________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યતાબિંશિકા/પ્રસ્તાવના ઉત્પન્ન થયેલી શ્રદ્ધાથી ચિત્તની પ્રસન્નતા પેદા થાય છે, તેનાથી
સદનુષ્ઠાનને સમ્યક કરવાનો વીયલ્લાસ થાય છે, તેથી
યોગમાર્ગના ઉત્તમ સંસ્કારો પડે છે, જેથી અનુત્તર કોટીની
મૃતિ થતાં સમાધાન પામેલું ચિત્ત
યોગમાર્ગમાં ધૈર્યનું અવલંબન કરે છે.
આ રીતે અપુનબંધકાદિરૂપે મોક્ષમાર્ગનું અધિકારીપણું
પરમાનંદનું કારણ થાય છે. યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી તથા યોગમાર્ગમર્મજ્ઞ અને મને યોગમાર્ગનો બોધ કરાવવામાં ધર્મબોધકર એવા સ્વ. ૫.પૂ. મોટા પંડિત મહારાજ શ્રી મોહજિતવિજયજી મહારાજાએ જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, પ.પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને પ. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર મારો યત્ન થતો રહ્યો.
મારું જંઘાબળ ક્ષીણ થતાં મારે અમદાવાદ મુકામે સ્થિરવાસ કરવાનું થયું. તેથી સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન, સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત, પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે અધ્યયન કરતાં કરતાં તેમની પ્રેરણા અને કૃપાથી, તેઓશ્રી જૈનશાસનના જ્ઞાનનિધિને અજવાળીને જે યોગમાર્ગને જગત સમક્ષ વહેતો મૂકવાનું કાર્ય કરી રહ્યા છે, તે ગ્રંથોના શબ્દશઃ વિવેચનનું લેખન કાર્ય કરી તેની સંકલન કરવાની પુણ્ય તક પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં ચિત્તની પ્રસન્નતા માટે સ્વાધ્યાયરૂપી સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. આ શ્રુતભક્તિનું કાર્ય યોગમાર્ગમાં મને રત બનાવી અંતે મને પૂર્ણ બનાવે, તેવી યોગીનાથ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org