________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨
ભવાંતરમાં તે અનુષ્ઠાનથી પ્રાપ્ત થયેલા પુણ્યને કારણે ભોગની પ્રાપ્તિ થશે, અને તે ભોગથી પુણ્યનો નાશ થશે ત્યારે તેઓને અનર્થોની પ્રાપ્તિ થશે. આશય એ છે કે પરલોકના ફળની આશંસાથી સેવાયેલા અનુષ્ઠાનના ફળની પ્રાપ્તિથી તે જીવોને પોતાને ઇષ્ટ એવું દેવલોકનું સુખ પ્રાપ્ત થઈ ચૂક્યું, તેથી ફરી તે અનુષ્ઠાન સેવવાનો અભિલાષ થતો નથી. તેથી જન્માંતરમાં તે અનુષ્ઠાનના ફળને ભોગવીને, ક્લિષ્ટ આશયવાળા થઈને, દુરંત સંસારમાં ભટકશે, માટે તે અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવામાં આવે છે.
૩૪
અહીં પ્રશ્ન થાય કે કાલાંતરમાં શુભ અધ્યવસાયનો ક્ષય થતો હોવાથી તેને ગરાનુષ્ઠાન કેમ કહ્યું ? તેથી કહે છે
--
ગર એટલે ખરાબ દ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલું વિષવિશેષ. તે વિષ ખાવાથી તત્કાળ અનર્થ થતો નથી, પરંતુ કાલાંતરમાં વિષમ વિકાર ઉત્પન્ન થાય છે. તેમ પારલૌકિક ભોગની આશંસાથી કરાતું અનુષ્ઠાન, તત્કાળ=તે જ ભવમાં, સદનુષ્ઠાન સેવવાની લેશ્મારૂપ શુભ અંતઃકરણનો નાશ કરતું નથી, પરંતુ જન્માંતરમાં ધર્મની લેશ્યા ઉત્પન્ન થતી નથી ત્યારે ધર્મથી વિમુખ માનસરૂપ વિષમ વિકાર ઉત્પન્ન થાય છે; અને જેમ કુદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલું વિષવિશેષ કાલાંતરે શરીરમાં વિષમ વિકારો ઉત્પન્ન કરે છે, અને તેનાથી જીવને અનર્થની પ્રાપ્તિ થાય છે; તેમ ગરઅનુષ્ઠાનના સેવનથી પ્રાપ્ત થયેલા પુણ્યના ફળનો ભોગ થવાથી તે પુણ્ય નાશ પામે છે ત્યારે જીવને દુર્ગતિઓની પ્રાપ્તિરૂપ અનર્થનું સંપાદન થાય છે. માટે તે અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેલ છે.
પૂર્વમાં વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનનું સ્વરૂપ બતાવ્યું અને કહ્યું કે ઐહિક ભોગની- અપેક્ષાથી કરાતું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન છે અને પારલૌકિક ભોગની અપેક્ષાથી કરાતું અનુષ્ઠાન ગરાનુષ્ઠાન છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે કોઈક જીવ ઐહિક ભોગ અને પારલૌકિક ભોગ ઉભયની અપેક્ષાથી અનુષ્ઠાન કરતો હોય તો તે અનુષ્ઠાન વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાન કરતાં જુદું પ્રાપ્ત થશે, અને તેમ સ્વીકારીએ તો પાંચ અનુષ્ઠાનને બદલે છ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે --
ઐહિક ભોગ અને પારલૌકિક ભોગ ઉભયની અપેક્ષાથી જનિત અનુષ્ઠાન, આ બે અનુષ્ઠાનથી પૃથક્ પ્રાપ્ત થાય નહીં; કેમ કે ઐહિક ભોગની અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org