________________
૨૨
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૮ બહારના જીવો સંયમ ગ્રહણ કરે છે અને નવમા ગ્રેવેયકમાં જાય છે, ત્યારે મોક્ષની અપ્રતિપત્તિને કારણે કે સ્વઈષ્ટવ્યાઘાતક શંકાથી મુક્તિનો દ્વેષ કરતા નથી; પરંતુ તે સિવાયના અચરમાવર્તવાળા જીવોને મોક્ષનું વર્ણન અપ્રીતિકર હોય છે, તેથી તેઓ મુક્તિના વૈષવાળા છે; અને ચરમાવર્તવાળા પણ બધા જીવો મુક્તિના અદ્રષવાળા નથી, પરંતુ જે જીવો કર્મમળની અલ્પતાને કારણે યોગમાર્ગની સન્મુખ થયા છે, તેવા જીવોમાં મુક્તિનો અદ્દેષ વર્તી રહ્યો છે. તેને સામે રાખીને અહીં કહે છે કે ચરમાવર્તગત જીવકર્તક દેવતાપૂજનાદિ અનુષ્ઠાન અને અચરમાવર્તગત જીવકર્તક દેવતાપૂજનાદિ અનુષ્ઠાન જુદાં છે.
તેથી એ પ્રાપ્ત થાય કે અચરમાવર્તવાળા જીવો પ્રાયઃ મુક્તિઅદ્વૈષવાળા નથી, તેથી તેઓનું દેવતાપૂજનાદિ અનુષ્ઠાન કલ્યાણની પરંપરાનું કારણ બનતું નથી; અને ચરમાવર્તવાળા જીવો પ્રાયઃ મુક્તિઅષવાળા છે, તેથી તેઓનું દેવતાપૂજનાદિ અનુષ્ઠાન કલ્યાણની પરંપરાનું કારણ બને છે. માટે ચરમાવર્તવાળા જીવો મુક્તિઅદ્વેષપૂર્વક દેવતાપૂજનાદિ ક્રિયાઓ કરે છે, તે ક્રિયાઓ યોગમાર્ગની પૂર્વસેવારૂપ બને છે, અને ચરમાવર્તની બહારના જીવો મુક્તિઅદ્વૈષવાળા નહીં હોવાથી જે દેવતાપૂજનાદિ ક્રિયા કરે છે તે ક્રિયાઓ યોગમાર્ગની પૂર્વસેવારૂપ બનતી નથી. તેથી ચરમાવર્ત અને અચરમાવર્તવાળા જીવરૂપ કર્તાના ભેદથી એક જ દેવતાપૂજનાદિ અનુષ્ઠાન જુદા પ્રકારનાં છે તે સિદ્ધ થાય છે.
એક જ અનુષ્ઠાન કર્તાના ભેદથી ભિન્ન છે, તેથી તેનું ફળ ભિન્ન છે, તેમાં દૃષ્ટાંત બતાવે છે –
જે પ્રમાણે બે પુરુષ સમાન ભોજન-પાન કરતા હોય, સમાન શયનાદિ કરતા હોય, આમ છતાં તે બેમાંથી જે રોગી પુરુષ છે તેની ભોજનાદિ ક્રિયા રોગવૃદ્ધિનું કારણ બને છે, અને તે બેમાંથી જે નિરોગી પુરુષ છે તેની ભોજનાદિ ક્રિયા બળઉપચાયક બને છે.
તેથી ફલિત થાય છે કે એક જ અનુષ્ઠાન કર્તાના ભેદથી જુદા પ્રકારનું છે. માટે જુદા પ્રકારના અનુષ્ઠાનને કારણે જુદું ફળ પ્રાપ્ત થાય છે.
અહીં પૂર્વપક્ષી કહે કે બંનેના અનુષ્ઠાનરૂપ વસ્તુનો ભેદ નથી, પરંતુ સહકારીભેદ ફળભેદનું કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org