________________
૫૦
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા|શ્લોક-૧૮
કોઈ ભેદ હોઈ શકે નહીં. તેમ દ્વેષમાં તરતમતાકૃત ભેદ હોઈ શકે, પરંતુ દ્વેષના અભાવરૂપ અદ્વેષમાં કોઈ ભેદ હોઈ શકે નહીં. તેથી જેવો અદ્વેષ ચરમાવર્તની બહારના જીવમાં કે અભવ્યમાં છે, તેવો અદ્વેષ ચરમાવર્તવાળા જીવમાં છે, તેમ માનવું જોઈએ, એ પ્રકારનું ગ્રંથકારશ્રીનું મંતવ્ય છે, જેનું સમર્થન પૂર્વની પૂર્વસેવાદ્વાત્રિંશિકામાં શ્લોક-૩૨માં ગ્રંથકારશ્રીએ કરેલું છે. તેથી તદ્ભુતુઅનુષ્ઠાનના લક્ષણની અભવ્યમાં આવતી આપત્તિનું નિવારણ કરવા માટે અભવ્ય કરતાં ચરમાવર્તવાળાના મુક્તિઅદ્વેષમાં કોઈક ભેદ છે તેમ કહી શકાય નહીં, એમ પૂર્વપક્ષી કહે છે.
હવે અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં તદ્ભુતુઅનુષ્ઠાનના લક્ષણની અતિવ્યાપ્તિની આપત્તિના નિવારણ માટે ગ્રંથકારશ્રી તરફથી કોઈક કહે કે ઇષદ્ રાગથી મુક્તિઅદ્વેષનો વિશેષ છે.
આશય એ છે કે ચ૨માવર્તવાળા જીવોને મુક્તિનો ઇષ ્ રાગ છે તેથી ઇષદ્ રાગથી વિશિષ્ટ એવો મુક્તિનો અદ્વેષ ચ૨માવર્તવાળા જીવોને છે, અને અભવ્યાદિને માત્ર મુક્તિનો અદ્વેષ છે, પરંતુ ઇષદ્ રાગથી વિશિષ્ટ મુક્તિનો અદ્વેષ નથી, તેથી અભવ્યના મુક્તિઅદ્વેષ કરતાં ચ૨માવર્તવાળા જીવોના મુક્તિના અદ્વેષનો ભેદ પ્રાપ્ત થશે. તેથી ચરમાવર્તી જીવોનું અનુષ્ઠાન ઇષદ્ રાગથી વિશિષ્ટ એવા મુક્તિઅદ્વેષથી પ્રયુક્ત છે, તેથી તદ્ભુતુઅનુષ્ઠાન છે. માટે અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં તદ્ભુતુઅનુષ્ઠાનના લક્ષણની અતિવ્યાપ્તિ આવશે નહીં; કેમ કે અભવ્યોને મુક્તિઅદ્વેષ હોવા છતાં ઇષદ્ મુક્તિરાગથી વિશિષ્ટ મુક્તિનો અદ્વેષ નથી.
આ પ્રકારના ગ્રંથકાર તરફથી કોઈકના સમાધાનમાં પૂર્વપક્ષી કહે છે કે જો આ રીતે મુક્તિના રાગને કારણે મુક્તિઅદ્વેષમાં ભેદ ક૨વામાં આવે તો તેનાથી જ=ઇષદ્ મુક્તિરાગથી જ, મુક્તિઅદ્વેષનો ઉપક્ષય=મુક્તિદ્વેષ વ્યર્થ પ્રાપ્ત થાય; કેમ કે ઇષદ્ મુક્તિરાગરૂપ વિશેષણથી જ તદ્ભુતુઅનુષ્ઠાનના સ્વીકારરૂપ કાર્યની સિદ્ધિ થયે છતે મુક્તિઅદ્વેષરૂપ વિશેષ્યાંશ વ્યર્થ પ્રાપ્ત થશે, અને તેમ સ્વીકા૨વાથી એમ કહેવું પડે કે ‘ઇષદ્ મુક્તિ૨ાગથી તદ્વેતુઅનુષ્ઠાન છે’, અને તેમ સ્વીકારીએ તો શાસ્ત્રમાં જે કહેલ છે કે ‘મુક્તિના અદ્વેષથી અથવા ઇષ ્ મુક્તિના રાગથી તદ્ભુતુઅનુષ્ઠાન છે' તે શાસ્ત્રવચનનો વ્યાઘાત પ્રાપ્ત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org