________________
૩૫
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાબિંશિકા/શ્લોક-૧૨-૧૩ પારલૌકિક ભોગની અપેક્ષાથી અનુષ્ઠાન કરનારા જીવમાં તે બેમાંથી જેનું આધિક્ય હોય તેમાં તેના અનુષ્ઠાનનો અંતર્ભાવ થાય છે અર્થાત્ ઐહિક ભોગ અને પારલૌકિક ભોગ ઉભયની અપેક્ષાએ સેવાતું તે અનુષ્ઠાન, ઐહિક ભોગની ઇચ્છા બળવાન હોય તો વિષાનુષ્ઠાનમાં અંતર્ભાવ પામે છે, અને પારલૌકિક ભોગની ઇચ્છા બળવાન હોય તો ગરાનુષ્ઠાનમાં અંતર્ભાવ પામે છે. તેથી વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનથી પૃથક્ નવા અનુષ્ઠાનને માનવાનો પ્રસંગ આવશે નહીં, એ પ્રમાણે ગ્રંથકારશ્રી સંભાવના કરે છે. શા અવતરણિકા :
શ્લોક-૯માં કહેલ કે વિષાદિ પાંચ અનુષ્ઠાનમાંથી ત્રણ અનુષ્ઠાન નિષ્ફળ છે અને બે અનુષ્ઠાન સફળ છે, તેથી પાંચ અનુષ્ઠાનનું સ્વરૂપ બતાવવું આવશ્યક છે. તેથી શ્લોક-૧૧માં પાંચ અનુષ્ઠાનનાં નામો બતાવીને પાંચ અનુષ્ઠાનનો ઉદ્દેશ કર્યો અને તેનો ક્રમસર નિર્દેશ કરવા માટે શ્લોક૧રમાં પ્રથમ વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનનું સ્વરૂપ બતાવ્યું. હવે અવશેષ ત્રણ અનુષ્ઠાનનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
सम्मोहादननुष्ठानं सदनुष्ठानरागतः ।
तद्धतुरमृतं तु स्याच्छ्रद्धया जैनवर्त्मनः ।।१३।। અન્વયાર્થ :
સમોસંમોહથી નનુષ્ઠાનં અનુષ્ઠાન થાય તેનુષ્ઠાનરાતિ:= સદનુષ્ઠાનના રાગથી તàતુ તહેતુ થાય તહેતુઅનુષ્ઠાન થાય, તુ વળી નેનવર્તન: જેનમાર્ગની શ્રદ્ધયા=શ્રદ્ધાથી પ્રકૃત્તિ થા=અમૃત થાય= અમૃતાનુષ્ઠાન થાય. ૧૩ શ્લોકાર્ચ -
સંમોહથી અનનુષ્ઠાન થાય, સદનુષ્ઠાનના રાગથી તહેતુઅનુષ્ઠાન થાય. વળી, જૈનમાર્ગની શ્રદ્ધાથી અમૃતાનુષ્ઠાન થાય. ll૧all
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org