________________
પછ
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/બ્લોક-૨૦ ભાવાર્થ :અપુનબંધકનો મુક્તિનો અહેષ ક્રિયારાગનો જનક :
પૂર્વમાં શંકાકારે કહેલ કે મુક્તિઅષપ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન સ્વીકારવામાં આવે તો અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં તહેતુઅનુષ્ઠાનના લક્ષણની અતિવ્યાપ્તિ આવશે. તેને ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત સાચી છે.
ગ્રંથકારશ્રીનું આ કથન અર્ધ સ્વીકારમાં છે અર્થાત્ સ્કૂલ દૃષ્ટિથી પૂર્વપક્ષીની વાત સાચી છે, તેમ સ્વીકારે છે; અને તેમ સ્વીકારીને ગ્રંથકારશ્રી કઈ રીતે અભવ્યના અનુષ્ઠાનમાં તદ્હેતુઅનુષ્ઠાનના લક્ષણની અતિવ્યાપ્તિ આવતી નથી, તે સ્પષ્ટ કરે છે –
જે જીવોને મુક્તિઅદ્વેષ કે મનાગુ મુક્તિરાગ એ બેમાંથી કોઈપણ પરિણામથી જનિત એવો સદનુષ્ઠાનનો રાગ પ્રગટ થાય છે, તે અનુષ્ઠાનનો રાગ તહેતુઅનુષ્ઠાનનું બીજ છે. તેથી અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં તદ્હેતુઅનુષ્ઠાનના લક્ષણનો અતિપ્રસંગ આવે નહીં; કેમ કે તેમને સદનુષ્ઠાનનો રાગ પ્રગટ થતો નથી.
આનાથી એ ફલિત થાય કે અભવ્યને પણ મુક્તિઅદ્વેષ છે અને શરમાવર્તવાળા જીવોને પણ મુક્તિઅદ્વેષ છે, અને બંનેનો મુક્તિઅદ્વેષ સમાન છે. આમ છતાં મુક્તિઅષથી જનિત કિયારાગ=સદનુષ્ઠાનનો રાગ, ચરમાવર્તવાળા જીવોને થાય છે. તેથી ચરમાવર્તવાળા જીવોનું અનુષ્ઠાન તદ્તુ અનુષ્ઠાન બને છે, અને અભવ્ય જીવો મુક્તિઅષથી સદનુષ્ઠાન કરે છે તો પણ તેઓને સદનુષ્ઠાનનો રાગ થતો નથી. માટે તેઓનું સદનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન બનતું નથી.
અહીં પ્રશ્ન થાય કે અભવ્ય જીવોને પણ મુક્તિનો અષ છે અને ચરમાવર્તવર્તી જીવોને પણ મુક્તિનો અદ્વેષ છે, તો જેમ ચરમાવર્તવર્તી જીવોને મુક્તિનો અદ્વેષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક છે, તેમ અભવ્ય જીવોનો મુક્તિનો અદ્વેષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજ ક કેમ નથી ? તેથી કહે છે –
અભવ્ય જીવોને સ્વર્ગપ્રાપ્તિની ઇચ્છાથી મુક્તિનો અદ્દેષ પ્રગટેલો છે, માટે સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક બનતો નથી; અને ચરમાવર્તવાળા જીવોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org