________________
૩૭
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૧૩
‘નિનવતં='જિન વડે કહેવાયું છે. તિ તુ એ અભિપ્રાયથી કરાતું માવસાર—શુદ્ધ શ્રદ્ધાપ્રધાન સંવેTર્મમયન્ત અંતઃકરણમાં અત્યંત પ્રવેશ પામેલું નિર્વાણના અભિલાષવાળું
=આ અનુષ્ઠાન અમૃતં અમૃત સંજ્ઞાવાળું મુનપુવા=ગૌતમાદિ મહામુનિઓ રાહુ= કહે છે.” (યોગબિંદુ શ્લો. ૧૬૦) I૧૩ ભાવાર્થ - અનનુષ્ઠાન, તહેતુઅનુષ્ઠાન અને અમૃતઅનુષ્ઠાનનું સ્વરૂપ :
શ્લોક-૧૨માં વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનનું સ્વરૂપ બતાવ્યું. હવે અનુષ્ઠાન, તહેતુઅનુષ્ઠાન અને અમૃતઅનુષ્ઠાનનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે –
(૩) અનનુષ્ઠાન :
જેમ કોઈ પુરુષને સંનિપાતનો રોગ થયો હોય ત્યારે કોઈ અધ્યવસાય વગર જેમ તેમ બોલે છે, તેમ જે જીવો ધર્માનુષ્ઠાન કરતા હોય તે વખતે કોઈ અધ્યવસાય વિના અનુષ્ઠાન સેવતા હોય તો તે અનુષ્ઠાન અનનુષ્ઠાન છે.
આશય એ છે કે સંનિપાત વગરના જીવો જે કંઈ બોલે છે તે સારા અધ્યવસાય કે ખરાબ અધ્યવસાયપૂર્વક બોલે છે; કેમ કે કોઈક વસ્તુને લક્ષ્ય કરીને તેમના વચનપ્રયોગો હોય છે, જ્યારે સંનિપાતવાળા જીવોનો વચનપ્રયોગ કોઈ વસ્તુને લક્ષ્ય કરીને હોતો નથી. તેમ જે જીવો આલોકના ભોગાદિને લક્ષ્ય કરીને અનુષ્ઠાન કરે છે અથવા સ્વર્ગાદિ પરલોકના ભોગાદિને લક્ષ્ય કરીને અનુષ્ઠાન કરે છે અથવા મોક્ષને લક્ષ્ય બનાવીને અનુષ્ઠાન કરે છે, તેમાંથી પ્રથમનાં બે ખરાબ અધ્યવસાયપૂર્વકનાં છે, અને ત્રીજું સારા અધ્યવસાયપૂર્વકનું છે, તેથી સંનિપાતવાળું નથી. માટે તેઓનું અનુષ્ઠાન અનનુષ્ઠાન નથી, પરંતુ આ ત્રણમાંથી કોઈ અધ્યવસાય વગર જેઓ અનુષ્ઠાન સેવે છે, તેવા જીવોનું અનુષ્ઠાન સંનિપાતવાળા રોગી જેવું કોઈ ચોક્કસ અધ્યવસાય વગરનું હોવાથી અનનુષ્ઠાન છે. (૪) તહેતુઅનુષ્ઠાન :
સદનુષ્ઠાનના રાગથી મોક્ષના કારણભૂત એવા તાત્ત્વિક દેવપૂજાદિ આચારો પ્રત્યે અંતઃકરણના ભાવથી જેને બહુમાન થયેલું છે, તેનું આદિધાર્મિકકાળભાવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org