________________
૪૪
ટીકા ઃ
चतुर्थमिति - चरमावर्ते प्रायो - बाहुल्येन चतुर्थं तद्धेतुनामकं अनुष्ठानमिष्यते । अनाभोगादिभावे तु जातु कदाचिदन्यथापि स्यादिति प्रायोग्रहणफलम् । । १६ ।।
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬
ટીકાર્ય :
चरमावर्ते નમ્ ।। ચરમાવર્તમાં પ્રાયઃ=બાહુલ્યથી ચોથું=તદ્ભુતુ નામનું, અનુષ્ઠાન ઇચ્છાય છે-શાસ્ત્રકારો દ્વારા સ્વીકારાય છે. વળી અનાભોગાદિ ભાવ હોતે છતે ક્યારેક અન્યથા પણ થાય=પૂર્વનાં ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનો પણ થાય, એ પ્રકારે પ્રાયઃ શબ્દના ગ્રહણનું ફળ છે. ।।૧૬।।
ભાવાર્થ:
ચરમાવર્તમાં પ્રાયઃ તદ્વેતુઅનુષ્ઠાનની પ્રાપ્તિ :
ચરમાવર્તમાં આવેલા જીવોને ભાવમળની અલ્પતા થયેલી હોય છે. આથી સહકારી એવા દેવાદિપૂજનરૂપ અનુષ્ઠાનને પ્રાપ્ત કરીને પ્રાયઃ તેઓમાં યોગમાર્ગની પ્રાથમિક પરિણતિ પ્રગટ થાય છે. તેથી ચરમાવર્તવાળા જીવનું અનુષ્ઠાન પ્રાયઃ તદ્ભુતુ નામનું હોય છે. આમ છતાં ચરમાવર્તમાં આવેલા જીવો પણ ક્યારેક અનાભોગથી અનુષ્ઠાન કરે કે ભવાભિષ્યંગથી અનુષ્ઠાન કરે, ત્યારે અનનુષ્ઠાન, ગરાનુષ્ઠાન કે વિષાનુષ્ઠાન પણ થાય. તે બતાવવા માટે ચ૨માવર્તમાં પ્રાયઃ ચોથું અનુષ્ઠાન થાય છે, એમ બતાવવા પ્રાયઃ શબ્દનું ગ્રહણ છે.
આનાથી એ ફલિત થાય કે ચરમાવર્તમાં આવેલા જીવો પણ ક્યારેક અનાભોગને કારણે અનનુષ્ઠાન કરે છે, ક્યારેક ઐહિક ભોગની આશંસાથી વિષાનુષ્ઠાન કરે છે, તો ક્યારેક પરલોકના ભોગની આશંસાથી ગરાનુષ્ઠાન પણ કરે છે. આમ છતાં પ્રાયઃ ચ૨માવર્તમાં આવેલા જીવો સમુચિત યોગ્યતાવાળા હોવાને કારણે તદ્ભુતુઅનુષ્ઠાન કરનારા હોય છે. II૧૬II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org