________________
ge
‘દ્વાદિંશદ્વાચિંશિકા' ગ્રંથની મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાäિશિકાના ! શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક
8
વિશ્વકલ્યાણકાર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત-સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. જુદા જુદા બત્રીશ વિષયો ઉપર, વિષયવાર ૩૨-૩૨ અર્થગંભીર શ્લોકોથી કરેલ વિશદ છણાવટવાળો, તથા પ૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વપજ્ઞવૃત્તિથી સમલંકૃત આ ‘દ્વાદિંશદ્ધાત્રિશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજી મહારાજાની એક Master Piece - ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે.
આ કાત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથનું ૧૩મું પ્રકરણ મુક્તિઅષપ્રાધાન્યાત્રિશિકા છે. પૂર્વની બારમી પૂર્વસેવાદ્વાáિશિકામાં પૂર્વસેવાના (૧) ગુરુદેવાદિપૂજન, (૨) સદાચાર, (૩) તપ અને (૪) મુક્તિઅદ્વેષ. એ ચાર ભેદો બતાવ્યા તેમાં મુક્તિઅષ પ્રધાન છે. તેથી આ ધાáિશિકામાં મુક્તિઅષનું વર્ણન છે. મુક્તિઅદ્વેષ એટલે મુક્તિ, મુક્તિના ઉપાયો અને મોક્ષમાર્ગે પ્રસ્થિત યોગીઓ પ્રત્યે વૈષનો અભાવ.
મોક્ષમાર્ગમાં મુક્તિઅદ્વેષનું પ્રાધાન્ય એટલા માટે છે કે તેમાં મુક્તિના ઉપાયની વિનાશકારી એવી ભવની ઉત્કટ ઇચ્છાનો અભાવ છે, જેથી મુક્તિઅદ્વેષ પરંપરાએ મોક્ષનું કારણ બને છે.
આ ધાત્રિશિકામાં મુક્તિઅદ્વેષનું પ્રાધાન્ય બતાવતાં ગ્રંથકારશ્રીએ, સમાન અનુષ્ઠાન પણ આશયના ભેદથી (૧) વિષાનુષ્ઠાન, (૨) ગરાનુષ્ઠાન, (૩) અનનુષ્ઠાન, (૪) તહેતુઅનુષ્ઠાન અને (૫) અમૃતાનુષ્ઠાન. એ પાંચ ભેદવાળું બને છે, એમ જણાવી પાંચે અનુષ્ઠાનનું સ્વરૂપ બતાવ્યું છે, અને કોને, ક્યારે, કયા અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય ? ઇત્યાદિ જણાવ્યું છે. અપુનબંધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org