________________
2. SHRI HASTAGIRI TIRTHA
(SHRI ADISHVARA BHAGAVAN CHARANAPADUKA)
The confluence of three rivers in form of nature, sacredness and old past is what constitutes the Hastagiri tirtha. On one side of the tirtha there stand the temples of the complex of Shatrunjaya, and on the other the Kadambagiri. The slow moving breeze of the scared Shatrunji river joins the atmosphere to give rise to spiritual feelings in the inner consciousness. This tirtha, situated as it is on a hill on the northern side of the river, is a unique spot of Sadhana on the self (Atmasadhana). Here is installed the CHARANAPADUKA, approximately 33 kms. in size, of sapphire colour, of Tirthankara Shri Adishvara Bhagavan. There is no Inscription on it though it seems to be pretty old. It is said that Adishvara Prabhu paid a visit here so many times. His eldest son, Bharata Chakravarti raised this tirtha and attained emancipation here. It is also said that the elephant of Bharata Chakravarti undertook fast and attained liberation here. The mountain therefore is known as Hastangiri. Some look upon this tirtha only as just one peak of the Shatrunjaya and this Hastagiri tirtha too is included in the circumambulation of the Shatrunjaya mountain spread over some twelve Kosas or eighteen miles. The glory of this tirtha is unique indeed because it is pretty old.
With the renovation of this tirtha, we have a Jina temple of Adishvara Bhagavan which has peaks and is octagonal and which has 72 shrines. It is so very much artistic that one is easily reminded of the Ranakapura tirtha. This complex consists of five Jina temples of all the five KALYANAKAS and is constructed in such a manner that one will have a clear idea of the construction of Samavasarana. The novel tirtha is constructed at the instance and under the inspiration derived from the noble sermons of Shri Vijayamanatunga Suri-an expert master of the Agamas. The renovation of the new Jina temple and ceremonious installation was done at the sacred hands of most revered Acharya Maharaj Shri Vijayaramachandra Surishvarji, on the auspicious sixth day of the Vaishakha of V.S. 2045
૨. શ્રી હસ્તગિરિ તીર્થ (શ્રીઆદીશ્વર ભગવાન ચરણપાદુકા) પ્રકૃતિ, પવિત્રતા અને પ્રાચીનતાનો ત્રિવેણી સંગમ એટલે શ્રી હસ્તગિરિ તીર્થ. આ તીર્થની એક બાજુ શત્રુંજય ગિરિરાજનાં મંદિરો છે તો બીજી બાજુ કદમ્બગિરિ પર્વત છે. સાથોસાથ પાવનકારી શત્રુંજી નદીનો મંદ મંદ સમીર અંતરમાં આધ્યાત્મિકતા પ્રગટાવે છે. શત્રુંજી નદીના ઉત્તર કિનારે આવેલી એક ટેકરી પરનું આ તીર્થ આત્મસાધના માટે અનુપમ સ્થળ છે. અહીં આશરે ૩૩ સે.મી.ની પિરોજી રંગની તીર્થકર શ્રી આદીશ્વર ભગવાનની ચરણપાદુકા છે. અતિ પ્રાચીન સમયની લાગતી આ ચરણપાદુકા પર કોઇ લેખ નથી. અહીં આદીશ્વર પ્રભુઅનેક વાર પધાર્યા હતા. એમના જયેષ્ઠ પુત્ર ભરત ચક્રવર્તી એ આ તીર્થની સ્થાપના કરી અને તેઓ અહીંથી મોક્ષ પામ્યા હતા. ચક્રવર્તી ભરતનો હાથી પણ અનશન કરીને અહીંથી મોક્ષ પામ્યો હતો તેથી આ પહાડને હસ્તગિરિ કહેવામાં આવે છે એવી વાયકા મળે છે. આ તીર્થને શ્રી શત્રુંજય પર્વતનું જ એક શિખર માનવામાં આવે છે અને શ્રી શત્રુંજય ગિરિરાજની બાર કોશની પ્રદક્ષિણામાં હસ્તગિરિ તીર્થ પણ આવે છે. શ્રી આદીશ્વર ભગવાનના સમયનું આ તીર્થ અતિ પ્રાચીન તીર્થ હોવાથી એનો મહિમા ઘણો મહાન છે. આ તીર્થનો તીર્થોદ્ધાર થતાં અહીં ૭૨ દેરીઓ સહિત અષ્ટકોણ શ્રી આદીશ્વર ભગવાનનું ઉત્તુંગ શિખરયુકત જિનમંદિર રાણકપુર તીર્થનું સ્મરણ કરાવે તેવું કલાયુકત બન્યું છે. સમવસરણની રચનાનો ખ્યાલ મળી રહે તે રીતે તેમ જ પાંચેય કલ્યાણકના પાંચ જિનમંદિરોયુકત આ તીર્થ પૂજય આગમવિશારદ શ્રી વિજયમાનતુંગસૂરિના સદુપદેશથી તૈયાર થયું છે, જયારે આ નૂતન જિનાલયની પ્રાણપ્રતિષ્ઠા સદુપદેશક પૂ.આ. મહારાજ શ્રી વિજયરામચંદ સૂરીશ્વરજીના વરદ હસ્તે વિ.સં. ૨૦૪૫ના વૈશાખ સુદ છઠના શુભ દિને કરવામાં આવી છે.
તીર્થનંદના - ૨
(૩) અ.સૌ. વિણાબહેન વિજયભાઈ મોતીચંદ ઝવેરી સુરતવાળા-મુંબઈ (૧) સુમતિબહેન મોતીચંદ હીરાચંદ ઝવેરી સુરતવાળા - મુંબઈ (૪) અ.સૌ. સુપર્ણાબહેન સુનીલભાઈ ઝવેરી હઃપુજા, ચિ. તારક (૨) સમીરભાઈ વિજયભાઈ ઝવેરી સુરતવાળા-મુંબઈ (૫) અ.સૌ. હેમાબહેન સમીરભાઈ ઝવેરી હ : ક્ષમા,યશ્મા સુરતવાળા-મુંબઈ
15. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org