Page #1
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા
શબ્દશઃ વિવેચન તેરમી નીશી 13
વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
Page #2
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ વિરચિત
દ્વાચિંશદ્ધાત્રિશિકા અંતર્ગત
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા
શબ્દશઃ વિવેચન
મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર એક લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા
+ આશીર્વાદદાતા - વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. ૫. પૂ. આચાર્યદેવેશ.
શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષદર્શનવેત્તા પ્રાવચનિકપ્રતિભાધારક સ્વ. ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ
જ વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
૦ સંકલન-સંશોધનકારિકા છે. પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી સુરેન્દ્રશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી બોધિરત્નાશ્રીજી
: પ્રકાશક :
કાતાથીd
૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
Page #3
--------------------------------------------------------------------------
________________
5 5
5 F
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન
- મ
འ་འའ、
* વિવેચનકાર :
પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વીર સં. ૨૫૩૩ * વિ. સં. ૨૦૬૩
આવૃત્તિ : પ્રથમ * નકલ : ૫૦૦
મૂલ્ય રૂ. ૪૦-૦૦
આર્થિક સહયોગ 卐 એક સદ્ગૃહસ્થ તરફથી
..
: મુખ્ય પ્રાપ્તિસ્થાન :
તાર્થ મા
૫, જૈન મર્ચન્ટ સોસાયટી, સ્નેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
~~~~~ F
“ મુદ્રક નવરંગ પ્રિન્ટર્સ
આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોન : (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩
૭૩
Page #4
--------------------------------------------------------------------------
________________
H : પ્રાપ્તિસ્થાન : H
* અમદાવાદ :
ગીતાર્થ ગંગા
૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧
* મુંબઈ :
શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે,
ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨૦. * (૦૨૨) ૨૨૮૧૪૦૪૮
શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ,
જવાહરલાલ નહેરુ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર,
* સુરત ઃ
ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ,
બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. ૪ (૦૨૬૧) ૩૦૧૩૨૪૪
* BANGALORE :
Shri Vimalchandji
C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53.
(080) (O) 22875262, (R) 22259925
શ્રી નટવરભાઈ એમ.શાહ(આફ્રિકાવાળા) ફ્લેટ નં. ૫૦૧, બ્લોક-એ, રિદ્ધિવિનાયક ટાવર, વિજયનગર રેલ્વે ક્રોસિંગની પાસે, નારણપુરા,
જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. : (૦૨૮૮) ૨૬૭૮૫૧૩
- (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૦૩૦
અમદાવાદ-૧૩.
* (૦૭૯) ૨૭૪૭૮૫૧૨
શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જ્વેલર્સની ઉપર, મલાડ (ઈ.), મુંબઈ-૪૦૦૦૯૭. (૦૨૨) ૩૯૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧
* જામનગર :
શ્રી ઉદયભાઈ શાહ
C/o. મહાવીર અગરબત્તી વર્કસ
C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે,
જામનગર-૩૬૧૦૦૧,
* રાજકોટ :
શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. * (૦૨૮૧) ૨૨૩૩૧૨૦
Page #5
--------------------------------------------------------------------------
________________
_L પ્રકાશકીય
“ગીતાર્થ ગંગા"નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલા વિવિધ પરમાર્થભૂત તત્વોનાં રહસ્યોનું નય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જેતસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સો સોને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે.
તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યગ્રજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જૈન મર્ચન્ટ સોસાયટી,
ટ્રસ્ટીગણ ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩.
ગીતાર્થ ગંગા
(સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.)
Page #6
--------------------------------------------------------------------------
________________
=
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત =
વ્યાખ્યાનના ગ્રંથો
(ગુજરાતી)
વ્યાખ્યાનકાર :- પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત મ. સા.) ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર
વ્યાખ્યાનકાર - પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. ૧. યોગદષ્ટિસમુચ્ચયા ૨. કર્મવાદ કર્ણિકા ૩. સદગતિ તમારા હાથમાં ! ૪. દર્શનાચાર ૫. શાસન સ્થાપના ૬. અનેકાંતવાદ ૭. પ્રશ્નોત્તરી ૮. ચિત્તવૃત્તિ ૯. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૦. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૧. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૩. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિજ્ઞજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૪. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૫. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૧૬. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી (ભાગ-૧)
| પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. સંપાદિત
૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો
Page #7
--------------------------------------------------------------------------
________________
aus :- प. पू. शशिवर्थ श्री युगभूषाविश्य (नाना पंडित) म. सा. ૧. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ?
(हिन्दी
व्याख्यानकार :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म.सा.
१. जैनशासन स्थापना २. चित्तवृत्ति
३. श्रावक के बारह व्रत एवं विकल्प ४. प्रश्नोत्तरी
लेखक :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म.सा.
१. जिनशासन स्वतंत्र धर्म या संप्रदाय ?
संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार
(ENGLISH
| Lecturer : H. H. GANIVARYA SHRIYUGBHUSHANVIJAYJI M.S.
1. Status of religion in modern Nation State theory
Author : H. H. GANIVARYA SHRI YUGBHUSHANVIJAYJI M. S.
1. Is Jaina Order Independent Religion or Denomination ?
Page #8
--------------------------------------------------------------------------
________________
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનના ગ્રંથો
ગુજરાતી
વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન
૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન
૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧
૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્થંગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કૂપદૃષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧
૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩
૨૦. દાનદ્વાત્રિંશિકા-૧ શબ્દશઃ વિવેચન
૨૧. મિત્રાદ્વાત્રિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન
૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાત્રિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુ સામર્થ્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષદ્વાચિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભક્તિવ્યવસ્થાપનદ્રાવિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચના ૩૪. જિનમહત્ત્વદ્વાત્રિશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાચિંશિકા–૧૦ શબ્દશઃ વિવેચન
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી
૧. શ્રી સમેતશિખરજીની સંવેદના
સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ
સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ 3. સ્વતંત્ર ભારતમાં ઘર્મ પરતંત્ર !!!!! (ગુજ.) સંકલનકર્તા ઘર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૫. Right to Freedom of Religion !!!! સંકલનકર્તા ધર્મતીર્થ રક્ષા સમિતિ
| (અંગ્રેજી) ૬. ‘રક્ષાધર્મ' અભિયાન (ગુજ.).
સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. 'Rakshadharma Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તા ધર્મતીર્થ રક્ષા સમિતિ
ગીતાર્થ ગંગા અંતર્ગત ' ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧
૧. ધર્મતીર્થ ભાગ-૧
Page #10
--------------------------------------------------------------------------
________________
ge
‘દ્વાદિંશદ્વાચિંશિકા' ગ્રંથની મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાäિશિકાના ! શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક
8
વિશ્વકલ્યાણકાર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત-સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. જુદા જુદા બત્રીશ વિષયો ઉપર, વિષયવાર ૩૨-૩૨ અર્થગંભીર શ્લોકોથી કરેલ વિશદ છણાવટવાળો, તથા પ૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વપજ્ઞવૃત્તિથી સમલંકૃત આ ‘દ્વાદિંશદ્ધાત્રિશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજી મહારાજાની એક Master Piece - ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે.
આ કાત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથનું ૧૩મું પ્રકરણ મુક્તિઅષપ્રાધાન્યાત્રિશિકા છે. પૂર્વની બારમી પૂર્વસેવાદ્વાáિશિકામાં પૂર્વસેવાના (૧) ગુરુદેવાદિપૂજન, (૨) સદાચાર, (૩) તપ અને (૪) મુક્તિઅદ્વેષ. એ ચાર ભેદો બતાવ્યા તેમાં મુક્તિઅષ પ્રધાન છે. તેથી આ ધાáિશિકામાં મુક્તિઅષનું વર્ણન છે. મુક્તિઅદ્વેષ એટલે મુક્તિ, મુક્તિના ઉપાયો અને મોક્ષમાર્ગે પ્રસ્થિત યોગીઓ પ્રત્યે વૈષનો અભાવ.
મોક્ષમાર્ગમાં મુક્તિઅદ્વેષનું પ્રાધાન્ય એટલા માટે છે કે તેમાં મુક્તિના ઉપાયની વિનાશકારી એવી ભવની ઉત્કટ ઇચ્છાનો અભાવ છે, જેથી મુક્તિઅદ્વેષ પરંપરાએ મોક્ષનું કારણ બને છે.
આ ધાત્રિશિકામાં મુક્તિઅદ્વેષનું પ્રાધાન્ય બતાવતાં ગ્રંથકારશ્રીએ, સમાન અનુષ્ઠાન પણ આશયના ભેદથી (૧) વિષાનુષ્ઠાન, (૨) ગરાનુષ્ઠાન, (૩) અનનુષ્ઠાન, (૪) તહેતુઅનુષ્ઠાન અને (૫) અમૃતાનુષ્ઠાન. એ પાંચ ભેદવાળું બને છે, એમ જણાવી પાંચે અનુષ્ઠાનનું સ્વરૂપ બતાવ્યું છે, અને કોને, ક્યારે, કયા અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય ? ઇત્યાદિ જણાવ્યું છે. અપુનબંધક
Page #11
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/પ્રસ્તાવના જીવોને મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક બની ભવભ્રમણની અલ્પતા કરનાર બને છે, અને અન્ય જીવોનો ક્રિયારાગનો અપ્રયોજક મુક્તિઅદ્વેષ, ભવભ્રમણની અલ્પતા કરાવનાર બનતો નથી. વિશિષ્ટ મુક્તિઅદ્વેષ ગુણરાગનું બીજ બને છે ઇત્યાદિ વિસ્તૃત વિષયોનો સંગ્રહ આ દ્વાત્રિશિકામાં થયેલ છે.
આવા મુક્તિઅદ્વેષથી સાધક નિર્ભય બને છે અને ધર્મક્રિયામાં આસ્વાદ માણે છે. તેથી તેની શ્રદ્ધા વધે છે અને માનસિક પ્રસન્નતા વધે છે. તેનાથી વીર્ષોલ્લાસ વધે છે, સ્મૃતિ પટુ બને છે અને સમાધાન પામેલું મન વધુ સ્થિર બને છે. આ રીતે મુક્તિઅષથી શરૂ થયેલી યાત્રા પરમાનંદમાં પરિપૂર્ણ બને છે. ગ્રંથકારશ્રીએ શ્લોક-૨૯ થી ૩૨ સુધી આનો સંક્ષેપમાં સારાંશ નીચે મુજબ જણાવેલ છે :
: પૂર્વસેવાના ચાર ભેદોમાં મુક્તિઅદ્વેષપ્રાધાન્યની ફળશ્રુતિઃ બાધ્યફળની અપેક્ષા સહકૃત મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક છે,
તેથી
પ્રીતિ-શ્રદ્ધાથી સદનુષ્ઠાન કરતાં ધારાલગ્ન શુભભાવ થાય છે, તેથી
સિદ્ધિના આસન્નભાવની પ્રતીતિને કારણે ચિત્તમાં પ્રમોદ થવાથી ચાર ગતિના પરિભ્રમણરૂપ ભયની નિર્ભયતા ઉત્પન્ન છે
અને શુભભાવ વર્તતો હોવાથી “એક પુદ્ગલપરાવર્તમાં સિદ્ધિ પામીશ”
એવા મનોરથથી થયેલા સુખનું આસ્વાદન થાય છે, તેથી સંસારના ઉચ્છદ માટે કષ્ટદાયક સ&િયાઓ કરવામાં પણ
અત્યંત અનુરાગ વર્તે છે
અને
મારો મોક્ષ નજીક છે' તેવો નિર્ણય થવાને કારણે
Page #12
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યતાબિંશિકા/પ્રસ્તાવના ઉત્પન્ન થયેલી શ્રદ્ધાથી ચિત્તની પ્રસન્નતા પેદા થાય છે, તેનાથી
સદનુષ્ઠાનને સમ્યક કરવાનો વીયલ્લાસ થાય છે, તેથી
યોગમાર્ગના ઉત્તમ સંસ્કારો પડે છે, જેથી અનુત્તર કોટીની
મૃતિ થતાં સમાધાન પામેલું ચિત્ત
યોગમાર્ગમાં ધૈર્યનું અવલંબન કરે છે.
આ રીતે અપુનબંધકાદિરૂપે મોક્ષમાર્ગનું અધિકારીપણું
પરમાનંદનું કારણ થાય છે. યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી તથા યોગમાર્ગમર્મજ્ઞ અને મને યોગમાર્ગનો બોધ કરાવવામાં ધર્મબોધકર એવા સ્વ. ૫.પૂ. મોટા પંડિત મહારાજ શ્રી મોહજિતવિજયજી મહારાજાએ જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, પ.પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને પ. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર મારો યત્ન થતો રહ્યો.
મારું જંઘાબળ ક્ષીણ થતાં મારે અમદાવાદ મુકામે સ્થિરવાસ કરવાનું થયું. તેથી સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન, સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત, પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે અધ્યયન કરતાં કરતાં તેમની પ્રેરણા અને કૃપાથી, તેઓશ્રી જૈનશાસનના જ્ઞાનનિધિને અજવાળીને જે યોગમાર્ગને જગત સમક્ષ વહેતો મૂકવાનું કાર્ય કરી રહ્યા છે, તે ગ્રંથોના શબ્દશઃ વિવેચનનું લેખન કાર્ય કરી તેની સંકલન કરવાની પુણ્ય તક પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં ચિત્તની પ્રસન્નતા માટે સ્વાધ્યાયરૂપી સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. આ શ્રુતભક્તિનું કાર્ય યોગમાર્ગમાં મને રત બનાવી અંતે મને પૂર્ણ બનાવે, તેવી યોગીનાથ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું.
Page #13
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા/પ્રસ્તાવના આ ગ્રંથના ગુજરાતી વિવરણના પ્રૂફસંશોધનના કાર્યમાં મૃતોપાસક, શ્રુતભક્તિકારક, સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયાં છે અને સાધ્વીજી દષ્ટિરત્નાશ્રીનો તથા સાધ્વીજી આર્જવરત્નાશ્રીનો આ ગ્રંથના સર્જનમાં સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે.
‘મુક્તિ અપપ્રાધાન્યદાવિંશિકા' ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છબીતાને કારણે તરણતારણ જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડું' માંગું છું.
પ્રાંત સ્વ-અધ્યાત્મની નિર્મળતા માટે કરાયેલા આ પ્રયાસ સ્વપરઉપકારક બને અને આ લેખન અનુભવમાં પલટાય કે જેથી હું યોગીનાથ પરમાત્માએ બતાવેલ યોગમાર્ગને પામીને આત્મગુણોની અનુભૂતિમાં રમણતા કરું, ભવ્ય મુમુક્ષુ સાધકોના જીવનમાં મુક્તિઅદ્વૈપ પ્રગટે અને યોગમાર્ગની સાધનાનો પ્રારંભ કરી ક્રમે કરીને વહેલી તકે પરમપદને પામે અને હું પણ બોધિબીજને પ્રાપ્ત કરું, એ જ અભ્યર્થના.
–
સર્વગીવાળામ'
–
વિ. સં. ૨૦૬૩, વૈશાખ સુદ-૩, તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ.પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ.સા. ના શિષ્યા તપસ્વીરત્ના સ્વાધ્યાયપ્રિયા પ.પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ. સા. ના શિષ્યા ભવવિરહથ્થુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી
Page #14
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા/સંકલના
“દ્વાત્રિશદ્વાચિંશિકા' ગ્રંથની ૧૩મી મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા'ના પદાર્થોની સંકલના છે
પૂર્વસેવા એટલે શું ?
વિદ્યા સાધવા પૂર્વ વિદ્યાસાધક પૂર્વભૂમિકાની આચરણા કરે છે, અને તે આચરણાથી સંપન્ન થયેલ સાધક જેમ વિદ્યા સાધવા માટે સમર્થ બને છે, તેમ સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ એવી મુક્તિની સિદ્ધિ માટે સાધક આત્મા, યોગમાર્ગની પ્રવૃત્તિ કરવા પૂર્વે જે આચરણા કરે, અને જેના બળથી યોગમાર્ગની પ્રવૃત્તિ કરવા સમર્થ બને, તે આચરણા પૂર્વસેવા કહેવાય. પૂર્વસેવાના ચાર ભેદોમાં મુક્તિઅદ્વેષનું પ્રાધાન્ય :
વળી, તે પૂર્વસેવાના ચાર ભેદો છે, જેનું વર્ણન ગ્રંથકારશ્રીએ પૂર્વની પૂર્વસેવા' નામની બારમી હાનિંશિકામાં કરેલ છે. તે ચાર ભેદોમાં મુક્તિઅદ્વેષ પ્રધાન છે; કેમ કે મુક્તિઅદ્વેષ હોય તો જ અન્ય ભેદો યોગમાર્ગની ઉચિત ભૂમિકાનું કારણ બને છે; અને મુક્તિઅદ્વેષ ન હોય તો દેવપૂજાદિ પૂર્વસેવાના ભેદોની આચરણા યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બનતી નથી. તેથી પ્રસ્તુત કાત્રિશિકામાં પૂર્વસેવાના ચારે ભેદોમાં મુક્તિઅદ્વેષ પ્રધાન છે તે બતાવેલ છે.
મુક્તિઅદ્વેષથી મુક્તિ, મુક્તિના ઉપાયો અને મોક્ષમાર્ગમાં પ્રસ્થિત એવા યોગીઓ પ્રત્યેનો અદ્વેષ ગ્રહણ કરવાનો છે; અને આ ત્રણે પ્રત્યે જેને અદ્વેષ નથી તેવા જીવો ગુરુ આદિ પૂજન કરતા હોય તોપણ તે ક્રિયાથી તેઓને કોઈપણ ગુણની પ્રાપ્તિ થતી નથી. માટે પૂર્વસેવાની આચરણારૂપ ગુરુ આદિ પૂજન, સદાચાર, તપ અને મુક્તિઅદ્રષ એ ચાર ભેદોમાં મુક્તિઅદ્દેષ પ્રધાન છે. મુક્તિદ્વેષનું કારણ ભવની ઉત્કટ ઇચ્છા :
મુક્તિષ પ્રગટ થવામાં પ્રબળ કારણ વિના ઉપાયોની ઉત્કટ ઇચ્છા છે; કેમ કે જે જીવોને ભવના ઉપાયભૂત ભોગાદિ પદાર્થો અને માન-સન્માનાદિ ભાવો સારભૂત લાગતા હોય તેમને સંસારના સર્વ ભોગોથી રહિત શુદ્ધ આત્માની
Page #15
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા/સંકલના પરિણતિરૂપ મોક્ષ અસાર દેખાય છે. તેથી મોક્ષના વર્ણન પ્રત્યે પ્રીતિ થતી નથી, મોક્ષના ઉપાયો પ્રત્યે પણ પ્રીતિ થતી નથી અને મોક્ષમાર્ગમાં પ્રસ્થિત એવા યોગીઓ પ્રત્યે પણ પ્રીતિ થતી નથી, પરંતુ ઠેષ થાય છે. ભવને સાર માનવા છતાં મુક્તિ પ્રત્યે અદ્વેષ ધારણ કરનારા જીવોને મુક્તિઅદ્વેષ પ્રગટ થવાનાં બે કારણો -
સામાન્યથી ભવને સાર માનનારા અને મોક્ષમાર્ગના વેષી જીવો મોક્ષના ઉપાયભૂત એવા ધર્મમાં પ્રવૃત્તિ કરે નહીં, છતાં ભવના ઉપાયભૂત ભોગોને સાર માનનારા પણ કેટલાક જીવો સાંસારિક આલોક કે પરલોકના ફળની ઇચ્છાથી કે અનાભોગથી પણ ધર્મઅનુષ્ઠાનો સેવતા હોય છે, સાધુપણું ગ્રહણ કરીને બાહ્ય સુંદર આચરણા પણ કરતા હોય છે, સંયમ પાળીને ઉત્કૃષ્ટથી નવમા રૈવેયક સુધી પણ જાય છે; છતાં મોક્ષ અને મોક્ષના ઉપાય પ્રત્યે તેઓને લેશ પણ રાગ હોતો નથી, પણ ભવના ઉપાયમાં ઉત્કટ રાગ હોય છે. આવા જીવોને પણ મુક્તિઅદ્વેષ પ્રગટે છે, તેનાં બે કારણ છે --
(i) સંસારના સુખ અર્થે તેઓ સંયમ ગ્રહણ કરે છે અને શાસ્ત્રો ભણે છે, તોપણ આ સદનુષ્ઠાનનું ફળ સર્વકર્મથી રહિત મોક્ષ છે, તેવું તેમને પ્રતીત થતું નથી તેથી તેમને મોક્ષનો સ્વીકાર નથી; માટે મોક્ષ પ્રત્યે તેમને દ્વેષ થતો નથી. વળી સંયમની ક્રિયાઓથી શાસ્ત્રકારોએ જે મોક્ષ કહ્યો છે, તે અપ્સરાઓથી યુક્ત સ્વર્ગરૂપ છે, એવી તેઓને પ્રતીતિ છે; અને આ અપ્સરાઓથી યુક્ત એવો મોક્ષ તેમને ઇષ્ટ લાગતો હોવાથી તેવા મોક્ષ પ્રત્યે તેમને રાગ થાય છે. આથી વસ્તુતઃ તેઓનો રાગ સ્વર્ગના રાગમાં વિશ્રાંત થાય છે.
(ii) વળી કેટલાક ભવના રાગી જીવોને શાસ્ત્રવચનના બળથી સ્વર્ગ કરતાં મોક્ષ જુદો છે એવું જણાય છે, અને મોક્ષનું સુખ ભોગસુખથી રહિત છે તેવું પણ જણાય છે, અને પોતાને ભોગો પ્રત્યે ઉત્કટ રાગ હોવાથી ભોગરહિત એવા મોક્ષ પ્રતિ દ્વેષ થાય તેવી તેઓની પ્રકૃતિ પણ છે; આમ છતાં મોક્ષ પ્રત્યે દ્વેષ કરવામાં આવે તો પોતાની સંયમની આચરણાથી પોતાને ઇષ્ટ એવું અપ્સરાથી યુક્ત સ્વર્ગ મળે નહીં, તેવો બોધ હોવાને કારણે, પોતાને ઇષ્ટ એવા સ્વર્ગના વિઘાતની શંકાથી તેમને મોક્ષમાં દ્વેષ થતો નથી. તેથી આવા જીવો પણ મોક્ષ પ્રત્યે દ્વેષ કરતા નથી.
Page #16
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/સંકલના
આનાથી એ પ્રાપ્ત થયું કે (i) પ્રથમ પ્રકારના જીવોને “મોક્ષ નથી' તેવો બોધ હોવાને કારણે મોક્ષ પ્રત્યે દ્વેષ થતો નથી, અને (i) બીજા પ્રકારના જીવોને “મોક્ષ છે' તેવો બોધ હોવા છતાં, મોક્ષ પ્રત્યે દ્વેષ થશે તો પોતાને ઇષ્ટ એવું સ્વર્ગ નહીં મળે, તેવો બોધ હોવાથી મોક્ષ પ્રત્યે દ્વેષ કરતા નથી. અદ્વેષ એટલે શું? – અદ્વેષ એટલે દ્વેષનો સંપૂર્ણ અભાવ :
લેષમાં તરતમતા હોય, પણ દ્વેષના અભાવમાં તરતમતા હોઈ શકે નહીં. જેમ ઘટમાં “આ નાનો ઘટ છે', “આ મોટો ઘટ છે” એમ તરતમતા હોય પણ ઘટના અભાવમાં તરતમતા હોતી નથી.
વળી જેઓને મોક્ષ પ્રત્યે રાગ છે તેઓને તો મોક્ષનો અદ્વેષ છે, પણ તે અદ્દેષ મોક્ષના રાગમાં વિશ્રાંત થાય છે; અને જેઓને મોક્ષ પ્રત્યે રાગ પ્રગટ્યો નથી, તેવા જીવોને મોક્ષ પ્રત્યે અદ્વેષ છે તે રાગરૂપ નથી, પરંતુ તે અદ્દેષ મોક્ષ પ્રત્યે ઉપેક્ષારૂપ છે. મોક્ષ પ્રત્યે ઉપેક્ષા થાય તેવા અષના પરિણામવાળા જીવો ત્રણ પ્રકારના છે. મોક્ષ પ્રત્યે ઉપેક્ષા છતાં મોક્ષના અષના પરિણામવાળા જીવોના પ્રકાર –
(૧) જે જીવોને ભવનો ઉત્કટ રાગ છે, છતાં જેમની બુદ્ધિમાં મોક્ષ જ નથી, તેમને માટે મોક્ષ દ્વેષનો વિષય નથી; તેથી તેમને મોક્ષ પ્રત્યે દ્વેષ નથી, પરંતુ ઉપેક્ષા છે.
(૨) અભવ્ય જીવોને તથા ચરમાવર્તની બહારના જીવોને ભોગ પ્રત્યે ઉત્કટ રાગ હોય છે. તેમાંથી કેટલાક જીવોને શાસ્ત્રવચન સાંભળીને “મોક્ષ છે' તેવો સ્વીકાર થાય છે, અને ભવનો ઉત્કટ રાગ હોવાથી મોક્ષ પ્રત્યે દ્વેષ પણ થાય તેમ છે. આમ છતાં આવા જીવો સંસારના સુખના આશયથી સંયમ ગ્રહણ કરીને નવમાં ચૈવેયકની પ્રાપ્તિનું કારણ એવું નિરતિચાર ચારિત્ર પાળે છે ત્યારે, બાહ્ય કોઈપણ પદાર્થ પ્રત્યે રાગદ્વેષ કરતા નથી; કેમ કે રાગદ્વેષ કરવાથી પોતાને ઇષ્ટ એવું સ્વર્ગનું સુખ મળી શકે નહીં, તેવી બુદ્ધિ છે. તેવા જીવો શાસ્ત્રો ભણતાં મોક્ષનું વર્ણન આવે ત્યાં પણ દ્વેષ કરતા નથી, પરંતુ ઉપેક્ષા કરે છે.
(૩) જે જીવોને ભાવમળની અલ્પતાને કારણે ભોગની ઉત્કટ ઇચ્છાનો અભાવ છે, તેથી સંસારના કારણભૂત અતત્ત્વનો રાગ હોવા છતાં તે રાગ
Page #17
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/સંકલના ઉપદેશાદિ સામગ્રીથી નિવર્તન પામે તેવો છે, તેવા જીવોને ભોગસામગ્રીથી રહિત મોક્ષ પ્રત્યે દ્વેષ નથી. વળી તેમને મોક્ષના સ્વરૂપનો બોધ નથી, તેથી મોક્ષ પ્રત્યે રાગ પણ નથી, પરંતુ મોક્ષ પ્રત્યે ઉપેક્ષા છે, જે મુક્તિઅદ્વેષ છે. આવા જીવોને ભવનો ઉત્કટ રાગ નહીં હોવાને કારણે ઉપદેશાદિની સામગ્રી મળે તો, ભોગરહિત મોક્ષ, જન્મ-જરા આદિની વિડંબનારહિત હોવાથી સુંદર છે, તેવી બુદ્ધિ થવાથી મોક્ષ પ્રત્યે કંઈક રાગ પ્રગટે તેવી પ્રકૃતિ છે. આવા જીવોનો મુક્તિઅદ્વૈષ પૂર્વસેવાના ચાર ભેદોમાંથી એક ભેદરૂપ છે, અને આવો મુક્તિઅદ્વેષ હોય તેવા જીવોનું ગુરુ આદિ પૂજારૂપ અનુષ્ઠાન પૂર્વસેવારૂપ છે. તેથી આ ત્રીજા પ્રકારના જીવો ગુરુ આદિનું પૂજન કરીને યોગમાર્ગની પૂર્વભૂમિકા પ્રાપ્ત કરે છે, જેનાથી ક્રમે કરીને યોગમાર્ગને પ્રાપ્ત કરશે. તેથી આ ત્રીજા પ્રકારના જીવોનો મુક્તિનો અદ્દેષ કલ્યાણની પરંપરાનું કારણ છે.
આનાથી એ ફલિત થયું કે જે જીવોને ભવનો ઉત્કટ રાગ છે તે જીવને બાળકને જેવો કેડબરીનો તીવ્ર રાગ હોય છે તેવો ભોગનો તીવ્ર રાગ હોય છે. તેથી ભોગના સંક્લેશથી રહિત મોક્ષ સાર છે, તેવી બુદ્ધિ તેઓને થતી નથી. જેમ બાળકને કેડબરીના ત્યાગ પ્રત્યે માતાનું વચન પણ ગ્રાહ્ય થતું નથી, તેમ ભવના ઉત્કટ રાગીને ભોગના ત્યાગરૂપ મોક્ષ સાર છે, તેવું આપ્ત પુરુષનું વચન પણ ગ્રાહ્ય થતું નથી.
વળી, જેઓને ભોગ પ્રત્યેનો ઉત્કટ રાગ નથી, તેઓને ભોગ પ્રત્યેનો રાગ હોવા છતાં, જેમ કોઈ બાળક વિષ્ટામાં હાથ નાખે છે કે ખાય છે તે બાળકને વિષ્ટા પ્રત્યે રાગ હોવા છતાં કેડબરી જેટલો ઉત્કટ રાગ નથી, માટે વિષ્ટાના ત્યાગમાં અદ્વેષ છે, તેથી માતાના વચનથી વિષ્ટા ખરાબ છે, તેવી બુદ્ધિ તે બાળકને થાય છે; તેમ અપુનબંધક જીવોને સંસારના ભોગો પ્રત્યે રાગ છે, તોપણ ઉત્કટ રાગ નહીં હોવાના કારણે ભોગના ત્યાગરૂપ મોક્ષ પ્રત્યે અષ છે. તેથી આપ્ત પુરુષના વચનથી ભોગો અસાર છે અને ભોગરહિત મોક્ષ સાર છે' તેવી બુદ્ધિ થાય છે. તેથી ભોગના સંક્લેશરહિત મોક્ષ પ્રત્યે થોડો રાગ થાય છે, અને તેથી આવા જીવો મોક્ષના સ્વરૂપને જાણવા માટે જિજ્ઞાસાવાળા થાય અને પારમાર્થિક મોક્ષનું સ્વરૂપ અને સંસારનું સ્વરૂપ જાણે, ત્યારે મોક્ષ પ્રત્યે ઉત્કટ રાગવાળા થાય છે, અને મોક્ષમાં વિજ્ઞભૂત એવા સંસાર પ્રત્યે
Page #18
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/સંકલના
G
ઉત્કટ દ્વેષવાળા થાય છે. તેથી સંસારના ઉચ્છેદ માટે અને મોક્ષની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરીને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે.
ભિન્ન ભિન્ન જીવોને થતા મુક્તિઅદ્વેષમાં ફળરૂપે તફાવત ઃ
મુક્તિઅદ્વેષ એ મોક્ષ પ્રત્યે ઉપેક્ષારૂપ છે, અને અભવ્ય જીવોને, ચરમાવર્તની બહારના જીવોને અને આદ્ય ભૂમિકાવાળા અપુનર્બંધક જીવોને મુક્તિદ્વેષ થાય છે, તે ત્રણેના મુક્તિઅદ્વેષમાં સ્વરૂપથી કોઈ ભેદ નથી; આમ છતાં અભવ્ય જીવોમાં અને ચરમાવર્તની બહારના જીવોમાં ઉત્કટ ભાવમળ હોવાને કારણે તેમનો મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક નથી, માટે કલ્યાણની પરંપરાનું કારણ નથી; અને આદ્ય ભૂમિકાવાળા અપુનર્બંધક જીવોમાં ભાવમળ મંદ હોવાને કારણે તેમનો મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક છે, માટે કલ્યાણની પરંપરાનું કારણ છે. આ રીતે ત્રણેના મુક્તિઅદ્વેષમાં ફળથી ભેદ છે.
છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધે ‘મિચ્છા મિ દુક્કડં’ માંગું છું.
વિ. સં. ૨૦૬૩,
વૈશાખ સુદ-૩,
તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર,
સરસ્વતી સોસાયટી, પાલડી,
અમદાવાદ-૩૮૦૦૦૭.
– પ્રવીણચંદ્ર ખીમજી મોતા
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/અનુક્રમણિકા અનુક્રમણિકા
શ્લોક નં.
વિષય
પાના નં.
૧–૪
૪-૩
૧૦-૧૨
ચાર પ્રકારની પૂર્વસેવામાં મુક્તિ અપને પ્રધાન સ્વીકારવાનું કારણ. ભવના ઉત્કટ રાગવાળા જીવોનું સંયમનું પાલન પણ અહિતનું કારણ. ભવના ઉત્કટ રાગી જવાન પણ મુક્તિઅષના કારણે સંયમની ક્રિયાથી રૈવેયકની પ્રાપ્તિ.
૩-૧૦ | ગાઢ મિથ્યાત્વકાળમાં પણ મુક્તિ અપ થવાનાં કારણ. પ-૬. | માલ, મોક્ષનો ઉપાય અને મોક્ષમાર્ગમાં પ્રસ્થિત યોગીઓ
પ્રત્યે જે ઓન હેપ છે, તેઓનું ધર્માનુષ્ઠાન પણ અનર્થકારી. | ૧૩-૧૮ સર્વ અન્ય અનુષ્ઠાન કરતાં મુક્તિઅપથી જેવા ગુણની પ્રાપ્તિ થાય તેવા ગુણની અન્ય કોઈપણ અનુષ્ઠાનથી અપ્રાપ્તિ.
૧૮-૧૯ ભારે કર્મવાળા જીવાના અને અલ્પકર્મવાળા જીવોના સમાન અનુષ્ઠાનમાં પણ ફળબંદની પ્રાપ્તિ. આશયના ભદથી સમાન અનુષ્ઠાન પણ વિષાદિ પાંચ
મંદવાળું. ૧૦. અનુષ્ઠાનના ભેદના કારણભૂત ભવઅભિન્કંગ અને અનાભોગનું સ્વરૂપ.
૨૭-૨૮ અનુષ્ઠાનના પાંચ ભદા.
૨૮-૨૯ વિપાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનનું સ્વરૂપ.
૩૦-૩૫ ૧૩. અનનુષ્ઠાન, તહતું અનુષ્ઠાન અન અમૃતઅનુષ્ઠાનનું
સ્વરૂપ. ૧૪. અચરમાવર્ત જીવો કરતાં ચરમાવર્તી જીવોના ગુરુ
આદિ પૂજનમાં ભેદ.
૧૯-૨૪
૨૪-૨૩
૧૧ . |
રૂપ-૩૮
૩૯-૪)
Page #20
--------------------------------------------------------------------------
________________
૪૦-૪૩
૪પ-૪૭
૨૦.
મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા અનુક્રમણિકા શ્લિોક નં. વિષય
પાના નં. } ૧૫. અચરમાવર્તમાં મુક્તિના ઉપાયની સ્વરૂપયોગ્યતા અને
ચરમાવર્તમાં સમુચિતયોગ્યતા. ૧૩. ચરમાવર્તમાં પ્રાયઃ તહેતુ અનુષ્ઠાનની પ્રાપ્તિ. ૪૩-૪૪ ૧૭.
તહેતુ અનુષ્ઠાનના લક્ષણની અભવ્યમાં અતિવ્યાપ્તિ
નથી, તેની યુક્તિ. ૧૮-૧૯. અભવ્ય, દુર્ભવ્ય કે અપુનબંધકના ૮ષમાં ભેદના અભાવની યુક્તિ.
૪૭-૫૪ અપુનબંધકનો મુક્તિનો અદ્દેષ ક્રિયારાગનો જનક. ૫૪-૫૯ બાબફળની અપેક્ષાથી યુક્ત મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક.
૫૯-૬૧ (i) અબાધ્યફળની અપેક્ષાવાળા જીવોને મોક્ષશાસ્ત્રના
શ્રવણ પ્રત્યે અનિચ્છા. (ii) બાધ્યફળની અપેક્ષાવાળા જીવોને મુક્તિઅષમાં માર્ગાનુસારી બુદ્ધિની પ્રાપ્તિ.
૬૧-૬૭ મુગ્ધ જીવોને માર્ગમાં પ્રવેશ કરાવવા અર્થે ગીતાર્થો વડે સૌભાગ્યાદિ ફળ માટે પણ તપ આદિ આપવાની વિધિ. ૧૭-૭૦ ક્રિયારાગનો અપ્રયોજક એવો મુક્તિઅદ્વેષ ભવભ્રમણની અલ્પતાનું અકારણ છે, તે બતાવનાર યુક્તિ.
૭૦-૭ર કિયારાગનો જનક એવો વિશિષ્ટ મુક્તિઅદ્વેષ ગુણરાગનું બીજ .
૭૨-૭૪ (i) વિશિષ્ટ મુક્તિઅષથી શુભભાવની પરંપરા. ૭૪-૭૫ (ii) વિશિષ્ટ મુક્તિઅષવાળા જીવોની પ્રકૃતિ. ૭૪-૭૫ વિશિષ્ટ મુક્તિઅદ્વેષની પ્રાપ્તિથી મોક્ષની આસન્નતાને કારણે સાધકને પ્રમોદની પ્રાપ્તિ.
૭૫-૭૬ ૨૮. | ચરમાવર્તી જીવોને નિશ્ચિત મોક્ષની આસન્નતા.
૭૬-૭૭
૨૭.
Page #21
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા વિષય
શ્લોક નં.
૨૯.
ચરમાવર્તી જીવોને સન્ક્રિયામાં અત્યંત અનુરાગ. ૩૦-૩૧. | સત્નિયાના રાગથી શ્રદ્ધાની વૃદ્ધિ, ચિત્તની શુદ્ધિ,
વીર્યનો ઉલ્લાસ, વિશિષ્ટ સ્મૃતિ અને યોગમાર્ગમાં સ્વૈર્યની પ્રાપ્તિ આદિ ક્રમથી યોગમાર્ગનો વિકાસ.
૩૦. મુક્તિના અદ્વેષના ક્રમથી અપુનર્બંધકતા આદિરૂપે યોગમાર્ગમાં અધિકારીપણાની પ્રાપ્તિ.
*
૧૨
પાના નં.
૭૭-૭૮
૭૮-૮૧
૮૧-૮૨
Page #22
--------------------------------------------------------------------------
________________
ઝ ટ્રીં મર્દ નમ: | ॐ ह्रीं श्रीशर्खेश्वरपार्श्वनाथाय नमः ।
૩% છે નમઃ |
न्यायाचार्य-न्यायविशारद-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता
__ स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका
अन्तर्गत मुक्तिअद्वेषप्राधान्यद्वात्रिंशिका-१३
અવતરણિકા :
उक्तेषु पूर्वसेवाभेदेषु मुक्त्यद्वेषं प्राधान्येन पुरस्कुर्वनाह - અવતરણિતાર્થ :
કહેવાયેલા પૂર્વસેવાના ભેદોમાં મુક્તિઅદ્વેષને પ્રધાનપણાથી બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ :
પૂર્વની પૂર્વસેવાદ્ધાત્રિશિકા'માં પૂર્વસેવાના (૧) ગુરુદેવાદિ પૂજન, (૨) સદાચાર, (૩) તપ અને (૪) મુક્તિઅદ્વેષ - એ ચાર ભેદો બતાવ્યા. તે ચાર ભેદોમાં મુક્તિઅદ્વેષ પ્રધાન છે, તે બતાવવા માટે તેની સ્વતંત્ર દ્વાત્રિશિકા ગ્રંથકારશ્રીએ કરેલ છે. તેથી પ્રસ્તુત લાત્રિશિકામાં મુક્તિઅષનું કઈ રીતે પ્રધાનપણું છે તે સ્પષ્ટ કરે છે –
Page #23
--------------------------------------------------------------------------
________________
મુક્તિ અષપ્રાધાન્યદ્વાચિંશિકા/બ્લોક-૧ શ્લોક :
उक्तभेदेषु योगीन्द्रेर्मुक्त्यद्वेषः प्रशस्यते ।
मुक्त्युपायेषु नो चेष्टा मलनायैव यत्ततः ।।१।। અન્વયાર્થ :
ય–જે કારણથી, વેદા=મુક્તિઅદ્વૈષવાળાની મન-વચન-કાયાની પ્રવૃત્તિરૂપ ચેષ્ટા અવરૂપા=મુક્તિના ઉપાયોના મતનાવ=મલન માટે જ=વિનાશ નિમિત્ત જ નો નથી, તત =તે કારણથી મુવચષ =મુક્તિનો અદ્વેષ, વામેy= કહેવાયેલા ભેદોમાં-પૂર્વની બત્રીશીમાં કહેવાયેલા પૂર્વસેવાના ચાર ભેદોમાં, ચોળી =યોગી વડે=ભગવાન વડે પ્રશ=પ્રશસ્ત કહેવાયો છે. [૧] શ્લોકાર્ચ -
જે કારણથી ચેષ્ટા-મુક્તિઅદ્વૈષવાળાની મન-વચન-કાયાની પ્રવૃતિરૂપ ચેષ્ટા, મુક્તિના ઉપાયોના મલન માટે જ નથી વિનાશ નિમિત્ત જ નથી, તે કારણથી ઉક્ત ભેદોમાં મુક્તિઅદ્વેષ યોગીન્દ્ર વડે પ્રશસ્ત કહેવાયો છે. ||૧|
નોંધ:- શ્લોકમાં મુત્યુપાયેષુ' એ સપ્તમી વિભક્તિ છે, તે યોગબિંદુ શ્લોક-૧૪૧ પ્રમાણે ષષ્ઠી અર્થમાં છે. ટીકા :
उक्तभेदेष्विति-मलनायैव-विनाशनिमित्तमेव, तद्धि भवोपायोत्कटेच्छया स्यात्, सा च न मुक्त्यद्वेष इति मुक्त्युपायमलनाऽभावप्रयोजकोऽयम् ।।१।। ટીકાર્ય :
મતનાવ .... પ્રયોગડયમ્ | શ્લોકમાં કહ્યું કે મુક્તિઅદ્વૈષવાળાની ચેષ્ટા મુક્તિના ઉપાયના મલન માટે જ નથી. તેથી “પતન' શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે –
મતાનાવ=વિનાશનિમિત્તણેવ આનાથી એ પ્રાપ્ત થાય કે મુક્તિના કેષવાળા જીવો જે મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરે છે, તે સર્વ પ્રવૃત્તિ મુક્તિના
Page #24
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧
ઉપાયના વિનાશ માટે જ છે; કેમ કે મોક્ષ પ્રત્યે દ્વેષ છે, તેથી મોક્ષના ઉપાય પ્રત્યે પણ દ્વેષ છે. તેથી તેઓની ભોગની કે ધર્મની સર્વ પ્રવૃત્તિ મુક્તિના ઉપાયનો વિનાશ જ કરે છે.
તે=મલન, ભવના ઉપાયની ઉત્કટ ઇચ્છાથી થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોને ભવના ઉપાયો પ્રત્યે અત્યંત રાગ હોય છે, તેઓને ભવના ઉપાયમાં=ભવના ઉપાયભૂત ભોગોમાં, ઉત્કટ ઇચ્છા હોય છે, અને તેના કારણે મુક્તિના ઉપાયો પ્રત્યે અત્યંત વિમુખભાવ હોય છે. તેથી મુક્તિના ઉપાયોનું મલન થાય છે.
સા ચ=અને તે=ભવના ઉપાયની ઉત્કટ ઇચ્છા=ભવતા ઉપાયભૂત એવા ભોગોમાં ઉત્કટ ઇચ્છા, મુક્તિઅદ્વેષ હોતે છતે નથી. એથી મુક્તિના ઉપાયના મલનના અભાવનો પ્રયોજક આ છે=મુક્તિઅદ્વેષ છે.
3
આનાથી એ ફલિત થાય કે મુક્તિઅદ્વેષને કારણે ભવના ઉપાયમાં ઉત્કટ ઇચ્છા નહીં હોવાથી મુક્તિના ઉપાયોની મલના થતી નથી. તેથી મુક્તિઅદ્વેષ મુક્તિના ઉપાયની મલનાના અભાવનો પ્રયોજક છે. ૧
ભાવાર્થ :
શ્રેષ્ઠ પૂર્વસેવા – મુક્તિઅદ્વેષ :
જે જીવોને ભવના ઉપાયભૂત એવા ભોગોનો ઉત્કટ રાગ છે તે જીવોને તે ભોગોમાં ઉત્કટ ઇચ્છા છે, અને તેવા જીવોની મન-વચન-કાયાની પ્રવૃત્તિ મોક્ષના ઉપાયોના વિનાશનું કારણ છે; કેમ કે ભવના ઉપાયોથી વિરુદ્ધ મોક્ષના ઉપાયો છે. તેથી જેઓને ભવના ઉપાયોમાં ગાઢ રાગ છે, તે જીવો ભવથી વિરુદ્ધ એવા મોક્ષના ઉપાયને અભિમુખ પણ થતા નથી, પરંતુ તેનાથી દૂર દૂર રહે છે. તેથી ભવના ઉપાયની ઉત્કટ ઇચ્છા મુક્તિના ઉપાયના વિનાશનું કારણ છે; અને જે જીવોમાં મુક્તિનો અદ્વેષ છે, તે જીવોમાં ભવના ઉપાયોની ઉત્કટ ઇચ્છા હોતી નથી, તેથી મુક્તિના ઉપાયોનું મલન થતું નથી.
તેથી એ ફલિત થયું કે મુક્તિના અદ્વેષવાળાની મન-વચન-કાયાની પ્રવૃત્તિ મુક્તિના ઉપાયોના વિનાશનું કારણ નથી. તેથી ભગવાને પૂર્વસેવાના ચારે
Page #25
--------------------------------------------------------------------------
________________
મુકિતઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિશિકા/શ્લોક-૧-૨ ભેદોમાં મુક્તિના અષની પ્રશંસા કરેલ છે. માટે પૂર્વસેવાના ચારે ભેદોમાં મુક્તિઅદ્દેષ પ્રધાન છે. આવા અવતરણિકા :
પૂર્વશ્લોક-૧માં કહ્યું કે મુક્તિના અદ્વૈષવાળાની ચેષ્ટા મુક્તિના ઉપાયોના મલન માટે નથી. તેથી હવે મુક્તિના દ્વેષવાળાની ચેષ્ટા કઈ રીતે મુક્તિના ઉપાયનું મલન કરીને અનર્થકારી છે, તે બતાવે છે – શ્લોક :
विषानतृप्तिसदृशं तद्यतो व्रतदुर्ग्रहः ।
उक्तः शास्त्रेषु शस्त्राग्निव्यालदुर्ग्रहसन्निभः ।।२।। અન્વયાર્ચ -
તત્સતે મુક્તિના ઉપાયનું મલન મુક્તિના ઉપાયના મલનના કારણભૂત એવું ધર્મનું આચરણ, વિષાત્રતૃપ્તિદૃશં વિષવાળા અઘથી તૃપ્તિ સદશ છે; યત: =જે કારણથી શાસ્ત્ર શાસ્ત્રોમાં યોગના સ્વરૂપને બતાવનારા ગ્રંથોમાં વ્રત, વ્રતોનો દુગ્રહ વ્રતોનો અસમ્યગૂ અંગીકાર શનિવ્યાનદત્રિમ = શસ્ત્ર, અગ્નિ અને સાપના દુર્રહ જેવો ૩ =કહેવાયો છે. રા. શ્લોકાર્ચ -
તે મુક્તિના ઉપાયનું મલન, વિષાઋતૃતિસદેશ છે, જે કારણથી શાસ્ત્રોમાં વ્રતોનો દુર્ગહ શસ્ત્ર, અગ્નિ અને સાપના દુર્રહ જેવો કહેવાયો છે. IIરા
નોંધ :- શ્લોકમાં ત” શબ્દથી મુક્તિના ઉપાયનું મલન ગ્રહણ કરવાનું છે અને મુક્તિના ઉપાયના મલનનું કારણ વિના ઉપાયની ઉત્કટ ઇચ્છાવાળાની મનવચન-કાયાની ચેષ્ટા છે. તે રૂપ કારણમાં કાર્યનો ઉપચાર કરીને ચેષ્ટાને મુક્તિના ઉપાયના મલનરૂપે અહીં ગ્રહણ કરેલ છે. ટીકા :
विषेति-तद्-मुक्त्युपायमलनं, विषानतृप्तिसदृशं, आपाततः सुखाभासहेतुत्वेऽपि बहुतरदुःखानुबन्धित्वात्, यद्यस्माद्ब्रतानां दुर्ग्रहोऽसम्यगङ्गीकार उक्तः शास्त्रेषु
Page #26
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા|શ્લોક-૨
૫
योगस्वरूपनिरूपकग्रन्थेषु शस्त्राग्निव्यालानां यो दुर्ग्रहो दुर्गृहीतत्वं तेन सन्निभः
सदृशोऽसुन्दरपरिणामत्वात् ।।२।।
ટીકાર્ય ઃ
ત=મુવત્યુપાયમનનં, ..... પરમત્ચાત્ ।। તે=મુક્તિના ઉપાયનું મલન= મુક્તિના ઉપાયના મલનમાં કારણીભૂત એવી બાહ્ય ધર્મની ચેષ્ટા, વિશ્વાન્નતૃપ્તિસદેશ છે; કેમ કે આપાતથી સુખાભાસનો હેતુ હોવા છતાં પણ બહુતર દુ:ખાનુબંધીપણું છે=મુક્તિના ઉપાયના મલનના કારણીભૂત એવી ક્રિયાઓમાં તાત્કાલિક દેવાદિગતિની પ્રાપ્તિનું કારણપણું હોવાથી સ્થૂલથી સુખાભાસનું હેતુપણું હોવા છતાં પણ, વિપર્યાસ ઉત્પન્ન કરાવીને દુરંત સંસારના પરિભ્રમણનું કારણપણું હોવાથી, બહુતર દુઃખાનુબંધીપણું છે; યર્ (યતઃ)=યસ્મા=જે કારણથી વ્રતોનો દુર્રાહ=વ્રતોનો અસમ્યગ્ અંગીકાર, શાસ્ત્રોમાં=યોગના સ્વરૂપનું નિરૂપણ કરનારા ગ્રંથોમાં, શસ્ત્ર, અગ્નિ અને સાપના દુગ્રહ જેવો કહેવાયો છે; કેમ કે અસુંદર પરિણામપણું છે. ૨
નોંધ :- ટીકામાં ‘યદ્યસ્માર્' છે, તે સ્થાને શ્લોક અનુસાર ‘વતઃ=યસ્માર્', પાઠ જોઈએ તેમ લાગે છે. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે.
ભાવાર્થ :
ભવના ઉત્કટ રાગવાળા જીવોનું સંયમનું પાલન પણ અહિતનું કારણ :
જે જીવોને ભવના ઉપાયભૂત એવા ભોગાદિ પ્રત્યે ઉત્કટ ઇચ્છા છે, તેઓની મન-વચન-કાયાની પ્રવૃત્તિ મુક્તિના ઉપાયના મલનનું કારણ છે, અને તે ક્રિયાઓથી જે સુખ થાય છે તે વિષવાળા અન્નથી થતી તૃપ્તિ જેવું છે. જેમ, વિષથી યુક્ત અન્ન ખાવાથી ક્ષુધાની તૃપ્તિ થાય છે, પરંતુ તે તૃપ્તિ વિનાશનું કારણ છે, તેમ ભવના ઉપાયની ઉત્કટ ઇચ્છાવાળા જીવોની ધર્મની પ્રવૃત્તિ મુક્તિના ઉપાયના મલનનું કારણ હોવાને કારણે, તાત્કાલિક તે પ્રવૃત્તિથી દેવાદિગતિ પ્રાપ્ત થાય તોપણ ઘણા ભવો સુધી દુઃખોની પરંપરાનું કારણ બને છે. તેમાં યુક્તિ બતાવે છે કે જે જીવો વ્રતોને અસમ્યગ્ અંગીકાર કરે છે, તે જીવોના વ્રતોના અંગીકારને, યોગને કહેનારા ગ્રંથોમાં શસ્ત્ર, અગ્નિ અને
Page #27
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨-૩ સાપને ખરાબ રીતે ગ્રહણ કરવા જેવો કહેલ છે. જેમ શસ્ત્ર શત્રુથી રક્ષણનું કારણ છે, તેમ વ્રતો મોહરૂપી શત્રુથી રક્ષણનું કારણ છે; પરંતુ જેમ શસ્ત્ર ખરાબ રીતે ગ્રહણ કરવામાં આવે તો સ્વના રક્ષણને બદલે સ્વના વિનાશનું કારણ બને છે, તેમ અસમ્યગ રીતે ગ્રહણ કરાયેલાં વ્રતો મોહથી પોતાનું રક્ષણ કરવાને બદલે દુરંત સંસારમાં ઘણાં દુઃખોની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી તે વ્રતગ્રહણ મુક્તિના ઉપાયનો વિનાશ કરીને દીર્ઘ સંસારના પરિભ્રમણનું કારણ બને છે.
અહીં વિશેષ એ છે કે જે જીવો ભગવાનના વચનથી વિપરીત રુચિવાળા છે અને તેઓની તે વિપરીત રુચિ અનિવર્તિનીય હોય તો તેઓનું વ્રતોનું ગ્રહણ દુરંત સંસારનું કારણ છે; કેમ કે ભગવાનના વચનથી વિપરીત રૂચિ એ અતત્ત્વની રુચિ છે અને તે અતત્ત્વની રુચિ ભવના ઉપાયની રુચિ છે, અને ભવના ઉપાયની તે રુચિ અનિવર્તનીય હોય તો ભવના ઉપાયમાં ઉત્કટ ઇચ્છા છે, અને ભવના ઉપાયમાં ઉત્કટ ઇચ્છાવાળા જીવો વ્રતોમાં મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરે તો પણ તેઓનાં વ્રતો પાપાનુબંધી પુણ્ય બંધાવીને દુરંત સંસારનું કારણ બને. જેમ જમાલિને અનિવર્તિનીય એવા અતત્ત્વની રુચિ દીર્ઘ સંસારના પરિભ્રમણનું કારણ બની.
આનાથી એ ફલિત થાય કે મુક્તિના અદ્રષવાળા જીવોને પ્રાયઃ ભવના ઉપાયમાં ઉત્કટ ઇચ્છા હોતી નથી, તેથી ભગવાનના વચનથી વિપરીત રુચિ હોવા છતાં ઉપદેશાદિથી નિવર્તન પામે તેવી હોય છે, જેથી તેઓની વ્રતની ક્રિયા દૂરદૂરવર્તી પણ અવશ્ય મોક્ષનું કારણ બને છે, પરંતુ મોક્ષના ઉપાયના વિનાશનું કારણ બનતી નથી; જ્યારે અનિવર્તિનીય અસગ્રહવાળા જીવોની વ્રતોની ક્રિયા મુક્તિના ઉપાયના વિનાશનું કારણ બને છે, તેથી દુરંત સંસારના પરિભ્રમણનું કારણ થાય છે. રા અવતારણિકા :
ननु दुर्गृहीतादपि श्रामण्यात्सुरलोकलाभ: केषांचिद् भवतीति कथमत्रासुन्दरતેત્રા –
Page #28
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા|શ્લોક-૩
અવતરણિકાર્ય :
ખરાબ રીતે પણ ગ્રહણ કરાયેલા શ્રમણપણાથી કેટલાકને દેવલોકનો લાભ થાય છે. એથી અહીં=ખરાબ રીતે ગ્રહણ કરાયેલા શ્રમણપણામાં, અસુંદરતા કેમ છે ? કૃત્યત્ર=એ પ્રકારની આશંકામાં આદુ=કહે છે
• ‘દુવૃંદીતાપિ’ - અહીં ‘પ' થી એ કહેવું છે કે સુંદર રીતે ગ્રહણ કરાયેલા શ્રમણપણાથી તો દેવલોકની પ્રાપ્તિ થાય છે, પરંતુ ખરાબ રીતે ગ્રહણ કરાયેલા શ્રમણપણાથી પણ કેટલાકને દેવલોકની પ્રાપ્તિ થાય છે.
ભાવાર્થ:
પૂર્વશ્લોક-૨માં કહ્યું કે વ્રતોનો અસમ્યગ્ અંગીકાર ખરાબ રીતે ગ્રહણ કરાયેલા શસ્ત્રાદિ જેવો છે. ત્યાં શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે કે ખરાબ રીતે ગ્રહણ કરાયેલા પણ સાધુપણાથી કેટલાક જીવોને દેવલોકની પ્રાપ્તિ થાય છે. તેથી ખરાબ રીતે ગ્રહણ કરાયેલા સાધુપણામાં અસુંદરતા કેમ છે ? એથી કહે છે –
શ્લોક ઃ
ग्रैवेयकाप्तिरप्यस्माद्विपाकविरसाऽहिता ।
मुक्यद्वेषश्च तत्रापि कारणं न क्रियैव हि ।। ३ ।।
અન્વયાર્થ :
-
܀
છ
અસ્મા=આનાથી=વ્રતના દુગ્રહથી વિપાવિરસા વેયાપ્તિપિ=વિપાકથી વિરસ ત્રૈવેયકની પ્રાપ્તિ પણ અદિતા=અનિષ્ટ છે તત્રાપિ ==અને ત્યાં પણ=દેવલોકની પ્રાપ્તિમાં પણ મુત્ત્વદ્વેષઃ=મુક્તિનો અદ્વેષ નં=કારણ છે êિવ દિ ન=ક્રિયા જ નહીં=ક્રિયા જ કારણ નથી. ।।૩।।
શ્લોકાર્થ :
આનાથી=વ્રતના દુગ્રહથી, વિપાકથી વિરસ એવી ત્રૈવેયકની પ્રાપ્તિ પણ અનિષ્ટ છે, અને ત્યાં પણ=દેવલોકની પ્રાપ્તિમાં પણ, મુક્તિનો અદ્વેષ કારણ છે, ક્રિયા જ નહીં અર્થાત્ ક્રિયા જ કારણ નથી. 11311 ‘વેયાપ્તિવિ’ - અહીં ‘પ’ થી એ કહેવું છે કે વ્રતના દુગ્રહથી નરકની પ્રાપ્તિ તો અનિષ્ટ છે, પરંતુ ત્રૈવેયકની પ્રાપ્તિ પણ અનિષ્ટ છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅષપ્રાધાન્યદ્વાર્નાિશિકા/શ્લોક-૩ ‘તત્ર' - અહીં ‘પ' થી એ કહેવું છે કે શુદ્ધ સંયમના પાલનથી નવમા ગ્રેવયકની પ્રાપ્તિ થાય છે, ત્યાં તો મુક્તિઅદ્દેષ કારણ છે, પરંતુ વ્રતના દુર્રહથી પ્રાપ્ત થતા નવમા ગ્રેવેયકની પ્રાપ્તિમાં પણ મુક્તિઅદ્વેષ કારણ છે, માત્ર સંયમની ક્રિયાનું પાલન નહીં. ટીકા :
ग्रैवेयकाप्तिरिति-अस्माद्-व्रतदुर्ग्रहात्, ग्रैवेयकाप्तिरपि=शुद्धसमाचारवत्सु साधुषु चक्रवादिभिः पूज्यमानेषु दृष्टेषु सम्पन्नतत्पूजास्पृहाणां तथाविधान्यकारणवतां च केषाञ्चिद् व्यापत्रदर्शनानामपि प्राणिनां नवमग्रैवेयकप्राप्तिरपि, विपाकविरसा बहुतरदुःखानुबन्धबीजत्वेन परिणतिविरसा अहिता अनिष्टा तत्त्वतश्चौर्जितबहुविभूतिवदिति द्रष्टव्यं । तत्रापि नवमग्रैवेयकप्राप्तावपि च मुक्त्यद्वेषः कारणं न केवला क्रियैव हि अखण्डद्रव्यश्रामण्यपरिपालनलक्षणा । તકુ –
ગનેના પ્રકારે પામવોડત્ર તત્ત્વત: | તિસ્તુ યત્તતેડપિ તથા વેચાણમામિન:” 1 (થોવિંદુ જ્ઞો-૨૪૬) કૃતિ પારૂા. ટીકાર્ચ -
સ્માર્..... તથા વામનઃ | તિ | આનાથી=વ્રતના દુર્ગહથી, વિપાકવિરસ એવી બહુતર દુખાકુબંધનું બીજપડ્યું હોવાને કારણે પરિણતિથી વિરસ એવી, રૈવેયકની પ્રાપ્તિ પણ=ચક્રવર્તી આદિથી પૂજાતા શુદ્ધ સમાચારવાળા સાધુને જોતાં તેવી પૂજાની સ્પૃહાને પ્રાપ્ત થયેલા, અને તેવા પ્રકારના અન્ય કારણવાળા કેટલાક વ્યાપજ્ઞદર્શનવાળા પણ પ્રાણીઓને નવમા ગ્રેવેયકની પ્રાપ્તિ પણ, તત્વથી ચૌર્યથી પ્રાપ્ત બહુ વિભૂતિની જેમ અહિત છે=અનિષ્ટ છે, એ પ્રમાણે જાણવું અને ત્યાં પણ=નવમા રૈવેયકની પ્રાપ્તિમાં પણ મુક્તિઅદ્વેષ કારણ છે, કેવળ અખંડ દ્રવ્યશ્રામગૃપરિપાલનસ્વરૂપ ક્રિયા જ નહીં.
તે કહેવાયું છે=શ્લોકમાં જે કહેવાયું તે “યોગબિન્દુ' - શ્લોક-૧૪૬માં કહેવાયું છે –
Page #30
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૩ : “જે કારણથી આ પ્રકારથી પણ=લબ્ધિપૂજાધિઅર્થીપણાના પ્રકારથી પણ, દ્વેષાભાવ= મુક્તિઅદ્વેષ. અહીં દ્રવ્યસાધુપણામાં, તત્ત્વથી હિત છે તે કારણથી તેઓ પણ=દ્રવ્યસાધુપણું પાળનારાઓ પણ, તે પ્રકારના કલ્યાણને પ્રાપ્ત કરનારા છે.”
તિ' શબ્દ યોગબિંદુ ગ્રંથ'ના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. સાા
વ્યાપત્રર્શનાના' અહીં 'T' થી એ કહેવું છે કે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ ન થયા હોય તેવાઓને તો નવમા ગ્રેવેયકની પ્રાપ્તિ થાય, પરંતુ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલાને પણ નવમાં ચૈવેયકની પ્રાપ્તિ થાય. ભાવાર્થ :ભવના ઉત્કટ રાગી જીવોને પણ મુક્તિઅદ્વેષના કારણે સંયમની ક્રિયાથી રૈવેયકની પ્રાપ્તિ :
શુદ્ધ સંયમ પાળનારા સાધુઓને ચક્રવર્તી આદિથી પૂજાતા જોઈને “હું પણ સંયમ લઉં તો ચક્રવર્તી આદિ મારી પૂજા કરે” તેવી પૂજાની સ્પૃહાથી કોઈ સંયમ ગ્રહણ કરે અથવા તો તેવા પ્રકારના અન્ય કારણને સામે રાખીને સંયમ ગ્રહણ કરે અર્થાત્ પૂજા સિવાયના અન્ય આલોકના કે પરલોકના કારણને સામે રાખીને સંયમ ગ્રહણ કરે, એવા કેટલાક સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલા જીવોને, આવા તુચ્છ આશયરૂપ ખરાબ વ્રતના પાલનથી નવમા રૈવેયકની પ્રાપ્તિ થાય છે, તે વિપાકથી અનિષ્ટ છે; કેમ કે તે પ્રવ્રજ્યાથી કિંચિત્કાળ માટે રૈવેયકની પ્રાપ્તિકૃત સુખ હોવા છતાં તે પ્રવજ્યા ઘણા દુઃખના અનુબંધનું બીજ છે. તેથી જેમ કોઈ ચોરી કરીને ઘણી વિભૂતિ મેળવે તોપણ તત્ત્વથી તે અહિતરૂપ છે; કેમ કે આલોકમાં પણ અનર્થનું કારણ બની શકે. કદાચ પુણ્યના સહકારથી આલોકના અનર્થનું કારણ ન બને તોપણ પરલોકમાં અવશ્ય અનર્થનું કારણ છે; તેમ ખરાબ રીતે ગ્રહણ કરાયેલી પ્રવ્રજ્યા પણ તત્ત્વથી અનર્થરૂપ છે.
આનાથી એ બતાવવું છે કે ખરાબ રીતે ગ્રહણ કરાયેલા સંયમથી દેવલોકની પ્રાપ્તિ હોવા છતાં તે સુંદર નથી.
હવે એ બતાવવું છે કે ખરાબ રીતે ગ્રહણ કરાયેલા સંયમવાળા જીવોને પણ નવમા રૈવેયકની પ્રાપ્તિ થાય છે, તેમાં મુખ્ય કારણ મુક્તિનો અદ્વેષ છે, પરંતુ માત્ર નિરતિચાર દ્રવ્યસાધુપણાના પાલનની ક્રિયા કારણ નથી.
Page #31
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૩-૪
આનાથી એ પ્રાપ્ત થાય કે સંયમ ગ્રહણ કર્યા પછી સંપૂર્ણ અતિચાર વિનાનું દ્રવ્યસાધુપણું પાળેલું હોય અને મુક્તિનો અદ્વેષ હોય એવા જ જીવો દ્રવ્યસાધુપણાના પાલનથી યુક્ત એવા મુક્તિના અદ્વેષના બળથી ઉત્કૃષ્ટથી નવમા ત્રૈવેયક સુધી જાય છે; આમ છતાં તત્ત્વનો વિપર્યાસ હોવાને કારણે આલોક અને પરલોકની સ્પૃહાવાળા હોય છે, તેથી તેઓનું સંયમ દુરંત સંસારના પરિભ્રમણનું કારણ છે. II3II
૧૦
અવતરણિકા :
પૂર્વે કહ્યું કે જે જીવો સમ્યગ્દર્શનથી રહિત છે અને આલોક અને પરલોકના તુચ્છ પદાર્થોની સ્પૃહાથી સંયમ પાળીને દેવલોકમાં જાય છે, તેવા જીવો પણ મુક્તિના અદ્વેષથી ઉત્કૃષ્ટથી નવમા ત્રૈવેયકને પ્રાપ્ત કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે આવા જીવોને ભવતા ઉપાયમાં ઉત્કટ ઇચ્છા છે, આથી જમહાકલ્યાણના કારણભૂત એવા સંયમને તુચ્છ ઐહિક ફળ માટે ગ્રહણ કરે છે; અને ભવના ઉપાયની ઉત્કટ ઇચ્છાવાળા જીવોને મુક્તિઅદ્વેષ અને ચારિત્રની ક્રિયાદિમાં અદ્વેષ સંભવે નહીં; કેમ કે ભવના ઉપાયની ઉત્કટ ઇચ્છા સંપૂર્ણ ભોગરહિત એવી મુક્તિ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરાવે તેવી છે, અને ભોગના ત્યાગરૂપ ચારિત્રની ક્રિયા પ્રત્યે પણ દ્વેષ ઉત્પન્ન કરાવે તેવી છે. તેથી આવા જીવોને મુક્તિનો દ્વેષ અને ચારિત્રની ક્રિયાદિનો દ્વેષ થવો જોઈએ, તેના બદલે તેઓને ચારિત્રનો અદ્વેષ અને મુક્તિનો અદ્વેષ કેમ થયો ? તેથી કહે છે
શ્લોક ઃ
लाभाद्यर्थितयोपाये फले चाप्रतिपत्तित: ।
व्यापन्नदर्शनानां हि न द्वेषो द्रव्यलिङ्गिनाम् ।।४।।
અન્વયાર્થ :
વ્યાપન્નવર્ગનાનાં દ્રવ્યિિાનામ્=વ્યાપન્નદર્શનવાળા એવા દ્રવ્યલિંગીઓને સામાયિતયોપાયેલાભાદિ અર્થીપણાથી ઉપાયમાં અપ્રતિવૃત્તિતઃ = તે=અને અપ્રતિપત્તિથી ફ્ળમાં ન દ્વેષઃ=દ્વેષ નથી. ।।૪।।
Page #32
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા|શ્લોક-૪
શ્લોકાર્થ :
વ્યાપન્નદર્શનવાળા દ્રવ્યલિંગિઓને લાભાદિ અર્થીપણાથી ઉપાયમાં અને અપ્રતિપત્તિથી ફળમાં દ્વેષ નથી. [૪]] શ્લોકમાં ‘દિ’ વાક્યાલંકારમાં છે.
૧૧
ટીકા :
लाभेति व्यापत्रदर्शनानां हि द्रव्यलिङिगनां उपाये चारित्रक्रियादौ लाभाद्यर्थितयैव न द्वेषो रागसामग्र्यां द्वेषानवकाशात् फले च मोक्षरूपेऽप्रतिपत्तित एव न द्वेषः, न हि ते मोक्षं स्वर्गादिसुखाद् भिन्नं प्रतीयन्ति यत्र द्वेषावकाश: स्यात् स्वर्गादिसुखाभिन्नत्वेन प्रतीयमाने तु तत्र तेषां राग एव, वस्तुतो भिन्नस्य तस्य प्रतीतावपि स्वेष्टविघातशङ्कया तत्र द्वेषो न स्यादिति द्रष्टव्यम् ।।४॥
ટીકાર્ય :
व्यापत्रदर्शनानां દ્રવ્યમ્ ।। વ્યાપન્નદર્શનવાળા એવા દ્રવ્યલિંગીઓને ઉપાયરૂપ ચારિત્રાદિ ક્રિયામાં=ઐહિકાદિ સુખના ઉપાયરૂપ ચારિત્રની ક્રિયા આદિમાં, લાભાદિના અર્થીપણાથી જ=આલોકમાં કે પરલોકમાં લાભાદિના અર્થીપણાથી જ, દ્વેષ નથી; કેમ કે રાગની સામગ્રીમાં દ્વેષનો અનવકાશ છે=આલોકના અને પરલોકના લાભની સામગ્રીરૂપ ચારિત્રની ક્રિયાદિમાં દ્વેષનો અનવકાશ છે, અને મોક્ષરૂપ ફ્ળમાં અપ્રતિપત્તિ હોવાને કારણે જ=મોક્ષનો અસ્વીકાર હોવાને કારણે જ, મોક્ષનો દ્વેષ નથી.
વ્યાપન્નદર્શનવાળા જીવોને, મોક્ષની અપ્રતિપત્તિ કેમ છે ? તેથી કહે છે તેઓ=વ્યાપન્નદર્શનવાળા દ્રવ્યલિંગીઓ, સ્વર્ગાદિ સુખથી ભિન્ન એવા મોક્ષને માનતા નથી, જેમાં=જે મોક્ષમાં, દ્વેષનો અવકાશ થાય; પરંતુ સ્વર્ગાદિ સુખથી અભિજ્ઞપણા વડે જણાતા એવા તેમાં=મોક્ષમાં, તેઓને રાગ જ છે. વસ્તુતઃ ભિન્ન એવા તેની પ્રતીતિમાં પણ-સ્વર્ગાદિથી ભિન્ન એવા મોક્ષની પ્રતીતિમાં પણ, સ્વઇષ્ટના વ્યાઘાતની શંકાથી=સ્વઇષ્ટ એવા ઐહિક સુખના વ્યાઘાતની શંકાથી, ત્યાં=મુક્તિમાં, દ્વેષ ન થાય, એ પ્રમાણે જાણવું. ।।૪।।
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૨
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૪ નોંધ :- વ્યાપન્નદર્શન એટલે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ એવો અર્થ થાય, પરંતુ જે જીવો પોતાના સમ્યગ્દર્શનરૂપ આત્મગુણથી અનાદિકાળથી ભ્રષ્ટ છે, તેવા અચરમાવર્તી ભવ્ય જીવો કે અભવ્ય જીવો પણ ગ્રહણ થાય છે અને સમ્યક્ત્વ પામીને ભ્રષ્ટ થયેલા પણ ગ્રહણ થાય છે; અને તે સર્વને મોક્ષમાં અદ્વેષ કેમ છે ? અને ચારિત્ર પ્રત્યે અદ્વેષ કેમ છે ? તે પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. ભાવાર્થ :
જે જીવોને અતત્ત્વ પ્રત્યેનો અનિવર્તિનીય આગ્રહ છે તે સર્વ જીવો વ્યાપશ્રદર્શનવાળા છે, અને એવા જીવો બાહ્ય આચરણાથી સંપૂર્ણ સાધુપણું પાળતા હોય, તોપણ આલોક અને પરલોકની આશંસાથી તેઓની સંયમમાં પ્રવૃત્તિ હોવાને કારણે તેઓને તુચ્છ ઐહિક સુખ પ્રત્યેનું ગાઢ આકર્ષણ છે. તેથી સામાન્ય રીતે તેમને બાહ્ય સુખના ત્યાગરૂપ ચારિત્રની ક્રિયા પ્રત્યે દ્વેષ થવો જોઈએ. આમ છતાં આલોકના અથવા પરલોકના સુખના લાભના અર્થ હોવાને કારણે આલોકના સુખના કે પરલોકના સુખના ઉપાયભૂત ચારિત્રમાં તેઓને લેષ થતો નથી; કેમ કે રાગની સામગ્રીમાં દ્વેષનો અવકાશ નથી.
જેમ મજૂરને મજૂરી કરવી પ્રિય નથી, આમ છતાં ધનનો અર્થી હોવાથી મજૂરીનું કામ મળે છે ત્યારે મજૂરી પ્રત્યે દ્વેષ થતો નથી; કેમ કે ધનના લાભનો ઉપાય મજૂરી છે. તેમ જે જીવો ઐહિક સુખના કે પારલૌકિક સુખના અર્થી છે અને તેનો ઉપાય ચારિત્ર છે તેમ જાણે છે, તેઓને ચારિત્ર પ્રત્યે દ્વેષ થતો નથી.
વળી ચારિત્રના મોક્ષરૂપ ફળમાં અપ્રતિપત્તિ હોવાને કારણે મોક્ષનો દ્વેષ થતો નથી.
આશય એ છે કે જે જીવોને સંસારનો ગાઢ રાગ છે, તે જીવો પણ “આ ચારિત્રની ક્રિયા સંસારસુખની પ્રાપ્તિનું કારણ છે” તેવી બુદ્ધિ થાય તો ચારિત્ર ગ્રહણ કરે છે, અને માને છે કે આવી સંયમની ક્રિયાનું ફળ જેમાં કોઈ ભોગની સામગ્રી ન હોય તેવા અસાર મોક્ષનું કારણ બને નહીં. માટે આ ક્રિયાના ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવું વચન તેઓને ગ્રાહ્ય થતું નથી, પરંતુ તેઓ માને છે કે આ સંયમની ક્રિયાનું ફળ શાસ્ત્રકારોએ જે મોક્ષ કહ્યો છે, તે મોક્ષ ભોગવિલાસરૂપ છે. તેથી પરમાર્થથી સ્વર્ગથી અભિન્નરૂપે જ તેઓને મોક્ષની
Page #34
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યાબિંશિકા/શ્લોક-૪-૫ પ્રતીતિ છે, તેથી તેઓને મોક્ષમાં દ્વેષ થતો નથી, પરંતુ સ્વર્ગથી અભિન્નરૂપે પ્રતીત થતા એવા મોક્ષમાં રાગ જ થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે કેટલાક જીવોને મોક્ષ શબ્દથી ભોગવિલાસરૂપ સ્વર્ગ જ વાચ્ય દેખાય છે, અને તે ચારિત્રનું ફળ છે તેમ દેખાય છે; અને તેવા જીવોને સ્વર્ગથી ભિન્ન મોક્ષ પ્રતીત થતો નથી. તેથી સ્વર્ગથી ભિન્ન એવા મોક્ષને તેઓ માનતા જ નથી. તેથી તેના પ્રત્યે તેઓને દ્વેષ થતો નથી; કેમ કે જે વસ્તુ જગતમાં ન હોય તેના પ્રત્યે દ્વેષ થાય નહીં, અને સ્વર્ગથી અભિન્નરૂપે જે મોક્ષ પ્રતીત થાય છે, તે પોતાને ઇષ્ટ છે, તેથી ત્યાં રાગ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે કેટલાક વ્યાપત્રદર્શનવાળા જીવો પણ મોક્ષને સ્વર્ગથી ભિન્નરૂપે જાણે છે. તેઓને તો ભોગ પ્રત્યેનો ગાઢ રાગ હોવાને કારણે મોક્ષ પ્રત્યે દ્વેષ થવો જોઈએ. તેથી ‘વસ્તુત: ..... થી ગંથકારશ્રી કહે છે –
જે વ્યાપત્રદર્શનવાળા જીવોને સ્વર્ગથી ભિન્ન મોક્ષ પ્રતીત થાય છે, ત્યાં તેમને દ્વેષ થવો જોઈએ; આમ છતાં “મોક્ષ પ્રત્યેનો દ્વેષ મારા ઇષ્ટ એવા ભોગસુખની પ્રાપ્તિમાં વ્યાઘાતક છે.” તેવી શંકા થવાને કારણે મોક્ષમાં દ્વેષ કરતા નથી. જેમ સામાન્ય રીતે મનુષ્યને વિષ્ટા આદિ પદાર્થોને જોઈને દ્વેષ થાય છે, આમ છતાં હું વિષ્ટા આદિ પદાર્થોને જોઈને દ્વેષ કરીશ તો મને અનિષ્ટ એવા કર્મબંધની પ્રાપ્તિ થશે,' એવા બોધવાળા જીવો વિષ્ટા આદિ પદાર્થને જુએ છે ત્યારે પણ લેષ કરતા નથી, પરંતુ ઉપેક્ષા કરે છે; તેમ ભૌતિક સુખ પ્રત્યે ગાઢ રાગવાળા એવા વ્યાપન્નદર્શનવાળા જેમણે સંયમનો સ્વીકાર કર્યો છે એવા દ્રવ્યલિંગીઓ,
સ્વર્ગથી મોક્ષ ભિન્ન છે” એમ શાસ્ત્રવચનાદિના બળથી જાણવા છતાં તેના પ્રત્યે જો હું દ્વેષ કરીશ તો મને મારા ઇષ્ટની પ્રાપ્તિ થશે નહીં' તેવી શંકાથી દ્વેષ કરતા નથી. માટે મુક્તિના અષના બળથી સંયમના આચારો પાળીને ઉત્કૃષ્ટથી નવમા ચૈવેયકની તેઓ પ્રાપ્તિ કરે છે. આજના અવતરણિકા :
પ્રથમ શ્લોકની અવતરણિકામાં કહ્યું કે પૂર્વસેવાના સર્વ ભેદોમાં મુક્તિઅદ્વેષનું પ્રાધાન્ય બતાવવા અર્થે કહે છે અને તે મુક્તિઅદ્વેષનું પ્રાધાન્ય બતાવવા માટે પ્રથમ શ્લોકમાં કહ્યું કે મુક્તિનો અદ્વેષ હોતે છતે
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૪
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૫
ભવના ઉપાયની ઉત્કટ ઇચ્છા પ્રાયઃ હોતી નથી. તેથી મુક્તિઅદ્વેષવાળાની મન-વચન-કાયાની ચેષ્ટા મુક્તિના ઉપાયના મલનનું કારણ બનતી નથી.' આ કથન જેઓને મુક્તિ પ્રત્યે દ્વેષ નથી તેવા પૂર્વસેવા સેવનારા પ્રકૃતિભદ્રક જીવોને આશ્રયીને છે; કેમ કે તેઓનો મુક્તિઅદ્વેષ રત્નત્રયીથી વિમુખ થવાનું કારણ નથી.
વળી જેઓને ભવતા ઉપાયમાં ઉત્કટ ઇચ્છા છે, તેઓ અતત્ત્વમાં અનિવર્તનીય રાગવાળા છે, અને તેવા જીવો વ્રતો ગ્રહણ કરે તોપણ તેઓનું વ્રતોનું ગ્રહણ દુરંત સંસારનું કારણ છે; અને આવા જીવોને પણ વ્રતના પાલનથી ત્રૈવેયકની પ્રાપ્તિ થાય છે, તેમાં મુખ્ય કારણ મુક્તિઅદ્વેષ છે, તે વાત પૂર્વમાં બતાવીને મુક્તિઅદ્વેષનું માહાત્મ્ય બતાવ્યું. હવે જે જીવોને મુક્તિઅદ્વેષ નથી, તેવા જીવો પૂર્વસેવાના અન્ય ત્રણ ઉપાયોનું સેવન કરતા હોય તે પણ હિતકારી નથી, તે બતાવીને પણ મુક્તિઅદ્વેષનું માહાત્મ્ય બતાવે છે
-
શ્લોક ઃ
मुक्तौ च मुक्त्युपाये च मुक्त्यर्थं प्रस्थिते पुनः । यस्य द्वेषो न तस्यैव न्याय्यं गुर्वादिपूजनम् ।।५।। અન્વયાર્થ :
પુનઃ=વળી, મુત્ત=મુક્તિમાં મુત્યુપાયે ==અને મુક્તિના ઉપાયમાં મુખ્યર્થ ધ પ્રસ્થિતે અને મુક્તિ માટે પ્રસ્થિત એવા યોગીઓમાં વસ્ય=જેને દ્વેષો: ન= દ્વેષ નથી તત્ત્વવ=તેમનું જ પુર્વાતિપૂનન=ગુરુ આદિનું પૂજન ચાવ્યું=ઉચિત
8. 11411
શ્લોકાર્થ :
વળી, મુક્તિમાં અને મુક્તિના ઉચિત ઉપાયમાં અને મુક્તિ માટે પ્રસ્થિત એવા યોગીઓમાં જેને દ્વેષ નથી, તેનું જ ગુરુ આદિનું પૂજન ઉચિત છે. પા
Page #36
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૫-૬
૧૫
+ ‘નુર્વાધૂિનનમ્’ અહીં ‘વિ’ થી દેવનું અને અતિથિનું પૂજન ગ્રહણ કરવું અને ભેદરૂપ સદાચાર અને તપનું ગ્રહણ કરવું.
ઉપલક્ષણથી પૂર્વસેવાના અન્ય
ટીકા ઃ
મુòì ચેતિ-સ્પષ્ટઃ ।।
શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ ટીકા લખેલ નથી. પા
ભાવાર્થ:
મોક્ષ, મોક્ષનો ઉપાય અને મોક્ષમાર્ગમાં પ્રસ્થિત યોગીઓ પ્રત્યે દ્વેષવાળાઓનું ધર્માનુષ્ઠાન પણ અનર્થકારી :
પૂર્ણ સુખમય મુક્તિ છે. મુક્તિનો ઉપાય યોગમાર્ગ છે, જે યોગમાર્ગ જીવની અંતરંગ પરિણતિ અને પરિણતિની નિષ્પત્તિને અનુકૂળ બાહ્ય ઉચિત આચરણા સ્વરૂપ છે; અને મુક્તિની પ્રાપ્તિના અર્થી એવા યોગીઓ મુક્તિના ઉપાયમાં પ્રવૃત્તિ કરતા હોય છે. આ ત્રણે પ્રત્યે જેઓને દ્વેષ છે અર્થાત્ (૧) મુક્તિ પ્રત્યે, (૨) મુક્તિના ઉપાય પ્રત્યે અને (૩) મુક્તિ અર્થે પ્રસ્થિત એવા યોગીઓ પ્રત્યે જેઓને દ્વેષ છે, તેઓને મુક્તિઅદ્વેષ નથી. તેથી તેવા જીવો ગુરુ આદિ પૂજનરૂપ અને ઉપલક્ષણથી તપ અને સદાચારરૂપ પૂર્વસેવાના ત્રણ ભેદને સેવતા હોય તોપણ તે ન્યાય નથી=ઉચિત નથી. પા
અવતરણિકા :
પૂર્વ શ્લોક-૫માં કહ્યું કે જેને મુક્તિ આદિમાં દ્વેષ નથી, તેનું ગુરુ આદિ પૂજન વ્યાપ્ય છે. ત્યાં પ્રશ્ન થાય કે મુક્તિદ્વેષ હોવા છતાં પણ ગુરુ આદિનું પૂજન કરે છે, તપનું સેવન કરે છે, સદાચાર પાળે છે, તે તો ઉચિત પ્રવૃત્તિ છે. તેથી તે અનુચિત કેમ છે ? તેના સમાધાન માટે કહે છે
શ્લોક ઃ
गुरुदोषवतः स्वल्पा सत्क्रियापि गुणाय न । भौतहन्तुर्यथा तस्य पदस्पर्शनिषेधनम् ।।६।
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૬
મુક્તિઅદ્વેષપ્રાધાન્યાવિંશિકા/શ્લોક-૬ अन्वयार्थ :
यथा हेम भौतहन्तु:=मोत साधुने एनार तस्य-नालोत साधुना पदस्पर्शनिषेधनम्=५६स्पर्श निषेधन गुणाय नगुएरा माटे नथी, तम गुरुदोषवत: मोटोषवाणानी स्वल्पा सत्क्रियापि-स्वल्प सल्लिया ५ गुण माटे नथी. ॥१॥ Reोsiर्थ :
જેમ ભોત સાધુને હણનારનું તેના પદસ્પર્શનું નિષેધન ગુણ માટે નથી, તેમ મોટા દોષવાળાની સ્વલા સક્રિયા પણ ગુણ માટે નથી. III
* 'सत्क्रियापि' मही 'अपि' थी ये 5j असलिया तो ! भाटे नथी, પરંતુ સ્વલ્પ સન્ક્રિયા પણ ગુણ માટે નથી. टीs:
गुर्विति-गुरुदोषवत: अधिकदोषवतः स्वल्पा स्तोका सत्क्रियापि सच्चेष्टापि गुणाय न भवति यथा भौतहन्तुर्भस्मव्रतिघातकस्य तस्य भौतस्य पदस्पर्शनस्य चरणसङ्घट्टनस्य निषेधनं । कस्यचित् खलु शबरस्य कुतोऽपि प्रस्तावात्तपोधनानां पादेन स्पर्शनं महतेऽनर्थाय सम्पद्यत इति श्रुतधर्मशास्त्रस्य कदाचिन्मयूरपिच्छैः प्रयोजनमजायत यदाऽसौ निपुणमन्वेषमाणो न लेभे, तदा श्रुतमनेन तथा भौतसाधुसमीपे तानि सन्ति, ययाचिरे च तानि तेन तेभ्यः, परं न किञ्चिल्लेभे ततोऽसौ शस्त्रव्यापारपूर्वकं तानिगृह्य जग्राह तानि, पादेन स्पर्श च परिहतवान् । यथाऽस्य पादस्पर्शपरिहारो गुणोऽपि शस्त्रव्यापारेणोपहतत्वान्न गुण:, किं तु दोष एव, एवं मुक्तिद्वेषिणां गुरुदेवादिपूजनं योजनीयम् ।।६।। टोडार्थ :___ गुरुदोषवतो ..... योजनीयम् ।। गुरोषवापानीमपि षवाणानी, સ્વલ્પા=થોડી, સન્ક્રિયા પણ=સુંદર ચેષ્ટા પણ, ગુણ માટે થતી નથી. જેમ ભૌતહજુને=ભસ્મવ્રતિનો ઘાત કરનારને, તે ભોતસાધુના ચરણના સ્પર્શનું ચરણને અડકવાનું, નિષેધન, ગુણ માટે થતું નથી.
Page #38
--------------------------------------------------------------------------
________________
9
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોકદૃષ્ટાંત આ પ્રમાણે છે – “કોઈપણ પ્રસંગથી તપરૂપ ધનવાળાનું તપસ્વી એવા સાધુનું પગ વડે અડકવું મોટા અનર્થ માટે થાય છે,” એ પ્રમાણે ધર્મશાસ્ત્રમાં સાંભળીને કોઈક શબરને=ભીલને, ક્યારેક મોરપીછાંનું પ્રયોજન પ્રાપ્ત થયું ત્યારે નિપુણ શોધ કરતા એવા આણે=ભીલે, પ્રાપ્ત ન કર્યા તે મોરપીછાં પ્રાપ્ત ન કર્યા ત્યારે “ભોતસાધુની પાસે તે છે=મોરપીછાં છે તે પ્રમાણે આના વડે ભીલ વડે, સંભળાયું અને તે=મોરપીછાં, તેણે શબરે, તેઓ પાસેથી ભીતસાધુઓ પાસેથી, માંગ્યાં, પરંતુ કંઈ પ્રાપ્ત ન થયાં. તેથી આગંભીલે, શસ્ત્રના ચલાવવાપૂર્વક તેનો નિગ્રહ કરીને=ભીતસાધુને મારીને, તે મોરપીછાં, ગ્રહણ કર્યા, અને પગ વડે સ્પર્શ પરિહાર કર્યો. જેમ આનોકભીલનો, પગથી સ્પર્શનો પરિહાર ગુણ હોવા છતાં શસ્ત્રના વ્યાપાર વડે ઉપહતપણું હોવાથી ગુણ નથી, પરંતુ દોષ જ છે; એ પ્રમાણે મુક્તિનો દ્વેષ કરનારાઓના ગુરુદેવાદિ પૂજનનું યોજન કરવું મુક્તિનો દ્વેષ કરનારાઓનું ગુરુદેવાદિ પૂજન ગુણ માટે નથી, પરંતુ દોષ માટે જ છે, એમ યોજન કરવું. ૬ ભાવાર્થ - ૯ મોક્ષાદિમાં હૈષવાળાઓનું ધર્માનુષ્ઠાન અફળ :
પૂર્વસેવામાં જે ગુરુ આદિ પૂજન બતાવેલ છે, તે પ્રાથમિક ઉચિત પ્રવૃત્તિરૂપ છે, જ્યારે (૧) યોગમાર્ગ તો અત્યંત ઉચિત પ્રવૃત્તિરૂપ છે, (૨) યોગમાર્ગમાં પ્રસ્થિત યોગીઓ અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, અને (૩) યોગમાર્ગના પરિપૂર્ણ સેવનનું ફળ મોક્ષ છે. તેથી જેઓને (૧) અત્યંત ઉચિત પ્રવૃત્તિરૂપ એવા યોગમાર્ગ પ્રત્યે, (૨) અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરનારા યોગીઓ પ્રત્યે અને (૩) અત્યંત ઉચિત પ્રવૃત્તિના ફળરૂપ મોક્ષ પ્રત્યે દ્વેષ વર્તે છે, તેવા જીવોમાં પ્રાથમિક કક્ષાની ઉચિત પ્રવૃત્તિરૂપ ગુરુપૂજનાદિ ક્રિયા હોય તોપણ ગુણ માટે થતી નથી; કેમ કે અત્યંત ઉચિત પ્રવૃત્તિરૂપ સંપૂર્ણ યોગમાર્ગ પ્રત્યે જેઓને દ્વેષ છે, તેવા વૈષવાળા જીવોની થોડી ઉચિત પ્રવૃત્તિ પણ લાભ માટે થતી નથી; પરંતુ જેઓને મુક્તિ આદિ પ્રત્યે દ્વેષ નથી, તેઓની પ્રાથમિક કક્ષાની ઉચિત પ્રવૃત્તિ ઉત્તર-ઉત્તરની ઉચિત પ્રવૃત્તિ દ્વારા યોગમાર્ગની પ્રાપ્તિ કરાવીને મોક્ષરૂપ
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૮
મુતિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૬-૭ ફળની પ્રાપ્તિનું કારણ બને છે. માટે મુક્તિઅષવાળા જીવોનાં ગુરુ આદિ પૂજન ન્યાધ્ય છે, અન્યનાં નહીં. જેમ ભૌતસાધુને હણનારની ભૌતસાધુની આશાતનાના પરિહાર માટે પાદસ્પર્શના નિવારણની સ્વલ્પ ઉચિત ક્રિયા ગુણ માટે નથી, તેમ મુક્તિદ્વેષ આદિ મહાદોષવાળા જીવોની ગુરુ આદિ પૂજનરૂપ સ્વલ્પ સન્ક્રિયા ગુણ માટે નથી. IIકા અવતરણિકા :
મુક્તિદ્વેષવાળા જીવોની ગુરુદેવાદિ પૂજનની ક્રિયા ગુણ માટે નથી, તેને દઢ કરવા માટે કહે છે – શ્લોક :
मुक्त्यद्वेषान्महापापनिवृत्त्या यादृशो गुणः ।
गुर्वादिपूजनात्तादृक् केवलान भवेत्क्वचित् ।।७।। અન્વયાર્થ :
મુવાષા–મુક્તિઅદ્વેષને કારણે મહાપાનિવૃત્ત્વ=મહાપાપની નિવૃત્તિ થવાથી યાદૃશ ગુE=જેવો ગુણ થાય છે તો તેવો ગુણ વૈનાત્ મુકિપૂગના–કેવળ ગુરુ આદિના પૂજનથી =ક્યારેય ન મ7થતો નથી. IIકા શ્લોકાર્ચ -
મુક્તિઅદ્વેષને કારણે મહાપાપની નિવૃત્તિ થવાથી જેવો ગુણ થાય છે, તેવો ગુણ કેવળ ગુરુ આદિના પૂજનથી ક્યારેય થતો નથી. ll ટીકા :મુવીશ્લેષાવિતિ-સ્પષ્ટ: પાછા
શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ ટીકા લખેલ નથી. હા, ભાવાર્થ :
જે જીવોને સંસારની ભોગસામગ્રી પ્રત્યે આકર્ષણ ઘટયું છે અને તેથી જેઓ પ્રકૃતિભદ્રક થયા છે તેવા જીવોને મુક્તિનો અદ્વેષ પ્રગટેલો હોય છે; અને
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૯
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકાશ્લોક-૭-૮ મુક્તિના અષને કારણે મોક્ષમાર્ગથી અત્યંત વિમુખભાવ કરે એવા મહાપાપની તેઓને નિવૃત્તિ થાય છે, અને તે મહાપાપની નિવૃત્તિને કારણે આવા જીવો પાસે કોઈ મોક્ષમાર્ગનું વર્ણન કરે તો મોક્ષ અને મોક્ષમાર્ગ પ્રત્યે રુચિ થાય તેવી લાયકાત પ્રગટેલી હોય છે. વળી મુક્તિઅષથી પ્રગટ થયેલી મહાપાપની નિવૃત્તિને કારણે યોગમાર્ગને પ્રાપ્ત કરવાના અધિકારીરૂપ ગુણ થયેલો હોય છે. તેથી આવા જીવોને કલ્યાણની પરંપરારૂપ મહાગુણ પ્રાપ્ત થાય છે; અને જે જીવોને મુક્તિનો અદ્વેષ નથી, તે જીવોને તેવો ગુણ પ્રગટેલો નથી, તેથી તેવા જીવો મુક્તિઅદ્વેષના પરિણામ વિના ફક્ત ગુરુ આદિ પૂજન કરે તેટલાથી ક્યારેય મુક્તિઅષવાળાને જેવો ગુણ થાય છે તેવો ગુણ થતો નથી અર્થાત્ મુક્તિઅષવાળા જીવો યોગમાર્ગની પ્રાપ્તિ કરીને સદ્ગતિની પરંપરા દ્વારા કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે છે, તેવા પ્રકારની કલ્યાણની પરંપરાને મુક્તિષવાળા જીવો ગુરુ આદિ પૂજન દ્વારા ક્યારેય પ્રાપ્ત કરતા નથી. III અવતરણિકા –
મુક્તિઅષવાળા જીવો ગુરુ આદિ પૂજન કરીને પૂર્વસેવા દ્વારા યોગમાર્ગની ભૂમિકાને પ્રાપ્ત કરે છે, જ્યારે મુક્તિના Àષવાળા જીવો ગુરુ આદિનું પૂજન કરતા હોય તો પણ તેમને ગુરુ આદિના પૂજનથી યોગમાર્ગની ઉચિત ભૂમિકાની પ્રાપ્તિ થતી નથી. આવું કેમ થાય છે ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે –
અહીં વિશેષ એ છે કે પૂર્વસેવા એટલે સાધનાની સિદ્ધિ કરવા માટેની પૂર્વભૂમિકારૂપ ક્રિયા. જેમાં વિદ્યાસાધક પૂર્વસેવા દ્વારા ભૂમિકા કરીને વિદ્યા સાધવા માટે બેસે તો વિદ્યા સાધવા માટે સમર્થ બને, તેમ યોગમાર્ગનો સાધક યોગમાર્ગને સાધવા માટે પૂર્વભૂમિકારૂપ આ ચાર પ્રકારની પૂર્વસેવાને આચરે તો યોગમાર્ગને સાધવા માટે સમર્થ બને છે; અને પૂર્વસેવાના ચાર ભેદોમાં મુક્તિઅદ્વેષ પ્રધાન છે. તેથી જે જીવો મુક્તિઅદ્વૈષવાળા છે અને પૂર્વસેવાનાં અન્ય ત્રણ અંગોને પણ સેવે છે, તેઓની તે પૂર્વસેવાની ક્રિયા યોગસાધનાની ભૂમિકાની નિષ્પત્તિનું કારણ બને છે; અને જે જીવોને મુક્તિનો અદ્વેષ નથી તે જીવો પૂર્વસેવાનાં અન્ય ત્રણ અંગોને સેવતા હોય તો પણ તે ત્રણ અંગોના
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૦
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાિિશકા/શ્લોક-૮ સેવનથી તેઓને યોગમાર્ગના સેવનની ભૂમિકાની પ્રાપ્તિ થતી નથી. કેમ પ્રાપ્તિ થતી નથી ? તે સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – બ્લોક :
एकमेव ह्यनुष्ठानं कर्तृभेदेन भिद्यते ।
सरुजेतरभेदेन भोजनादिगतं यथा ।।८।। અન્વયાર્થ -
થી=જેમ સરુનેતર મેલેન=રોગી અને નિરોગીના ભેદથી મોનનાદિતિંગ ભોજનાદિ વિષયક મનુષ્ઠાનંત્રક્રિયા મતે જુદી પડે છે, તેમ તૃમન=કર્તાના ભેદથી પર્વમેવ દિ મનુષ્ઠાનં એક જ અનુષ્ઠાન જુદું પડે છે. ICIL શ્લોકાર્ચ -
જેમ રોગી અને નિરોગીના ભેદથી ભોજનાદિ વિષયક ક્રિયા જુદી પડે છે, તેમ કર્તાના ભેદથી એક જ અનુષ્ઠાન જુદું પડે છે. III ટીકા :
एकमेवेति-एकमेव ह्यनुष्ठानं देवतापूजनादि कर्तृभेदेन-चरमाचरमावर्तगतजन्तुकर्तृकतया भिद्यते विशिष्यते सरुजेतरयो:-सरोगनीरोगयोः, भोक्त्रोधंदेन भोजनादिगतं भोजनपानशयनादिगतं यथाऽनुष्ठानं, एकस्य रोगवृद्धिहेतुत्वात्, अन्यस्य बलोपचायकत्वादिति । सहकारिभेद एवायं न तु वस्तुभेद इति चेत् ?, न इतरसहकारिसमवहितत्वेन फलव्याप्यतापेक्षया तदवच्छेदककारणभेदस्यैव कल्पनौचित्यात्तथैवानुभवादिति कल्पलतायां विपञ्चितत्वात् ।।८।। ટીકાર્ચ -
મેવ ...... વિપશ્વિતત્વાન્ ા કર્તાના ભેદથીકચરમાવર્ત-અચરમાવર્તમાં રહેલ જીવરૂપ કર્તાના ભેદથી, એક જ દેવતાપૂજનાદિ અનુષ્ઠાન ભેદ પામે છે=વિશેષ બને છે. જે પ્રમાણે રોગી અને ઈતર=નિરોગી એવા, ભોક્તાના ભેદથી ખાનારના ભેદથી, ભોજનાદિગત ભોજન, પાન, શયતાદિ વિષયક, ક્રિયા ભેદ પામે છે; કેમ કે એકd=સરોગી એવા ભોક્તાને, રોગવૃદ્ધિનું હેતુપણું
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૧
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૮ છે=ભોજનાદિ વિષયક ક્રિયાનું રોગવૃદ્ધિનું હેતુપણું છે, અન્યને નિરોગી એવા ભોક્તાને, બળઉપચાયકપણું છે=ભોજલાદિવિષયક ક્રિયાનું બળઉપચાયકપણું છે.
તિ' શબ્દ શ્લોક સ્પર્શી ટીકાની સમાપ્તિમાં છે. ‘સહકારીભેદ જ આ છે'=ચરમાવર્ત અને અચરમાવર્તગત અનુષ્ઠાનના કરૂપ સહકારીભેદ જ આ છે, પરંતુ વસ્તુભેદ નથી-ચરમાવર્ત કે અચરમાવર્તવાળા જીવો વડે સેવાતા દેવતાપૂજતાદિ અનુષ્ઠાનરૂપ વસ્તુનો ભેદ નથી, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
==તારી વાત બરાબર નથી; કેમ કે ઇતર સહકારી સમવહિતપણારૂપે= ફળ પ્રતિ જે અનુષ્ઠાન કારણ છે, તેનાથી ઈતર એવા સહકારીના સમવધાનપણારૂપે, ફળની સાથે વ્યાપ્યતાની અપેક્ષાએ કારણની કાર્યની સાથે વ્યાપ્યતાની અપેક્ષાએ, ત૮વચ્છેદક કારણભેદની જગફળભેદના અવચ્છેદક એવા કારણભેદની જ, કલ્પનાનું ઉચિતપણું છે.
અહીં પ્રશ્ન થાય કે સહકારીના ભેદથી કાર્યભેદ થયો છે તેમ સ્વીકારવું કે કાર્યભેદને અનુકૂળ એવા કારણભેદને કારણે કાર્યભેદ થયો છે એમ સ્વીકારવું ? 'તેમાં પ્રમાણ શું? તેમાં હેતુ કહે છે –
તે પ્રકારનો જ અનુભવ છે ફળભેદને અનુકૂળ કારણભેદને કારણે જ ફળભેદ થાય છે, તે પ્રકારનો જ અનુભવ છે. તિ=એ પ્રમાણે=કારણરૂપ વસ્તુના ભેદથી જ ફળભેદ થાય છે, એ પ્રમાણે, કલ્પલતામાં અર્થાત્
સ્યાદવાદકલ્પલતા' નામની ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય' ગ્રંથની ટીકામાં, વિસ્તારથી વર્ણન કરાયેલું હોવાથી પૂર્વપક્ષીની “સહકારીભેદની વાત” બરાબર નથી, એમ અવય છે. I૮. ભાવાર્થ :કર્તાના ભેદથી અનુષ્ઠાનનો ભેદ –
સામાન્ય રીતે ચરમાવર્તની બહારના જીવો ભવના ઉપાયની ઉત્કટ ઇચ્છાવાળા હોય છે અને તેવા જીવોને પ્રાયઃ મુક્તિનો અદ્વેષ હોતો નથી. ક્વચિત્ ચરમાવર્તની
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૨
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૮ બહારના જીવો સંયમ ગ્રહણ કરે છે અને નવમા ગ્રેવેયકમાં જાય છે, ત્યારે મોક્ષની અપ્રતિપત્તિને કારણે કે સ્વઈષ્ટવ્યાઘાતક શંકાથી મુક્તિનો દ્વેષ કરતા નથી; પરંતુ તે સિવાયના અચરમાવર્તવાળા જીવોને મોક્ષનું વર્ણન અપ્રીતિકર હોય છે, તેથી તેઓ મુક્તિના વૈષવાળા છે; અને ચરમાવર્તવાળા પણ બધા જીવો મુક્તિના અદ્રષવાળા નથી, પરંતુ જે જીવો કર્મમળની અલ્પતાને કારણે યોગમાર્ગની સન્મુખ થયા છે, તેવા જીવોમાં મુક્તિનો અદ્દેષ વર્તી રહ્યો છે. તેને સામે રાખીને અહીં કહે છે કે ચરમાવર્તગત જીવકર્તક દેવતાપૂજનાદિ અનુષ્ઠાન અને અચરમાવર્તગત જીવકર્તક દેવતાપૂજનાદિ અનુષ્ઠાન જુદાં છે.
તેથી એ પ્રાપ્ત થાય કે અચરમાવર્તવાળા જીવો પ્રાયઃ મુક્તિઅદ્વૈષવાળા નથી, તેથી તેઓનું દેવતાપૂજનાદિ અનુષ્ઠાન કલ્યાણની પરંપરાનું કારણ બનતું નથી; અને ચરમાવર્તવાળા જીવો પ્રાયઃ મુક્તિઅષવાળા છે, તેથી તેઓનું દેવતાપૂજનાદિ અનુષ્ઠાન કલ્યાણની પરંપરાનું કારણ બને છે. માટે ચરમાવર્તવાળા જીવો મુક્તિઅદ્વેષપૂર્વક દેવતાપૂજનાદિ ક્રિયાઓ કરે છે, તે ક્રિયાઓ યોગમાર્ગની પૂર્વસેવારૂપ બને છે, અને ચરમાવર્તની બહારના જીવો મુક્તિઅદ્વૈષવાળા નહીં હોવાથી જે દેવતાપૂજનાદિ ક્રિયા કરે છે તે ક્રિયાઓ યોગમાર્ગની પૂર્વસેવારૂપ બનતી નથી. તેથી ચરમાવર્ત અને અચરમાવર્તવાળા જીવરૂપ કર્તાના ભેદથી એક જ દેવતાપૂજનાદિ અનુષ્ઠાન જુદા પ્રકારનાં છે તે સિદ્ધ થાય છે.
એક જ અનુષ્ઠાન કર્તાના ભેદથી ભિન્ન છે, તેથી તેનું ફળ ભિન્ન છે, તેમાં દૃષ્ટાંત બતાવે છે –
જે પ્રમાણે બે પુરુષ સમાન ભોજન-પાન કરતા હોય, સમાન શયનાદિ કરતા હોય, આમ છતાં તે બેમાંથી જે રોગી પુરુષ છે તેની ભોજનાદિ ક્રિયા રોગવૃદ્ધિનું કારણ બને છે, અને તે બેમાંથી જે નિરોગી પુરુષ છે તેની ભોજનાદિ ક્રિયા બળઉપચાયક બને છે.
તેથી ફલિત થાય છે કે એક જ અનુષ્ઠાન કર્તાના ભેદથી જુદા પ્રકારનું છે. માટે જુદા પ્રકારના અનુષ્ઠાનને કારણે જુદું ફળ પ્રાપ્ત થાય છે.
અહીં પૂર્વપક્ષી કહે કે બંનેના અનુષ્ઠાનરૂપ વસ્તુનો ભેદ નથી, પરંતુ સહકારીભેદ ફળભેદનું કારણ છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૮
૨૩ પૂર્વપક્ષીનો આશય એ છે કે દેવતાપૂજનાદિ અનુષ્ઠાન ચરમાવર્તવાળા જીવો કરે છે અને અચરમાવર્તવાળા જીવો કરે છે, તે બંનેના અનુષ્ઠાનમાં કોઈ ભેદ નથી; પરંતુ શરમાવર્તવાળા અને અચરમાવર્તવાળા કર્તારૂપ સહકારીના ભેદને કારણે ચરમાવર્તવાળા જીવોના દેવતાપૂજનાદિ અનુષ્ઠાનથી પૂર્વસેવારૂપ કાર્ય થાય છે, અને અચરમાવર્તવાળા જીવોના દેવતાપૂજનાદિ અનુષ્ઠાનથી પૂર્વસેવારૂપ કાર્ય થતું નથી. તેથી અનુષ્ઠાનમાં ભેદ નથી, પરંતુ સહકારીના ભેદના કારણે ફળભેદ થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે -- તારી વાત બરાબર નથી; કેમ કે ઇતર સહકારીથી સહિત એવા હેતુને ફળની સાથે વ્યાપ્ય સ્વીકારવાની અપેક્ષાએ ફળના અવચ્છેદક એવા કારણભેદની જ કલ્પના કરવી ઉચિત છે.
આશય એ છે કે જે દેવતાપૂજનાદિ અનુષ્ઠાન પૂર્વસેવાનું કાર્ય કરે છે, તે દેવતાપૂજનાદિ અનુષ્ઠાનને ચરમાવર્તવર્તી કર્તારૂપ સહકારીની પ્રાપ્તિ થઈ, માટે કાર્ય થયું; અને જે દેવતાપૂજનાદિ અનુષ્ઠાન પૂર્વસેવારૂપ કાર્ય કરતા નથી, તે દેવતાપૂજનાદિ અનુષ્ઠાનને ચરમાવર્તવર્તી કર્તારૂપ સહકારીની પ્રાપ્તિ ન થઈ, માટે કાર્ય ન થયું. તેથી કાર્યભેદ પ્રતિ અનુષ્ઠાનનો ભેદ કારણ નથી, પરંતુ એકમાં સહકારીની પ્રાપ્તિ થઈ માટે કાર્ય થયું અને બીજામાં સહકારીની પ્રાપ્તિ ન થઈ માટે કાર્ય ન થયું, એમ પૂર્વપક્ષી કહે છે, પરંતુ એમ સહકારીભેદ માનવા કરતાં જે જુદું કાર્ય થાય છે તેને અનુરૂપ કારણ જુદું છે, તે પ્રમાણે માનવું ઉચિત છે અર્થાત્ જે દેવતાપૂજનાદિથી પૂર્વસેવાનું કાર્ય થાય છે, તે દેવતાપૂજનાદિ અનુષ્ઠાન જુદા પ્રકારનું છે, અને જે દેવતાપૂજનાદિથી પૂર્વસેવારૂપ કાર્ય નથી થતું તે દેવતાપૂજનાદિ અન્ય પ્રકારનું છે, તેવી કલ્પના કરવી ઉચિત છે, તેમ ગ્રંથકારશ્રી કહે છે, અને તેમાં હેતુ કહે છે --
તે પ્રકારનો જ અનુભવ છે=જ્યાં જ્યાં કાર્યભેદ થાય છે, ત્યાં ત્યાં તેને અનુકૂળ એવા કારણનો ભેદ છે, તે પ્રકારનો જ અનુભવ છે.
આશય એ છે કે અનુષ્ઠાનરૂપ કારણ સર્વથા એકસરખું હોય તો તે અનુષ્ઠાનનું કાર્ય સમાન જ થવું જોઈએ; પરંતુ અચરમાવર્તવાળા જીવ કરતાં ચરમાવર્તવાળા જીવથી સેવાયેલું તે જ અનુષ્ઠાન જુદા પ્રકારનું થાય છે, તેથી જુદા પ્રકારનું કાર્ય થાય છે, એ પ્રકારનો અનુભવ છે. જેમ સંસારમાં પણ સર્વથા એકસરખી બે
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૪
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૮-૯ ક્રિયાથી એકસરખું કાર્ય થાય છે, પરંતુ બે પુરુષ સર્વથા સમાન ક્રિયા કરે અને કાર્ય જુદું થાય છે, તેવો અનુભવ નથી. અનુભવના બળથી પણ નક્કી થાય છે કે ક્રિયાના વૈજાત્યકૃત જ ફળનું વૈજાય છે, પરંતુ બે ક્રિયા સર્વથા સમાન હોય અને ફળભેદ થાય તે અનુભવ વિરુદ્ધ છે, એ પ્રમાણે “સ્વાદુવાદકલ્પલતા'માં વિસ્તારથી બતાવાયેલ છે. માટે મુક્તિઅષવાળા અને મુક્તિદ્વેષવાળા જીવો જે દેવતાપૂજનાદિ કરે છે, તે બંનેનું અનુષ્ઠાન એક સમાન છે, એમ જે પૂર્વપક્ષી કહે છે, તે વાત યુક્ત નથી.
આનાથી એ ફલિત થાય કે ચિત્ર કરવાની ક્રિયા બે પુરુષ સમાન કરે તો ચિત્રની પ્રાપ્તિ પણ સમાન જ થાય છે, તેમ મુક્તિદ્વેષવાળા જીવો અને મુક્તિઅષવાળા જીવો સમાન જ અંતરંગભાવવાળી ગુરુપૂજન આદિ ક્રિયા કરે તો બન્નેને સમાન જ ફળની પ્રાપ્તિ થાય. વસ્તુતઃ મુક્તિદ્વેષવાળા જીવો ગુરુપૂજનાદિ કરે છે, ત્યારે પણ ઉચિત પ્રવૃત્તિ કરવા પ્રત્યેનો તેવો પક્ષપાત નથી જેવો મુક્તિઅદ્વૈષવાળાને છે, તેથી ક્રિયાકાળમાં વર્તતા ભાવભેદકૃત ક્રિયાભેદ તે બન્નેની ક્રિયામાં છે. આથી એકની ક્રિયા યોગમાર્ગની પૂર્વસેવા બનતી નથી અને અન્યની પૂર્વસેવા યોગમાર્ગનું કારણ બને છે. દા અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે એક જ દેવતાપૂજનાદિ અનુષ્ઠાન કર્તાના ભેદથી ભેદ પામે છે. તેથી હવે કર્તાના ભેદથી એક અનુષ્ઠાન પાંચ ભેદવાળું કઈ રીતે બને છે ? અને તેમાં કયાં અનુષ્ઠાનો ફળપ્રાપ્તિનું કારણ છે ? અને કયાં અનુષ્ઠાનો ફળપ્રાપ્તિનું કારણ નથી ? તે સ્પષ્ટ કરવા કહે છે – શ્લોક :
भवाभिष्वङ्गतस्तेनानाभोगाच्च विषादिषु ।
अनुष्ठानत्रयं मिथ्या द्वयं सत्यं विपर्ययात् ।।९।। અન્વયાર્થ :
તેન તે કારણથી-કર્તાના ભેદથી અનુષ્ઠાનનો ભેદ છે તે કારણથી, વિષાવિષ=વિષાદિ અનુષ્ઠાનોમાં મવમધ્યત:=ભવના અભિવૃંગને કારણે
Page #46
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/મ્લોક-૯
૨૫
અનામોનાX=અને અનાભોગને કારણે અનુષ્ઠાનત્રયં=ત્રણ અનુષ્ઠાન મિથ્યા= મિથ્યા છે=નિષ્ફળ છે, વિપર્યયા વિપર્યયને કારણે ધ્રુવં=બે અનુષ્ઠાન સત્સં= સત્ય છે=સફ્ળ છે. ||૯||
શ્લોકાર્થ :
તે કારણથી=કર્તાના ભેદથી અનુષ્ઠાનનો ભેદ છે તે કારણથી, વિષાદિ અનુષ્ઠાનોમાં ભવના અભિષ્યંગને કારણે અને અનાભોગને કારણે ત્રણ અનુષ્ઠાન મિથ્યા છે, અને વિપર્યયને કારણે બે અનુષ્ઠાન સત્ય છે. IIIા
ટીકા ઃ
भवेति तेन = कर्तृभेदादनुष्ठानभेदेन भवाभिष्वङ्गतः - संसारसुखाभिलाषात् अनाभोगतः - सम्मूर्छनजप्रवृत्तितुल्यतया च विषादिष्वनुष्ठानेषु मध्ये, अनुष्ठानत्रयमादिमं मिथ्या=निष्फलं द्वयमुत्तरं च सत्यं सफलं विपर्ययात् भवाभिष्वङ्गानाમોમાવાત્ ।।૧।।
ટીકાર્ય :तेन
મવામિનામોગામાવાત્ ।। તે કારણથી=કર્તાના ભેદથી અનુષ્ઠાનનો ભેદ છે તે કારણથી, ભવતા અભિષ્યંગથી=સંસારના સુખના અભિલાષથી, અને અનાભોગથી=સંમૂર્છનજ પ્રવૃત્તિતુલ્યપણાથી=સંમૂચ્છિમ જીવોની પ્રવૃત્તિના સમાનપણાથી, વિષાદિ અનુષ્ઠાનોમાં આદિનાં ત્રણ મિથ્યા છે=નિષ્ફળ છે, અને વિપર્યયથી=ભવાભિષ્યંગ અને અનાભોગના અભાવથી, ઉત્તરદ્રય=પાછળનાં બે, સત્ય છે=સફળ છે. ।।૯।।
નોંધ :- અહીં વ્યક્તિભેદકૃત કર્તાના ભેદથી અનુષ્ઠાનનો ભેદ નથી, પરંતુ આશયભેદયુક્ત કર્તાના ભેદથી અનુષ્ઠાનનો ભેદ છે.
ભાવાર્થ :
આશયના ભેદથી બાહ્ય સમાન અનુષ્ઠાન પણ વિષાદિ પાંચ ભેદવાળું : પૂર્વશ્લોકમાં બતાવ્યું કે એક જ અનુષ્ઠાન ચરમાવર્તગત અને અચરમાવર્તગત જીવના ભેદથી જુદા પ્રકારનું બને છે. તેથી એ ફલિત થાય કે
-:
Page #47
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા|શ્લોક-૯
અચરમાવર્તગત જીવો પ્રાયઃ મુક્તિઅદ્વેષવાળા નથી, તેથી તેઓનું દેવતાપૂજનાદિ અનુષ્ઠાન જુદા પ્રકારનું છે; અને ચરમાવર્તવાળા જીવો પ્રાયઃ મુક્તિઅદ્વેષવાળા છે, તેથી તેઓનું દેવતાપૂજનાદિ અનુષ્ઠાન જુદા પ્રકારનું છે, અને તેના કારણે શાસ્ત્રમાં વિષાદિ પાંચ પ્રકારનાં અનુષ્ઠાન બતાવ્યાં છે. તેમાં પ્રથમનાં ત્રણ અનુષ્ઠાન મિથ્યા બને છે=નિષ્ફળ બને છે; કેમ કે ચ૨માવર્તની બહારના જીવોમાં પ્રાયઃ સંસારના સુખનો અભિલાષ ઘણો હોય છે, તેથી ધર્માનુષ્ઠાન પણ સંસારના સુખના અભિલાષથી કરે છે અથવા તો અનાભોગથી કરે છે; પરંતુ ચરમાવર્તવાળા જીવોની જેમ ભવના અભિષ્યંગ વગર કે અનાભોગના અભાવથી કરતા નથી.
૨૬
ચરમાવર્તવાળા જીવોને અચરમાવર્તવાળા જીવો જેવો ભવનો અભિષ્યંગ નહીં હોવાને કા૨ણે પ્રાયઃ કંઈક તત્ત્વને અભિમુખ માનસ થયેલું હોય છે, તેથી ધર્મઅનુષ્ઠાન ભવાભિષ્યંગથી અથવા અનાભોગથી પ્રાયઃ કરતા નથી; પરંતુ મુક્તિદ્વેષને કારણે કંઈક સઅનુષ્ઠાનના રાગથી ધર્માનુષ્ઠાન કરે છે, અને વિવેકદશામાં શાસ્ત્રાનુસારી મતિથી ધર્માનુષ્ઠાન કરે છે, તેથી ચ૨માવર્તવાળા જીવોને આશ્રયીને ઉત્તરનાં બે અનુષ્ઠાન સફળ છે.
અહીં વિશેષ એ છે કે ચરમાવર્તની બહારના જીવોને ભવનો ઉત્કટ રાગ હોવાને કારણે પ્રાયઃ મુક્તિનો અદ્વેષ હોતો નથી; આમ છતાં, ચરમાવર્તની બહારના જીવો પણ આલોકાદિની આશંસાથી સંયમ ગ્રહણ કરે છે ત્યારે, સ્વઇષ્ટ એવા ફળના વિદ્યાતની શંકાથી મુક્તિનો દ્વેષ કરતા નથી, તે વખતે તેમને પણ મુક્તિનો અદ્વેષ પ્રાપ્ત થાય છે, તોપણ તેઓનો મુક્તિનો અદ્વેષ ધર્માનુષ્ઠાનને સફળ બનાવવાનું કારણ બનતો નથી; જ્યારે ચ૨માવર્તવાળા જીવોને કર્મમળની અલ્પતા થયેલી હોવાને કારણે મુક્તિઅદ્વેષ પ્રગટે છે, તેથી તે મુક્તિઅદ્વેષ સદનુષ્ઠાનમાં રાગની પ્રાપ્તિ દ્વારા અનુષ્ઠાનને સફળ કરે છે. વળી, ચરમાવર્તવાળા જીવો પણ ક્યારેક કર્મના પ્રાસૂર્યને કારણે કે તેવા નિમિત્તને પામીને મુક્તિદ્વેષવાળા પણ થાય છે, ત્યારે તેઓનું ધર્માનુષ્ઠાન પણ સફળ બનતું નથી. આથી ચ૨માવર્તવાળા જીવો પણ આલોક-પરલોકની આશંસાથી કે અનાભોગથી ધર્માનુષ્ઠાન કરે ત્યારે તેઓનું પણ ધર્માનુષ્ઠાન નિષ્ફળ છે. III
Page #48
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦ અવતરણિકા :
શ્લોક-૯માં કહ્યું કે વિષાદિ પાંચ અનુષ્ઠાતમાં પ્રથમનાં ત્રણ અનુષ્ઠાન ભવાભિવંગને કારણે અને અનાભોગને કારણે નિષ્ફળ છે. તેથી ભાવાભિવંગ શું છે ? અને અનાભોગ શું છે ? તે સ્પષ્ટ કરે છે – શ્લોક :
इहामुत्र फलापेक्षा भवाभिष्वङ्ग उच्यते ।
क्रियोचितस्य भावस्यानाभोगस्त्वतिलङ्घनम् ।।१०।। અન્વયાર્ચ -
મુત્ર=આલોક અને પરલોકવિષયક પત્તાપેક્ષા ફળની અપેક્ષા, ભવામિg =ભવનો અભિવૃંગ, તુવળી ક્રિયાવિતસ્ય માવસ્થ ક્રિયાના ઉચિત ભાવનું પ્રતિક્ષન—ઉલ્લંઘન અનામો=અનાભોગ ઉચ્યતે–કહેવાય છે. ૧૦| શ્લોકાર્ચ -
આલોક અને પરલોકવિષયક ફળની અપેક્ષા ભવનો અભિન્કંગ કહેવાય છે, વળી ષિાના ઉચિત ભાવનું ઉલ્લંઘન અનાભોગ છે. ૧oll ટીકા -
इहेति-प्रागेव शब्दार्थकथनाद्गतार्थोऽयम् ।।१०।। ટીકાર્ય :
પ્રાવ ..... ડાન્ પૂર્વમાં જ શ્લોક-૯માં જ, શબ્દાર્થનું કથન હોવાને કારણે=ભવાભિષંગ' અને “અનાભોગ' શબ્દના અર્થનું ટીકામાં કથન હોવાને કારણે, આ શ્લોક-૧૦, ગતાર્થ છે= પ્રાપ્ત અર્થવાળો છે. ll૧૦| ભાવાર્થ - ભવાભિમ્પંગ અને અનાભોગનું સ્વરૂપ -
શ્લોક-૯માં પ્રથમનાં ત્રણ અનુષ્ઠાન નિષ્ફળ કહ્યાં. તેમાં પ્રથમનાં બે અનુષ્ઠાન ભવાભિમ્પંગને કારણે નિષ્ફળ છે અને ત્રીજું અનુષ્ઠાન અનાભોગને કારણે
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૮
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦-૧૧
નિષ્ફળ છે. તેથી પ્રથમ બે અનુષ્ઠાનમાં વર્તતા ભવાભિષ્યંગનું સ્વરૂપ અને ત્રીજા અનુષ્ઠાનમાં વર્તતા અનાભોગનું સ્વરૂપ પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે.
ભવાભિવંગ :
આલોકના ફળની અપેક્ષા કે પરલોકના ફળની અપેક્ષા એ ભવાભિષ્યંગ કહેવાય છે.
તેથી એ પ્રાપ્ત થાય કે આલોકના ફળની અપેક્ષાએ કરાતું પ્રથમ અનુષ્ઠાન નિષ્ફળ છે અને પરલોકના ફળની અપેક્ષાએ કરાતું બીજું અનુષ્ઠાન નિષ્ફળ છે.
અનાભોગ :
ક્રિયાના ઉચિત ભાવનું ઉલ્લંઘન એ અનાભોગ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે શાસ્ત્રકારોએ સન્ક્રિયાના જે ઉચિત ભાવો કરવાના કહ્યા છે, તે સર્વ ઉચિત ભાવોમાંથી લેશથી પણ કોઈ ઉચિત ભાવ જે ક્રિયામાં ન હોય તે અનાભોગવાળી ક્રિયા છે, અને તે ક્રિયા ઉચિત ભાવવાળી નહીં હોવાથી નિષ્ફળ છે.
સારાંશ :
સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે પ્રથમ અનુષ્ઠાનમાં, સદનુષ્ઠાનમાં અપેક્ષિત એવા પ્રણિધાનથી વિપરીત આલોકનું પ્રણિધાન છે; અને બીજા અનુષ્ઠાનમાં, સદનુષ્ઠાનમાં અપેક્ષિત એવા પ્રણિધાનથી વિપરીત પરલોકનું પ્રણિધાન છે; અને ત્રીજા અનુષ્ઠાનમાં ક્રિયાને ઉચિત પ્રણિધાન પણ નથી અને વિપરીત પ્રણિધાન પણ નથી, તેથી પ્રણિધાનરહિત છે. માટે આ ત્રણે અનુષ્ઠાનો નિષ્ફળ છે. II૧૦ll
અવતરણિકા :
શ્લોક-૯માં કહ્યું કે વિષાદિ પાંચ અનુષ્ઠાનમાં પ્રથમતાં ત્રણ અનુષ્ઠાન મિથ્યા છે અને ઉત્તરનાં બે અનુષ્ઠાન સત્ય છે. તેથી જિજ્ઞાસા થાય કે વિષાદિ પાંચ અનુષ્ઠાનો કયાં છે ? તેથી હવે પાંચ અનુષ્ઠાનનાં નામ બતાવે છે
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૯
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૧ શ્લોક :
विषं गरोऽननुष्ठानं तद्धेतुरमृतं परम् ।
गुर्वादिपूजानुष्ठानमिति पञ्चविधं जगुः ।।११।। અન્વયાર્થ :
મુવંતિપૂનાનુષ્ઠાનંગુરુ આદિ પૂજાઅનુષ્ઠાન વિષે વિષ વિષાનુષ્ઠાન :ગર=ગરાનુષ્ઠાન મનનુષ્ઠાનં અનુષ્ઠાન તદ્ધ: તહેતુઅનુષ્ઠાન પર—પ્રકૃષ્ટ અમૃતં અમૃતઅનુષ્ઠાન છે. તિ=એ રીતે પડ્યૂવિઘં-પાંચ પ્રકારનું પાંચ પ્રકારનું અનુષ્ઠાન ન=કહ્યું છે ભગવાને કહ્યું છે. ll૧૧ શ્લોકાર્ચ -
ગુરુ આદિ પૂજા અનુષ્ઠાન (૧) વિષ, (૨) ગર, (૩) અનનુષ્ઠાન, (૪) તહેતુ અને (૫) પ્રકૃષ્ટ એવું અમૃતઅનુષ્ઠાન, એ રીતે પાંચ પ્રકારનું કહ્યું છે. ||૧૧|| ટીકા :
विषमिति-पञ्चानामनुष्ठानानामयमुद्देशः ।।११।। ટીકાર્ચ -
પંખ્યાના . શ . પાંચ અનુષ્ઠાનોનો આ=શ્લોક-૧૧, ઉદ્દેશ છે અર્થાત્ પાંચ અનુષ્ઠાનના ભેદનું આગળ વર્ણન કરવાના છે, તે ભેદોના વર્ણનનો આ શ્લોક-૧૧ ઉદ્દેશ છે. ૧૧ ભાવાર્થ :અનુષ્ઠાનના પાંચ ભેદો :
ગુરુ આદિ પૂજા અનુષ્ઠાન જે પ્રકૃષ્ટ છે તે અમૃતઅનુષ્ઠાન છે અને જે પ્રકૃષ્ટ નથી તે તહેતુ છે, અને જે ગુરુ આદિ પૂજા અનુષ્ઠાન મલિન આશયથી થાય છે તે વિષ અને ગરઅનુષ્ઠાન છે, અને શૂન્ય આશયથી થાય છે તે અનનુષ્ઠાન છે. II૧૧૫
Page #51
--------------------------------------------------------------------------
________________
30
મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૧૨ અવતરણિક
શ્લોક-૧૧માં પાંચ અનુષ્ઠાનનાં નામ બતાવીને ઉદ્દેશવાક્ય કહ્યું. હવે તેના સ્વરૂપને બતાવવા માટે પ્રથમ વિષાનુષ્ઠાનનું અને ગરાનુષ્ઠાનનું स्प३५ बतावे छ - दोs:
विषं लब्ध्याद्यपेक्षातः क्षणात्सच्चित्तमारणात् ।
दिव्यभोगाभिलाषेण गरः कालान्तरे क्षयात् ।।१२।। मन्वयार्थ :
लब्ध्याद्यपेक्षात:लब्धि मा अपेक्षाही क्षणात्=क्षLथी=dst सच्चित्तमारणात्सस्थितनो नाश होवाने र विषं विष छ विषानुष्ठान छे. दिव्यभोगाभिलाषेण दिव्य मोमिलाषथी कालान्तरे-मातरमiciतरमा क्षयात्सश्यितनो क्षय थवाना हो गर:=1२ छेरानुष्ठान छ. ।।१२।। श्लोार्थ :
લબ્ધિ આદિ અપેક્ષાથી તત્કાળ સચ્ચિત્તનો નાશ હોવાને કારણે વિષાનુષ્ઠાન છે. દિવ્ય ભોગાભિલાષથી ભવાંતરમાં સચ્ચિતનો ક્ષય થવાને કારણે ગરાનુષ્ઠાન છે. ll૧રા. टी :
विषमिति-लब्ध्याद्यपेक्षातो-लब्धिकीर्त्यादिस्पृहातो यदनुष्ठानं तद्विषमुच्यते, क्षणात्-तत्कालं चित्तस्य-शुभान्त:करणपरिणामस्य नाशनात् तदात्तभोगेनैव तदुपक्षयात्, अन्यदपि हि स्थावरजङ्गमभेदभिन्नं विषं तदानीमेव नाशयति । दिव्यभोगस्याभिलाष ऐहिकभोगनिरपेक्षस्य सतः स्वर्गसुखवाञ्छालक्षणस्तेन अनुष्ठानं गर उच्यते, कालान्तरे-भवान्तरलक्षणे, क्षयाद् भोगात्पुण्यनाशेनानर्थसम्पादनात्, गरो हि कुद्रव्यसंयोगजो विषविशेषः, तस्य च कालान्तरे विषमविकारः प्रादुर्भवतीति । उभयापेक्षाजनितमतिरिच्यते नोभयापेक्षायामप्यधिकस्य बलवत्त्वादिति सम्भावयामः ।।१२।।
Page #52
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨
ટીકાર્ય ઃलब्ध्यापेक्षातो
સન્માવવામ: ।। લબ્ધિ આદિની અપેક્ષાથી=લબ્ધિ, કીર્તિ આદિની સ્પૃહાથી, જે અનુષ્ઠાન=જે અનુષ્ઠાન કરાય છે, તે વિષ કહેવાય છે=વિષાનુષ્ઠાન કહેવાય છે; કેમ કે શુભ અંતઃકરણ પરિણામરૂપ ચિત્તનો=ધર્માનુષ્ઠાન કરવાની લેશ્યારૂપ શુભ અંતઃકરણ પરિણામરૂપ ચિત્તનો ક્ષણથી=તત્કાળ, નાશ છે.
૩૧
વિષાનુષ્ઠાન શુભ અંતઃકરણ પરિણામરૂપ ચિત્તનો તત્કાળ નાશ કેમ કરે છે ? તેમાં હેતુ કહે છે
તેનાથી પ્રાપ્ત ભોગથી જ=સદનુષ્ઠાનથી પ્રાપ્ત એવા આલોકના ભોગથી જ, તેનો ઉપક્ષય છે–ધર્માનુષ્ઠાન કરવાની લેશ્યારૂપ શુભ અંતઃકરણનો ઉપક્ષય છે.
જે અનુષ્ઠાન તત્ક્ષણ સચ્ચિત્તનો નાશ કરે છે તેને ‘વિષાનુષ્ઠાન’ કેમ કહ્યું ? તેથી કહે છે –
અન્ય પણ સ્થાવર, જંગમ ભેદથી ભિન્ન એવું વિષ ત્યારે જ નાશ કરે છે. ઐહિક ભોગથી નિરપેક્ષ થયેલાનું સ્વર્ગના સુખની વાંછાસ્વરૂપ દિવ્ય ભોગનો અભિલાષ, તેનાથી=દિવ્ય ભોગના અભિલાષથી, અનુષ્ઠાન, ગર કહેવાય છે=ગરાનુષ્ઠાન કહેવાય છે; કેમ કે કાલાંતરમાં=ભવાંતરસ્વરૂપ કાલાંતરમાં, ક્ષય થાય છે=અનુષ્ઠાન સેવવાની લેશ્મારૂપ શુભ અંતઃકરણ પરિણામનો ક્ષય થાય છે.
અહીં પ્રશ્ન થાય કે કાલાંતરમાં=ભવાંતરમાં અનુષ્ઠાન સેવવાના પરિણામનો નાશ થતો હોય એટલા માત્રથી તે અનુષ્ઠાનને ગર કેમ કહ્યું ? તેમાં હેતુ કહે છે -
ભોગથી પુણ્યના નાશ દ્વારા અનર્થનું સંપાદન છે=કાલાંતરમાં અર્થાત્ ભવાંતરમાં પ્રાપ્ત થનારા ભોગથી અનુષ્ઠાનના આસેવનથી બંધાયેલું પુણ્ય નાશ થાય છે ત્યારે દુર્ગતિઓની પ્રાપ્તિરૂપ અનર્થનું સંપાદન છે.
જે અનુષ્ઠાન કાલાંતરમાં સચ્ચિત્તનો નાશ કરે છે, તેને ગરાનુષ્ઠાન સ્વીકારવામાં યુક્તિ આપે છે –
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૨
મુક્તિઅદ્વેષપ્રાધાન્યાત્રિશિકા/બ્લોક-૧૨ કુદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલ વિષવિશેષ ગર છે, અને તેનો ગરબો વિષમ વિકાર કાલાંતરમાં પ્રાદુર્ભાવ થાય છે. તિ=એ હેતુથી, આ અનુષ્ઠાનને ગરઅનુષ્ઠાન કહ્યું છે, એમ અવય છે.
અહીં પ્રશ્ન થાય કે આલોકની આશંસાથી કરાયેલા અનુષ્ઠાનને વિષાનુષ્ઠાન કહ્યું, પરલોકની આશંસાથી કરાયેલા અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહ્યું, તે પ્રમાણે કોઈને આલોક અને પરલોક ઉભયની અપેક્ષા હોય તો આ બે અનુષ્ઠાન કરતાં ત્રીજું અનુષ્ઠાન સ્વીકારવું પડશે, અને તેમ સ્વીકારીએ તો પાંચ અનુષ્ઠાનને બદલે છ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય. તેથી કહે છે --
ઉભય અપેક્ષાજનિત-આલોક અને પરલોક ઉભય અપેક્ષાથી ઉત્પન્ન થયેલું અનુષ્ઠાન ગતિરિતે=આ બે અનુષ્ઠાનથી જુદું પડશે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – “=તારી વાત બરાબર નથી; કેમ કે ઉભયતી અપેક્ષામાં પણ અધિક, બળવાનપણું છે=આલોક અને પરલોક ઉભયની અપેક્ષામાં પણ આલોક અને પરલોકમાંથી જે બળવાન પરિણામ હોય તેને ગ્રહણ કરીને તે અનુષ્ઠાનમાં તેનો અંતર્ભાવ છે, એ પ્રમાણે અમે સંભાવના કરીએ છીએ. II૧૨I ભાવાર્થ :વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનનું સ્વરૂપ :(૧) વિષાનુષ્ઠાન :
જે જીવો ગુરુ આદિ પૂજાઅનુષ્ઠાન કરે છે અને તેના દ્વારા આલોકમાં લબ્ધિ, કીર્તિ આદિની સ્પૃહા કરે છે, તેવા જીવોને ભવનો અભિળંગ ઘણો છે. તેથી ગુણનિષ્પત્તિના કારણભૂત એવા પણ સદનુષ્ઠાનને તુચ્છ ઐહિક ભોગ માટે કરે છે, તેઓનું તે ગુરુ આદિ પૂજાનુષ્ઠાન વિષાનુષ્ઠાન કહેવાય છે; કેમ કે અનુષ્ઠાનકાળ દરમ્યાન શુભ લેશ્યરૂપ શુભ અંતઃકરણ પરિણામ છે, તે પરિણામ તત્કાળ નાશ પામે છે અર્થાત્ તે અનુષ્ઠાનના સેવનથી અપેક્ષિત લબ્ધિ, કીર્તિ આદિની પ્રાપ્તિ થવાથી તે અનુષ્ઠાનના સેવનનો શુભ અંતઃકરણ પરિણામ નાશ પામે છે. જેમ વર્તમાનમાં કોઈને કહેવામાં આવે કે જેઓ ભગવાનની સારી ભક્તિ કરશે, તેમને એક હજાર રૂપિયા મળશે તો તે હજાર રૂપિયાના
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૩
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૨ અર્થી જીવો તે અનુષ્ઠાનનું સેવન કરશે, તે સમયે ભગવાનની ભક્તિ કરવાની શુભ લેશ્યા થાય છે, પરંતુ તે અનુષ્ઠાનથી પ્રાપ્ત એવા ફળની પ્રાપ્તિ પછી ફરી ભગવાનની ભક્તિનો અધ્યવસાય થતો નથી. તેથી તે શુભ અંતઃકરણ ફળની પ્રાપ્તિ પછી શીધ્ર નાશ પામે છે. કદાચ ફરી તે ફળ મળતું હોય તો ફરી પૂજા કરવાનો અધ્યવસાય થાય, તે પણ અધ્યવસાય ફળપ્રાપ્તિમાં જ વિશ્રાંત થાય છે. તેથી જે લોકોનું અનુષ્ઠાન આલોકના ફળની પ્રાપ્તિમાં વિશ્રાંત થતું હોય, તે વિષાનુષ્ઠાન બને છે.
અહીં પ્રશ્ન થાય કે તત્કાળ સચ્ચિત્તનો નાશ કરનાર અનુષ્ઠાન વિષાનુષ્ઠાન કેમ કહ્યું ? તેથી કહે છે --
સંસારમાં સ્થાવર અને જંગમ બે ભેદથી વિષ બે પ્રકારનાં છે અને તે બંને પ્રકારનાં વિષ તરત જ પ્રાણનો વિનાશ કરે છે, તેમ આલોકની આશંસાથી કરાયેલું અનુષ્ઠાન આલોકના ફળની પ્રાપ્તિથી તરત જ શુભ લેશ્યાનો વિનાશ કરે છે, માટે તેને વિષાનુષ્ઠાન કહેલ છે. સ્થાવર વિષ :
સ્થાવર વિષ એટલે ઝેરી પદાર્થો. જંગમ વિષ :
જંગમ વિષ એટલે ઝેરવાળા સર્પાદિ પ્રાણીઓ. (૨) ગરાનુષ્ઠાન :
કેટલાક જીવો દેવતા આદિની સમૃદ્ધિ જોઈને કે શાસ્ત્રથી દેવતા આદિની સમૃદ્ધિનું વર્ણન સાંભળીને તેવા દિવ્ય ભોગોના અભિલાષવાળા થાય છે અને તે અભિલાષપૂર્વક ધર્માનુષ્ઠાન કરે છે, તે અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવાય છે; કેમ કે વર્તમાનમાં અનુષ્ઠાન સેવવાનું શુભ અંતઃકરણ તેઓને વર્તે છે, તે શુભ અંતઃકરણ ભવાંતરમાં નાશ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે આ ભવમાં સદનુષ્ઠાન સેવવાનું શુભ અંતઃકરણ હતું તે અંતઃકરણ ફળની પ્રાપ્તિથી નાશ પામે તેટલા માત્રથી તેને ગરાનુષ્ઠાન કેમ કહ્યું ? તેથી કહે છે –
Page #55
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨
ભવાંતરમાં તે અનુષ્ઠાનથી પ્રાપ્ત થયેલા પુણ્યને કારણે ભોગની પ્રાપ્તિ થશે, અને તે ભોગથી પુણ્યનો નાશ થશે ત્યારે તેઓને અનર્થોની પ્રાપ્તિ થશે. આશય એ છે કે પરલોકના ફળની આશંસાથી સેવાયેલા અનુષ્ઠાનના ફળની પ્રાપ્તિથી તે જીવોને પોતાને ઇષ્ટ એવું દેવલોકનું સુખ પ્રાપ્ત થઈ ચૂક્યું, તેથી ફરી તે અનુષ્ઠાન સેવવાનો અભિલાષ થતો નથી. તેથી જન્માંતરમાં તે અનુષ્ઠાનના ફળને ભોગવીને, ક્લિષ્ટ આશયવાળા થઈને, દુરંત સંસારમાં ભટકશે, માટે તે અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવામાં આવે છે.
૩૪
અહીં પ્રશ્ન થાય કે કાલાંતરમાં શુભ અધ્યવસાયનો ક્ષય થતો હોવાથી તેને ગરાનુષ્ઠાન કેમ કહ્યું ? તેથી કહે છે
--
ગર એટલે ખરાબ દ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલું વિષવિશેષ. તે વિષ ખાવાથી તત્કાળ અનર્થ થતો નથી, પરંતુ કાલાંતરમાં વિષમ વિકાર ઉત્પન્ન થાય છે. તેમ પારલૌકિક ભોગની આશંસાથી કરાતું અનુષ્ઠાન, તત્કાળ=તે જ ભવમાં, સદનુષ્ઠાન સેવવાની લેશ્મારૂપ શુભ અંતઃકરણનો નાશ કરતું નથી, પરંતુ જન્માંતરમાં ધર્મની લેશ્યા ઉત્પન્ન થતી નથી ત્યારે ધર્મથી વિમુખ માનસરૂપ વિષમ વિકાર ઉત્પન્ન થાય છે; અને જેમ કુદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલું વિષવિશેષ કાલાંતરે શરીરમાં વિષમ વિકારો ઉત્પન્ન કરે છે, અને તેનાથી જીવને અનર્થની પ્રાપ્તિ થાય છે; તેમ ગરઅનુષ્ઠાનના સેવનથી પ્રાપ્ત થયેલા પુણ્યના ફળનો ભોગ થવાથી તે પુણ્ય નાશ પામે છે ત્યારે જીવને દુર્ગતિઓની પ્રાપ્તિરૂપ અનર્થનું સંપાદન થાય છે. માટે તે અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેલ છે.
પૂર્વમાં વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનનું સ્વરૂપ બતાવ્યું અને કહ્યું કે ઐહિક ભોગની- અપેક્ષાથી કરાતું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન છે અને પારલૌકિક ભોગની અપેક્ષાથી કરાતું અનુષ્ઠાન ગરાનુષ્ઠાન છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે કોઈક જીવ ઐહિક ભોગ અને પારલૌકિક ભોગ ઉભયની અપેક્ષાથી અનુષ્ઠાન કરતો હોય તો તે અનુષ્ઠાન વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાન કરતાં જુદું પ્રાપ્ત થશે, અને તેમ સ્વીકારીએ તો પાંચ અનુષ્ઠાનને બદલે છ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે --
ઐહિક ભોગ અને પારલૌકિક ભોગ ઉભયની અપેક્ષાથી જનિત અનુષ્ઠાન, આ બે અનુષ્ઠાનથી પૃથક્ પ્રાપ્ત થાય નહીં; કેમ કે ઐહિક ભોગની અને
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૫
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાબિંશિકા/શ્લોક-૧૨-૧૩ પારલૌકિક ભોગની અપેક્ષાથી અનુષ્ઠાન કરનારા જીવમાં તે બેમાંથી જેનું આધિક્ય હોય તેમાં તેના અનુષ્ઠાનનો અંતર્ભાવ થાય છે અર્થાત્ ઐહિક ભોગ અને પારલૌકિક ભોગ ઉભયની અપેક્ષાએ સેવાતું તે અનુષ્ઠાન, ઐહિક ભોગની ઇચ્છા બળવાન હોય તો વિષાનુષ્ઠાનમાં અંતર્ભાવ પામે છે, અને પારલૌકિક ભોગની ઇચ્છા બળવાન હોય તો ગરાનુષ્ઠાનમાં અંતર્ભાવ પામે છે. તેથી વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનથી પૃથક્ નવા અનુષ્ઠાનને માનવાનો પ્રસંગ આવશે નહીં, એ પ્રમાણે ગ્રંથકારશ્રી સંભાવના કરે છે. શા અવતરણિકા :
શ્લોક-૯માં કહેલ કે વિષાદિ પાંચ અનુષ્ઠાનમાંથી ત્રણ અનુષ્ઠાન નિષ્ફળ છે અને બે અનુષ્ઠાન સફળ છે, તેથી પાંચ અનુષ્ઠાનનું સ્વરૂપ બતાવવું આવશ્યક છે. તેથી શ્લોક-૧૧માં પાંચ અનુષ્ઠાનનાં નામો બતાવીને પાંચ અનુષ્ઠાનનો ઉદ્દેશ કર્યો અને તેનો ક્રમસર નિર્દેશ કરવા માટે શ્લોક૧રમાં પ્રથમ વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનનું સ્વરૂપ બતાવ્યું. હવે અવશેષ ત્રણ અનુષ્ઠાનનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
सम्मोहादननुष्ठानं सदनुष्ठानरागतः ।
तद्धतुरमृतं तु स्याच्छ्रद्धया जैनवर्त्मनः ।।१३।। અન્વયાર્થ :
સમોસંમોહથી નનુષ્ઠાનં અનુષ્ઠાન થાય તેનુષ્ઠાનરાતિ:= સદનુષ્ઠાનના રાગથી તàતુ તહેતુ થાય તહેતુઅનુષ્ઠાન થાય, તુ વળી નેનવર્તન: જેનમાર્ગની શ્રદ્ધયા=શ્રદ્ધાથી પ્રકૃત્તિ થા=અમૃત થાય= અમૃતાનુષ્ઠાન થાય. ૧૩ શ્લોકાર્ચ -
સંમોહથી અનનુષ્ઠાન થાય, સદનુષ્ઠાનના રાગથી તહેતુઅનુષ્ઠાન થાય. વળી, જૈનમાર્ગની શ્રદ્ધાથી અમૃતાનુષ્ઠાન થાય. ll૧all
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૬
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૧૩ ટીકા :
सम्मोहादिति-सम्मोहात्-सन्निपातोपहतस्येव सर्वतोऽनध्यवसायाद्, अननुष्ठानमुच्यते, अनुष्ठानमेव न भवतीति कृत्वा । सदनुष्ठानरागत: तात्त्विकदेवपूजाद्याचारभावबहुमानाद्, आदिधार्मिककालभाविदेवपूजाद्यनुष्ठानं तद्धेतुरुच्यते, मुक्त्यद्वेषेण मनाग मुक्त्यनुरागेण वा शुभभावलेशसङ्गमादस्य सदनुष्ठानहेतुत्वात् । जैनवर्त्मनो जिनोदितमार्गस्य श्रद्धया इदमेव तत्त्वमित्यध्यवसायलक्षणया त्वनुष्ठानममृतं स्यात् अमरणहेतुत्वात् । तदुक्तं - “जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः ।
સંવેTríમત્યન્તમમૃતં નિપુત્વા :” | (ચો.વિ. બોવ -૨૬૦) મારૂાા ટીકાર્ચ -
સોદત્ .... મુનપુરાવા: | સંમોહને કારણે સન્નિપાતથી ઉપહત પુરુષની જેમ સર્વ પ્રકારે અનધ્યવસાયને કારણે=લબ્ધિ આદિની પ્રાપ્તિનો અધ્યવસાય, દિવ્ય ભોગવો અનધ્યવસાય અને આત્મહિત સાધવાનો અધ્યવસાય એ રૂ૫ સર્વ પ્રકારે અતધ્યવસાય હોવાને કારણે, અનુષ્ઠાન કહેવાય છે. કેમ અનનુષ્ઠાન કહેવાય છે ? તેથી કહે છે – અનુષ્ઠાન જ થતું નથી, એથી કરીને અનુષ્ઠાન કહેવાય છે. સદનુષ્ઠાનના રાગથી તાત્વિક દેવપૂજાદિ આચાર પ્રત્યે ભાવ બહુમાનથી= અંતઃકરણની પ્રીતિરૂપ બહુમાનથી, આદિધાર્મિકકાળભાવિ દેવપૂજાદિ . અનુષ્ઠાન તહેતુ કહેવાય છેeતહેતુઅનુષ્ઠાન કહેવાય છે, કેમ કે મુક્તિના અદ્વેષથી અથવા કંઈક મુક્તિના અનુરાગથી શુભ ભાવલેશનો સંગમ હોવાને કારણે આનું અનુષ્ઠાનનું, સદનુષ્ઠાનનું હેતુપણું છે. વળી જૈન માર્ગની-જિત વડે કહેવાયેલ માર્ગની, ‘આ જ તત્વ છે'= ભગવાને કહેલ માર્ગ જ તત્ત્વ છે એ પ્રકારના અધ્યવસાયરૂપ શ્રદ્ધાથી અનુષ્ઠાન અમૃત થાય છે; કેમ કે અમરણનું હેતુપણું છે.
તે કહેવાયું છે=પૂર્વમાં અમૃતાનુષ્ઠાનનું સ્વરૂપ બતાવ્યું, તે ‘યોગબિંદુ ગ્રંથ' શ્લોક-૧૬૦માં કહેવાયું છે –
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૭
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૧૩
‘નિનવતં='જિન વડે કહેવાયું છે. તિ તુ એ અભિપ્રાયથી કરાતું માવસાર—શુદ્ધ શ્રદ્ધાપ્રધાન સંવેTર્મમયન્ત અંતઃકરણમાં અત્યંત પ્રવેશ પામેલું નિર્વાણના અભિલાષવાળું
=આ અનુષ્ઠાન અમૃતં અમૃત સંજ્ઞાવાળું મુનપુવા=ગૌતમાદિ મહામુનિઓ રાહુ= કહે છે.” (યોગબિંદુ શ્લો. ૧૬૦) I૧૩ ભાવાર્થ - અનનુષ્ઠાન, તહેતુઅનુષ્ઠાન અને અમૃતઅનુષ્ઠાનનું સ્વરૂપ :
શ્લોક-૧૨માં વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનનું સ્વરૂપ બતાવ્યું. હવે અનુષ્ઠાન, તહેતુઅનુષ્ઠાન અને અમૃતઅનુષ્ઠાનનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે –
(૩) અનનુષ્ઠાન :
જેમ કોઈ પુરુષને સંનિપાતનો રોગ થયો હોય ત્યારે કોઈ અધ્યવસાય વગર જેમ તેમ બોલે છે, તેમ જે જીવો ધર્માનુષ્ઠાન કરતા હોય તે વખતે કોઈ અધ્યવસાય વિના અનુષ્ઠાન સેવતા હોય તો તે અનુષ્ઠાન અનનુષ્ઠાન છે.
આશય એ છે કે સંનિપાત વગરના જીવો જે કંઈ બોલે છે તે સારા અધ્યવસાય કે ખરાબ અધ્યવસાયપૂર્વક બોલે છે; કેમ કે કોઈક વસ્તુને લક્ષ્ય કરીને તેમના વચનપ્રયોગો હોય છે, જ્યારે સંનિપાતવાળા જીવોનો વચનપ્રયોગ કોઈ વસ્તુને લક્ષ્ય કરીને હોતો નથી. તેમ જે જીવો આલોકના ભોગાદિને લક્ષ્ય કરીને અનુષ્ઠાન કરે છે અથવા સ્વર્ગાદિ પરલોકના ભોગાદિને લક્ષ્ય કરીને અનુષ્ઠાન કરે છે અથવા મોક્ષને લક્ષ્ય બનાવીને અનુષ્ઠાન કરે છે, તેમાંથી પ્રથમનાં બે ખરાબ અધ્યવસાયપૂર્વકનાં છે, અને ત્રીજું સારા અધ્યવસાયપૂર્વકનું છે, તેથી સંનિપાતવાળું નથી. માટે તેઓનું અનુષ્ઠાન અનનુષ્ઠાન નથી, પરંતુ આ ત્રણમાંથી કોઈ અધ્યવસાય વગર જેઓ અનુષ્ઠાન સેવે છે, તેવા જીવોનું અનુષ્ઠાન સંનિપાતવાળા રોગી જેવું કોઈ ચોક્કસ અધ્યવસાય વગરનું હોવાથી અનનુષ્ઠાન છે. (૪) તહેતુઅનુષ્ઠાન :
સદનુષ્ઠાનના રાગથી મોક્ષના કારણભૂત એવા તાત્ત્વિક દેવપૂજાદિ આચારો પ્રત્યે અંતઃકરણના ભાવથી જેને બહુમાન થયેલું છે, તેનું આદિધાર્મિકકાળભાવિ
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૮
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૧૩ દેવપૂજાદિ અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન છે; કેમ કે આદિધાર્મિકકાળભાવિ અનુષ્ઠાન કરનારા જીવોને મુક્તિનો અદ્વેષ હોવાથી, અને કેટલાક જીવોને કંઈક મુક્તિનો રાગ હોવાથી, શુભ ભાવના લેશનો યોગ છે. તેથી શુભ ભાવલેશના યોગથી યુક્ત એવું તેનું અનુષ્ઠાન અમૃતઅનુષ્ઠાનરૂપ સદનુષ્ઠાનનો હેતુ છે, તેથી તહેતુઅનુષ્ઠાન છે.
અહીં વિશેષ એ છે કે જે જીવોને ભવનો ઉત્કટ રાગ છે તેવા જીવોને યોગમાર્ગનું વર્ણન સાંભળવા છતાં તેના પ્રત્યે પ્રીતિ થતી નથી, તેથી ભવમાં ઉત્કટ રાગવાળા જીવોનું અનુષ્ઠાન તત્તુઅનુષ્ઠાન બનતું નથી, પરંતુ મુક્તિના અદ્રષવાળા જીવોને ભવનો ઉત્કટ રાગ નહીં હોવાના કારણે યોગમાર્ગની વાતો સાંભળે તો તેના પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થાય છે. વળી તેઓને ભવના ઉચ્છેદના કારણીભૂત એવા તાત્ત્વિક દેવપૂજાદિ આચારો પ્રત્યે અભિમુખભાવ હોય છે, તેથી તેવા આચારોને જોઈને તેઓને બહુમાન થાય છે. તેથી યોગી પાસે તેઓ મુક્તિનું પારમાર્થિક સ્વરૂપ સાંભળે ત્યારે જન્મ-જરા-મૃત્યુ આદિ ક્લેશ વિનાની મુક્તિ પ્રત્યે તેઓને થોડોક રાગ પણ થાય છે, અને તેવા જીવો મુક્તિના રાગથી દેવપૂજાદિ અનુષ્ઠાન સેવતા હોય ત્યારે તેઓને મુક્તિના અદ્વેષરૂપ કે મુક્તિના થોડા અનુરાગરૂપ શુભ ભાવનો લેશ વર્તે છે, તેથી તેઓનું અનુષ્ઠાન ક્રમસર સદ્અનુષ્ઠાનનું કારણ બનશે. માટે તેઓનું અનુષ્ઠાન સદ્અનુષ્ઠાનનો હેતુ છે, તેથી તે અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન કહેવાય છે. (૫) અમૃતાનુષ્ઠાન :“આ જ તત્ત્વ છે એ પ્રકારના અભિનિવેશરૂપ ભગવાને કહેલા માર્ગની શ્રદ્ધા જેઓને થઈ છે, તેઓ ભગવાનના વચનને પરતંત્ર થઈને અનુષ્ઠાન સેવે છે, તેથી તેઓનું અનુષ્ઠાન પૂર્ણ શાસ્ત્રાનુસારી હોય છે, અને આવું અનુષ્ઠાન અમૃતાનુષ્ઠાન છે; કેમ કે અમરણનો હેતુ છે અર્થાત્ મોક્ષનો હેતુ છે. જેમ અમૃત પીવાથી અમર થવાય છે એ પ્રમાણે લોકોક્તિ છે, તેમ આ અનુષ્ઠાન સેવવાથી જીવ ક્રમે કરીને મોક્ષને પામે છે, અને મોક્ષમાં ગયા પછી ક્યારેય મૃત્યુ નથી. તેથી આ અનુષ્ઠાન અમરણનો હેતુ છે, માટે તે અનુષ્ઠાનને અમૃતાનુષ્ઠાન કહેલ છે. ll૧૩માં
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૯
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/બ્લોક-૧૪ અવતરણિકા :
શ્લોક-૮માં કહ્યું કે એક જ અનુષ્ઠાન કર્તાના ભેદથી જુદું પડે છે. ત્યાર પછી એક જ અનુષ્ઠાન કર્તાના ભેદને કારણે વિષાદિ પાંચ ભેદોરૂપે કઈ રીતે બને છે, તેનું શ્લોક-૧૩ સુધી વર્ણન કર્યું. હવે તેનું નિગમત કરતાં કહે છે – બ્લોક :
चरमे पुद्गलावर्ते तदेवं कर्तृभेदतः ।
सिद्धमन्यादृशं सर्वं गुरुदेवादिपूजनम् ।।१४।। અન્વયાર્થ:
ત–તે કારણથી=શ્લોક-૮ થી ૧૩ સુધી એક જ અનુષ્ઠાન કર્તાના ભેદથી વિષાદિ પાંચ રૂપે થાય છે, તેમ સ્થાપન કર્યું તે કારણથી, પર્વ (સતિ) આ રીતે શ્લોક-૧૨-૧૩માં વર્ણન કર્યું એ રીતે, પાંચ પ્રકારનું અનુષ્ઠાન હોતે છતે, ચરણે પુરાવર્તે ચરમ પુદ્ગલપરાવર્તમાં રૂંવત =કર્તાના ભેદથી કવિશેષથી ગુરુવાવપૂનનમ્ સર્વ ગુરુદેવાદિ પૂજન સર્વ કચાશ= ચરમ પુદ્ગલપરાવર્તનથી પૂર્વના પુદ્ગલ પરાવર્તનકાળભાવિ દેવપૂજનાદિથી વિલક્ષણ સિદ્ધ—સિદ્ધ છેપ્રતિષ્ઠિત છે. I૧૪મા શ્લોકાર્ય :
તે કારણથી આ રીતે ચરમ પુગલપરાવર્તમાં કર્તાભદથી ગુરુદેવાદિ પૂજન સર્વ અવાદશ ચરમ પગલપરાવર્તનથી પૂર્વના પુદ્ગલપરાવર્તનકાળભાવિ દેવપૂજનાદિથી વિલક્ષણ પ્રતિષ્ઠિત છે. II૧૪ll
નોંધ:- શ્લોકમાં તવેવ' શબ્દ પછી તિ' શબ્દ તે યોગબિંદુ શ્લોક-૧૬૧ પ્રમાણે અધ્યાહાર છે, તેથી તે મુજબ અર્થ કરેલ છે.
ટીકા :
चरम इति - निगमनं स्पष्टम् ।।१४।।
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૦
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિશિકાશ્લોક-૧૪-૧૫ ટીકાર્ચ -
નિરામન અષ્ટમ્ નિગમત સ્પષ્ટ છે શ્લોક-૮માં એક જ અનુષ્ઠાનનો કર્તાના ભેદથી ભેદ છે તેમ કહ્યું. ત્યારપછી તેની સ્પષ્ટતા શ્લોક-૧૩ સુધી કરી. તે સર્વનું નિગમત પ્રસ્તુત શ્લોક-૧૪માં કરેલ છે અને તે નિગમતનો અર્થ સ્પષ્ટ છે. તેથી ગ્રંથકારશ્રીએ શ્લોકના વિવરણરૂપે ટીકા લખેલ નથી. ૧૪ ભાવાર્થ :અચરમાવર્તી જીવો કરતાં ગરમાવર્તી જીવોનાં ગુર્વાદિ પૂજનમાં ભેદ :
પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે અનુષ્ઠાનના પાંચ ભેદ સિદ્ધ થયે છતે, કર્તાના ભેદથી ચરમ પુદ્ગલપરાવર્તમાં અનુષ્ઠાન કરનાર વિશેષ જીવ હોવાથી તેનું ગુરુદેવાદિપૂજન સર્વ-ગુરુદેવાદિપૂજન વગેરે સર્વ અનુષ્ઠાન, અન્ય પ્રકારે સિદ્ધ થાય છે=ચરમ પુદ્ગલપરાવર્તનથી પૂર્વના પુદ્ગલપરાવર્તકાળ ભાવિ જે દેવપૂજાદિ અનુષ્ઠાન છે, તેના કરતાં જુદા પ્રકારનું અનુષ્ઠાન ચરમ પુદ્ગલપરાવર્તમાં સિદ્ધ થાય છે. આનાથી એ ફલિત થાય કે તહેતુ કે અમૃતાનુષ્ઠાન ચરમ પુદ્ગલપરાવર્તમાં પ્રાપ્ત થાય છે. ll૧૪ અવતરણિકા :
શ્લોક-૧૪માં કહ્યું કે કવિશેષના કારણે ચરમ પુદ્ગલપરાવર્તમાં ગુરુદેવાદિપૂજન અચાદશ સિદ્ધ છે. તેથી જિજ્ઞાસા થાય કે અચરમાવર્તકાળ કરતાં ચરમાવર્તકાળભાવિ કર્તાવિશેષ કેવા પ્રકારના છે ? તેથી કહે છે – શ્લોક :
सामान्ययोग्यतैव प्राक् पुंस: प्रववृते किल ।
तदा समुचिता सा तु सम्पन्नेति विभाव्यताम् ।।१५।। અન્વયાર્થ :
વિનં=ખરેખર પ્રમ=ચરમાવર્ત પૂર્વે પુસ=પુરુષની, સામાન્યથોર્તિવ= સામાન્યયોગ્યતા જ મુક્તિના ઉપાયની સ્વરૂપ યોગ્યતા જ, પ્રવવૃતપ્રવર્તે
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૧
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/મ્લોક-૧૫
છે. તુ=વળી તવા= ત્યારે=ચરમાવર્તમાં સ=તે=મુક્તિના ઉપાયની યોગ્યતા સમુચિતા સમ્પન્ના=સમુચિત સંપન્ન છે, કૃતિ=એ પ્રમાણે વિમાન્ત્રતા=વિભાવન કરવું. ।।૧૫।।
શ્લોકાર્થ :
ખરેખર ચરમાવર્ત પૂર્વે પુરુષની સામાન્યયોગ્યતા જ પ્રવર્તે છે. વળી ત્યારે=ચરમાવર્તમાં, મુક્તિના ઉપાયની યોગ્યતા સમુચિત સંપન્ન છે, એ પ્રમાણે વિભાવત કરવું. ।।૧૫।।
ટીકા ઃ
सामान्येति सामान्ययोग्यता मुक्त्युपायस्वरूपयोग्यता, समुचितयोग्यता तु तत्सहकारियोग्यतेति विशेषः, पूर्वं ह्येकान्तेनायोग्यस्यैव (योगायोग्यस्यैव) देवादिपूजनमासीत्, चरमावर्ते तु समुचित (समुल्लसितयोग) योग्यभावस्येति चरमावर्तदेवादिपूजनस्यान्यावर्तदेवादिपूजनादन्यादृशत्वमिति योगबिन्दुवृत्तिकारः । । १५ ।।
ટીકાર્થ ઃ
સામાન્યયોયતા ... યોગવિન્તુવૃત્તિજારઃ ।। સામાન્યયોગ્યતા=મુક્તિના ઉપાયની સ્વરૂપયોગ્યતા, વળી સમુચિતયોગ્યતા તેની સહકારી યોગ્યતા=સહકારી દ્વારા મુક્તિના ઉપાયની આવિર્ભાવતી યોગ્યતા, એ પ્રકારે વિશેષ છે=ભેદ છે. ચરમાવર્તની બહાર સામાન્યયોગ્યતા હતી અને ચ૨માવર્તમાં સમુચિતયોગ્યતા છે. તે બે વચ્ચેના ભેદને સ્પષ્ટ કરે છે
――
પૂર્વમાં એકાંતથી યોગના અયોગ્ય જીવનાં જ દેવાદિપૂજન હતાં, વળી ચરમાવર્તમાં સમુલ્લસિત એવા યોગના યોગ્યભાવવાળા જીવતાં દેવાદિપૂજન છે. કૃતિ=એથી, ચરમાવર્તના દેવાદિપૂજનનું અન્યાવર્તના દેવાદિપૂજનથી અત્યાદેશપણું છે, એ પ્રમાણે યોગબિંદુ વૃત્તિકાર કહે છે. (યોગબિંદુ, શ્લોક૧૬૨) ૧૫।
નોંધ ::- આ શ્લોકની ટીકામાં ‘પૂર્વ ઘેજોના યોગ્યચૈવ’ ના સ્થાને ‘પૂર્વ ક્ષેાન્તન યોગાયો સ્કેવ’ તથા ‘સવિતયો યમાવતિ' ના સ્થાને ‘સમુસિતયો યો યમાવતિ' એ પ્રમાણે ‘યોગબિંદુ’ ગ્રંથ શ્લોક-૧૬૨ પ્રમાણે પાઠ છે. તેથી અમે તે પ્રમાણે અર્થ કરેલ છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૨
ભાવાર્થ :
અચરમાવર્તમાં મુક્તિના ઉપાયની સ્વરૂપયોગ્યતા અને ચરમાવર્તમાં સમુચિતયોગ્યતા :
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫
અભવ્ય જીવોમાં મોક્ષના ઉપાયની યોગ્યતા નથી, અને ભવ્ય જીવોમાં ચરમાવર્તની પૂર્વના આવર્તોમાં મુક્તિના ઉપાયની સ્વરૂપયોગ્યતા છે અને તે ભવ્ય જીવો જ્યારે ચરમાવર્તમાં આવે છે ત્યારે સમુચિતયોગ્યતાવાળા બને છે. તેથી મુક્તિના ઉપાયની યોગ્યતા હોવા છતાં એ પ્રાપ્ત થાય કે ચ૨માવર્તની પહેલાં ભવ્ય જીવોમાં સામગ્રી દ્વારા તે યોગ્યતા ખીલવી શકાતી નથી, અને ચરમાવર્તમાં મુક્તિના ઉપાયની યોગ્યતા સામગ્રી મળવાથી ખીલવી શકાય છે. તેથી મુક્તિના ઉપાયની યોગ્યતા હોવા છતાં ચરમાવર્તની પૂર્વના જીવો દેવપૂજનાદિ કરે છે તે અનુષ્ઠાનથી તેઓના આત્મામાં મુક્તિને અનુકૂળ એવી કોઈ પરિણતિ પ્રગટ થતી નથી. ચરમાવર્તવાળા જીવોમાં મુક્તિના ઉપાયની યોગ્યતા સહકારી સામગ્રી દ્વારા ઉલ્લસિત થાય તેવી છે; તેથી ચરમાવર્તવાળા જીવો જે દેવપૂજાદિ અનુષ્ઠાન કરે, તેનાથી તેઓના આત્મામાં મુક્તિને અનુકૂળ એવા ઉત્તમ ભાવો ઉલ્લસિત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ચ૨માવર્તની પૂર્વના દેવાદિપૂજનથી ચરમાવર્તવર્તી દેવાદિપૂજન જુદા પ્રકારનાં છે; કેમ કે ચરમાવર્તની પૂર્વના દેવાદિપૂજનથી યોગમાર્ગને અનુકૂળ જીવવીર્ય ઉલ્લસિત થતું નથી, અને ચરમાવર્તભાવિ દેવાદિપૂજનથી યોગમાર્ગને અનુકૂળ એવું જીવવીર્ય ઉલ્લસિત થાય છે.
યોગબિંદુ વૃત્તિકારનો પાઠ ગ્રંથકારશ્રીએ ટીકામાં આપ્યો, તેનો અર્થ આ પ્રમાણે છે
➖➖
ચરમાવર્તની પૂર્વે એકાંતથી યોગના પ્રાદુર્ભાવ માટે અયોગ્ય એવા જીવનાં દેવાદિપૂજન હતાં. એથી ચરમાવર્તની પૂર્વના જીવનાં દેવાદિપૂજનથી મોક્ષને અનુકૂળ એવા કોઈ યોગમાર્ગનો પ્રાદુર્ભાવ થયો નહીં; અને ચ૨માવર્તમાં જીવ સમુલ્લસિત યોગની યોગ્યતાના ભાવવાળો છે અર્થાત્ યોગમાર્ગની યોગ્યતા ઉલ્લસિત થયેલી છે, તેથી તેનાં દેવાદિપૂજનરૂપ અનુષ્ઠાનો યોગમાર્ગને ખીલવવામાં સહકારી બને છે. એથી ચરમાવર્તવાળા જીવો જે દેવાદિપૂજન કરે છે,
તે
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૩
મુક્તિઅષપ્રાધાન્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૫-૧૬ દેવાદિપૂજનની ક્રિયાથી મોક્ષને અનુકૂળ એવી યોગની પરિણતિ તેઓમાં પ્રગટ થાય છે.
તેથી એ ફલિત થાય કે ચરમાવર્તની પૂર્વના જીવનું દેવાદિપૂજનરૂપ અનુષ્ઠાન યોગમાર્ગના પ્રાદુર્ભાવનું કારણ નથી, અને ચરમાવર્તવર્તી જીવનું દેવાદિપૂજનરૂપ અનુષ્ઠાન યોગમાર્ગના પ્રાદુર્ભાવનું કારણ છે. તેથી અચરમાવર્તવાળા જીવના દેવાદિપૂજન કરતાં ગરમાવર્તવાળા જીવોનાં દેવાદિપૂજન અન્ય પ્રકારનાં છે. II૧પો અવતરણિકા:
શ્લોક-૧૪-૧૫માં સ્થાપન કર્યું કે અચરમાવર્તવાળા જીવ કરતાં ચરમ પુદ્ગલપરાવર્તમાં વર્તતા જીવનું દેવાદિપૂજન કÚવિશેષને કારણે જુદા પ્રકારનું છે. તેથી હવે ચરમ પુદ્ગલપરાવર્તમાં દેવાદિપૂજનરૂપ અનુષ્ઠાન પાંચ અનુષ્ઠાનના ભેદમાંથી કયા ભેદમાં અંતર્ભાવ પામે છે? તે બતાવવા કહે છે – શ્લોક :
चतुर्थं चरमावर्ते प्रायोऽनुष्ठानमिष्यते ।
अनाभोगादिभावे तु जातु स्यादन्यथापि हि ।।१६।। અન્વયાર્થ :
ઘરમાવર્તે ચરમાવર્તમાં પ્રથ: બાહુલ્યથી ચતુર્થ અનુષ્ઠાનં ચોથું અનુષ્ઠાન= તહેતુઅનુષ્ઠાન ફતે ઈચ્છાય છે શાસ્ત્રકારો દ્વારા સ્વીકારાય છે. તુ વળી અનામો રિમાવે અનાભોગાદિ ભાવ હોતે છતે, નાતુ-ક્યારેક અનાથાપિ હિ યાત્રિઅન્યથા પણ થાય છે-અનુષ્ઠાનાદિ પણ થાય છે. II૧૬. શ્લોકાર્ય :
ચરમાવર્તમાં પ્રાયઃ ચોથું અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન ઈચ્છાય છે. વળી અનાભોગાદિ ભાવ હોતે છતે ક્યારેક અન્યથા પણ થાય. II૧૬ll * ‘મનામોrfમાવે’ અહીં ‘રિ’ થી ભવાભિમ્પંગનું ગ્રહણ કરવું.
‘મીપ' અહીં ‘પ' થી એ કહેવું છે કે ચરમાવર્તમાં પ્રાયઃ ચોથું અનુષ્ઠાન તો થાય, પરંતુ અન્યથા પણ થાય=પૂર્વનાં ત્રણ અનુષ્ઠાન પણ થાય.
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૪
ટીકા ઃ
चतुर्थमिति - चरमावर्ते प्रायो - बाहुल्येन चतुर्थं तद्धेतुनामकं अनुष्ठानमिष्यते । अनाभोगादिभावे तु जातु कदाचिदन्यथापि स्यादिति प्रायोग्रहणफलम् । । १६ ।।
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬
ટીકાર્ય :
चरमावर्ते નમ્ ।। ચરમાવર્તમાં પ્રાયઃ=બાહુલ્યથી ચોથું=તદ્ભુતુ નામનું, અનુષ્ઠાન ઇચ્છાય છે-શાસ્ત્રકારો દ્વારા સ્વીકારાય છે. વળી અનાભોગાદિ ભાવ હોતે છતે ક્યારેક અન્યથા પણ થાય=પૂર્વનાં ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનો પણ થાય, એ પ્રકારે પ્રાયઃ શબ્દના ગ્રહણનું ફળ છે. ।।૧૬।।
ભાવાર્થ:
ચરમાવર્તમાં પ્રાયઃ તદ્વેતુઅનુષ્ઠાનની પ્રાપ્તિ :
ચરમાવર્તમાં આવેલા જીવોને ભાવમળની અલ્પતા થયેલી હોય છે. આથી સહકારી એવા દેવાદિપૂજનરૂપ અનુષ્ઠાનને પ્રાપ્ત કરીને પ્રાયઃ તેઓમાં યોગમાર્ગની પ્રાથમિક પરિણતિ પ્રગટ થાય છે. તેથી ચરમાવર્તવાળા જીવનું અનુષ્ઠાન પ્રાયઃ તદ્ભુતુ નામનું હોય છે. આમ છતાં ચરમાવર્તમાં આવેલા જીવો પણ ક્યારેક અનાભોગથી અનુષ્ઠાન કરે કે ભવાભિષ્યંગથી અનુષ્ઠાન કરે, ત્યારે અનનુષ્ઠાન, ગરાનુષ્ઠાન કે વિષાનુષ્ઠાન પણ થાય. તે બતાવવા માટે ચ૨માવર્તમાં પ્રાયઃ ચોથું અનુષ્ઠાન થાય છે, એમ બતાવવા પ્રાયઃ શબ્દનું ગ્રહણ છે.
આનાથી એ ફલિત થાય કે ચરમાવર્તમાં આવેલા જીવો પણ ક્યારેક અનાભોગને કારણે અનનુષ્ઠાન કરે છે, ક્યારેક ઐહિક ભોગની આશંસાથી વિષાનુષ્ઠાન કરે છે, તો ક્યારેક પરલોકના ભોગની આશંસાથી ગરાનુષ્ઠાન પણ કરે છે. આમ છતાં પ્રાયઃ ચ૨માવર્તમાં આવેલા જીવો સમુચિત યોગ્યતાવાળા હોવાને કારણે તદ્ભુતુઅનુષ્ઠાન કરનારા હોય છે. II૧૬II
Page #66
--------------------------------------------------------------------------
________________
૪૫
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૧૭ અવતરણિકા :
शकते - અવતરણિકાર્ચ - શંકા કરે છે –
ભાવાર્થ -
શ્લોક-૧૩ની ટીકામાં કહેલ કે મુક્તિના અષથી કે મનાગુ મુક્તિના રાગથી તહેતુઅનુષ્ઠાન થાય છે. એ કથનમાં પૂર્વપક્ષી શંકા કરે છે – શ્લોક :
नन्वद्वेषोऽथवा रागो मोक्षे तद्धेतुतोचितः ।
आद्ये तत्स्यादभव्यानामन्त्ये न स्यात्तदद्विषाम् ।।१७।। અન્વયાર્થ :
નન નનું' થી પૂર્વપક્ષી શંકા કરે છે – મોક્ષે ગષોડથવા રા:=મોક્ષમાં અદ્વેષ અથવા મોક્ષમાં રાગ તદ્ધતતોરતઃ તહેતતામાં ઉચિત છેતહેતુઅનુષ્ઠાનમાં ઉચિત છે, એમ સ્વીકારવામાં આવે તો સાથે આઘમાં= મુક્તિના અદ્વેષપ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુ સ્વીકારવામાં, માના— અભવ્યોને તત્તેeતહેતુઅનુષ્ઠાન થાય, જ્ય=અંત્યમાં= મુક્તિરામપ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુ સ્વીકારવામાં તષિાઋતેના અદ્વૈષવાળા=મોક્ષના અદ્વૈષવાળાને ન ચાલ્કત થાય તહેતુઅનુષ્ઠાન ન થાય. Ji૧૭ શ્લોકાર્ય :
નનુ' થી પૂર્વપક્ષી શંકા કરે છે - મોક્ષમાં અદ્વેષ અથવા મોક્ષમાં રાગ તહેતુતામાં ઉચિત છે એમ સ્વીકારવામાં આવે તો આઘમાં મુક્તિઅદ્વૈષવાળા અનુષ્ઠાનમાં અભવ્યોને તે તહેતુ અનુષ્ઠાન થાય, અંત્યમાં મોક્ષમાં રાગવાળા અનુષ્ઠાનમાં મોક્ષના અદ્વૈષવાળાને ન થાયતહેતુઅનુષ્ઠાન ન થાય. ll૧૭ના
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૬
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૭ ટીકા - ___ नन्विति-मुक्त्यद्वेषप्रयुक्तानुष्ठानस्य तद्धेतुत्वेऽभव्यानुष्ठानविशेषेऽतिव्याप्तिः, नवमग्रैवेयकप्राप्तेर्मुक्त्यद्वेषप्रयुक्तत्वप्रदर्शनात्, मुक्तिरागप्रयुक्तानुष्ठानस्य तत्त्वे तु मनाग् रागप्राक्कालीनमुक्त्यद्वेषप्रयुक्तानुष्ठानेऽव्याप्तिरित्यर्थः ।।१७।। ટીકાર્ચ -
મુવપુષપ્રયુવત્તાનુષ્ઠાની ... વ્યાપ્તિરિચર્થ | આઘમાં અભવ્યને તહેતુઅનુષ્ઠાન થાય એમ શ્લોકમાં કથન કર્યું, તેને ટીકામાં સ્પષ્ટ કરે છે –
મુક્તિઅદ્વેષપ્રયુક્ત અનુષ્ઠાનનું તહેતુપણું હોતે છતે અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાતિ છે; કેમ કે નવમા ગ્રેવેયકની પ્રાપ્તિનું મુક્તિઅદ્વેષપ્રયુક્તત્વનું પ્રદર્શન છે શાસ્ત્રકારોએ નવમા ગ્રેવેયકની પ્રાપ્તિ મુક્તિઅદ્વેષથી પ્રયુક્ત છે, એમ કહેલ છે.
અંત્યમાં મુક્તિઅદ્રષવાળાને તહેતુઅનુષ્ઠાન નહીં થાય, એમ શ્લોકમાં કથન કર્યું, તેને ટીકામાં સ્પષ્ટ કરે છે.
અથવા મુક્તિઅષપ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન સ્વીકારવાથી અભવ્યમાં તદૂતુઅનુષ્ઠાનનું લક્ષણ અતિવ્યાપ્ત થાય છે. તેના નિવારણ માટે મુક્તિરામપ્રયુક્ત અનુષ્ઠાનને તતઅનુષ્ઠાન સ્વીકારવામાં આવે તો શું દોષ પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે --
મુક્તિરામપ્રયુક્ત અનુષ્ઠાનનું તત્પણું હોતે છતત્રતહેતુઅનુષ્ઠાનપણું હોતે છતે, મનામ્ રાગટ્રાફકાલીન મુક્તિઅદ્વેષપ્રયુક્ત અનુષ્ઠાનમાં અવ્યાપ્તિ છે, એ પ્રકારનો અર્થ છે. ll૧૭ા. ભાવાર્થ :
પૂર્વપક્ષી શંકા કરે છે કે તહેતુઅનુષ્ઠાનને મુક્તિઅષયુક્ત સ્વીકારશો તો અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિ આવશે; કેમ કે અભવ્ય પણ જ્યારે નવમા ગ્રેવેયકની પ્રાપ્તિ કરે છે ત્યારે મુક્તિઅદ્વેષપૂર્વક સાધ્વાચારના પૂર્ણ અનુષ્ઠાનનું સેવન કરે છે. તેથી અભવ્યના તે અનુષ્ઠાનવિશેષમાં તહેતુઅનુષ્ઠાન સ્વીકારવાની આપત્તિરૂપ અતિવ્યાપ્તિ દોષ આવશે; અને તે અતિવ્યાપ્તિના
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૭
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/બ્લોક-૧૭-૧૮ નિવારણ માટે એમ કહેવામાં આવે કે “મુક્તિઅષપ્રયુક્ત અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન નથી, પરંતુ મનાગૂ મુક્તિરામપ્રયુક્ત અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન છે.' તો પૂર્વપક્ષી કહે છે કે મનાગૂ મુક્તિરાગ પ્રાકાલીન ભવ્ય જીવના મુક્તિઅષપ્રયુક્ત અનુષ્ઠાનમાં તહેતુઅનુષ્ઠાનના લક્ષણની અવ્યાપ્તિ પ્રાપ્ત થશે.
આશય એ છે કે અભવ્યને પણ નવમા ગ્રેવેયકની પ્રાપ્તિ વખતે મુક્તિઅષ છે અને અભિવ્યને તહેતુઅનુષ્ઠાન નથી, તેમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કરેલું. તેથી અભવ્યમાં તહેતુઅનુષ્ઠાનના લક્ષણની અતિવ્યાપ્તિ ન આવે તે માટે તહેતુઅનુષ્ઠાનના લક્ષણમાં મુક્તિઅષનો પ્રવેશ ન કરવામાં આવે અને કહેવામાં આવે કે “મનાગૂ મુક્તિરાગથી કરાયેલું અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન છે તો ચરમાવર્તમાં આવેલા જીવો મુક્તિના અષથી જે દેવાદિપૂજનરૂપ અનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાન પણ તહેતુઅનુષ્ઠાન બને નહીં, કેમ કે તેમને હજી મના મુક્તિરાગ નથી; જ્યારે ચરમાવર્તમાં આવેલા જીવો મુક્તિરાગવાળા થાય તેની પૂર્વે મુક્તિઅષથી વાદિપૂજનરૂપ અનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાનને શાસ્ત્રકારોએ તહેતુઅનુષ્ઠાન સ્વીકારેલ છે. આ રીતે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિદોષ આવે છે. તેથી તહેતુઅનુષ્ઠાનનું લક્ષણ કઈ રીતે સંગત થશે ? એ પ્રકારે પૂર્વપક્ષી શંકા કરે છે. ll૧૭ના અવતરણિકા :
શ્લોક-૧૭માં પૂર્વપક્ષીએ શંકા કરી કે મુક્તિના અદ્વેષથી પ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુ સ્વીકારવામાં અભવ્યતા અનુષ્ઠાનમાં અતિવ્યાપ્તિ દોષ છે. તે અતિવ્યાપ્તિ દોષના નિવારણ માટે એમ કહેવામાં આવે કે અભવ્યતા મુક્તિઅદ્વેષ કરતાં ચરમાવર્તવાળા જીવતો મુક્તિઅદ્વેષ જુદા પ્રકારનો છે, તેથી અતિવ્યાપ્તિ નહીં આવે. તેનું નિવારણ કરવા માટે પૂર્વપક્ષી કહે છે – શ્લોક :
न चाद्वेषे विशेषस्तु कोऽपीति प्राग निदर्शितम् । ईषद्रागाद्विशेषश्चेदद्वेषोपक्षयस्ततः ।।१८।।
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૮
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૧૮ અન્વયાર્થ:
ઘ=અને, તુવળી =અષમાં જોડv=કોઈપણ વિશેષ: ન=વિશેષ નથી, ત્તિ એ પ્રમાણે પ્ર=પૂર્વમાં પૂર્વની પૂર્વસેવાદ્વાવિંશિકા-૧૨ શ્લોક નં-૩૨માં નિશિતzબતાવ્યું છે.
પાલશેષએના સમાધાન માટે ઈષદ્ રાગથી વિશેષ છેમુક્તિઅદ્વેષનો વિશેષ છે, એમ જો કોઈ કહે તો પૂર્વપક્ષી કહે છે – તત
પોપક્ષી તેનાથી ઈષદ્ રાગથી અદ્વેષનો ઉપક્ષય છે=મના મુક્તિાગથી પૃથફ અષની અપ્રાપ્તિ છે. I૧૮ શ્લોકાર્ચ -
અને વળી અદ્વેષમાં કોઈપણ વિશેષ નથી, એ પ્રમાણે પૂર્વમાં બતાવ્યું છે. તેના સમાધાન માટે ઈષદ્ રાગથી મુક્તિઅદ્વેષનો વિશેષ છે, એમ જો કોઈ કહે તો પૂર્વપક્ષી કહે છે - તેનાથી ઈષદ્ રાગથી, અદ્વેષનો ઉપક્ષય છે. II૧૮II ટીકા :
न चेति-अद्वेषे विशेषस्तु न च कोऽप्यस्ति, अभावत्वादिति प्राक्= पूर्वद्वात्रिंशिकायां निदर्शितं, ईषद्रागाच्चेद्विशेषस्तर्हि तत एवाद्वेषस्योपक्षय:, विशेषणेनैव कार्यसिद्धौ विशेष्यवैयर्थ्यात् । इत्थं च मुक्त्यद्वेषेण मनाग मुक्त्यनुरागेण वा तद्धेतुत्वमिति वचनव्याघात इति भावः ।।१८।। ટીકાર્ચ -
દેશે ... તિ માd: II અને વળી અષમાં કોઈપણ વિશેષ નથી; કેમ કે અભાવપણું છે, એ પ્રમાણે પૂર્વમાં પૂર્વની પૂર્વસેવાદ્રાવિંશિકા-૧૨, શ્લોક-૩૨માં બતાવાયું છે. ઈષદ્ રાગથી જો વિશેષ છે ચરમાવર્તવાળા જીવના મુક્તિઅષમાં ઈષદ્ રાગ હોવાને કારણે અભવ્યતા મુક્તિઅદ્વેષ કરતાં ભેદ છે, એમ જો કોઈ કહે તો પૂર્વપક્ષી કહે છે - તત વ=તેનાથી જ ઈષદ્ રાગથી જ, અષનો ઉપક્ષય છે-અદ્વેષ નકામો છે; કેમ કે વિશેષણથી જ કાર્ય સિદ્ધ થયે છતે ઈષદ્ રાગરૂપ વિશેષણથી જ
Page #70
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/બ્લોક-૧૮ ચરમાવર્તવાળા જીવનું અનુષ્ઠાન તહેતુરૂપ સિદ્ધ થયે છતે, વિશેષ્યનું વ્યર્થપણું છે મુક્તિરાગથી વિશિષ્ટ એવા મુક્તિઅદ્વેષમાં રહેલ મુક્તિઅદ્વેષરૂપ વિશેષ્યનું વ્યર્થપણું છે.
ગાથા-૧૭ અને ગાથા-૧૮ના પૂર્વપક્ષીના કથનથી શું ફલિત થાય છે, તે બતાવે છે --
અને આ રીતેગાથા-૧૭માં અને ગાથા-૧૮માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું એ રીતે, મુક્તિઅદ્વેષથી અથવા મનાફ મુક્તિરાગથી તહેતુપણું છેઃ અનુષ્ઠાનનું તહેતુપણું છે, એ પ્રકારના શાસ્ત્રવચનનો વ્યાઘાત છે, એ પ્રકારનો ભાવ છે. [૧૮]. ભાવાર્થ :
પૂર્વપક્ષીએ ગાથા-૧૭માં શંકા કરેલી કે મુક્તિઅષથી પ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન સ્વીકારશો તો અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિ આવશે; કેમ કે અભવ્ય પણ નવમા ધૈવેયકમાં જાય છે ત્યારે મુક્તિઅદ્વેષપ્રયુક્ત સાધ્વાચારનું પાલન કરીને જાય છે; અને અભવ્યને તહેતુઅનુષ્ઠાન નથી, છતાં અભવ્યના અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન સ્વીકારવાની આપત્તિ આવશે. તે આપત્તિના નિવારણ માટે એમ કહેવામાં આવે કે ચરમાવર્તની બહારના જીવોને અને અભવ્યના જીવોને મુક્તિનો અદ્વેષ છે, તેના કરતાં ગરમાવર્તવાળા જીવોનો મુક્તિનો અદ્વેષ જુદા પ્રકારનો છે અર્થાતુ અચરમાવર્તવાળા જીવોનો કે અભવ્ય જીવોનો મુક્તિનો અદ્વેષ અતાત્ત્વિક છે અર્થાત્ તહેતુઅનુષ્ઠાનનું કારણ ન બને તેવો છે, અને ચરમાવર્તવાળા જીવોનો મુક્તિઅદ્વેષ તાત્ત્વિક છે, અર્થાત્ તહેતુઅનુષ્ઠાનનું કારણ બને તેવો છે, તેથી તાત્ત્વિક મુક્તિઅષવાળા જીવોનું અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન છે, તેમ અમે સ્વીકારીશું, તેથી અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિ દોષ આવશે નહીં. તેના નિવારણરૂપે પૂર્વપક્ષી કહે છે કે અષમાં કોઈપણ વિશેષ ભેદ નથી; કેમ કે અદ્વેષ એ વેષાભાવરૂપ છે, અને અભાવમાં કોઈ ભેદ હોઈ શકે નહિ.
પૂર્વપક્ષીનો આશય એ છે કે ભાવાત્મક પદાર્થોમાં ભેદ હોઈ શકે, જેમ ઘટમાં “અન્ય ઘટ કરતાં આ ઘટ વિશેષ છે” એમ કહી શકાય, પરંતુ ઘટના અભાવમાં
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૦
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા|શ્લોક-૧૮
કોઈ ભેદ હોઈ શકે નહીં. તેમ દ્વેષમાં તરતમતાકૃત ભેદ હોઈ શકે, પરંતુ દ્વેષના અભાવરૂપ અદ્વેષમાં કોઈ ભેદ હોઈ શકે નહીં. તેથી જેવો અદ્વેષ ચરમાવર્તની બહારના જીવમાં કે અભવ્યમાં છે, તેવો અદ્વેષ ચરમાવર્તવાળા જીવમાં છે, તેમ માનવું જોઈએ, એ પ્રકારનું ગ્રંથકારશ્રીનું મંતવ્ય છે, જેનું સમર્થન પૂર્વની પૂર્વસેવાદ્વાત્રિંશિકામાં શ્લોક-૩૨માં ગ્રંથકારશ્રીએ કરેલું છે. તેથી તદ્ભુતુઅનુષ્ઠાનના લક્ષણની અભવ્યમાં આવતી આપત્તિનું નિવારણ કરવા માટે અભવ્ય કરતાં ચરમાવર્તવાળાના મુક્તિઅદ્વેષમાં કોઈક ભેદ છે તેમ કહી શકાય નહીં, એમ પૂર્વપક્ષી કહે છે.
હવે અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં તદ્ભુતુઅનુષ્ઠાનના લક્ષણની અતિવ્યાપ્તિની આપત્તિના નિવારણ માટે ગ્રંથકારશ્રી તરફથી કોઈક કહે કે ઇષદ્ રાગથી મુક્તિઅદ્વેષનો વિશેષ છે.
આશય એ છે કે ચ૨માવર્તવાળા જીવોને મુક્તિનો ઇષ ્ રાગ છે તેથી ઇષદ્ રાગથી વિશિષ્ટ એવો મુક્તિનો અદ્વેષ ચ૨માવર્તવાળા જીવોને છે, અને અભવ્યાદિને માત્ર મુક્તિનો અદ્વેષ છે, પરંતુ ઇષદ્ રાગથી વિશિષ્ટ મુક્તિનો અદ્વેષ નથી, તેથી અભવ્યના મુક્તિઅદ્વેષ કરતાં ચ૨માવર્તવાળા જીવોના મુક્તિના અદ્વેષનો ભેદ પ્રાપ્ત થશે. તેથી ચરમાવર્તી જીવોનું અનુષ્ઠાન ઇષદ્ રાગથી વિશિષ્ટ એવા મુક્તિઅદ્વેષથી પ્રયુક્ત છે, તેથી તદ્ભુતુઅનુષ્ઠાન છે. માટે અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં તદ્ભુતુઅનુષ્ઠાનના લક્ષણની અતિવ્યાપ્તિ આવશે નહીં; કેમ કે અભવ્યોને મુક્તિઅદ્વેષ હોવા છતાં ઇષદ્ મુક્તિરાગથી વિશિષ્ટ મુક્તિનો અદ્વેષ નથી.
આ પ્રકારના ગ્રંથકાર તરફથી કોઈકના સમાધાનમાં પૂર્વપક્ષી કહે છે કે જો આ રીતે મુક્તિના રાગને કારણે મુક્તિઅદ્વેષમાં ભેદ ક૨વામાં આવે તો તેનાથી જ=ઇષદ્ મુક્તિરાગથી જ, મુક્તિઅદ્વેષનો ઉપક્ષય=મુક્તિદ્વેષ વ્યર્થ પ્રાપ્ત થાય; કેમ કે ઇષદ્ મુક્તિરાગરૂપ વિશેષણથી જ તદ્ભુતુઅનુષ્ઠાનના સ્વીકારરૂપ કાર્યની સિદ્ધિ થયે છતે મુક્તિઅદ્વેષરૂપ વિશેષ્યાંશ વ્યર્થ પ્રાપ્ત થશે, અને તેમ સ્વીકા૨વાથી એમ કહેવું પડે કે ‘ઇષદ્ મુક્તિ૨ાગથી તદ્વેતુઅનુષ્ઠાન છે’, અને તેમ સ્વીકારીએ તો શાસ્ત્રમાં જે કહેલ છે કે ‘મુક્તિના અદ્વેષથી અથવા ઇષ ્ મુક્તિના રાગથી તદ્ભુતુઅનુષ્ઠાન છે' તે શાસ્ત્રવચનનો વ્યાઘાત પ્રાપ્ત થાય.
Page #72
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યતાવિંશિકા/શ્લોક-૧૮-૧૯
પ૧ આનાથી એ ફલિત થયું કે ઇષ મુક્તિરાગથી પ્રયુક્ત અથવા મુક્તિઅદ્વેષથી પ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન શાસ્ત્રકારો સ્વીકારે છે, અને તેમ સ્વીકારવામાં આવે તો અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં તહેતુઅનુષ્ઠાનના લક્ષણની અતિવ્યાપ્તિ ઊભી રહે છે, આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. II૧૮ાા અવતરણિકા :
શ્લોક-૧૮માં પૂર્વપક્ષીએ યુક્તિથી સ્થાપન કર્યું કે મુક્તિઅદ્વેષમાં કોઈ વિશેષ નથી, માટે અભવ્યતા અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિનું નિવારણ થશે નહીં; અને ઈષદ્ રાગથી વિશિષ્ટ અદ્વેષ સ્વીકારીએ તો અભવ્યતા અનુષ્ઠાનમાં અતિવ્યાતિનું નિવારણ થાય, પરંતુ મુક્તિઅદ્વેષને તહેતુઅનુષ્ઠાનનું કારણ સ્વીકારી શકાય નહીં; અને શાસ્ત્રકારોએ મુક્તિઅદ્વેષ અથવા માન્ મુક્તિરાગને તહેતુઅનુષ્ઠાનનું કારણ સ્વીકારેલ છે, તેથી મુક્તિઅદ્વેષપ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન સ્વીકારવામાં આવે તો અભવ્યતા અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિ દૂર થાય નહીં.
તે અતિવ્યાપ્તિ દૂર કરવા માટે “મુક્તિના અદ્વેષમાં વિશેષ નહીં હોવા છતાં પ્રતિયોગીકૃત વિશેષની પ્રાપ્તિ થશે અર્થાત્ અદ્વેષ એટલે દ્વેષાભાવ અને દ્વેષાભાવનો પ્રતિયોગી દ્વેષ છે, અને તે દ્વેષતા ભેદથી અદ્વેષનો ભેદ સ્વીકારીને અભવ્યતા અનુષ્ઠાનવિશેષ કરતાં ચરમાવર્તવાળા જીવના અનુષ્ઠાનવિશેષમાં મુક્તિનો અદ્વેષ જુદા પ્રકારનો છે, તેમ સ્વીકારીશું તો અતિવ્યાપ્તિ આવશે નહીં." એ પ્રકારે ગ્રંથકાર તરફથી કોઈ કહે તે બતાવીને પૂર્વપક્ષી નિરાકરણ કરે છે – શ્લોક :
उत्कटानुत्कटत्वाभ्यां प्रतियोगिकृतोऽस्त्वयम् ।
नैवं सत्यामुपेक्षायां द्वेषमात्रवियोगतः ।।१९।। અન્વયાર્થ:
ફટાનુટત્વમ્યાંઉત્કટ-અનુત્કટ દ્વારા પ્રતિયોનિવૃત્ત =પ્રતિયોગીથી કરાયેલો યમલ્લુ આ થાઓ=મુક્તિઅષનો ભેદ થાઓ=અભવ્યતા અદ્વેષ
Page #73
--------------------------------------------------------------------------
________________
પ૨
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૯ કરતાં ચરમાવર્તવાળા જીવોના અદ્વેષનો ભેદ થાઓ. તેને પૂર્વપક્ષી કહે છે કે ઉપેક્ષા સત્યાઉપેક્ષા હોતે છતે અભવ્ય અને ચરમાવર્તવાળા જીવોને મુક્તિ પ્રત્યે ઉપેક્ષા હોતે છતે દેશમાત્રવિયોગાતા દ્વેષમાત્રનો વિયોગ હોવાથી નૈવં=એવું નથી=અભવ્યને ઉત્કટ દ્વેષનો વિયોગ છે અને શરમાવર્તવાળા જીવોને અનુત્કટ દ્વેષનો વિયોગ છે એવું નથી, પરંતુ બંનેને દ્વેષમાત્રનો વિયોગ છે. [૧ શ્લોકાર્ય :
ગ્રંથકારશ્રી તરફથી કોઈ કહે છે – ઉત્કટ-અનુત્કટ દ્વારા પ્રતિયોગીથી કરાયેલો આ થાઓ મુક્તિઅદ્વેષનો ભેદ થાઓ. તેને પૂર્વપક્ષી કહે છે કે આ પ્રમાણે નથી; કેમ કે ઉપેક્ષા હોતે છતે દ્વેષમાત્રનો વિયોગ છે. ll૧૯ll ટીકા -
उत्कटेति-अभव्यानां मुक्तौ उत्कटद्वेषाभावेऽप्यनुत्कटद्वेषो भविष्यति, अन्येषां तु द्वेषमात्राभावादेवानुष्ठानं तद्धेतुः स्यादिति पूर्वार्धार्थः, नैवं, उपेक्षायां सत्यां द्वेषमात्रस्य वियोगत:, अन्यथा स्वेष्टसांसारिकसुखविरोधित्वेनोत्कटोऽपि द्वेषस्तेषां મુ વિત્યુત્તરાર્થ: તારા ટીકાર્ચ -
અમાનાં ... ચારિત્યુત્તરાર્ધાર્થ: ૫ અભવ્યોને મુક્તિમાં ઉત્કટ દ્વેષનો અભાવ હોતે છતે પણ અનુત્કટ દ્વેષ થશે. વળી દ્વેષમાત્રનો અભાવ હોવાને કારણે જ અન્યોનું-ચરમાવર્તવાળા જીવોનું, અનુષ્ઠાન તહેતુ થશે, એ પ્રકારે પૂર્વાર્ધનો અર્થ છે=પૂર્વાર્ધનો શબ્દસ્પર્શી અર્થ નથી, પરંતુ પૂર્વાર્ધનો તાત્પર્ધાર્થ છે. નેવંત્રએ પ્રમાણે નથી=અભવ્યને ઉત્કટ દ્વેષનો અભાવ છે અને ચરમાવર્તવાળા જીવોને દ્વેષમાત્રનો અભાવ છે એ પ્રમાણે નથી; કેમ કે ઉપેક્ષા હોતે છતે=મુક્તિઅદ્વૈષવાળા અભવ્યોમાં અને મુક્તિઅષવાળા ચરમાવર્તવર્તી જીવોમાં મુક્તિ પ્રત્યેની ઉપેક્ષા હોતે છતે, દ્વેષમાત્રનો વિયોગ છે. અન્યથા અભવ્યને મુક્તિ પ્રત્યે દ્વેષમાત્રનો અભાવ ન માનો તો, સ્વઈષ્ટ એવા સાંસારિક સુખનું વિરોધીપણું હોવાને કારણે=અભવ્યને
Page #74
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૧૯
પ૩ ઇષ્ટ એવા સાંસારિક સુખનું મોક્ષમાં વિરોધીપણું હોવાને કારણે, તેઓને= અભવ્યોને, મુક્તિમાં ઉત્કટ પણ દ્વેષ થાય. એ પ્રમાણે શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ છે. ૧૯ કે “
૩ ષામાવેગનુટવો વિષ્યતિ' અહીં ‘૩પ' થી એ કહેવું છે કે ઉત્કટ દ્વેષનો અભાવ ન હોય તો તો અભવ્યમાં દ્વેષ છે, પરંતુ ઉત્કટ દ્વેષના અભાવમાં પણ અભવ્યોને મુક્તિમાં અનુત્કટ દ્વેષ થશે. કષ્ટસાંસારિક સુવરોધિત્વેનીટોડપિ' અહીં ‘૩પ' થી એ કહેવું છે કે સ્વઇષ્ટ સાંસારિક સુખનું વિરોધીપણું ન હોય તો અભવ્યોને મુક્તિમાં અનુત્કટ દ્વેષ થાય, પરંતુ સ્વઈષ્ટ સાંસારિક સુખનું વિરોધીપણું હોવાને કારણે ઉત્કટ પણ દ્વેષ થાય. ભાવાર્થ :
શ્લોક-૧૭-૧૮ના કથનથી મુક્તિઅષપ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન સ્વીકારવામાં અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિ આવે છે. તેનું નિવારણ કરવા અર્થે ગ્રંથકારશ્રી તરફથી કોઈ કહે કે અદ્વેષ અભાવરૂપ હોવાને કારણે તેમાં ભેદ ન થઈ શકે, તોપણ અદ્વેષ દ્વેષાભાવરૂપ છે, અને દ્વેષાભાવનો પ્રતિયોગી દ્વેષ છે, અને તે પ્રતિયોગીકૃત અભવ્યના દ્વેષમાં અને ચરમાવર્તવાળા જીવોના ષમાં ભેદ પ્રાપ્ત થઈ શકશે. તેથી જેમ નાના ઘટનો અભાવ અને મોટા ઘટનો અભાવ એ પ્રકારનો પ્રતિયોગીકૃત ભેદ ઘટાભાવમાં પ્રતીત થાય છે, તેમ અભવ્યમાં ઉત્કટ દ્વેષનો અભાવ છે અને શરમાવર્તવાળા જીવોમાં અનુત્કટ વેષનો અભાવ છે, તેમ સ્વીકારીને અભવ્યના મુક્તિઅદ્દેષ કરતાં ચરમાવર્તવાળા જીવોના મુક્તિઅષનો ભેદ પ્રાપ્ત થશે.
તેથી એ પ્રાપ્ત થશે કે અભવ્યોને મુક્તિમાં ઉત્કટ દ્વેષનો અભાવ હોવા છતાં, અનુત્કટ દ્વેષ છે, માટે તેઓનું અનુષ્ઠાન તહેતુ નથી; અને ચરમાવર્તવાળા જીવોને મુક્તિમાં ઉત્કટ દ્વેષ તો નથી, પરંતુ અનુત્કટ દ્વેષ પણ નથી, માટે કેષમાત્રનો અભાવ છે અર્થાત્ સર્વથા દ્વેષનો અભાવ છે. તેથી ચરમાવર્તવાળા જીવોનું અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન થશે. આ પ્રકારે ગ્રંથકારશ્રી તરફથી કોઈક સમાધાન કરે તેને પૂર્વપક્ષી કહે છે –
આ પ્રમાણે નથી=ગ્રંથકારશ્રી તરફથી કોઈકે સમાધાન કર્યું એ પ્રમાણે નથી; કેમ કે ઉપેક્ષા હોતે છતે દ્વેષમાત્રનો વિયોગ પ્રાપ્ત થાય છે અર્થાત્ અભવ્યને
Page #75
--------------------------------------------------------------------------
________________
પ૪
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૨૦ પણ મોક્ષ પ્રત્યે ઉપેક્ષા હોતે છતે દ્વેષમાત્રનો અભાવ પ્રાપ્ત થાય છે, અને ચરમાવર્તવાળા જીવોને પણ મોક્ષ પ્રત્યે ઉપેક્ષા હોતે છતે દ્વેષમાત્રનો અભાવ પ્રાપ્ત થાય છે. તેથી શરમાવર્તવાળા જીવોમાં અને અભવ્યના જીવોમાં વર્તતા અષમાં કોઈ ભેદ નથી. માટે ઉત્કટ દ્વેષના અભાવથી અભવ્યના જીવોનું અનુષ્ઠાન અને અનુત્કટ દ્વેષના અભાવથી ચરમાવર્તવાળા જીવોનું અનુષ્ઠાન જુદા પ્રકારનું છે, તેમ કહી શકાય નહીં.
હવે પોતાની વાતની પુષ્ટિ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે –
જો આવું ન માનો તો=અભવ્યને પણ મોક્ષ પ્રત્યે ઉપેક્ષા છે માટે ટ્રેષમાત્રનો અભાવ છે, એમ ન માનો તો, અભવ્યને ઇષ્ટ સાંસારિક સુખ છે અને મોક્ષ તેનો વિરોધી છે. તેથી અભવ્ય સંયમ લઈને નવમા રૈવેયકમાં જાય છે, ત્યારે પણ મોક્ષમાં અનુત્કટ દ્વેષ છે, તેમ કહી શકાય નહીં, પરંતુ મોક્ષમાં ઉત્કટ દ્વેષ છે તેમ કહેવું પડે.
આનાથી એ ફલિત થાય કે અભવ્યને પણ મોક્ષ પ્રત્યે ઉપેક્ષા છે અને ચરમાવર્તવાળા જીવોને પણ મોક્ષ પ્રત્યે ઉપેક્ષા છે, અને મોક્ષ પ્રત્યે ઉપેક્ષાવાળા અભવ્ય અને ચરમાવર્તવાળા જીવો મુક્તિઅષથી પ્રયુક્ત અનુષ્ઠાન કરે છે. હવે જો મુક્તિઅષપ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન સ્વીકારશો તો અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિ આવે છે, તેનું નિવારણ થઈ શકે નહીં. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ll૧લા અવતરણિકા :
સમત્તે – અવતરણિકાર્ચ -
સમાધાન કરે છે – ભાવાર્થ : -
શ્લોક-૧૭ થી ૧૯ સુધી પૂર્વપક્ષીએ શંકા કરેલ કે મુક્તિઅદ્વેષથી પ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન સ્વીકારશો તો અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિ આવશે. તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
Page #76
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યતાવિંશિકા/શ્લોક-૨૦ શ્લોક :
सत्यं बीजं हि तद्धेतोरेतदन्यतरार्जितः ।
मुक्त्यद्वेषो(क्रियारागो) न तेनातिप्रसङ्गः कोऽपि दृश्यते ।।२०।। અન્વયાર્થ
સત્યં તારી વાત સાચી છે, પ્તિ તિરાનિતા આ બંનેમાંથી કોઈ એકથી અજિત એવો=મુક્તિઅદ્વેષ અને મતાન્ મુક્તિરાગ, આ બંનેમાંથી કોઈપણ એકથી અજિત એવો વિચાર =ક્રિયારાગ તદ્ધતો: વીનં તહેતુઅનુષ્ઠાનનું બીજ છે. તેને તે કારણથી વડપિકકોઈપણ મતિપ્રસર=અતિપ્રસંગ ન તૃશ્યતે દેખાતો નથી=અભવ્યતા અનુષ્ઠાનવિશેષમાં તહેતુઅનુષ્ઠાનના લક્ષણનો અતિપ્રસંગ દેખાતો નથી. રા. શ્લોકાર્ચ -
તારી વાત સાચી છે, આ બંનેમાં કોઈપણ એકથી અજિત એવો મુક્તિઅદ્વેષ અને મના મુક્તિરાગ, આ બંનેમાંથી કોઈપણ એકથી અજિત એવો, ક્રિયારાગ, તહેતુઅનુષ્ઠાનનું બીજ છે; તે કારણથી કોઈપણ અતિપ્રસંગ દેખાતો નથી. IlRoll
જ કસમાં આપેલો “જ્યિારા” પાઠ શુદ્ધ જણાય છે. ટીકા :
सत्यमिति-तद्धेतोरनुष्ठानस्य हि बीजं एतयो:मुक्त्यद्वेष(मनाग्मुक्ति) रागयोरन्यतरेण अर्जित: जनितः क्रियाराग:-सदनुष्ठानरागः, तेनातिप्रसङ्गः कोऽपि न दृश्यते, अभव्यानामपि स्वर्गप्राप्तिहेतुमुक्त्यद्वेषसत्त्वेऽपि तस्य सदनुष्ठानरागाप्रयोजकत्वाद् बाध्यफलापेक्षासहकृतस्य तस्य सदनुष्ठानरागानुવસ્થિત્યાત્ સારા ટીકાર્ય :
તતોનુષ્ઠાનસ્ય ....... નુવન્વિત્થાત્ II ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને કહે છે – તારી વાત સાચી છે અર્થાત્ મુક્તિઅદ્વેષને તહેતુઅનુષ્ઠાનનું કારણ
Page #77
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૨૦
સ્વીકારીએ તો અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિ આવે, તે તારી વાત સાચી છે; પરંતુ આ બંનેમાંથી=મુક્તિઅદ્વેષ અને મનામ્ મુક્તિરાગ, એ બંનેમાંથી, અન્યતરથી=કોઈ એકથી, અજિત=જનિત, એવો ક્રિયારાગ= સદનુષ્ઠાનનો રાગ, ખરેખર ! તદ્વેતુઅનુષ્ઠાનનું બીજ છે, તે કારણથી કોઈપણ અતિપ્રસંગ દેખાતો નથી=અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં તદ્ભુતુઅનુષ્ઠાનના લક્ષણનો કોઈપણ અતિપ્રસંગ દેખાતો નથી.
૫૬
અહીં પ્રશ્ન થાય કે મુક્તિઅદ્વેષથી જનિત ક્રિયા૨ાગ તદ્ભુતુઅનુષ્ઠાનનું બીજ હોય તો અભવ્યોને પણ મુક્તિઅદ્વેષ થાય છે ત્યારે, તદ્ભુતુઅનુષ્ઠાનનું બીજ એવા ક્રિયારાગની પ્રાપ્તિ થશે. માટે અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિ કેમ નથી ? તેમાં હેતુ કહે છે
અભવ્યોને પણ સ્વર્ગની પ્રાપ્તિનું કારણ એવો મુક્તિઅદ્વેષ હોવા છતાં પણ તેનુંઅભવ્યના મુક્તિઅદ્વેષનું, સદનુષ્ઠાનના રાગનું અપ્રયોજકપણું છે.
અહીં પ્રશ્ન થાય કે અભવ્યનો મુક્તિઅદ્વેષ સદનુષ્ઠાનના રાગનો અપ્રયોજક કેમ છે ? તેમાં હેતુ કહે છે
બાઘ્યલઅપેક્ષા સહષ્કૃત એવા તેનું=મુક્તિઅદ્વેષનું, સદનુષ્ઠાનના રાગનું અનુબંધીપણું છે=સદનુષ્ઠાનના રાગનું ફળવાળાપણું છે. ૨૦ના
* ટીકામાં “તયોર્ભુવન્ત્યદ્વેષરાવોઃ” ના સ્થાને આ પાઠ “તયોમુત્ત્વદ્વેષમના મુક્તિરાયો:” જોઈએ.
* ‘સમવ્યાનાપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે ચરમાવર્તવાળા જીવોને તો મુક્તિઅદ્વેષ છે જ, પરંતુ અભવ્યોને પણ સ્વર્ગપ્રાપ્તિનું કારણ એવો મુક્તિઅદ્વેષ છે.
ટૂંક 'સ્વર્યાપ્રાપ્તિ તુમુદ્વેષસત્ત્વપ’ અહીં ‘પિ' થી એ કહેવું છે કે સ્વર્ગપ્રાપ્તિનું કારણ એવો મુક્તિનો અદ્વેષ ન હોય તો તો સદનુષ્ઠાનનો રાગ ન થાય, પરંતુ સ્વર્ગપ્રાપ્તિનું કારણ એવો મુક્તિઅદ્વેષ હોવા છતાં પણ તે મુક્તિઅદ્વેષ સદનુષ્ઠાનના રાગનો અપ્રયોજક છે.
"
Page #78
--------------------------------------------------------------------------
________________
પછ
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/બ્લોક-૨૦ ભાવાર્થ :અપુનબંધકનો મુક્તિનો અહેષ ક્રિયારાગનો જનક :
પૂર્વમાં શંકાકારે કહેલ કે મુક્તિઅષપ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન સ્વીકારવામાં આવે તો અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં તહેતુઅનુષ્ઠાનના લક્ષણની અતિવ્યાપ્તિ આવશે. તેને ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત સાચી છે.
ગ્રંથકારશ્રીનું આ કથન અર્ધ સ્વીકારમાં છે અર્થાત્ સ્કૂલ દૃષ્ટિથી પૂર્વપક્ષીની વાત સાચી છે, તેમ સ્વીકારે છે; અને તેમ સ્વીકારીને ગ્રંથકારશ્રી કઈ રીતે અભવ્યના અનુષ્ઠાનમાં તદ્હેતુઅનુષ્ઠાનના લક્ષણની અતિવ્યાપ્તિ આવતી નથી, તે સ્પષ્ટ કરે છે –
જે જીવોને મુક્તિઅદ્વેષ કે મનાગુ મુક્તિરાગ એ બેમાંથી કોઈપણ પરિણામથી જનિત એવો સદનુષ્ઠાનનો રાગ પ્રગટ થાય છે, તે અનુષ્ઠાનનો રાગ તહેતુઅનુષ્ઠાનનું બીજ છે. તેથી અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં તદ્હેતુઅનુષ્ઠાનના લક્ષણનો અતિપ્રસંગ આવે નહીં; કેમ કે તેમને સદનુષ્ઠાનનો રાગ પ્રગટ થતો નથી.
આનાથી એ ફલિત થાય કે અભવ્યને પણ મુક્તિઅદ્વેષ છે અને શરમાવર્તવાળા જીવોને પણ મુક્તિઅદ્વેષ છે, અને બંનેનો મુક્તિઅદ્વેષ સમાન છે. આમ છતાં મુક્તિઅષથી જનિત કિયારાગ=સદનુષ્ઠાનનો રાગ, ચરમાવર્તવાળા જીવોને થાય છે. તેથી ચરમાવર્તવાળા જીવોનું અનુષ્ઠાન તદ્તુ અનુષ્ઠાન બને છે, અને અભવ્ય જીવો મુક્તિઅષથી સદનુષ્ઠાન કરે છે તો પણ તેઓને સદનુષ્ઠાનનો રાગ થતો નથી. માટે તેઓનું સદનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન બનતું નથી.
અહીં પ્રશ્ન થાય કે અભવ્ય જીવોને પણ મુક્તિનો અષ છે અને ચરમાવર્તવર્તી જીવોને પણ મુક્તિનો અદ્વેષ છે, તો જેમ ચરમાવર્તવર્તી જીવોને મુક્તિનો અદ્વેષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક છે, તેમ અભવ્ય જીવોનો મુક્તિનો અદ્વેષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજ ક કેમ નથી ? તેથી કહે છે –
અભવ્ય જીવોને સ્વર્ગપ્રાપ્તિની ઇચ્છાથી મુક્તિનો અદ્દેષ પ્રગટેલો છે, માટે સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક બનતો નથી; અને ચરમાવર્તવાળા જીવોને
Page #79
--------------------------------------------------------------------------
________________
પ૮
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૦ ભાવમળની અલ્પતાને કારણે મુક્તિનો અદ્દેષ પ્રગટેલો છે, તેથી તેમનો મુક્તિનો અદ્દેષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક બને છે.
અહીં પ્રશ્ન થાય કે કેવો મુક્તિનો અદ્વેષ સદનુષ્ઠાનના રાગના ફળવાળો છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
બાધ્યફળની અપેક્ષાથી સહકૃત એવો મુક્તિનો અદ્વેષ સદનુષ્ઠાનના રાગના ફળવાળો છે.
આશય એ છે કે ચરમાવર્તવર્તી જીવો મુક્તિઅદ્વેષથી સદનુષ્ઠાન કરે છે ત્યારે તેઓને મોક્ષની ઇચ્છા નથી, પરંતુ ઐહિક ભોગની કે પારલૌકિક ભોગની ઇચ્છા છે; તોપણ તેઓને ઐહિક ભોગ કે પારલૌકિક ભોગ પ્રત્યે એવો ગાઢ રાગ નથી કે જેથી તેઓની તે ભોગોની ઇચ્છાનો બાધ ન થઈ શકે. વિશેષ સામગ્રી મળે તો ઐહિક ભોગના ફળની કે પારલૌકિક ભોગના ફળની ઇચ્છા બાધ થઈ શકે તેવી છે, તેથી તેઓનો મુક્તિઅદ્વેષ બાધ્યફળની અપેક્ષાથી સહકૃત છે, માટે તેમને સેવાતા સદનુષ્ઠાન પ્રત્યે પ્રીતિ થાય છે. તેથી સાંસારિક સુખના આશયથી પણ કરાતું તેમનું અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન છે; અને અભવ્યોને કે ચરમાવર્તની બહારના જીવોને સંસારના સુખ પ્રત્યે ગાઢ આકર્ષણ હોવાને કારણે ઉપદેશાદિની સામગ્રીથી પણ સંસારનાં સુખોથી વિમુખ વલણ થતું નથી. તેથી તેઓ ધર્મનું અનુષ્ઠાન સેવે છે ત્યારે પણ અતત્ત્વના ગાઢ રાગરૂપ મલીન ભાવો તેમનામાં વર્તે છે. તેથી સદનુષ્ઠાન પ્રત્યે તેઓને રાગ થતો નથી; પરંતુ તેઓને સાંસારિક સુખ અતિ ઇષ્ટ હોવાથી તેનો ઉત્કટ રાગ છે. માટે તેના ઉપાયરૂપ સદનુષ્ઠાનમાં ઇચ્છા ઉત્પન્ન થાય છે, તેથી તેઓ સદનુષ્ઠાન સેવે છે. માટે અભવ્ય જીવોનું ધર્મઅનુષ્ઠાન ક્રિયારાગથી યુક્ત નથી, જેથી ગરાનુષ્ઠાન બને છે, પરંતુ તહેતુઅનુષ્ઠાન બનતું નથી; જ્યારે ચરમાવર્તી જીવોનું અનુષ્ઠાન ક્રિયારાગથી યુક્ત છે, તેથી તહેતુઅનુષ્ઠાન બને છે.
અહીં વિશેષ એ છે કે અભવ્ય જીવોને પણ સ્વર્ગપ્રાપ્તિના કારણરૂપે ધર્મને અનુષ્ઠાન પ્રત્યે રાગ છે, પરંતુ તેઓને ધર્મના અનુષ્ઠાનનો રાગ સ્વર્ગરૂપ ફળનું આ અનુષ્ઠાન કારણ છે, તેને આશ્રયીને છે. તેથી ફળથી જ અનુષ્ઠાનનો રાગ છે. વસ્તુતઃ ભોગ પ્રત્યેનો ગાઢ રાગ અભવ્ય જીવોને ઉચિત પ્રવૃત્તિ પ્રત્યે
Page #80
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૦-૨૧
પ૯ રાગ થવા દેતો નથી, માટે સ્વરૂપથી અનુષ્ઠાન પ્રત્યે રાગ નથી. તેથી અભવ્યનું ધર્માઅનુષ્ઠાન પણ તતઅનુષ્ઠાન બનતું નથી. જ્યારે ચરમાવર્તવર્તી જીવોને ધર્મના અનુષ્ઠાન પ્રત્યેનો રાગ ફળથી છે અને સ્વરૂપથી પણ છે; કેમ કે ભાવમળ અલ્પ હોવાને કારણે ઉચિત પ્રવૃત્તિરૂપ સદ્અનુષ્ઠાન પ્રત્યે તેમને પ્રીતિ થાય છે. તેથી ચરમાવર્તવર્તી જીવોનું અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન બને છે. રબા અવતરણિકા :
શ્લોક-૨૦ની ટીકામાં કહ્યું કે અભવ્ય જીવોનો મુક્તિઅદ્વેષ સદનુષ્ઠાવતા રાગનો અપ્રયોજક છે, અને તે મુક્તિઅદ્વેષ સદનુષ્ઠાતના રાગનો અપ્રયોજક કેમ છે? તેમાં હેતુ કહ્યો કે બાધ્યળની અપેક્ષાથી સહકૃત એવો મુક્તિઅદ્વેષ સદનુષ્ઠાનના રાગનું કારણ છે. તેથી હવે શ્લોક-૨૧-૨૨થી બાધ્યફળઅપેક્ષાસહકૃત એવો મુક્તિઅદ્વેષ કઈ રીતે સદનુષ્ઠાનના રાગનો જનક છે, તે યુક્તિથી ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – શ્લોક :
अपि बाध्या फलापेक्षा सदनुष्ठानरागकृत् ।
सा च प्रज्ञापनाधीना मुक्त्यद्वेषमपेक्षते ।।२१।। અન્વયાર્થ:
નાપેક્ષા પત્રફળની અપેક્ષા પણ વધ્યા બાધવીય સ્વભાવવાળી સવનુષ્ઠાનરી=સદનુષ્ઠાનમાં રાગને કરનારી છે અને પ્રજ્ઞાપનાથીના= પ્રજ્ઞાપતાને આધીન એવી સકતે બાધ્યફળની અપેક્ષા મુવીષમક્ષત્તેિ મુક્તિઅદ્વેષની અપેક્ષા રાખે છે=સદનુષ્ઠાનમાં રાગને ઉત્પન્ન કરવામાં મુક્તિઅષની અપેક્ષા રાખે છે. ll૨૧TI શ્લોકાર્થ :
ફળની અપેક્ષા પણ બાધનીય સ્વભાવવાળી સદનુષ્ઠાનમાં રાગને કરનારી છે, અને પ્રજ્ઞાપનાને આધીન એવી તે બાધ્યફળની અપેક્ષા, મુક્તિઅદ્વેષની અપેક્ષા રાખે છે. ||૧||
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૦
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૧ ટીકા :___ अपीति-बाध्या बाधनीयस्वभावा फलापेक्षाऽपि सौभाग्यादिफलवांछापि, सदनुष्ठाने रागकृत्-रागकारिणी सा च बाध्यफलापेक्षा च प्रज्ञापनाधीना= उपदेशायत्ता मुक्त्यद्वेषमपेक्षते कारणत्वेन ।।२१।। ટીકાર્ય :
વાધ્યા ..... સારત્વેના ા ફળની અપેક્ષા પણ=સૌભાગ્યાદિ ફળની વાંછા પણ, બાધ્યા બાધવીય સ્વભાવવાળી, સદનુષ્ઠાનમાં રાગને કરનારી છે; અને પ્રજ્ઞાપનાને આધીત–ઉપદેશને આધીન, એવી તે બાધ્યફળની અપેક્ષા, કારણપણારૂપે મુક્તિઅષની અપેક્ષા રાખે છે=મુક્તિઅદ્વેષરૂપ કારણ હોય તો પ્રજ્ઞાપતાને આધીન એવી બાધ્યફળઅપેક્ષા જીવમાં આવે છે, અન્યથા નહીં. ૨૧ાા ભાવાર્થ :બાધ્યફળની અપેક્ષાથી યુક્ત મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક :
મુક્તિઅષથી જે જીવો તહેતુઅનુષ્ઠાન કરે છે તેઓ મોક્ષની ઇચ્છાથી અનુષ્ઠાન કરતા નથી પરંતુ સૌભાગ્યાદિ ફળની વાંછાથી કરે છે. તેથી તેઓનું તે અનુષ્ઠાન સંસારના આશયથી થાય છે, છતાં ઉપદેશની સામગ્રીને પામીને બાધ્યસ્વભાવવાળી તેઓની ફળની આશંસા હોવાથી સૌભાગ્યાદિ વાંછાથી કરાતા તે અનુષ્ઠાનમાં રાગ થાય છે અર્થાત્ તે અનુષ્ઠાનમાં તેઓને સ્વરૂપથી પ્રીતિ ઉત્પન્ન થાય છે, અને આ અનુષ્ઠાનના સ્વરૂપમાં પ્રીતિ ઉત્પન્ન થવામાં ભાવમળની અલ્પતાને કારણે તેઓમાં વર્તતો મુક્તિઅદ્દેષ કારણ છે.
તેથી એ ફલિત થાય કે જે જીવોને મુક્તિનો અદ્વેષ છે અને આલોકના ફળની આશંસાથી અનુષ્ઠાન કરે છે, છતાં આલોકના ફળની આશંસા ઉપદેશાદિ સામગ્રીને પામીને બાધ પામે તેવી છે, તેવા જીવોનો મુક્તિઅદ્દેષ સદનુષ્ઠાનના રાગને કરનારો છે. માટે એવા મુક્તિઅષવાળા જીવો સૌભાગ્યાદિ આશંસાથી અનુષ્ઠાન કરતા હોય તોપણ તેઓનું અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૧-૨૨
અહીં વિશેષ એ છે કે કર્મમળની અલ્પતાને કારણે જેઓને મોક્ષ પ્રત્યે દ્વેષ નથી, પરંતુ ઉપેક્ષા છે, તેવા જીવોમાં સ્વાભાવિક મુક્તિઅદ્વેષ વર્તે છે. તેના કારણે સાંસારિક ફળની આશંસાથી તેઓ ધર્મઅનુષ્ઠાન કરતા હોય તોપણ ઉપદેશ આદિ સામગ્રીથી તે સાંસારિક ફળની અપેક્ષા બાધ પામે તેવી છે, માટે તેઓનું અનુષ્ઠાન તહેતુ બને છે; અને અભવ્યાદિ જીવોને મુક્તિઅદ્વેષ કર્મમળની અલ્પતાને કારણે નથી, પરંતુ કર્મમળ ઘણો હોવાને કારણે સંસારનો રાગ ઘણો છે, તેથી સંસારના ભોગરહિત મોક્ષ પ્રત્યે તેઓને દ્વેષ થાય તેમ છે. આમ છતાં પોતાને ઇષ્ટ એવાં સ્વર્ગનાં સુખોમાં મોક્ષનો દ્વેષ વ્યાઘાતક છે. તેથી મોક્ષ પ્રત્યે દ્વેષ કરતા નથી, પરંતુ ઉપેક્ષા કરે છે. તેથી તેમનો મુક્તિઅદ્વેષ બાધ્યફળઅપેક્ષાવાળો નથી, માટે તેઓનું અનુષ્ઠાન તહેતુ બનતું નથી. IIરવામાં અવતરણિકા :
યતા – અવતરણિકાર્ય :
જે કારણથી – ભાવાર્થ :
શ્લોક-૨૧માં કહ્યું કે બાધ્યસ્વભાવવાળી ફળની અપેક્ષા પણ કારણપણારૂપે મુક્તિઅષની અપેક્ષા રાખે છે. મુક્તિઅષની કેમ અપેક્ષા રાખે છે ? તેમાં હેતુ બતાવવા અર્થે કહે છે, યત:=જે કારણથી, શ્લોકમાં બતાવાશે તે પ્રમાણે છે, તે કારણથી બાધ્યસ્વભાવવાળી ફળની અપેક્ષા મુક્તિઅષની અપેક્ષા રાખે છે, એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે. શ્લોક :
अबाध्या सा हि मोक्षार्थशास्त्रश्रवणघातिनी ।
मुक्त्यद्वेषे तदन्यस्यां बुद्धिमार्गानुसारिणी ।।२२।। અન્વયાર્થ :
રિંગઅબાધ્ય એવી જાતે ફળની અપેક્ષા, મોક્ષાર્થશાસ્ત્રવાપાતિની=મોક્ષાર્થ શાસ્ત્રના શ્રવણતા ઘાત કરનારી છે. તઋતે કારણથી=
Page #83
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા|શ્લોક-૨૨
બાધ્યફળની અપેક્ષા મુક્તિઅદ્વેષની અપેક્ષા રાખે છે અને અબાધ્યળાપેક્ષા શાસ્ત્રશ્રવણ-ઘાતિની છે તે કારણથી, મુત્ત્વદ્વેષે= મુક્તિઅદ્વેષ હોતે છતે અન્યા=અન્યમાં=બાધ્યફળની અપેક્ષામાં, બુદ્ધિમાર્ગાનુસરિત્ત્ત=બુદ્ધિ માર્ગાનુસારી થાય છે. તેથી બાધ્ય એવી ફ્ળની અપેક્ષા કારણપણારૂપે મુક્તિઅદ્વેષની અપેક્ષા રાખે છે, એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે. ૨૨ા શ્લોકાર્થ :
૬૨
અબાધ્ય એવી જ તે=ળની અપેક્ષા, મોક્ષાર્થ શાસ્ત્રના શ્રવણના ઘાતને કરનારી છે. તે કારણથી=બાધ્યળની અપેક્ષા મુક્તિઅદ્વેષની અપેક્ષા રાખે છે અને અબાધ્યફળાપેક્ષા શાસ્ત્રશ્રવણઘાતિની છે, તે કારણથી, મુક્તિઅદ્વેષ હોતે છતે અન્યમાં=બાધ્યફળની અપેક્ષામાં, બુદ્ધિ માર્ગાનુસારી થાય છે. તેથી બાધ્ય એવી ફળની અપેક્ષા કારણપણારૂપે મુક્તિઅદ્વેષની અપેક્ષા રાખે છે, એમ પૂર્વ શ્લોક સાથે સંબંધ છે. II૨૨૦ા
ટીકા ઃ
अबाध्येति - अबाध्या हि सा फलापेक्षा मोक्षार्थशास्त्रश्रवणघातिनी, तत्र विरुद्धत्वबुद्ध्याधानाद्, व्यापत्रदर्शनानां च तच्छ्रवणं न स्वारसिकमिति भावः । तत्= तस्मात् मुक्त्यद्वेषे सति अन्यस्यां बाध्यायां फलापेक्षायां समुचितयोग्यतावशेन मोक्षार्थशास्त्र श्रवणस्वारस्योत्पन्नायां बुद्धिर्मार्गानुसारिणी मोक्षपथाभिमुख्यशालिनी भवतीति भवति तेषां तीव्रपापक्षयात् सदनुष्ठानराग: ।। २२ ।।
ટીકાર્ય :
अबाध्या સવનુષ્ઠાનમઃ ।। અબાધ્ય એવી તે=ફ્ળની અપેક્ષા, મોક્ષાર્થ શાસ્ત્રના શ્રવણના ઘાતને કરનારી છે; કેમ કે ત્યાં=મોક્ષના પ્રયોજનને બતાવનાર શાસ્ત્રમાં, વિરુદ્ધપણાની બુદ્ધિનું આધાન છે=પોતાને જે સાંસારિક ફળની આશંસા છે, તેનાથી વિરુદ્ધપણાની બુદ્ધિનું આધાન છે.
અહીં પ્રશ્ન થાય કે વ્યાપન્નદર્શનવાળા જમાલિ આદિને પણ મોક્ષથી વિરુદ્ધ એવા અતત્ત્વનો રાગ અબાધ્ય હતો, છતાં મોક્ષાર્થ શાસ્ત્રના શ્રવણમાં ઘાત થતો
Page #84
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યાવિંશિકા/શ્લોક-૨૨
ઉ૩ ન હતો. તેથી અબાધ્યફળની અપેક્ષા મોક્ષાર્થ શાસ્ત્રના શ્રવણના ઘાત કરનારી છે, એમ કેમ કહી શકાય ? તેથી કહે છે –
અને વ્યાપલદર્શનવાળાઓનું તત્ શ્રવણ-મોક્ષાર્થ શાસ્ત્રનું શ્રવણ, સ્વારસિક નથી, એ પ્રકારનો ભાવ છે.
ત—તે કારણથી અબાધ્યફળઅપેક્ષામાં મોક્ષાર્થ શાસ્ત્રનું સ્વરસશ્રવણ નથી, તે કારણથી મુક્તિઅદ્વેષ હોતે છતે અવ્ય એવી બાધ્યફળઅપેક્ષા ઉત્પન્ન થયે છત=સમુચિતયોગ્યતાના વશથી મોક્ષાર્થ શાસ્ત્રના શ્રવણનો સ્વરસ છે જેને એવા પુરુષને બાધ્યફળઅપેક્ષા ઉત્પન્ન થયે છતે, બુદ્ધિ માર્ગાનુસારી થાય છે=મોક્ષપથને અભિમુખ થવાના સ્વભાવવાળી થાય છે રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગને અભિમુખ થવાના સ્વભાવવાળી થાય છે. એથી તેઓને બાધ્યફળની અપેક્ષાવાળા એવા મુક્તિઅદ્વૈષવાળા જીવોને, તીવ્ર પાપનો ક્ષય હોવાથી સદનુષ્ઠાનમાં રાગ થાય છે. રા. ભાવાર્થ - અબાધ્યફળની અપેક્ષાવાળા જીવોને મોક્ષશાસ્ત્રનું અસ્વારસિક શ્રવણ ઃ બાધ્યફળની અપેક્ષાવાળા એવા મુક્તિઅદ્વેષમાં માર્ગાનુસારી બુદ્ધિની પ્રાપ્તિ :
શ્લોક-૨૧માં સ્થાપન કર્યું કે બાધનીય સ્વભાવવાળી સૌભાગ્યાદિ ફળની વાંછા પણ મુક્તિઅષની અપેક્ષા રાખે છે. તેમાં હેતુ બતાવતાં કહે છે --
જે લોકોને અબાધ્ય એવી ફળની અપેક્ષા છે, તેઓને મોક્ષનો ઉપદેશ આપનારાં શાસ્ત્રોનું શ્રવણ કરવામાં અબાધ્ય એવી ફળની અપેક્ષા વ્યાઘાત કરનાર છે; કેમ કે જે જીવોને અબાધ્ય એવી ફળની અપેક્ષા છે, તે જીવોને સાંસારિક સુખનો રાગ ઘણો છે, અને મોક્ષને બતાવનારાં શાસ્ત્રો સાંસારિક સર્વ સુખોથી પર એવા મોક્ષની પ્રાપ્તિના ઉપાયો બતાવે છે, અને તેના ઉપાયો પ્રત્યે અબાધ્ય એવી ફળની અપેક્ષાવાળા જીવોને સાંભળવામાં ઉત્સાહ થતો નથી; પરંતુ પોતાને જે ફળની અપેક્ષા છે, તેનાથી વિરુદ્ધ ફળવાળો મોક્ષ છે, તેવી બુદ્ધિ થાય છે. તેથી પોતાને જે ફળની અપેક્ષા છે તેનાથી વિરુદ્ધ એવા મોક્ષ પ્રત્યે અને મોક્ષના અર્થને બતાવનારાં શાસ્ત્રો પ્રત્યે તેઓને શ્રવણનો ઉત્સાહ થતો નથી.
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૪
મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૨ જે જીવો સંસારના આશયથી અનુષ્ઠાનો કરે છે. વળી, જેઓનો સંસારનો આશય બાધ પામે તેવો નથી, તેવા જીવો મોક્ષાર્થ શાસ્ત્રશ્રવણ કરવામાં ઉત્સાહિત થતા નથી, એમ કહીએ તો જમાલિ આદિમાં સ્પષ્ટ દેખાતું મોક્ષાર્થ શાસ્ત્રશ્રવણ સંગત થાય નહીં; કેમ કે જમાલિને મોક્ષના ઉપાયથી વિપરીત એવા સ્વમત પ્રત્યેનો અનિવર્તનીય આગ્રહ હતો. તેથી જેમ અબાધ્ય એવી ફળની અપેક્ષાવાળા જીવોને અતત્ત્વનો અનિવર્તિનીય રાગ છે, તેમ જમાલિ આદિને પણ અતત્ત્વનો અનિવર્તનીય રાગ છે. આમ છતાં જમાલિ આદિ તો મોક્ષાર્થ શાસ્ત્રશ્રવણ કરે છે. તેથી અતત્ત્વનો અનિવર્તિનીય રાગ મોક્ષાર્થ શાસ્ત્રશ્રવણનો ઘાત કરનાર છે, એમ કેમ કહી શકાય ? એથી ગ્રંથકારશ્રી કહે છે –
વ્યાપત્રદર્શનવાળાઓને મોક્ષાર્થ શાસ્ત્રનું શ્રવણ સ્વારસિક નથી. આશય એ છે કે અતત્ત્વ પ્રત્યેના અનિવર્તનીય રાગવાળા જીવોને મોક્ષાર્થ શાસ્ત્રશ્રવણમાં સ્વરસ નથી; પરંતુ મોહને વશ થઈ મોક્ષાર્થ શાસ્ત્રનું શ્રવણ કરે છે, તેથી મોક્ષાર્થ શાસ્ત્રના પરમાર્થને તેઓ પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ જે જીવોમાં કંઈક મોહનો અધિકાર ગયો છે, તેથી અતત્ત્વનો અનિવર્તિનીય રાગ નથી, તેવા જીવો મોક્ષાર્થ શાસ્ત્રશ્રવણ કરે, તો તે શાસ્ત્રથી મોક્ષમાર્ગ પ્રત્યે તેઓનું વલણ થાય છે અને મોક્ષશાસ્ત્રના શ્રવણ દ્વારા તેઓને પારમાર્થિક તત્ત્વની પ્રાપ્તિ થાય છે. તેવું મોક્ષાર્થ શાસ્ત્રનું શ્રવણ સ્વરસિક શ્રવણ છે, અને તેવું મોક્ષાર્થ શાસ્ત્રનું શ્રવણ વ્યાપન્નદર્શનવાળા જમાલિ આદિને થતું નથી, તેમ અબાધ્ય એવી ફળની અપેક્ષાવાળા અભવ્યોને પણ થતું નથી.
આનાથી એ ફલિત થાય કે જે જીવોની સાંસારિક ફળની અપેક્ષા બાધ પામે તેવી નથી, તેવા જીવો મોક્ષમાર્ગને બતાવનારાં શાસ્ત્રો પ્રત્યે શ્રવણના ઉત્સાહી નથી. ક્વચિત્ વ્યાપત્રદર્શનવાળા જીવો મોક્ષના ઉપાયને બતાવનારાં શાસ્ત્રોનું શ્રવણ કરતા હોય તો પણ જીવના સહજ તત્ત્વ પ્રત્યેના વલણથી મોક્ષમાર્ગને બતાવનારાં શાસ્ત્રોનું શ્રવણ તેઓ કરતા નથી, પરંતુ સ્વમાન્યતા પ્રત્યેના રાગને પરવશ થઈને મોક્ષને બતાવનારાં શાસ્ત્રોનું શ્રવણ કરે છે. તેથી પરમાર્થની પ્રાપ્તિ થતી નથી.
Page #86
--------------------------------------------------------------------------
________________
ઉપ
મુક્તિઅષપ્રાધાન્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૨
અહીં ‘વ્યાપન્નદર્શનવાળા' શબ્દથી અતત્ત્વ પ્રત્યેના આગ્રહવાળા સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલા એવા નિહ્નવાદિનું ગ્રહણ છે.
પૂર્વમાં બતાવ્યું કે અબાધ્ય એવી ફળની અપેક્ષા મોક્ષાર્થ શાસ્ત્રના શ્રવણને ઘાત કરનારી છે. તેનાથી શું પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે –
મુક્તિઅદ્વેષ હોતે છતે જે જીવોને બાધ્યફળની અપેક્ષા છે તેવા જીવોમાં સમુચિતયોગ્યતાના વશથી મોક્ષાર્થ શાસ્ત્રના શ્રવણનું સ્વરસપણું ઉત્પન્ન થાય છે ત્યારે બુદ્ધિ માર્ગાનુસારી બને છે.
આશય એ છે કે ચરમાવર્તવાળા જીવો સમુચિતયોગ્યતાવાળા હોય છે અને તેવા સમુચિતયોગ્યતાવાળા જીવોમાં, મુક્તિઅદ્વેષ પ્રગટેલો હોય અને તેવા જીવો સંસારના આશયથી અનુષ્ઠાન કરતા હોય, છતાં તેમનો સંસારનો આશય ઉપદેશાદિ સામગ્રીને પામીને નિવર્તન પામે એવો હોય, તો તેવા જીવો, મોક્ષને કહેનારાં શાસ્ત્રોને સાંભળવા પ્રત્યે સ્વાભાવિક વલણવાળા હોય છે; કેમ કે તેઓને સંસારનો ગાઢ રાગ નહીં હોવાના કારણે તત્ત્વને બતાવનારાં શાસ્ત્રોને સાંભળવા પ્રત્યેનો આવા જીવોને અભિમુખભાવ સ્વાભાવિક વર્તતો હોય છે. તેથી નિમિત્તને પામીને મોક્ષનો ઉપદેશ આપનારાં શાસ્ત્રો સાંભળવાની ઇચ્છા થાય છે, અને આવા જીવો મોક્ષાર્થ શાસ્ત્ર સાંભળવાને અભિમુખ થયા હોય ત્યારે તેઓની બુદ્ધિ મોક્ષમાર્ગરૂપ રત્નત્રયીને અભિમુખ પરિણામવાળી થાય છે.
આનાથી એ ફલિત થયું કે જે જીવોને બાધ્યફળઅપેક્ષા સહકૃત એવો મુક્તિઅદ્વેષ છે, તેઓને અતત્ત્વ પ્રત્યે અનિવર્તિનીય રાગ કરાવે એવા તીવ્ર પાપનો ક્ષય હોવાથી સદનુષ્ઠાનનો રાગ થાય છે, અને તે સદનુષ્ઠાનનો રાગ તતુઅનુષ્ઠાનનું બીજ છે. માટે અભવ્યાદિના અનુષ્ઠાનવિશેષમાં તહેતુઅનુષ્ઠાનના લક્ષણના અતિપ્રસંગની પ્રાપ્તિ નથી, એમ શ્લોક-૨૦ સાથે સંબંધ છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
૬૬
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાáિશિકા/બ્લોક-૨૨ સારાંશ :મુતિઅદ્વૈષના બે પ્રકાર, તેના સ્વામી, સ્વરૂપ અને ફળ :
મુક્તિઅદ્વેષ : અભવ્ય જીવો, અચરમાવર્તવર્તી ચરમાવર્તવાળા તહેતુ જીવો અને ચરમાવર્તવર્તી પણ અનુષ્ઠાન કરનારા જીવોનો વિષાનુષ્ઠાનાદિ કરનારા
મુક્તિઅદ્વેષ જીવોનો મુક્તિઅદ્વેષ
(૧) આ જીવોનો મુક્તિઅદ્વેષ (૧) આ જીવોનો મુક્તિઅદ્વેષ
અબાધ્યફળની અપેક્ષાવાળો બાધ્યફળની અપેક્ષાવાળો હોવાથી હોવાથી મોક્ષાર્થ શાસ્ત્રશ્રવણનો સ્વારસિક મોક્ષાર્થ શાસ્ત્રશ્રવણ ઘાત કરનારો છે.
કરાવનારો છે. અથવા અસ્વારસિક મોક્ષાર્થ શાસ્ત્રશ્રવણ
કરાવનારો છે. (૨) આ જીવોનો મુક્તિઅદ્દેષ (૨) આ જીવોનો મુક્તિઅદ્વેષ
ક્રિયા રાગનો અપ્રયોજક છે. ક્રિયારાગનો પ્રયોજક છે. (૩) આ જીવોનો મુક્તિઅદ્વેષ (૩) આ જીવોને મુક્તિઅદ્વેષ કર્મમળની
મોક્ષ છે જ નહિ એ પ્રકારે અલ્પતા થવાને કારણે મોક્ષમાર્ગને મોક્ષની અપ્રતિપત્તિથી થાય છે. અભિમુખભાવ થવાથી થાય છે. અથવા મોક્ષની પ્રતિપત્તિ હોવા છતાં સ્વઇષ્ટના વ્યાઘાતની શંકાથી થાય છે. (શ્લોક-૪)
Page #88
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૨૨-૨૩ મુક્તિઅદ્વેષનું સ્વરૂપ → મોક્ષ પ્રત્યેની ઉપેક્ષા.
: મુક્તિઅદ્વેષની ઉત્પત્તિનાં કારણો :
અભવ્યાદિ જીવોને આશ્રયીને
તદ્વેતુઅનુષ્ઠાન કરનારાને આશ્રયીને
સ્વઇષ્ટવ્યાઘાતક શંકા કર્મમળની અલ્પતા [૨૨ણી
મુક્તિની અપ્રતિપત્તિ
અવતરણિકા :
સૌભાગ્યાદિ ફળતી વાંછાથી સદનુષ્ઠાન કરતા હોય તોપણ મુક્તિઅદ્વેષ હોતે છતે બાધ્યળની અપેક્ષામાં બુદ્ધિ માર્ગાનુસારી થાય છે, તેમ શ્લોક૨૨માં કહ્યું. તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે
શ્લોક ઃ
-
तत्तत्फलार्थिनां तत्तत्तपस्तन्त्रे प्रदर्शितम् । मुग्धमार्गप्रवेशाय दीयतेऽप्यत एव च ।। २३।।
५७
અન્વયાર્થ :
ગત વ=આથી જ=સૌભાગ્યાદિ ળની વાંછાથી સદનુષ્ઠાન કરતા હોય તોપણ મુક્તિઅદ્વેષ હોતે છતે બાધ્યળની અપેક્ષામાં બુદ્ધિ માર્ગાનુસારી થાય છે, આથી જ, તત્તતાધિનાં તે તે ફળના અર્થીઓને=સૌભાગ્યાદિ ફ્ળની ઇચ્છાવાળાઓને તત્તત્તપ:=તે તે તપ=રોહિણી આદિ તપરૂપ તે તે તપ, તન્ત્ર=શાસ્ત્રમાં પ્રતિ=બતાવાયેલો છે, ચ=અને મુધ્ધમાńપ્રવેશાય= મુગ્ધોને માર્ગપ્રવેશ કરાવવા માટે વીયતે પિ=અપાય પણ છે. ૨૩ા શ્લોકાર્થ :
આથી જ તે તે ફળના અર્થીઓને તે તે તપ શાસ્ત્રમાં બતાવાયેલો છે, અને મુગ્ધોને માર્ગપ્રવેશ કરાવવા માટે અપાય પણ છે. II૨૩||
ટીકા :
तत्तदिति-तत्तत्फलार्थिनां सौभाग्यादिफलकाङ्क्षिणां तत्तत्तपो रोहिण्यादितपोरूपं, अत एव तन्त्रे प्रदर्शितं, अत एव च मुग्धानां मार्गप्रवेशाय दीयतेऽपि
Page #89
--------------------------------------------------------------------------
________________
૬૮
મુક્તિઅદ્વેષપ્રાધાન્યાત્રિશિકા/બ્લોક-૨૩ गीताथैः । यदाह - “मुद्धाण हियट्ठया सम्मं” । न ह्येवमत्र विषादित्वप्रसङ्गो न वा तद्धेतुत्वभङ्गः, फलापेक्षाया बाध्यत्वात्, इत्थमेव मार्गानुसरणोपपत्तेः ।।२३।। ટીકાર્ચ -
તત્તનાથનાં ..... માનસરપપપ . આથી જ સૌભાગ્યાદિ ફળની વાંછાથી સદનુષ્ઠાન કરતા હોય તોપણ મુક્તિઅદ્વેષ હોતે છતે બાધ્યફળની અપેક્ષામાં બુદ્ધિ માર્ગાનુસારી થાય છે આથી જ, તે તે ફળના અર્થીઓને= સૌભાગ્યાદિ ફળની ઈચ્છાવાળાઓને, રોહિણી આદિ તપરૂપ તે તે તપ, તત્રમાં શાસ્ત્રમાં, બતાવાયેલો છે; અને આથી જગતે તે ફળના અર્થીઓનું તે તે તપ શાસ્ત્રમાં બતાવાયેલું છે આથી જ, મુગ્ધોને માર્ગપ્રવેશ માટે ગીતાર્થો વડે અપાય પણ છે.
જે કારણથી કહે છે “મુગ્ધોના સમ્યમ્ હિત માટે માર્ગપ્રવેશ કરાવવા માટે અપાયેલું રોહિણી આદિ તપ મુગ્ધોના સમ્યક્ હિત માટે છે."
આ રીતે=સૌભાગ્યાદિ ફળની વાંછાથી ગીતાર્થો રોહિણી આદિ તપ મુગ્ધોને આપે એ રીતે, અહીંત્રમુગ્ધોના અનુષ્ઠાતમાં, વિષાદિત્વનોઃ વિષાનુષ્ઠાન આદિનો, પ્રસંગ નથી જ, અને તહેતુત્વનો ભંગ નથી= સૌભાગ્યાદિની વાંછાથી કરાયેલા રોહિણી આદિ તપમાં તહેતુપણાનો ભંગ નથી; કેમ કે ફળની અપેક્ષાનું બાધ્યપણું છે સૌભાગ્યાદિ ફળની વાંછાથી કરાતા રોહિણી આદિ તપમાં સૌભાગ્યાદિની વાંછારૂપ ફળની ઇચ્છાનું બાધ્યપણું છે.
અહીં પ્રશ્ન થાય કે જો ફળની અપેક્ષાનું બાધ્યપણું હોય તો ગીતાર્થો ઉપદેશ દ્વારા તે ફળની ઇચ્છાને નિવર્તન કરાવીને મુક્તિના આશયથી તેઓનું તપ કેમ કરાવતા નથી ? અને સૌભાગ્યાદિની વાંછાથી તપ કેમ કરાવે છે ? તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે –
આ રીતે જ=સૌભાગ્યાદિ ફળની વાંછાથી રોહિણી આદિ તે તે તપ કરીને સૌભાગ્યાદિ ફળની પ્રાપ્તિ થાય છે એ રીતે જ, માર્ગના અનુસરણની ઉપપતિ છે=મોક્ષમાર્ગના કારણભૂત એવા વિષયાભ્યાસનું રોહિણી આદિના તપકાળમાં સેવન હોવાથી મોક્ષમાર્ગના અનુસરણની ઉપપત્તિ છે. li૨૩.
Page #90
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૨૩
ભાવાર્થ :
મુગ્ધજીવોને માર્ગમાં પ્રવેશ કરાવવા અર્થે ગીતાર્થો વડે સૌભાગ્યાદિ ફળ માટે પણ તપ આદિ આપવાની વિધિઃ
૬૯
બાધ્ય એવી ફળની અપેક્ષા સહષ્કૃત મુક્તિઅદ્વેષવાળા જીવોનું સંસારના આશયથી કરાતું અનુષ્ઠાન પણ તદ્ભુતુઅનુષ્ઠાન છે, આથી જ શાસ્ત્રમાં સૌભાગ્યાદિ ફળની વાંછાવાળા જીવોને રોહિણી આદિ તપ કરવાનું બતાવ્યું છે. જો ભૌતિક સુખના આશયથી કરાતું અનુષ્ઠાન એકાંતે વિષાનુષ્ઠાન હોય તો શાસ્ત્રોમાં સૌભાગ્યાદિના અર્થે રોહિણી આદિ તપ કરવાનું વિધાન કરત નહીં, પરંતુ યોગ્ય જીવોને સૌભાગ્યાદિના આશયથી કરાયેલું અનુષ્ઠાન પણ મોક્ષનું કારણ બને છે, તેને આશ્રયીને શાસ્ત્રકારોએ સૌભાગ્યાદિની વાંછાથી તેના ઉપાયભૂત રોહિણી આદિ અનુષ્ઠાન બતાવ્યાં છે.
વળી મુગ્ધ જીવોને માર્ગપ્રવેશ માટે ગીતાર્થો વડે સૌભાગ્યાદિ અનુષ્ઠાન અપાય પણ છે. ‘વીયતેઽપિ શીતાર્થે;’ શબ્દમાં રહેલા ‘વિ’ શબ્દથી એ પ્રાપ્ત થાય કે ગીતાર્થો જીવોની એવી યોગ્યતા ન દેખાય તો રોહિણી આદિ તપ ન પણ આપે; પરંતુ જે મુગ્ધ જીવોને આલોકની ભોગની આશંસાથી કરાયેલું અનુષ્ઠાન માર્ગપ્રવેશનું કારણ બને એમ જણાય, તેવા મુગ્ધ જીવોને આલોકના આશયથી પણ અનુષ્ઠાન કરવા માટે ગીતાર્થો રોહિણી આદિ તપ આપે છે.
અહીં પ્રશ્ન થાય કે આલોકની આશંસાથી કરાતું અનુષ્ઠાન વિષાદિ અનુષ્ઠાન બનશે. તેથી ગ્રંથકારશ્રી ખુલાસો કરે છે
સૌભાગ્યાદિ ફળની વાંછાથી કરાતું અનુષ્ઠાન વિષાદિ અનુષ્ઠાન બનશે નહિ, અને તદ્ભુતુઅનુષ્ઠાનનો ભંગ પણ થશે નહીં; કેમ કે ફળની અપેક્ષા બાધ્ય હોવાને કારણે તેઓનું અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન છે.
અહીં વિચારકને પ્રશ્ન થાય કે મુગ્ધ જીવોને ભૌતિક સુખની ફળની આશંસા બાધ પામે તેવી છે, તો ગીતાર્થો ઉપદેશ આપીને તેનું નિવર્તન કરાવવાને બદલે ભૌતિક ફળની આશંસાથી અનુષ્ઠાન કેમ કરાવે છે ? તેથી કહે છે
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૦
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪ આ રીતે જ મુગ્ધ જીવોને માર્ગના અનુસરણની પ્રાપ્તિ છે અર્થાત્ મુગ્ધ જીવોને ભૌતિક સુખની આશંસાથી અનુષ્ઠાન બતાવવામાં આવે, અને તે અનુષ્ઠાનનું સાક્ષાત્ ફળ મેળવે, ત્યારે તેઓને શાસ્ત્રવચનો પ્રત્યે શ્રદ્ધા થાય છે; અને તેથી તે શાસ્ત્રવચનો દ્વારા આ અનુષ્ઠાનનું પારમાર્થિક ફળ મોક્ષ છે, તેમ સાંભળે, ત્યારે તેઓને મોક્ષનો આશય પણ થાય છે, અને એ રીતે ક્રમે કરીને મોક્ષમાર્ગની પ્રાપ્તિ પણ થાય છે. તેથી મુગ્ધ જીવોને ભૌતિક સુખના આશયથી કરાયેલું અનુષ્ઠાન મોક્ષમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે. માટે ગીતાર્થો પ્રારંભિક ભૂમિકાવાળા તેવા જીવોને માર્ગમાં પ્રવેશ કરાવવા અર્થે ભૌતિક ફળની પ્રાપ્તિ માટે પણ અનુષ્ઠાન કરાવે છે. ૨૩ અવતરણિકા :
શ્લોક-૨૦માં કહ્યું કે મુક્તિઅદ્વેષથી જનિત ક્રિયારાગ તહેતુઅનુષ્ઠાનનું બીજ છે, અને તેની પુષ્ટિ કરવા માટે શ્લોક-૨૧-૨૨માં યુક્તિથી સ્થાપન કર્યું કે બાધ્યફળઅપેક્ષાસહકૃત મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક છે. તેથી જે મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક નથી, તેવો મુક્તિઅદ્વેષ ભવભ્રમણમાં બાધક નથી. માટે તેવો મુક્તિઅદ્વેષ સદનુષ્ઠાનનું કારણ નથી, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
इत्थं च वस्तुपालस्य भवभ्रान्तौ न बाधकम् ।
गुणाद्वेषो न यत्तस्य क्रियारागप्रयोजकः ।।२४।। અન્વયાર્થ :
રૂલ્ય ઘ=અને આ રીતે-પૂર્વમાં કહ્યું એ રીતે, મુક્તિઅદ્વેષવિશેષની ઉક્તિ હોતે છતે વસ્તુપાનસ્થ કુળદેષ =વસ્તુપાળનો ગુણઅષ મવદ્ધાન્તોત્ર ભવભ્રાંતિમાંeભવભ્રમણમાં થાય =બાધક થયો નહીં, =જે કારણથી તસ્વ=તેનો=વસ્તુપાલના=વસ્તુપાળનો ગુણઅદ્વેષ વિરામપ્રયોગ:= ક્રિયારાગનો પ્રયોજક ન=ન થયો. ૨૪
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૧
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૪ શ્લોકાર્ચ -
અને આ રીતે વસ્તુપાળનો ગુણઅદ્વેષ ભવભ્રમણનો બાધક થયો નહીં, જે કારણથી તેનો ગુણઅદ્વેષ ક્રિયારાગનો પ્રયોજક ન થયો. રજી.
નોંધ :- શ્લોકમાં જમવ=મુક્તિઅદ્વેષ સમજવો. ટીકા :
इत्थं चेति-इत्थं च मुक्त्यद्वेषविशेषोक्तौ च वस्तुपालस्य पूर्वभवे साधुदर्शनेऽप्युपेक्षयाऽज्ञा(जा)ततद्गुणरागस्य चौरस्य भवभ्रान्तौ दीर्घसंसारभ्रमणे न बाधकं, यद्यस्मात्तस्य गुणाद्वेषः क्रियारागप्रयोजको नाभूत् । इष्यते च तादृश एवायं तद्धत्त्वनुष्ठानोचितत्वेन संसारहासकारणमिति ।।२४।। ટીકાર્ય :
રૂક્ષ્ય ૨ .... સંસારાસારથિતિ છે અને આ રીતે પૂર્વમાં કહ્યું એ રીતે, મુક્તિઅદ્વેષવિશેષની ઉક્તિ હોતે છતે સાધુદર્શનમાં પણ ઉપેક્ષાને કારણે અજાતતગુણરાગવાળા=સાધુના ગુણનો રાગ જેતે ઉત્પન્ન થયો નથી એવા, વસ્તુપાળતા પૂર્વભવમાં ચોરતે ભવભ્રાંતિમાં-દીર્ઘ સંસારભ્રમણમાં, બાધક થયો નહિ ગુણઅદ્વેષ બાધક થયો નહિ મુક્તિઅદ્વેષ બાધક થયો નહીં; યમી =જે કારણથી, તેનો ગુણઅદ્વેષ=વસ્તુપાળતા પૂર્વભવમાં ચોરનો ગુણઅદ્વેષ, ક્રિયારાગનો પ્રયોજક ન થયો, અને તેવો જ બાધ્યફળઅપેક્ષાસહકૃત ક્રિયારાગનો જનક તેવો જ, આ મુક્તિઅદ્વેષ, તહેતુઅનુષ્ઠાનના ઉચિતપણા વડે સંસારની હાનિનું કારણ ઈચ્છાય છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. રજા
ભાવાર્થ -
ક્રિયારાગના અપ્રયોજક એવા મુક્તિઅષને ભવભ્રમણની અલ્પતાનું અકારણ બતાવનાર યુક્તિ :
શ્લોક-૨૦માં સ્થાપન કર્યું એ રીતે ક્રિયારાગનો જનક એવો મુક્તિઅદ્વેષ તહેતુઅનુષ્ઠાનનું કારણ છે. તેમાં દૃષ્ટાંત આપે છે કે વસ્તુપાળના પૂર્વભવમાં ચોરના જીવને સાધુનું દર્શન થયું ત્યારે સાધુ પ્રત્યે ઉપેક્ષા હતી, પરંતુ દ્વેષ ન
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૨
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૪-૨૫ હતો. તેથી તે ચોરના જીવને ગુણનો અદ્વેષ હતો, તોપણ સાધુના દર્શનને કારણે તેમના ગુણો પ્રત્યે રાગ થયો નહીં અર્થાતુ સંયમની ક્રિયા પ્રત્યે રાગ થયો નહીં. તેથી તે ગુણઅદ્વેષ પણ ક્રિયારાગનો જનક નહીં હોવાથી દીર્ઘ સંસારપરિભ્રમણમાં બાધક થયો નહિ.
તેથી એ ફલિત થાય કે જે મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક ન બને તે દીર્ઘ સંસારના પરિભ્રમણમાં બાધક બનતો નથી, પરંતુ જે મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક છે તે દીર્થસંસારના પરિભ્રમણમાં બાધક છે; અને જે મુક્તિઅદ્વેષ દીર્થસંસારના પરિભ્રમણનો બાધક હોય તેવો મુક્તિઅદ્વેષ તહેતુઅનુષ્ઠાનનું બીજ છે; કેમ કે જે જીવો તહેતુઅનુષ્ઠાન કરે છે, તે જીવોને દીર્થસંસારનો બાધ થાય છે, અને જે જીવો તહેતુઅનુષ્ઠાન કરતા નથી, તેઓને દીર્ધસંસારનો બાધ થતો નથી.
શ્લોકમાં બતાવેલ વસ્તુપાળનું દૃષ્ટાંત આ પ્રમાણે છે – વસ્તુપાળ પૂર્વભવમાં ચોર હતો. ચોરીનો માલ લઈને નાસતા એવા તેની પાછળ કોટવાળો તેને પકડવા માટે આવી રહ્યા હતા, તેવામાં રસ્તામાં તેને સાધુ મહાત્માનાં દર્શન થયાં, ત્યારે તેને સાધુને જોઈને તેમના સંયમ પ્રત્યેનો રાગ પણ થયો નહીં અને દ્વેષ પણ થયો નહીં, પરંતુ ઉપેક્ષા થઈ અર્થાત્ વસ્તુપાળને જે ગુણઅષ હતો, તે ગુણઅષ સાધુના સંયમ પ્રત્યેના રાગનું કારણ ન બનવાથી તેના ભવભ્રમણનો બાધક બન્યો નહીં. આથી વસ્તુપાળના ભવમાં વીર પરમાત્માને પામીને પણ તેને ધર્મની પ્રાપ્તિ થઈ નહીં. ૨૪ અવતરણિકા :
શ્લોક-૧ થી ૨૪ સુધી મુક્તિઅષનું કથન કર્યું. તેનું નિગમત કરતાં અર્થાત્ ફલિતાર્થ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
जीवातुः कर्मणां मुक्त्यद्वेषस्तदयमीदृशः । गुणरागस्य बीजत्वमस्यैवाव्यवधानतः ।।२५।।
Page #94
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/બ્લોક-૨૫
અન્વયાર્થ :
ત ્=તે કારણથી=પૂર્વમાં વર્ણન કર્યું તે રીતે પૂર્વસેવાના ચાર ભેદોમાં મુક્તિઅદ્વેષ પ્રધાન છે તે કારણથી, વૃશઃ=આવા પ્રકારનો=બાધ્યફળ અપેક્ષાસકૃત મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક છે, એમ શ્લોક-૨૦માં બતાવ્યું તેવા પ્રકારનો, અવં મુખ્યદ્વેષ:=આ મુક્તિઅદ્વેષ ર્માં=કર્મનો= સદનુષ્ઠાનનો નીવાતુ:=જીવાતુ છે=પ્રાણ છે, સ્કેવ=આવું જ=આવા પ્રકારના મુક્તિઅદ્વેષનું જ, અવ્યવધાનતઃ=અવ્યવધાનથી મુળરામ્ય વીતત્વ=ગુણરાગનું બીજપણું છે. ।।૨૫।।
શ્લોકાર્થ :
તે કારણથી આવા પ્રકારનો આ મુક્તિઅદ્વેષ સદનુષ્ઠાનનો પ્રાણ છે, આવા પ્રકારના મુક્તિઅદ્વેષનું જ અવ્યવધાનથી ગુણરાગનું બીજપણું છે. ।।૨૫।।
ટીકા ઃ
जीवातुरित्याद्यारभ्याष्टश्लोकी सुगमा ।।
૭૩
ટીકાર્ય :શ્લોક-૨૫ નીવાતુઃ થી આરંભી ૩૨મા શ્લોક સુધીના ૮ શ્લોક સુગમ છે. તેથી ગ્રંથકારશ્રીએ ટીકા લખેલ નથી. ।।૨૫-૩૨।।
ભાવાર્થ :
શ્લોક-૧ની અવતરણિકામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પૂર્વસેવાના ચાર ભેદોમાં મુક્તિઅદ્વેષનું પ્રધાનપણું છે, અને તે મુક્તિઅદ્વેષમાં કેવો મુક્તિઅદ્વેષ પ્રધાન છે, તેનું શ્લોક-૧ થી ૨૪ સુધી વર્ણન કર્યું. હવે તેનું નિગમન કરતાં કહે છે –
તે કારણથી બાધ્યફળઅપેક્ષાસહત એવો મુક્તિઅદ્વેષ ધર્મઅનુષ્ઠાનનો પ્રાણ છે. તેથી એ ફલિત થાય કે બાધ્યફળઅપેક્ષાસહકૃત નથી એવો જે મુક્તિઅદ્વેષ છે, તે પ્રધાન નથી, પરંતુ બાધ્યફળઅપેક્ષાસહષ્કૃત એવો મુક્તિઅદ્વેષ પૂર્વસેવાના ચાર ભેદોમાં પ્રધાન છે; કેમ કે સર્વ ધર્માનુષ્ઠાનોનો તે પ્રાણ છે, અને આવો જ મુક્તિઅદ્વેષ અવ્યવધાનથી ગુણરાગનું બીજ છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૪
મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૫-૨૬ આશય એ છે કે બાધ્યફળઅપેક્ષાસહકૃત મુક્તિઅષવાળા જીવો જ્યારે સદનુષ્ઠાન કરે છે ત્યારે તેઓને વ્યવધાન વિના જ=વિલંબ વિના જ તત્કાળ જ ક્રિયાનો રાગ થાય છે. તેથી ક્રિયાના રાગરૂપ ગુણરાગનું બીજ બાધ્યફળઅપેક્ષાસહકૃત મુક્તિઅદ્ધ ષ છે, અને તેથી તે મુક્તિઅદ્વેષ તહેતુઅનુષ્ઠાનનું કારણ છે. રપા અવતરણિકા :
પૂર્વસેવાના ચાર ભેદોમાંથી પ્રધાન એવા મુક્તિઅદ્વેષનું કેવું સ્વરૂપ છે ? તે સ્પષ્ટ કરે છે – શ્લોક :
धारालग्नः शुभो भाव एतस्मादेव जायते ।
अन्तस्तत्त्वविशुद्ध्या च विनिवृत्ताग्रहत्वतः ।।२६।। અન્વયાર્થ
સન્તસ્તત્ત્વવિચા=ચિત્તની વિશુદ્ધિ હોવાના કારણે વિનિવૃત્તા પ્રહત્વતિ: ચ=અને વિનિવૃત આગ્રહપણું હોવાને કારણે પતસ્મા આનાથી જ= પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારના મુક્તિઅષથી જ ધારાના ગુમ ભાવ = રાલગ્ન શુભભાવ ગાયતે થાય છે. ૨૬ શ્લોકાર્ચ - ચિત્તની વિશુદ્ધિ હોવાના કારણે અને વિનિવૃત્ત આગ્રહપણું હોવાને કારણે, આનાથી જ-પૂર્વમાં વર્ણન ક્યુ એવા મુક્તિઅદ્વેષથી જ, ધારાલગ્ન શુભભાવ થાય છે. રિકો ભાવાર્થ :
ચરમાવર્તમાં આવેલા જીવો કર્મમલની અલ્પતાને કારણે ભવના ઉત્કટ રાગ વગરના હોય છે. તેથી તેઓનું અંત:તત્ત્વરૂપ ચિત્ત વિશુદ્ધ હોય છે, અને ચિત્તની વિશુદ્ધિના કારણે તેઓમાં અતત્ત્વનો રાગ હોવા છતાં અતત્ત્વ પ્રત્યેનો આગ્રહ નિવૃત્ત થયેલો હોવાથી તેઓનું અતત્ત્વનું વલણ ઉપદેશાદિની સામગ્રીથી
Page #96
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૬-૨૭
૫ નિવર્તન પામે તેવું હોય છે, અને તેવા જીવોને મુક્તિઅષથી જ ક્રિયાકાળમાં ધારાલગ્ન શુભ ભાવ થાય છે; કેમ કે મુક્તિઅદ્વેષને કારણે આવા જીવો ધર્માનુષ્ઠાન કરે છે ત્યારે તે ધર્માનુષ્ઠાન પ્રત્યે તેઓને પ્રતિ વર્તે છે, અને આ ધર્માનુષ્ઠાન પ્રત્યેની પ્રીતિ ક્રમે કરીને વિશેષ પ્રકારના યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી શરમાવર્તવાળા જીવોનો મુક્તિઅદ્વૈષ પૂર્વસેવાના ચાર ભેદોમાં પ્રધાન છે. રકા અવતરણિકા :
ધારાસગ્ન શુભભાવને કારણે શું થાય છે ? તે સ્પષ્ટ કરે છે – શ્લોક :
अस्मिन् सत्साधकस्येव नास्ति काचिद्विभीषिका । સિરીમાન પ્રમોથાન્તરક્રિયા પારકા અન્વયાર્થ :
સ્મિ—આ હોતે છતે મુક્તિઅદ્વૈષવાળાને અનુષ્ઠાનકાળમાં ધારાસગ્ન શુભભાવ હોતે છતે સત્સાવચેવ સત્સાધકની જેમ કોઈ વિમોષિક ભય નાસ્તિકતથી; કેમ કે સિદ્ધરસમાવેન સિદ્ધિના આસાભાવને કારણે પ્રમોદ્રાન્તરોયા–પ્રમોદનો અંદરમાં ઉદય છે=પ્રમોદનો ચિત્તમાં ઉદય છે. ll૧૭ના શ્લોકાર્ધ :
આ હોતે છતે સસાધકની જેમ કોઈ ભય નથી; કેમ કે સિદ્ધિના આસન્નભાવને કારણે પ્રમોદનો ચિત્તમાં ઉદય છે. ર૭ll ભાવાર્થ - વિશિષ્ટ મુકિતઅષની પ્રાપ્તિથી મોક્ષની આસન્નતાને કારણે સાધકને પ્રમોદનો ઉદય –
બાધ્યફળઅપેક્ષા સહકૃત મુક્તિઅષવાળા જીવોને સદનુષ્ઠાનમાં પ્રીતિ વર્તે છે, અને આ સદનુષ્ઠાનની પ્રીતિ મોક્ષના બીજભૂત ધારાલગ્ન શુભભાવરૂપ
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૬
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૭-૨૮ છે; અને ધારાલગ્ન શુભભાવ હોતે છતે ચરમાવર્તવાળા જીવોને આ સંસારનું સ્વરૂપ સાંભળીને કોઈ ભય ઉત્પન્ન થતો નથી; પરંતુ જેમ સર્વિદ્યાસાધકને સિદ્ધિ આસન્ન દેખાય ત્યારે વેતાલ આદિના ઉપદ્રવથી પણ ભય ઉત્પન્ન થતો નથી, તેમ ચરમાવર્તવર્તી જીવો, આ સંસારનું ચાર ગતિના ભ્રમણરૂપ ભયાવહ સ્વરૂપ સાંભળે છે ત્યારે સંસારથી ભય પામવા છતાં પણ, પોતાને થયેલા શુભભાવના બળથી ‘હું નજીકમાં મોક્ષને પામીશ” એવો આપ્તપુરુષોના વચનથી વિશ્વાસ ઉત્પન્ન થવાને કારણે ચિત્તમાં પ્રમોદનો ઉદય થવાથી, સંસારના પરિભ્રમણથી ભયભીત થઈને વિહ્વળ બનતા નથી, પરંતુ સંસારના ઉચ્છેદ માટે ઉત્સાહી થાય છે. ગરબા અવતરણિકા :
શ્લોક-૨૭માં કહ્યું કે ચરમાવર્તવાળા જીવોને ધારાલગ્ન શુભભાવ હોતે છતે કોઈ ભય નથી; કેમ કે સિદ્ધિ નજીક દેખાય છે. ત્યાં પ્રશ્ન થાય કે ચરમાવર્તવર્તી જીવોને મોક્ષ નજીક છે તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – શ્લોક :
चरमावर्तिनो जन्तोः सिद्धरासनता ध्रुवम् ।
भूयांसोऽमी व्यतिक्रान्तास्तेष्वेको बिन्दुरम्बुधौ ।।२८।। અન્વયાર્થ :
પરમાવતિનો નન્ત =ચરમાવર્તવર્તી જીવોને ધ્રુવ—નિચ્ચે સિદ્ધરાસન્નતાસિદ્ધિની આસન્નતા છે. સિદ્ધિની આસન્નતા કેમ છે ? તે સ્પષ્ટ કરે છે –
મૂયાં: ઘણા ની આ=આવર્તા તિત્તિા =પસાર કરાયા તેપુત્ર તેઓમાંeઘણા આવર્તામાં એકાએક આવર્ત સંવુથો વિવું=સમુદ્રમાં બિંદુ છે. ૨૮ શ્લોકાર્થ :ચરમાવર્તવત જીવોને નિચ્ચે સિદ્ધિની આસન્નતા છે. સિદ્ધિની આસન્નતા કેમ છે ? તે સ્પષ્ટ કરે છે –
Page #98
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા|શ્લોક-૨૮-૨૯
૭૭
ઘણા આવર્તો પસાર કરાયા, તેમાં એક આવર્ત સમુદ્રમાં બિંદુ
||૨૮ાા
છે.
ભાવાર્થ :
ચરમાવર્તી જીવોમાં મોક્ષનો આસન્નભાવ :
અનાદિકાળથી સંસારમાં ભટકતા જીવે અનંતા પુદ્ગલપરાવર્તન પસાર કર્યાં, જેમાં એક પુદ્ગલપરાવર્તનકાળ સમુદ્રમાં એક બિંદુ જેટલો છે. વળી જે જીવને સદનુષ્ઠાનમાં પ્રીતિ થાય છે, તે સદનુષ્ઠાનમાં વર્તતી પ્રીતિરૂપ શુભભાવથી નક્કી થાય છે કે આ જીવ ચ૨માવર્તમાં આવેલ છે, અને હવે ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષે જશે, તેથી તેને સિદ્ધિની આસન્નતા નક્કી છે. આ સિદ્ધિનો આસન્નભાવ હોવાને કારણે ચ૨માવર્તવાળા જીવો શાસ્ત્રવચનથી સંસારનું સ્વરૂપ સાંભળીને ભય પામેલા હોવા છતાં ‘મારી સિદ્ધિ હવે નજીકમાં થશે' તેવું આપ્તપુરુષના વચનથી જાણીને પ્રમોદવાળા થાય છે, તેમ પૂર્વ શ્લોક સાથે સંબંધ છે. II૨૮॥
અવતરણિકા :
પૂર્વશ્લોક-૨૮માં કહ્યું કે ચરમાવવર્તી જીવોને નક્કી સિદ્ધિની આસન્નતા છે, અને આપ્તપુરુષના વચનથી ‘હું ચરમાવર્તમાં છું માટે મારી સિદ્ધિ નક્કી છે.' એવો નિર્ણય થવાથી ચરમાવર્તવાળા જીવોને જે સુખ થાય છે તે સ્પષ્ટ કરે છે
શ્લોક ઃ
--
मानोरथिकमित्थं च सुखमास्वादयन् भृशम् । पीड्यते क्रियया नैव बाढं तत्रानुरज्यते ।। २९ ।। અન્વયાર્થ :
રૂ ં ચ=અને આ રીતે=‘મતે શુભભાવ વર્તે છે તેથી એક પુદ્ગલપરાવર્તમાં હું સિદ્ધિ પામીશ' એવો નિર્ણય થાય છે એ રીતે, માનોરથિમ્ સુઘ=મનોરથથી થયેલા સુખને મૃગમાસ્વાવય-અત્યંત આસ્વાદન કરતો
Page #99
--------------------------------------------------------------------------
________________
૭૮
મુક્તિઅદ્વેષપ્રાધાન્યાત્રિશિકા/શ્લોક-૨-૩૦ એવો ચરમાવર્તવર્તી જીવ વિ=ક્રિયા વડે સક્રિયાઓ વડે નૈવ પીચ પીડા પામતો નથી જ, તત્ર ત્યાંત્રક્રિયામાં વાઢિમ્ નુર=અત્યંત અનુરાગવાળો થાય છે. ૨૯ શ્લોકાર્ચ -
અને આ રીતે મનોરથથી થયેલા સુખને અત્યંત આસ્વાદન કરતો ચરમાવર્તવર્તી જીવ, ક્રિયા વડે પીડા પામતો નથી જ, ત્યાંરક્રિયામાં અત્યંત અનુરાગવાળો થાય છે. ર૯l. ભાવાર્થ :ચરમાવર્તવાળા જીવને સક્રિયામાં રાગ :
ચરમાવર્તવાળા જીવો મુક્તિઅદ્વેષથી પ્રીતિપૂર્વક સદનુષ્ઠાન કરે છે ત્યારે ધારાલગ્ન શુભભાવ થાય છે, અને યોગીઓ પાસેથી સાંભળેલાં શાસ્ત્રવચનોથી હું આ શુભભાવના બળથી નજીકમાં મોક્ષે જઈશ” એવો નિર્ણય થતાં, તે મનોરથથી થયેલા સુખનું અત્યંત આસ્વાદન કરે છે, અને તેના કારણે સાધનાની કઠોર ક્રિયાથી પણ પીડા પામતા નથી જ, પરંતુ સદનુષ્ઠાનમાં અત્યંત અનુરાગવાળા થાય છે; કેમ કે “મોક્ષની પ્રાપ્તિમાં આ ક્રિયાઓ પ્રબળ નિમિત્ત છે, માટે આ ક્રિયાઓને હું અપ્રમત્તભાવથી સેવું, કે જેથી મને શીધ્ર મોક્ષની પ્રાપ્તિ થાય એવો અભિલાષ થાય છે. રા અવતરણિકા :
શ્લોક-૨૯માં કહ્યું કે ચરમાવર્તવાળા જીવો “મારી મુક્તિ હવે નજીક છે' એમ નિર્ણય થતાં મનોરથથી થયેલા સુખને અનુભવે છે, અને મુક્તિના ઉપાયભૂત ક્રિયાઓમાં ગાઢ રાગ કરે છે. તેનાથી જે થાય છે તે બતાવે છે –
શ્લોક :
प्रसन्नं क्रियते चेतः श्रद्धयोत्पन्नया ततः । मलोज्झितं हि कतकक्षोदेन सलिलं यथा ।।३०।।
Page #100
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/મ્લોક-૩૦
અન્વયાર્થ :
યથા=જેમ તક્ષોવેન=કતકના ચૂર્ણથી સતિબં=પાણી મોન્દ્રિત દિ= મેલથી રહિત થાય છે=ચોખ્ખું થાય છે, તેમ તતઃ=તેના કારણે=‘મારો મોક્ષ આસન્ન છે' તેવો નિર્ણય થવાના કારણે ઉત્પન્ના શ્રદ્ધા=ઉત્પન્ન થયેલી શ્રદ્ધાથી ચેત=ચિત્ત પ્રસન્ન તેિ=પ્રસન્ન થાય છે. 113011
શ્લોકાર્થ :
જેમ કતકના ચૂર્ણથી પાણી મેલથી રહિત થાય છે, તેમ તેના કારણે= ‘મારો મોક્ષ આસન્ન છે' તેવો નિર્ણય થવાના કારણે ઉત્પન્ન થયેલી શ્રદ્ધાથી ચિત્ત પ્રસન્ન થાય છે. [30]]
ભાવાર્થ:
-
સન્ક્રિયાના રાગથી શ્રદ્ધાની વૃદ્ધિ અને ચિત્તની શુદ્ધિ
ચ૨માવર્તમાં આવેલા જીવોને સદનુષ્ઠાનમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે, અને આ પ્રીતિને કારણે ‘હું ચ૨માવર્તમાં આવેલ છું અને નક્કી એક પુદ્ગલપરાવર્તમાં મોક્ષમાં જઈશ' એવો આપ્તપુરુષના વચનથી નિર્ણય થાય છે. તેથી ‘મારા કલ્યાણનું એકમાત્ર કારણ આ સદનુષ્ઠાન છે' તેવી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, અને તેના કારણે ચિત્તમાં પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. જેમ કતકના ચૂર્ણથી પાણી મેલરહિત થાય છે, તેમ આ જીવોને સદનુષ્ઠાન પ્રત્યે વિશિષ્ટ શ્રદ્ધા થવાને કારણે ચિત્તમાં નિર્મળતા પ્રગટે છે. તેથી સદનુષ્ઠાન પ્રત્યે પ્રીતિની અત્યંત વૃદ્ધિ થાય છે, અને તેના ફળરૂપે જે થાય છે તે સ્વયં ગ્રંથકારશ્રી આગળના શ્લોકમાં બતાવે છે. જે
અહીં વિશેષ એ છે કે જે જીવોને સદનુષ્ઠાન પ્રત્યે પ્રીતિ વર્તે છે, તેવા જીવોને કોઈ આપ્ત પુરુષનો યોગ થાય અને આપ્તપુરુષ શાસ્ત્રવચનના અવલંબનથી તેઓને કહે કે “આ સદનુષ્ઠાનની પ્રીતિ ચરમાવર્ત પૂર્વે જીવને આવતી નથી, અને ચ૨માવર્તવાળા જીવને આ સદનુષ્ઠાન પ્રત્યે પ્રીતિ થાય છે, અને ત્યારે આવી પ્રીતિવાળો જીવ અપ્રમાદભાવથી યત્ન કરે તો અલ્પકાળમાં સંસારનો અંત કરીને મોક્ષને પામે છે; અને કોઈક નિમિત્તને પામીને પ્રમાદવશ થાય અને ધર્મથી વિપરીત પ્રવૃત્તિ કરે તોપણ એક પુદ્ગલપરાવર્તમાં ફરી માર્ગમાં આવીને
૭૯
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૦
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૩૦-૩૧
અવશ્ય સંસા૨નો અંત કરે છે.” આ પ્રકારનો આપ્તપુરુષનો ઉપદેશ સાંભળીને અતત્ત્વના આગ્રહ વગરના ચરમાવર્તવાળા જીવો સદનુષ્ઠાન પ્રત્યે અતિશય શ્રદ્ધાવાળા થાય છે, અને તેનાં કારણે તેઓનું ચિત્ત નિર્મળ બને છે. તેના ફળરૂપે જે થાય છે તે ગ્રંથકારશ્રી આગળ બતાવે છે. Ilaoll
શ્લોક ઃ
वीर्योल्लासस्ततश्च स्यात्ततः स्मृतिरनुत्तरा ।
ततः समाहितं चेतः स्थैर्यमप्यवलम्बते ।। ३१ ।।
અન્વયાર્થ :
સ્વા-થ
તતશ્વ=અને તેનાથી=પ્રસન્ન થયેલા ચિત્તથી વીર્થોલ્લાસઃ-વીર્યોલ્લાસ =થાય છે, તતઃ=તેનાથી-વીર્થોલ્લાસથી અનુત્તર।સ્મૃતિઃ=અનુત્તર સ્મૃતિ થાય છે, તતઃ=તેનાથી=અનુત્તર સ્મૃતિથી સમાહિત ચેત!=સમાધાન પામેલું ચિત્ત સ્થૂર્વપિ=સ્વૈર્યનું પણ અવતંત્રતે=અવલંબન કરે છે. ||૩૧||
શ્લોકાર્થ :
અને તેનાથી=નિર્મળ થયેલા ચિત્તથી, વીર્યોલ્લાસ થાય છે, તેનાથી અનુત્તર સ્મૃતિ થાય છે, તેનાથી સમાધાન પામેલું ચિત્ત થૈર્યનું પણ અવલંબન કરે છે. ||૩૧||
ભાવાર્થ :
ચિત્તની શુદ્ધિ, વીર્યનો ઉલ્લાસ, વિશિષ્ટ સ્મૃતિ, સ્વૈર્યની પ્રાપ્તિ આદિ ક્રમથી મુક્તિઅદ્વેષવાળા જીવોનો યોગમાર્ગમાં વિકાસ :
શ્લોક-૩૦માં કહ્યું કે સદનુષ્ઠાન પ્રત્યે ઉત્પન્ન થયેલી શ્રદ્ધાને કારણે ચરમાવર્તવાળા જીવોનું ચિત્ત પ્રસન્ન થાય છે, અર્થાત્ નિર્મળ થાય છે, અને ચિત્તની નિર્મળતા થવાને કારણે સદનુષ્ઠાનને સમ્યક્ કરવા માટે તેઓને વીર્યોલ્લાસ થાય છે. તેથી આવા જીવો સદનુષ્ઠાનને સમ્યક્ કરવા માટે ઉચિત વિધિ જાણવા યત્ન કરે છે, અને તે વિધિને જાણીને તેને અત્યંત સ્થિર કરવા માટે યત્ન કરે છે, અને સ્થિર કર્યા પછી સદનુષ્ઠાન વિધિપૂર્વક સ્વશક્તિ અનુસાર
Page #102
--------------------------------------------------------------------------
________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧-૩૨
કરે છે; અને આવા વીર્યોલ્લાસપૂર્વક સદનુષ્ઠાન કરવાને કારણે યોગમાર્ગના ઉત્તમ સંસ્કારો પડે છે, જેના કારણે તેઓને યોગમાર્ગની અનુત્તર કોટિની સ્મૃતિ થાય છે. યોગમાર્ગની અનુત્તર કોટિની સ્મૃતિ થવાને કારણે તેઓનું ચિત્ત સમાધાનવાળું થાય છે અર્થાત્ ‘આ ભોગમાર્ગથી સર્યું, હું ઉત્તમ યોગમાર્ગને સેવું અને આત્મહિત સાધું' એવા પ્રકારનું સમાધાનવાળું ચિત્ત થાય છે; અને ચિત્ત સમાધાનવાળું થયેલું હોવાના કારણે આવા જીવો યોગમાર્ગની પ્રવૃત્તિમાં થૈર્યનું અવલંબન કરે છે, જેથી કોઈ વિશિષ્ટ નિમિત્તથી યોગમાર્ગથી પાત ન થાય તો શીઘ્ર સંસારના પારને પામે છે.
જેમ મેઘકુમારના જીવને હાથીના ભવમાં ‘દુ:હિતેષુ યાત્યન્ત’ એ પ્રકારના ચરમાવર્તના લક્ષણરૂપ યોગબીજની પ્રાપ્તિ થઈ, અને તેનાથી બંધાયેલા ઉત્તમ કોટિના પુણ્યથી મેઘકુમારના ભવની પ્રાપ્તિ થઈ અને ભગવાનના ઉપદેશને સાંભળીને ભવથી વિરક્ત થયા; કેમ કે ચરમાવર્તની પ્રાપ્તિને કારણે અતત્ત્વ પ્રત્યેનો આગ્રહ નિવૃત્ત થયેલો હોવાથી ભગવાનનો ઉપદેશ સમ્યક્ પરિણમન પામ્યો, જેથી વીર્યનો ઉલ્લાસ થયો અને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરીને મહાસ્વૈર્યપૂર્વક સંયમ પાળીને સર્વાર્થસિદ્ધમાં ગયા. ॥૩૧॥
અવતરણિકા :
પ્રસ્તુત દ્વાત્રિંશિકાનું નિગમન કરતાં કહે છે
શ્લોક ઃ
-
अधिकारित्वमित्थं चापुनर्बन्धकतादिना ।
मुक्त्यद्वेषक्रमेण स्यात् परमानन्दकारणम् ।।३२।।
૮૧
અન્વયાર્થ ઃ
રૂi ==અને આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું કે પ્રીતિ, શ્રદ્ધા, વીર્યોલ્લાસ આદિવા ક્રમથી યોગમાર્ગમાં સ્વૈર્યની પ્રાપ્તિ થાય છે એ રીતે, મુત્ત્વદ્વેષમેળ= મુક્તિઅદ્વેષના ક્રમથી અપુનર્જન્મ તાવિના=અપુનર્બંધકતાદિરૂપે અધારિત્વમ્= અધિકારીપણું=મોક્ષમાર્ગનું અધિકારીપણું પરમાનન્દ્રારમ્=પરમાનંદનું કારણ=મોક્ષનું કારણ સ્થા=થાય છે. ।।૩૨।।
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૨
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિશિકા/શ્લોક-૩ર. શ્લોકાર્ય :
અને આ રીતે મુક્તિઅદ્વેષના ક્રમથી અપુનબંધકતાદિરૂપે મોક્ષમાર્ગનું અધિકારીપણું મોક્ષનું કારણ થાય છે. Il3ચા
‘૩પુનર્વધર્તા અહીં ‘આ’ થી સમ્યગ્દષ્ટિપણું, દેશવિરતિપણું, સર્વવિરતિપણું ગ્રહણ કરવું. ભાવાર્થ :મુક્તિના અષના ક્રમથી અપુનબંધકતાદિરૂપે યોગમાર્ગના અધિકારીપણાની પ્રાપ્તિ -
પૂર્વમાં કહ્યું કે ચરમાવર્તવાળા જીવોને તેમની વિશુદ્ધિને કારણે અતત્ત્વનો આગ્રહ નિવર્તન થયેલો હોય છે, તેથી સદનુષ્ઠાનમાં પ્રીતિ થવારૂપ શુભ ભાવ વર્તે છે; અને આ શુભ ભાવ મોક્ષનું આસન્ન કારણ છે, એવું આપ્ત પુરુષો પાસેથી સાંભળીને ચરમાવર્તવાળા જીવોને મોક્ષપ્રાપ્તિના મનોરથનું સુખ ઉત્પન્ન થાય છે. તેથી સદનુષ્ઠાનમાં અત્યંત રાગ ઉત્પન્ન થાય છે, જેના કારણે શ્રદ્ધાપૂર્વક સદનુષ્ઠાનને જાણવા અને જીવનમાં ઉતારવા માટે વર્ષોલ્લાસ થાય છે, અને અત્યંત વીર્ષોલ્લાસપૂર્વક સદનુષ્ઠાનને સેવીને તેઓ યોગમાર્ગમાં ધૈર્યભાવને પ્રાપ્ત કરે છે. આ રીતે મુક્તિઅદ્વેષના ક્રમથી અપુનબંધકતાદિરૂપે મોક્ષમાર્ગના અધિકારીપણાને પામે છે અને ક્રમે કરીને યોગમાર્ગમાં ધૈર્યભાવને પ્રાપ્ત કરીને પરમાનંદને પ્રાપ્ત કરે છે અર્થાત્ પ્રથમ મુક્તિઅદ્વેષ પ્રાપ્ત કરે છે, પછી મુક્તિરાગ થાય છે, પછી અત્યંત મુક્તિરાગને કારણે અપ્રમાદભાવપૂર્વક યોગમાર્ગને સેવીને મોક્ષને પ્રાપ્ત કરે છે. રૂચા
इति मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका ।।१३।।
Page #104
--------------------------------------------------------------------------
________________ बतौ च मुक्त्युपाय च, मुक्त्यर्थं प्रस्थिते पुनः। यस्य द्वेषो न तस्यैव, ચાટ્ય ગુવતિપૂનમ્ II' વળી મોક્ષમાં, મોક્ષના ઉપાયમાં અને મોક્ષ માટે પ્રસ્થિત એવા યોગીઓમાં જેને દ્વેષ નથી. તેનું જ ગુર્નાદિપૂજન ન્યાપ્ય છે.” : પ્રકાશક : હતાઈ ગઈ.' DESIGN BY 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૯. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 2211401 E-mail : gitarthganga@yahoo.co.in 9824048680