________________
૬૦
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૧ ટીકા :___ अपीति-बाध्या बाधनीयस्वभावा फलापेक्षाऽपि सौभाग्यादिफलवांछापि, सदनुष्ठाने रागकृत्-रागकारिणी सा च बाध्यफलापेक्षा च प्रज्ञापनाधीना= उपदेशायत्ता मुक्त्यद्वेषमपेक्षते कारणत्वेन ।।२१।। ટીકાર્ય :
વાધ્યા ..... સારત્વેના ા ફળની અપેક્ષા પણ=સૌભાગ્યાદિ ફળની વાંછા પણ, બાધ્યા બાધવીય સ્વભાવવાળી, સદનુષ્ઠાનમાં રાગને કરનારી છે; અને પ્રજ્ઞાપનાને આધીત–ઉપદેશને આધીન, એવી તે બાધ્યફળની અપેક્ષા, કારણપણારૂપે મુક્તિઅષની અપેક્ષા રાખે છે=મુક્તિઅદ્વેષરૂપ કારણ હોય તો પ્રજ્ઞાપતાને આધીન એવી બાધ્યફળઅપેક્ષા જીવમાં આવે છે, અન્યથા નહીં. ૨૧ાા ભાવાર્થ :બાધ્યફળની અપેક્ષાથી યુક્ત મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક :
મુક્તિઅષથી જે જીવો તહેતુઅનુષ્ઠાન કરે છે તેઓ મોક્ષની ઇચ્છાથી અનુષ્ઠાન કરતા નથી પરંતુ સૌભાગ્યાદિ ફળની વાંછાથી કરે છે. તેથી તેઓનું તે અનુષ્ઠાન સંસારના આશયથી થાય છે, છતાં ઉપદેશની સામગ્રીને પામીને બાધ્યસ્વભાવવાળી તેઓની ફળની આશંસા હોવાથી સૌભાગ્યાદિ વાંછાથી કરાતા તે અનુષ્ઠાનમાં રાગ થાય છે અર્થાત્ તે અનુષ્ઠાનમાં તેઓને સ્વરૂપથી પ્રીતિ ઉત્પન્ન થાય છે, અને આ અનુષ્ઠાનના સ્વરૂપમાં પ્રીતિ ઉત્પન્ન થવામાં ભાવમળની અલ્પતાને કારણે તેઓમાં વર્તતો મુક્તિઅદ્દેષ કારણ છે.
તેથી એ ફલિત થાય કે જે જીવોને મુક્તિનો અદ્વેષ છે અને આલોકના ફળની આશંસાથી અનુષ્ઠાન કરે છે, છતાં આલોકના ફળની આશંસા ઉપદેશાદિ સામગ્રીને પામીને બાધ પામે તેવી છે, તેવા જીવોનો મુક્તિઅદ્દેષ સદનુષ્ઠાનના રાગને કરનારો છે. માટે એવા મુક્તિઅષવાળા જીવો સૌભાગ્યાદિ આશંસાથી અનુષ્ઠાન કરતા હોય તોપણ તેઓનું અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org