________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૨૩
ભાવાર્થ :
મુગ્ધજીવોને માર્ગમાં પ્રવેશ કરાવવા અર્થે ગીતાર્થો વડે સૌભાગ્યાદિ ફળ માટે પણ તપ આદિ આપવાની વિધિઃ
૬૯
બાધ્ય એવી ફળની અપેક્ષા સહષ્કૃત મુક્તિઅદ્વેષવાળા જીવોનું સંસારના આશયથી કરાતું અનુષ્ઠાન પણ તદ્ભુતુઅનુષ્ઠાન છે, આથી જ શાસ્ત્રમાં સૌભાગ્યાદિ ફળની વાંછાવાળા જીવોને રોહિણી આદિ તપ કરવાનું બતાવ્યું છે. જો ભૌતિક સુખના આશયથી કરાતું અનુષ્ઠાન એકાંતે વિષાનુષ્ઠાન હોય તો શાસ્ત્રોમાં સૌભાગ્યાદિના અર્થે રોહિણી આદિ તપ કરવાનું વિધાન કરત નહીં, પરંતુ યોગ્ય જીવોને સૌભાગ્યાદિના આશયથી કરાયેલું અનુષ્ઠાન પણ મોક્ષનું કારણ બને છે, તેને આશ્રયીને શાસ્ત્રકારોએ સૌભાગ્યાદિની વાંછાથી તેના ઉપાયભૂત રોહિણી આદિ અનુષ્ઠાન બતાવ્યાં છે.
વળી મુગ્ધ જીવોને માર્ગપ્રવેશ માટે ગીતાર્થો વડે સૌભાગ્યાદિ અનુષ્ઠાન અપાય પણ છે. ‘વીયતેઽપિ શીતાર્થે;’ શબ્દમાં રહેલા ‘વિ’ શબ્દથી એ પ્રાપ્ત થાય કે ગીતાર્થો જીવોની એવી યોગ્યતા ન દેખાય તો રોહિણી આદિ તપ ન પણ આપે; પરંતુ જે મુગ્ધ જીવોને આલોકની ભોગની આશંસાથી કરાયેલું અનુષ્ઠાન માર્ગપ્રવેશનું કારણ બને એમ જણાય, તેવા મુગ્ધ જીવોને આલોકના આશયથી પણ અનુષ્ઠાન કરવા માટે ગીતાર્થો રોહિણી આદિ તપ આપે છે.
અહીં પ્રશ્ન થાય કે આલોકની આશંસાથી કરાતું અનુષ્ઠાન વિષાદિ અનુષ્ઠાન બનશે. તેથી ગ્રંથકારશ્રી ખુલાસો કરે છે
સૌભાગ્યાદિ ફળની વાંછાથી કરાતું અનુષ્ઠાન વિષાદિ અનુષ્ઠાન બનશે નહિ, અને તદ્ભુતુઅનુષ્ઠાનનો ભંગ પણ થશે નહીં; કેમ કે ફળની અપેક્ષા બાધ્ય હોવાને કારણે તેઓનું અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન છે.
અહીં વિચારકને પ્રશ્ન થાય કે મુગ્ધ જીવોને ભૌતિક સુખની ફળની આશંસા બાધ પામે તેવી છે, તો ગીતાર્થો ઉપદેશ આપીને તેનું નિવર્તન કરાવવાને બદલે ભૌતિક ફળની આશંસાથી અનુષ્ઠાન કેમ કરાવે છે ? તેથી કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org