________________
મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા/સંકલના પરિણતિરૂપ મોક્ષ અસાર દેખાય છે. તેથી મોક્ષના વર્ણન પ્રત્યે પ્રીતિ થતી નથી, મોક્ષના ઉપાયો પ્રત્યે પણ પ્રીતિ થતી નથી અને મોક્ષમાર્ગમાં પ્રસ્થિત એવા યોગીઓ પ્રત્યે પણ પ્રીતિ થતી નથી, પરંતુ ઠેષ થાય છે. ભવને સાર માનવા છતાં મુક્તિ પ્રત્યે અદ્વેષ ધારણ કરનારા જીવોને મુક્તિઅદ્વેષ પ્રગટ થવાનાં બે કારણો -
સામાન્યથી ભવને સાર માનનારા અને મોક્ષમાર્ગના વેષી જીવો મોક્ષના ઉપાયભૂત એવા ધર્મમાં પ્રવૃત્તિ કરે નહીં, છતાં ભવના ઉપાયભૂત ભોગોને સાર માનનારા પણ કેટલાક જીવો સાંસારિક આલોક કે પરલોકના ફળની ઇચ્છાથી કે અનાભોગથી પણ ધર્મઅનુષ્ઠાનો સેવતા હોય છે, સાધુપણું ગ્રહણ કરીને બાહ્ય સુંદર આચરણા પણ કરતા હોય છે, સંયમ પાળીને ઉત્કૃષ્ટથી નવમા રૈવેયક સુધી પણ જાય છે; છતાં મોક્ષ અને મોક્ષના ઉપાય પ્રત્યે તેઓને લેશ પણ રાગ હોતો નથી, પણ ભવના ઉપાયમાં ઉત્કટ રાગ હોય છે. આવા જીવોને પણ મુક્તિઅદ્વેષ પ્રગટે છે, તેનાં બે કારણ છે --
(i) સંસારના સુખ અર્થે તેઓ સંયમ ગ્રહણ કરે છે અને શાસ્ત્રો ભણે છે, તોપણ આ સદનુષ્ઠાનનું ફળ સર્વકર્મથી રહિત મોક્ષ છે, તેવું તેમને પ્રતીત થતું નથી તેથી તેમને મોક્ષનો સ્વીકાર નથી; માટે મોક્ષ પ્રત્યે તેમને દ્વેષ થતો નથી. વળી સંયમની ક્રિયાઓથી શાસ્ત્રકારોએ જે મોક્ષ કહ્યો છે, તે અપ્સરાઓથી યુક્ત સ્વર્ગરૂપ છે, એવી તેઓને પ્રતીતિ છે; અને આ અપ્સરાઓથી યુક્ત એવો મોક્ષ તેમને ઇષ્ટ લાગતો હોવાથી તેવા મોક્ષ પ્રત્યે તેમને રાગ થાય છે. આથી વસ્તુતઃ તેઓનો રાગ સ્વર્ગના રાગમાં વિશ્રાંત થાય છે.
(ii) વળી કેટલાક ભવના રાગી જીવોને શાસ્ત્રવચનના બળથી સ્વર્ગ કરતાં મોક્ષ જુદો છે એવું જણાય છે, અને મોક્ષનું સુખ ભોગસુખથી રહિત છે તેવું પણ જણાય છે, અને પોતાને ભોગો પ્રત્યે ઉત્કટ રાગ હોવાથી ભોગરહિત એવા મોક્ષ પ્રતિ દ્વેષ થાય તેવી તેઓની પ્રકૃતિ પણ છે; આમ છતાં મોક્ષ પ્રત્યે દ્વેષ કરવામાં આવે તો પોતાની સંયમની આચરણાથી પોતાને ઇષ્ટ એવું અપ્સરાથી યુક્ત સ્વર્ગ મળે નહીં, તેવો બોધ હોવાને કારણે, પોતાને ઇષ્ટ એવા સ્વર્ગના વિઘાતની શંકાથી તેમને મોક્ષમાં દ્વેષ થતો નથી. તેથી આવા જીવો પણ મોક્ષ પ્રત્યે દ્વેષ કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org