________________
૪૭
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/બ્લોક-૧૭-૧૮ નિવારણ માટે એમ કહેવામાં આવે કે “મુક્તિઅષપ્રયુક્ત અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન નથી, પરંતુ મનાગૂ મુક્તિરામપ્રયુક્ત અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન છે.' તો પૂર્વપક્ષી કહે છે કે મનાગૂ મુક્તિરાગ પ્રાકાલીન ભવ્ય જીવના મુક્તિઅષપ્રયુક્ત અનુષ્ઠાનમાં તહેતુઅનુષ્ઠાનના લક્ષણની અવ્યાપ્તિ પ્રાપ્ત થશે.
આશય એ છે કે અભવ્યને પણ નવમા ગ્રેવેયકની પ્રાપ્તિ વખતે મુક્તિઅષ છે અને અભિવ્યને તહેતુઅનુષ્ઠાન નથી, તેમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કરેલું. તેથી અભવ્યમાં તહેતુઅનુષ્ઠાનના લક્ષણની અતિવ્યાપ્તિ ન આવે તે માટે તહેતુઅનુષ્ઠાનના લક્ષણમાં મુક્તિઅષનો પ્રવેશ ન કરવામાં આવે અને કહેવામાં આવે કે “મનાગૂ મુક્તિરાગથી કરાયેલું અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન છે તો ચરમાવર્તમાં આવેલા જીવો મુક્તિના અષથી જે દેવાદિપૂજનરૂપ અનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાન પણ તહેતુઅનુષ્ઠાન બને નહીં, કેમ કે તેમને હજી મના મુક્તિરાગ નથી; જ્યારે ચરમાવર્તમાં આવેલા જીવો મુક્તિરાગવાળા થાય તેની પૂર્વે મુક્તિઅષથી વાદિપૂજનરૂપ અનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાનને શાસ્ત્રકારોએ તહેતુઅનુષ્ઠાન સ્વીકારેલ છે. આ રીતે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિદોષ આવે છે. તેથી તહેતુઅનુષ્ઠાનનું લક્ષણ કઈ રીતે સંગત થશે ? એ પ્રકારે પૂર્વપક્ષી શંકા કરે છે. ll૧૭ના અવતરણિકા :
શ્લોક-૧૭માં પૂર્વપક્ષીએ શંકા કરી કે મુક્તિના અદ્વેષથી પ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુ સ્વીકારવામાં અભવ્યતા અનુષ્ઠાનમાં અતિવ્યાપ્તિ દોષ છે. તે અતિવ્યાપ્તિ દોષના નિવારણ માટે એમ કહેવામાં આવે કે અભવ્યતા મુક્તિઅદ્વેષ કરતાં ચરમાવર્તવાળા જીવતો મુક્તિઅદ્વેષ જુદા પ્રકારનો છે, તેથી અતિવ્યાપ્તિ નહીં આવે. તેનું નિવારણ કરવા માટે પૂર્વપક્ષી કહે છે – શ્લોક :
न चाद्वेषे विशेषस्तु कोऽपीति प्राग निदर्शितम् । ईषद्रागाद्विशेषश्चेदद्वेषोपक्षयस्ततः ।।१८।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org