SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૧૯ પ૩ ઇષ્ટ એવા સાંસારિક સુખનું મોક્ષમાં વિરોધીપણું હોવાને કારણે, તેઓને= અભવ્યોને, મુક્તિમાં ઉત્કટ પણ દ્વેષ થાય. એ પ્રમાણે શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ છે. ૧૯ કે “ ૩ ષામાવેગનુટવો વિષ્યતિ' અહીં ‘૩પ' થી એ કહેવું છે કે ઉત્કટ દ્વેષનો અભાવ ન હોય તો તો અભવ્યમાં દ્વેષ છે, પરંતુ ઉત્કટ દ્વેષના અભાવમાં પણ અભવ્યોને મુક્તિમાં અનુત્કટ દ્વેષ થશે. કષ્ટસાંસારિક સુવરોધિત્વેનીટોડપિ' અહીં ‘૩પ' થી એ કહેવું છે કે સ્વઇષ્ટ સાંસારિક સુખનું વિરોધીપણું ન હોય તો અભવ્યોને મુક્તિમાં અનુત્કટ દ્વેષ થાય, પરંતુ સ્વઈષ્ટ સાંસારિક સુખનું વિરોધીપણું હોવાને કારણે ઉત્કટ પણ દ્વેષ થાય. ભાવાર્થ : શ્લોક-૧૭-૧૮ના કથનથી મુક્તિઅષપ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન સ્વીકારવામાં અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિ આવે છે. તેનું નિવારણ કરવા અર્થે ગ્રંથકારશ્રી તરફથી કોઈ કહે કે અદ્વેષ અભાવરૂપ હોવાને કારણે તેમાં ભેદ ન થઈ શકે, તોપણ અદ્વેષ દ્વેષાભાવરૂપ છે, અને દ્વેષાભાવનો પ્રતિયોગી દ્વેષ છે, અને તે પ્રતિયોગીકૃત અભવ્યના દ્વેષમાં અને ચરમાવર્તવાળા જીવોના ષમાં ભેદ પ્રાપ્ત થઈ શકશે. તેથી જેમ નાના ઘટનો અભાવ અને મોટા ઘટનો અભાવ એ પ્રકારનો પ્રતિયોગીકૃત ભેદ ઘટાભાવમાં પ્રતીત થાય છે, તેમ અભવ્યમાં ઉત્કટ દ્વેષનો અભાવ છે અને શરમાવર્તવાળા જીવોમાં અનુત્કટ વેષનો અભાવ છે, તેમ સ્વીકારીને અભવ્યના મુક્તિઅદ્દેષ કરતાં ચરમાવર્તવાળા જીવોના મુક્તિઅષનો ભેદ પ્રાપ્ત થશે. તેથી એ પ્રાપ્ત થશે કે અભવ્યોને મુક્તિમાં ઉત્કટ દ્વેષનો અભાવ હોવા છતાં, અનુત્કટ દ્વેષ છે, માટે તેઓનું અનુષ્ઠાન તહેતુ નથી; અને ચરમાવર્તવાળા જીવોને મુક્તિમાં ઉત્કટ દ્વેષ તો નથી, પરંતુ અનુત્કટ દ્વેષ પણ નથી, માટે કેષમાત્રનો અભાવ છે અર્થાત્ સર્વથા દ્વેષનો અભાવ છે. તેથી ચરમાવર્તવાળા જીવોનું અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન થશે. આ પ્રકારે ગ્રંથકારશ્રી તરફથી કોઈક સમાધાન કરે તેને પૂર્વપક્ષી કહે છે – આ પ્રમાણે નથી=ગ્રંથકારશ્રી તરફથી કોઈકે સમાધાન કર્યું એ પ્રમાણે નથી; કેમ કે ઉપેક્ષા હોતે છતે દ્વેષમાત્રનો વિયોગ પ્રાપ્ત થાય છે અર્થાત્ અભવ્યને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004673
Book TitleMuktiadweshapradhanya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy