________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૦-૨૧
પ૯ રાગ થવા દેતો નથી, માટે સ્વરૂપથી અનુષ્ઠાન પ્રત્યે રાગ નથી. તેથી અભવ્યનું ધર્માઅનુષ્ઠાન પણ તતઅનુષ્ઠાન બનતું નથી. જ્યારે ચરમાવર્તવર્તી જીવોને ધર્મના અનુષ્ઠાન પ્રત્યેનો રાગ ફળથી છે અને સ્વરૂપથી પણ છે; કેમ કે ભાવમળ અલ્પ હોવાને કારણે ઉચિત પ્રવૃત્તિરૂપ સદ્અનુષ્ઠાન પ્રત્યે તેમને પ્રીતિ થાય છે. તેથી ચરમાવર્તવર્તી જીવોનું અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન બને છે. રબા અવતરણિકા :
શ્લોક-૨૦ની ટીકામાં કહ્યું કે અભવ્ય જીવોનો મુક્તિઅદ્વેષ સદનુષ્ઠાવતા રાગનો અપ્રયોજક છે, અને તે મુક્તિઅદ્વેષ સદનુષ્ઠાતના રાગનો અપ્રયોજક કેમ છે? તેમાં હેતુ કહ્યો કે બાધ્યળની અપેક્ષાથી સહકૃત એવો મુક્તિઅદ્વેષ સદનુષ્ઠાનના રાગનું કારણ છે. તેથી હવે શ્લોક-૨૧-૨૨થી બાધ્યફળઅપેક્ષાસહકૃત એવો મુક્તિઅદ્વેષ કઈ રીતે સદનુષ્ઠાનના રાગનો જનક છે, તે યુક્તિથી ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – શ્લોક :
अपि बाध्या फलापेक्षा सदनुष्ठानरागकृत् ।
सा च प्रज्ञापनाधीना मुक्त्यद्वेषमपेक्षते ।।२१।। અન્વયાર્થ:
નાપેક્ષા પત્રફળની અપેક્ષા પણ વધ્યા બાધવીય સ્વભાવવાળી સવનુષ્ઠાનરી=સદનુષ્ઠાનમાં રાગને કરનારી છે અને પ્રજ્ઞાપનાથીના= પ્રજ્ઞાપતાને આધીન એવી સકતે બાધ્યફળની અપેક્ષા મુવીષમક્ષત્તેિ મુક્તિઅદ્વેષની અપેક્ષા રાખે છે=સદનુષ્ઠાનમાં રાગને ઉત્પન્ન કરવામાં મુક્તિઅષની અપેક્ષા રાખે છે. ll૨૧TI શ્લોકાર્થ :
ફળની અપેક્ષા પણ બાધનીય સ્વભાવવાળી સદનુષ્ઠાનમાં રાગને કરનારી છે, અને પ્રજ્ઞાપનાને આધીન એવી તે બાધ્યફળની અપેક્ષા, મુક્તિઅદ્વેષની અપેક્ષા રાખે છે. ||૧||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org