________________
પ૮
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૦ ભાવમળની અલ્પતાને કારણે મુક્તિનો અદ્દેષ પ્રગટેલો છે, તેથી તેમનો મુક્તિનો અદ્દેષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક બને છે.
અહીં પ્રશ્ન થાય કે કેવો મુક્તિનો અદ્વેષ સદનુષ્ઠાનના રાગના ફળવાળો છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
બાધ્યફળની અપેક્ષાથી સહકૃત એવો મુક્તિનો અદ્વેષ સદનુષ્ઠાનના રાગના ફળવાળો છે.
આશય એ છે કે ચરમાવર્તવર્તી જીવો મુક્તિઅદ્વેષથી સદનુષ્ઠાન કરે છે ત્યારે તેઓને મોક્ષની ઇચ્છા નથી, પરંતુ ઐહિક ભોગની કે પારલૌકિક ભોગની ઇચ્છા છે; તોપણ તેઓને ઐહિક ભોગ કે પારલૌકિક ભોગ પ્રત્યે એવો ગાઢ રાગ નથી કે જેથી તેઓની તે ભોગોની ઇચ્છાનો બાધ ન થઈ શકે. વિશેષ સામગ્રી મળે તો ઐહિક ભોગના ફળની કે પારલૌકિક ભોગના ફળની ઇચ્છા બાધ થઈ શકે તેવી છે, તેથી તેઓનો મુક્તિઅદ્વેષ બાધ્યફળની અપેક્ષાથી સહકૃત છે, માટે તેમને સેવાતા સદનુષ્ઠાન પ્રત્યે પ્રીતિ થાય છે. તેથી સાંસારિક સુખના આશયથી પણ કરાતું તેમનું અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન છે; અને અભવ્યોને કે ચરમાવર્તની બહારના જીવોને સંસારના સુખ પ્રત્યે ગાઢ આકર્ષણ હોવાને કારણે ઉપદેશાદિની સામગ્રીથી પણ સંસારનાં સુખોથી વિમુખ વલણ થતું નથી. તેથી તેઓ ધર્મનું અનુષ્ઠાન સેવે છે ત્યારે પણ અતત્ત્વના ગાઢ રાગરૂપ મલીન ભાવો તેમનામાં વર્તે છે. તેથી સદનુષ્ઠાન પ્રત્યે તેઓને રાગ થતો નથી; પરંતુ તેઓને સાંસારિક સુખ અતિ ઇષ્ટ હોવાથી તેનો ઉત્કટ રાગ છે. માટે તેના ઉપાયરૂપ સદનુષ્ઠાનમાં ઇચ્છા ઉત્પન્ન થાય છે, તેથી તેઓ સદનુષ્ઠાન સેવે છે. માટે અભવ્ય જીવોનું ધર્મઅનુષ્ઠાન ક્રિયારાગથી યુક્ત નથી, જેથી ગરાનુષ્ઠાન બને છે, પરંતુ તહેતુઅનુષ્ઠાન બનતું નથી; જ્યારે ચરમાવર્તી જીવોનું અનુષ્ઠાન ક્રિયારાગથી યુક્ત છે, તેથી તહેતુઅનુષ્ઠાન બને છે.
અહીં વિશેષ એ છે કે અભવ્ય જીવોને પણ સ્વર્ગપ્રાપ્તિના કારણરૂપે ધર્મને અનુષ્ઠાન પ્રત્યે રાગ છે, પરંતુ તેઓને ધર્મના અનુષ્ઠાનનો રાગ સ્વર્ગરૂપ ફળનું આ અનુષ્ઠાન કારણ છે, તેને આશ્રયીને છે. તેથી ફળથી જ અનુષ્ઠાનનો રાગ છે. વસ્તુતઃ ભોગ પ્રત્યેનો ગાઢ રાગ અભવ્ય જીવોને ઉચિત પ્રવૃત્તિ પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org