ઈચ્છુ છું. જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. શેષ પૂર્વવત્. એ પ્રમાણે