________________
૧ : ધર્મનો પાયો, સાચી માન્યતા :
J-114 વિ. સં. ૧૯૮૬ કાર્તક વદ-૯ સોમવાર તા. ૨૫-૧૧-૧૯૨૯
♦ જે સ્વાધીન, તે જ સુખી : રખડપટ્ટી મટાડવાનો ઉપાય :
♦ મિથ્યાત્વ અને અવિરતિ આદિનું ધમસાણ : શુદ્ધ માન્યતા એ જ સારી કરણીનું મૂળ : ♦ ‘નીતિનો આદર' ધર્મ ક્યારે બને ? ઉપકારીઓએ ધર્મ કહ્યો છે કોને ? ♦ દેવ, ગુરુ અને ધર્મની ઉપાસના શા માટે ?
૭ વિષ ખાઈને જીવવા જેવી માન્યતાથી બચો :
117
♦ વિશ્રાંતિ અશક્તને માટે છે : સમજો કે ‘વિધાન, શામાં છે ?' જૈનશાસનનું પાંડિત્ય જુદું જ છે શ્રીમંતાઈ ઠસ્સા માટે નથી, પણ સદુ૫યોગ માટે છે :
:
૭
♦
હિતકર સ્પષ્ટભાષિતા, એ સાધુતાનો શણગાર છે :
ધર્મ ભૂલેલાઓની દશા દયાપાત્ર છે :
વિષય : સમ્યગ્દર્શન એ જૈન શાસનનો પાયો છે. આચારભેદ નભે, વિચારભેદ ન નભે.
ધૂતાધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા જીવોને વૈરાગ્ય પેદા થાય એ માટે જીવો કર્મના વિપાક કઈ રીતે ભોગવે છે, એ વાત વિસ્તૃત રીતે સમજાવ્યા બાદ અત્રે કર્યોદય વખતે રાખવાની સાવચેતી બતાવે છે. મનુષ્ય માટે કમળની ઉપમા આપી સંસારથી અલિપ્ત રહેવાની કળા શીખવાડી છે. પાપ ક૨વા માત્રથી જ કોઈ મિથ્યાદ્ગષ્ટિ બની જતું નથી અને પાપ છોડવા માત્રથી જ કોઈ સમિતી બની જતું નથી. દરેકની પાછળ હાર્દ શું છે તે જોવું પડે. પાપ તરફ ઢાળ હોય, એ ક૨વા જેવાં માને તે મિથ્યાદ્રષ્ટિ અને પાપ કરવા જેવાં ન માને તે જ સમ્યગ્દષ્ટિ હોઈ શકે. આ વ્યાખ્યાની આસપાસ આ પ્રવચન પાંગર્યું છે. એમાં પ્રસંગ પામી સાધુ અને શ્રાવકની માન્યતા, નીતિ અને ધર્મનો તફાવત, ઊંધી માન્યતાનું મૂળ, ત્યાગની જ મહત્તા, જૈન શાસનનું પાંડિત્ય, શ્રીમંતાઈનો સદુપયોગ, સાધુઓની ભાષા જેવા અનેક વિષયો પર વિવેચન કરાયું છે.
સુવાક્યાતૃત
• આત્મા ઉદય વખતે જેટલો મૂંઝાય છે : તેટલો જો બંધ વખતે મૂંઝાય તો લાંબો કાળ તે સંસારમાં રખડે જ નહિ.
Jain Education International
♦ પાપને સારું માનનાર ઉત્તમ આચારવાન હોય તો પણ મિથ્યાદષ્ટિ છે. સારી અને સાચી કરણીનું મૂળ શુદ્ધ માન્યતા છે.
♦ દેવ, ગુરુ અને ધર્મની આરાધના આત્મશ્રેય માટે છે, પણ પૌદ્ગલિક શ્રેય માટે નથી જ.
♦ અનીતિનો ત્યાગ અને નીતિનો આદર પણ આત્મશુદ્ધિ અને પાપથી બચવા માટે હોય તો જ ધર્મરૂપ છે.
દેવ, ગુરુ, ધર્મનું કામ દુનિયાની મમતા વધારવા માટે નથી પણ ઘટાડવા માટે છે.
પારકી સ્ત્રી સામે દૃષ્ટિ ફેંકનારો ધર્મ ભૂલે છે, એટલું જ નહિ પણ નીતિથી પણ ગયેલો છે. હિતકર સ્પષ્ટભાષિતા, એ સાધુતાનો શણગાર છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org