________________
૪૨
ભાવાર્થ :
અચરમાવર્તમાં મુક્તિના ઉપાયની સ્વરૂપયોગ્યતા અને ચરમાવર્તમાં સમુચિતયોગ્યતા :
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫
અભવ્ય જીવોમાં મોક્ષના ઉપાયની યોગ્યતા નથી, અને ભવ્ય જીવોમાં ચરમાવર્તની પૂર્વના આવર્તોમાં મુક્તિના ઉપાયની સ્વરૂપયોગ્યતા છે અને તે ભવ્ય જીવો જ્યારે ચરમાવર્તમાં આવે છે ત્યારે સમુચિતયોગ્યતાવાળા બને છે. તેથી મુક્તિના ઉપાયની યોગ્યતા હોવા છતાં એ પ્રાપ્ત થાય કે ચ૨માવર્તની પહેલાં ભવ્ય જીવોમાં સામગ્રી દ્વારા તે યોગ્યતા ખીલવી શકાતી નથી, અને ચરમાવર્તમાં મુક્તિના ઉપાયની યોગ્યતા સામગ્રી મળવાથી ખીલવી શકાય છે. તેથી મુક્તિના ઉપાયની યોગ્યતા હોવા છતાં ચરમાવર્તની પૂર્વના જીવો દેવપૂજનાદિ કરે છે તે અનુષ્ઠાનથી તેઓના આત્મામાં મુક્તિને અનુકૂળ એવી કોઈ પરિણતિ પ્રગટ થતી નથી. ચરમાવર્તવાળા જીવોમાં મુક્તિના ઉપાયની યોગ્યતા સહકારી સામગ્રી દ્વારા ઉલ્લસિત થાય તેવી છે; તેથી ચરમાવર્તવાળા જીવો જે દેવપૂજાદિ અનુષ્ઠાન કરે, તેનાથી તેઓના આત્મામાં મુક્તિને અનુકૂળ એવા ઉત્તમ ભાવો ઉલ્લસિત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ચ૨માવર્તની પૂર્વના દેવાદિપૂજનથી ચરમાવર્તવર્તી દેવાદિપૂજન જુદા પ્રકારનાં છે; કેમ કે ચરમાવર્તની પૂર્વના દેવાદિપૂજનથી યોગમાર્ગને અનુકૂળ જીવવીર્ય ઉલ્લસિત થતું નથી, અને ચરમાવર્તભાવિ દેવાદિપૂજનથી યોગમાર્ગને અનુકૂળ એવું જીવવીર્ય ઉલ્લસિત થાય છે.
યોગબિંદુ વૃત્તિકારનો પાઠ ગ્રંથકારશ્રીએ ટીકામાં આપ્યો, તેનો અર્થ આ પ્રમાણે છે
➖➖
ચરમાવર્તની પૂર્વે એકાંતથી યોગના પ્રાદુર્ભાવ માટે અયોગ્ય એવા જીવનાં દેવાદિપૂજન હતાં. એથી ચરમાવર્તની પૂર્વના જીવનાં દેવાદિપૂજનથી મોક્ષને અનુકૂળ એવા કોઈ યોગમાર્ગનો પ્રાદુર્ભાવ થયો નહીં; અને ચ૨માવર્તમાં જીવ સમુલ્લસિત યોગની યોગ્યતાના ભાવવાળો છે અર્થાત્ યોગમાર્ગની યોગ્યતા ઉલ્લસિત થયેલી છે, તેથી તેનાં દેવાદિપૂજનરૂપ અનુષ્ઠાનો યોગમાર્ગને ખીલવવામાં સહકારી બને છે. એથી ચરમાવર્તવાળા જીવો જે દેવાદિપૂજન કરે છે,
તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org