________________
અધ્યાત્મ રાજચંદ્ર પાછળ દેડી રહ્યા છે, પણ ખરેખરા આત્મપરિણત અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્દ તે કેવળ અધ્યાત્મમાં નિમજજન કરનારા હાઈ સ્વયં પ્રસિદ્ધિથી દૂર જ રહ્યા, એ જ એમનું પરમ અદ્દભુત માહાભ્યપણું પ્રકાશે છે. આવા અધ્યાત્મનિમગ્ન શ્રીમદ્જીએ આધ્યાત્મિક ક્ષેત્રે આત્મિક સ્વરાજ્યની (આત્મરાજ્યની) સિદ્ધિને અપૂર્વ આત્મપુરુષાર્થ
સ્કુરાવ્યો. એમ તે જગમાં આત્માની વાતો કરનારા કંઈક પડયા છે, પણ આત્માની સાક્ષાત્ પ્રાપ્તિ-સિદ્ધિ કરી–આત્મસિદ્ધિ કરી આત્મા સાક્ષાત્ અનુભવ સિદ્ધ કર્યો છે, એવા શ્રીમદ જેવા જોગીન્દ્ર જગતમાં ખરેખર ! વિરલ જ છે; અને એટલે જ આવી સમર્થ વિરલ વિભૂતિનું–જીવતા જાગતા જવલંત જેગીન્દ્રનું જીવન સહજ સ્વભાવે જગને બોધપ્રદ–રસપ્રદ થઈ પડે એવું સહજ સામર્થ્યવાળું અપૂર્વ દેવત ધરાવે છે.
શ્રીમદ્ રાજચંદ્રનું જીવન એ એક “આત્માનું જીવન છે, આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિને માટે સતત મથતા અને એમ અપૂર્વ આત્મપરાક્રમથી સાક્ષાત્ આત્મસિદ્ધિને પામેલા એક પરમ ઉચ્ચ કેટિના દિવ્ય આત્માનું જીવન છે. એમ તે જગમાં સર્વ કેઈનું જીવન આત્માનું જીવન છે, પણ સામાન્યપણે જગતજનની દષ્ટિ બહિરાત્મ દષ્ટિ છે. એટલે દેહમાં આત્મબુદ્ધિની દૃષ્ટિ છે; પણ સતત આત્મલક્ષી શ્રીમદની દષ્ટિ અંતરાત્મદષ્ટિ છે, એટલે નિરંતર આત્મામાં જ આત્મબુદ્ધિની દષ્ટિ છે. એટલે ખરેખર પરમાર્થ સત્ વિશિષ્ટ અર્થમાં શ્રીમદનું જીવન એ આત્માનું જીવન છે. શ્રીમદ્દ જ અદ્ભુત આત્મનિશ્ચયથી ગજે છે કે
પ્રથમ દેહદષ્ટિ હતી, તેથી ભાસે દેહ
હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયે દેહથી નેહ.” સામાન્યપણે જગજજીવોને દેહમાં આત્મદષ્ટિ છે, શ્રીમદને સતત આત્મામાં જ આત્મદષ્ટિ છે. જગતમાં ઘણું કરી “દેહ તે હું” એમ દેહને અહં મુખ્યપણે પ્રવર્તે છે. શ્રીમદને “આત્મા તે હું”—–સહં એમ આત્માને અહં મુખ્યપણે વર્તે છે. એક અહં મરે તે બીજે જીવે, બીજે જીવે તે પહેલો મરે. ભલભલા મહાત્માઓ પણ આ દેહાત્મબુદ્ધિરૂપ અહંના સકંજામાંથી છૂટી શકતા નથી, પણ શ્રીમદ્દ તે એમાંથી સર્વથા છૂટી ગયા છે, એ જ એમનું પરમ સત્પણું–પરમ મહપણું છે. શ્રીમદને દેહનો અહં કેટલે વિલય પામ્યો હતો તે માટે એક જ ઉદાહરણ બસ થશે. શ્રીમદ્ ઘણે સ્થળે પિતા માટે
અમેને પ્રવેગ કરે છે, તે અંગે કોઈએ એક વખત પૂછેલ, તે વખતે શ્રીમદે “અમે” શબ્દને પિતે શું વિશિષ્ટ ખાસ પરમાર્થ અર્થમાં પ્રયોગ કરે છે તેને સ્પષ્ટ ખુલાસો કર્યો હતો કે –“અમે” એટલે “અમે હારૂ નહિં અથવા હું નહિં તે “અમે. સર્વ અહંનું મૂલ આધારભૂત દેહાભિમાન શ્રીમદને કેટલું ગલિત થયું હતું તેનું આ ઝળહળતું ઉદાહરણ છે. દશ્ય વિવેકમાં કહ્યું છે કે –“વેદામિનને જિતે, વિશારે Fરમારના થર થર મનો વારિ, સર તા સમાધયઃ II” અર્થાત્ દેહાભિમાન ગળી ગયે ને પરમાત્મા જાણવામાં આવ્યું જ્યાં જ્યાં મન જાય છે, ત્યાં ત્યાં સમાધિ જ છે. દેહાભિમાનત્યાગી પરમતત્વદષ્ટા શ્રીમને આવી સહજ સમાધિ સહજ સ્વભાવભૂત બની ગઈ હતી.