________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/પ્રસ્તાવના જીવોને મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક બની ભવભ્રમણની અલ્પતા કરનાર બને છે, અને અન્ય જીવોનો ક્રિયારાગનો અપ્રયોજક મુક્તિઅદ્વેષ, ભવભ્રમણની અલ્પતા કરાવનાર બનતો નથી. વિશિષ્ટ મુક્તિઅદ્વેષ ગુણરાગનું બીજ બને છે ઇત્યાદિ વિસ્તૃત વિષયોનો સંગ્રહ આ દ્વાત્રિશિકામાં થયેલ છે.
આવા મુક્તિઅદ્વેષથી સાધક નિર્ભય બને છે અને ધર્મક્રિયામાં આસ્વાદ માણે છે. તેથી તેની શ્રદ્ધા વધે છે અને માનસિક પ્રસન્નતા વધે છે. તેનાથી વીર્ષોલ્લાસ વધે છે, સ્મૃતિ પટુ બને છે અને સમાધાન પામેલું મન વધુ સ્થિર બને છે. આ રીતે મુક્તિઅષથી શરૂ થયેલી યાત્રા પરમાનંદમાં પરિપૂર્ણ બને છે. ગ્રંથકારશ્રીએ શ્લોક-૨૯ થી ૩૨ સુધી આનો સંક્ષેપમાં સારાંશ નીચે મુજબ જણાવેલ છે :
: પૂર્વસેવાના ચાર ભેદોમાં મુક્તિઅદ્વેષપ્રાધાન્યની ફળશ્રુતિઃ બાધ્યફળની અપેક્ષા સહકૃત મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક છે,
તેથી
પ્રીતિ-શ્રદ્ધાથી સદનુષ્ઠાન કરતાં ધારાલગ્ન શુભભાવ થાય છે, તેથી
સિદ્ધિના આસન્નભાવની પ્રતીતિને કારણે ચિત્તમાં પ્રમોદ થવાથી ચાર ગતિના પરિભ્રમણરૂપ ભયની નિર્ભયતા ઉત્પન્ન છે
અને શુભભાવ વર્તતો હોવાથી “એક પુદ્ગલપરાવર્તમાં સિદ્ધિ પામીશ”
એવા મનોરથથી થયેલા સુખનું આસ્વાદન થાય છે, તેથી સંસારના ઉચ્છદ માટે કષ્ટદાયક સ&િયાઓ કરવામાં પણ
અત્યંત અનુરાગ વર્તે છે
અને
મારો મોક્ષ નજીક છે' તેવો નિર્ણય થવાને કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org