________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૮
૨૩ પૂર્વપક્ષીનો આશય એ છે કે દેવતાપૂજનાદિ અનુષ્ઠાન ચરમાવર્તવાળા જીવો કરે છે અને અચરમાવર્તવાળા જીવો કરે છે, તે બંનેના અનુષ્ઠાનમાં કોઈ ભેદ નથી; પરંતુ શરમાવર્તવાળા અને અચરમાવર્તવાળા કર્તારૂપ સહકારીના ભેદને કારણે ચરમાવર્તવાળા જીવોના દેવતાપૂજનાદિ અનુષ્ઠાનથી પૂર્વસેવારૂપ કાર્ય થાય છે, અને અચરમાવર્તવાળા જીવોના દેવતાપૂજનાદિ અનુષ્ઠાનથી પૂર્વસેવારૂપ કાર્ય થતું નથી. તેથી અનુષ્ઠાનમાં ભેદ નથી, પરંતુ સહકારીના ભેદના કારણે ફળભેદ થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે -- તારી વાત બરાબર નથી; કેમ કે ઇતર સહકારીથી સહિત એવા હેતુને ફળની સાથે વ્યાપ્ય સ્વીકારવાની અપેક્ષાએ ફળના અવચ્છેદક એવા કારણભેદની જ કલ્પના કરવી ઉચિત છે.
આશય એ છે કે જે દેવતાપૂજનાદિ અનુષ્ઠાન પૂર્વસેવાનું કાર્ય કરે છે, તે દેવતાપૂજનાદિ અનુષ્ઠાનને ચરમાવર્તવર્તી કર્તારૂપ સહકારીની પ્રાપ્તિ થઈ, માટે કાર્ય થયું; અને જે દેવતાપૂજનાદિ અનુષ્ઠાન પૂર્વસેવારૂપ કાર્ય કરતા નથી, તે દેવતાપૂજનાદિ અનુષ્ઠાનને ચરમાવર્તવર્તી કર્તારૂપ સહકારીની પ્રાપ્તિ ન થઈ, માટે કાર્ય ન થયું. તેથી કાર્યભેદ પ્રતિ અનુષ્ઠાનનો ભેદ કારણ નથી, પરંતુ એકમાં સહકારીની પ્રાપ્તિ થઈ માટે કાર્ય થયું અને બીજામાં સહકારીની પ્રાપ્તિ ન થઈ માટે કાર્ય ન થયું, એમ પૂર્વપક્ષી કહે છે, પરંતુ એમ સહકારીભેદ માનવા કરતાં જે જુદું કાર્ય થાય છે તેને અનુરૂપ કારણ જુદું છે, તે પ્રમાણે માનવું ઉચિત છે અર્થાત્ જે દેવતાપૂજનાદિથી પૂર્વસેવાનું કાર્ય થાય છે, તે દેવતાપૂજનાદિ અનુષ્ઠાન જુદા પ્રકારનું છે, અને જે દેવતાપૂજનાદિથી પૂર્વસેવારૂપ કાર્ય નથી થતું તે દેવતાપૂજનાદિ અન્ય પ્રકારનું છે, તેવી કલ્પના કરવી ઉચિત છે, તેમ ગ્રંથકારશ્રી કહે છે, અને તેમાં હેતુ કહે છે --
તે પ્રકારનો જ અનુભવ છે=જ્યાં જ્યાં કાર્યભેદ થાય છે, ત્યાં ત્યાં તેને અનુકૂળ એવા કારણનો ભેદ છે, તે પ્રકારનો જ અનુભવ છે.
આશય એ છે કે અનુષ્ઠાનરૂપ કારણ સર્વથા એકસરખું હોય તો તે અનુષ્ઠાનનું કાર્ય સમાન જ થવું જોઈએ; પરંતુ અચરમાવર્તવાળા જીવ કરતાં ચરમાવર્તવાળા જીવથી સેવાયેલું તે જ અનુષ્ઠાન જુદા પ્રકારનું થાય છે, તેથી જુદા પ્રકારનું કાર્ય થાય છે, એ પ્રકારનો અનુભવ છે. જેમ સંસારમાં પણ સર્વથા એકસરખી બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org