________________
9
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોકદૃષ્ટાંત આ પ્રમાણે છે – “કોઈપણ પ્રસંગથી તપરૂપ ધનવાળાનું તપસ્વી એવા સાધુનું પગ વડે અડકવું મોટા અનર્થ માટે થાય છે,” એ પ્રમાણે ધર્મશાસ્ત્રમાં સાંભળીને કોઈક શબરને=ભીલને, ક્યારેક મોરપીછાંનું પ્રયોજન પ્રાપ્ત થયું ત્યારે નિપુણ શોધ કરતા એવા આણે=ભીલે, પ્રાપ્ત ન કર્યા તે મોરપીછાં પ્રાપ્ત ન કર્યા ત્યારે “ભોતસાધુની પાસે તે છે=મોરપીછાં છે તે પ્રમાણે આના વડે ભીલ વડે, સંભળાયું અને તે=મોરપીછાં, તેણે શબરે, તેઓ પાસેથી ભીતસાધુઓ પાસેથી, માંગ્યાં, પરંતુ કંઈ પ્રાપ્ત ન થયાં. તેથી આગંભીલે, શસ્ત્રના ચલાવવાપૂર્વક તેનો નિગ્રહ કરીને=ભીતસાધુને મારીને, તે મોરપીછાં, ગ્રહણ કર્યા, અને પગ વડે સ્પર્શ પરિહાર કર્યો. જેમ આનોકભીલનો, પગથી સ્પર્શનો પરિહાર ગુણ હોવા છતાં શસ્ત્રના વ્યાપાર વડે ઉપહતપણું હોવાથી ગુણ નથી, પરંતુ દોષ જ છે; એ પ્રમાણે મુક્તિનો દ્વેષ કરનારાઓના ગુરુદેવાદિ પૂજનનું યોજન કરવું મુક્તિનો દ્વેષ કરનારાઓનું ગુરુદેવાદિ પૂજન ગુણ માટે નથી, પરંતુ દોષ માટે જ છે, એમ યોજન કરવું. ૬ ભાવાર્થ - ૯ મોક્ષાદિમાં હૈષવાળાઓનું ધર્માનુષ્ઠાન અફળ :
પૂર્વસેવામાં જે ગુરુ આદિ પૂજન બતાવેલ છે, તે પ્રાથમિક ઉચિત પ્રવૃત્તિરૂપ છે, જ્યારે (૧) યોગમાર્ગ તો અત્યંત ઉચિત પ્રવૃત્તિરૂપ છે, (૨) યોગમાર્ગમાં પ્રસ્થિત યોગીઓ અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, અને (૩) યોગમાર્ગના પરિપૂર્ણ સેવનનું ફળ મોક્ષ છે. તેથી જેઓને (૧) અત્યંત ઉચિત પ્રવૃત્તિરૂપ એવા યોગમાર્ગ પ્રત્યે, (૨) અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરનારા યોગીઓ પ્રત્યે અને (૩) અત્યંત ઉચિત પ્રવૃત્તિના ફળરૂપ મોક્ષ પ્રત્યે દ્વેષ વર્તે છે, તેવા જીવોમાં પ્રાથમિક કક્ષાની ઉચિત પ્રવૃત્તિરૂપ ગુરુપૂજનાદિ ક્રિયા હોય તોપણ ગુણ માટે થતી નથી; કેમ કે અત્યંત ઉચિત પ્રવૃત્તિરૂપ સંપૂર્ણ યોગમાર્ગ પ્રત્યે જેઓને દ્વેષ છે, તેવા વૈષવાળા જીવોની થોડી ઉચિત પ્રવૃત્તિ પણ લાભ માટે થતી નથી; પરંતુ જેઓને મુક્તિ આદિ પ્રત્યે દ્વેષ નથી, તેઓની પ્રાથમિક કક્ષાની ઉચિત પ્રવૃત્તિ ઉત્તર-ઉત્તરની ઉચિત પ્રવૃત્તિ દ્વારા યોગમાર્ગની પ્રાપ્તિ કરાવીને મોક્ષરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org