________________
૭૦
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪ આ રીતે જ મુગ્ધ જીવોને માર્ગના અનુસરણની પ્રાપ્તિ છે અર્થાત્ મુગ્ધ જીવોને ભૌતિક સુખની આશંસાથી અનુષ્ઠાન બતાવવામાં આવે, અને તે અનુષ્ઠાનનું સાક્ષાત્ ફળ મેળવે, ત્યારે તેઓને શાસ્ત્રવચનો પ્રત્યે શ્રદ્ધા થાય છે; અને તેથી તે શાસ્ત્રવચનો દ્વારા આ અનુષ્ઠાનનું પારમાર્થિક ફળ મોક્ષ છે, તેમ સાંભળે, ત્યારે તેઓને મોક્ષનો આશય પણ થાય છે, અને એ રીતે ક્રમે કરીને મોક્ષમાર્ગની પ્રાપ્તિ પણ થાય છે. તેથી મુગ્ધ જીવોને ભૌતિક સુખના આશયથી કરાયેલું અનુષ્ઠાન મોક્ષમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે. માટે ગીતાર્થો પ્રારંભિક ભૂમિકાવાળા તેવા જીવોને માર્ગમાં પ્રવેશ કરાવવા અર્થે ભૌતિક ફળની પ્રાપ્તિ માટે પણ અનુષ્ઠાન કરાવે છે. ૨૩ અવતરણિકા :
શ્લોક-૨૦માં કહ્યું કે મુક્તિઅદ્વેષથી જનિત ક્રિયારાગ તહેતુઅનુષ્ઠાનનું બીજ છે, અને તેની પુષ્ટિ કરવા માટે શ્લોક-૨૧-૨૨માં યુક્તિથી સ્થાપન કર્યું કે બાધ્યફળઅપેક્ષાસહકૃત મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક છે. તેથી જે મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક નથી, તેવો મુક્તિઅદ્વેષ ભવભ્રમણમાં બાધક નથી. માટે તેવો મુક્તિઅદ્વેષ સદનુષ્ઠાનનું કારણ નથી, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
इत्थं च वस्तुपालस्य भवभ्रान्तौ न बाधकम् ।
गुणाद्वेषो न यत्तस्य क्रियारागप्रयोजकः ।।२४।। અન્વયાર્થ :
રૂલ્ય ઘ=અને આ રીતે-પૂર્વમાં કહ્યું એ રીતે, મુક્તિઅદ્વેષવિશેષની ઉક્તિ હોતે છતે વસ્તુપાનસ્થ કુળદેષ =વસ્તુપાળનો ગુણઅષ મવદ્ધાન્તોત્ર ભવભ્રાંતિમાંeભવભ્રમણમાં થાય =બાધક થયો નહીં, =જે કારણથી તસ્વ=તેનો=વસ્તુપાલના=વસ્તુપાળનો ગુણઅદ્વેષ વિરામપ્રયોગ:= ક્રિયારાગનો પ્રયોજક ન=ન થયો. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org