________________
૨૪
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૮-૯ ક્રિયાથી એકસરખું કાર્ય થાય છે, પરંતુ બે પુરુષ સર્વથા સમાન ક્રિયા કરે અને કાર્ય જુદું થાય છે, તેવો અનુભવ નથી. અનુભવના બળથી પણ નક્કી થાય છે કે ક્રિયાના વૈજાત્યકૃત જ ફળનું વૈજાય છે, પરંતુ બે ક્રિયા સર્વથા સમાન હોય અને ફળભેદ થાય તે અનુભવ વિરુદ્ધ છે, એ પ્રમાણે “સ્વાદુવાદકલ્પલતા'માં વિસ્તારથી બતાવાયેલ છે. માટે મુક્તિઅષવાળા અને મુક્તિદ્વેષવાળા જીવો જે દેવતાપૂજનાદિ કરે છે, તે બંનેનું અનુષ્ઠાન એક સમાન છે, એમ જે પૂર્વપક્ષી કહે છે, તે વાત યુક્ત નથી.
આનાથી એ ફલિત થાય કે ચિત્ર કરવાની ક્રિયા બે પુરુષ સમાન કરે તો ચિત્રની પ્રાપ્તિ પણ સમાન જ થાય છે, તેમ મુક્તિદ્વેષવાળા જીવો અને મુક્તિઅષવાળા જીવો સમાન જ અંતરંગભાવવાળી ગુરુપૂજન આદિ ક્રિયા કરે તો બન્નેને સમાન જ ફળની પ્રાપ્તિ થાય. વસ્તુતઃ મુક્તિદ્વેષવાળા જીવો ગુરુપૂજનાદિ કરે છે, ત્યારે પણ ઉચિત પ્રવૃત્તિ કરવા પ્રત્યેનો તેવો પક્ષપાત નથી જેવો મુક્તિઅદ્વૈષવાળાને છે, તેથી ક્રિયાકાળમાં વર્તતા ભાવભેદકૃત ક્રિયાભેદ તે બન્નેની ક્રિયામાં છે. આથી એકની ક્રિયા યોગમાર્ગની પૂર્વસેવા બનતી નથી અને અન્યની પૂર્વસેવા યોગમાર્ગનું કારણ બને છે. દા અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે એક જ દેવતાપૂજનાદિ અનુષ્ઠાન કર્તાના ભેદથી ભેદ પામે છે. તેથી હવે કર્તાના ભેદથી એક અનુષ્ઠાન પાંચ ભેદવાળું કઈ રીતે બને છે ? અને તેમાં કયાં અનુષ્ઠાનો ફળપ્રાપ્તિનું કારણ છે ? અને કયાં અનુષ્ઠાનો ફળપ્રાપ્તિનું કારણ નથી ? તે સ્પષ્ટ કરવા કહે છે – શ્લોક :
भवाभिष्वङ्गतस्तेनानाभोगाच्च विषादिषु ।
अनुष्ठानत्रयं मिथ्या द्वयं सत्यं विपर्ययात् ।।९।। અન્વયાર્થ :
તેન તે કારણથી-કર્તાના ભેદથી અનુષ્ઠાનનો ભેદ છે તે કારણથી, વિષાવિષ=વિષાદિ અનુષ્ઠાનોમાં મવમધ્યત:=ભવના અભિવૃંગને કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org