________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/બ્લોક-૧૮ ચરમાવર્તવાળા જીવનું અનુષ્ઠાન તહેતુરૂપ સિદ્ધ થયે છતે, વિશેષ્યનું વ્યર્થપણું છે મુક્તિરાગથી વિશિષ્ટ એવા મુક્તિઅદ્વેષમાં રહેલ મુક્તિઅદ્વેષરૂપ વિશેષ્યનું વ્યર્થપણું છે.
ગાથા-૧૭ અને ગાથા-૧૮ના પૂર્વપક્ષીના કથનથી શું ફલિત થાય છે, તે બતાવે છે --
અને આ રીતેગાથા-૧૭માં અને ગાથા-૧૮માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું એ રીતે, મુક્તિઅદ્વેષથી અથવા મનાફ મુક્તિરાગથી તહેતુપણું છેઃ અનુષ્ઠાનનું તહેતુપણું છે, એ પ્રકારના શાસ્ત્રવચનનો વ્યાઘાત છે, એ પ્રકારનો ભાવ છે. [૧૮]. ભાવાર્થ :
પૂર્વપક્ષીએ ગાથા-૧૭માં શંકા કરેલી કે મુક્તિઅષથી પ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન સ્વીકારશો તો અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિ આવશે; કેમ કે અભવ્ય પણ નવમા ધૈવેયકમાં જાય છે ત્યારે મુક્તિઅદ્વેષપ્રયુક્ત સાધ્વાચારનું પાલન કરીને જાય છે; અને અભવ્યને તહેતુઅનુષ્ઠાન નથી, છતાં અભવ્યના અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન સ્વીકારવાની આપત્તિ આવશે. તે આપત્તિના નિવારણ માટે એમ કહેવામાં આવે કે ચરમાવર્તની બહારના જીવોને અને અભવ્યના જીવોને મુક્તિનો અદ્વેષ છે, તેના કરતાં ગરમાવર્તવાળા જીવોનો મુક્તિનો અદ્વેષ જુદા પ્રકારનો છે અર્થાતુ અચરમાવર્તવાળા જીવોનો કે અભવ્ય જીવોનો મુક્તિનો અદ્વેષ અતાત્ત્વિક છે અર્થાત્ તહેતુઅનુષ્ઠાનનું કારણ ન બને તેવો છે, અને ચરમાવર્તવાળા જીવોનો મુક્તિઅદ્વેષ તાત્ત્વિક છે, અર્થાત્ તહેતુઅનુષ્ઠાનનું કારણ બને તેવો છે, તેથી તાત્ત્વિક મુક્તિઅષવાળા જીવોનું અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન છે, તેમ અમે સ્વીકારીશું, તેથી અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિ દોષ આવશે નહીં. તેના નિવારણરૂપે પૂર્વપક્ષી કહે છે કે અષમાં કોઈપણ વિશેષ ભેદ નથી; કેમ કે અદ્વેષ એ વેષાભાવરૂપ છે, અને અભાવમાં કોઈ ભેદ હોઈ શકે નહિ.
પૂર્વપક્ષીનો આશય એ છે કે ભાવાત્મક પદાર્થોમાં ભેદ હોઈ શકે, જેમ ઘટમાં “અન્ય ઘટ કરતાં આ ઘટ વિશેષ છે” એમ કહી શકાય, પરંતુ ઘટના અભાવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org