________________
પ૪
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૨૦ પણ મોક્ષ પ્રત્યે ઉપેક્ષા હોતે છતે દ્વેષમાત્રનો અભાવ પ્રાપ્ત થાય છે, અને ચરમાવર્તવાળા જીવોને પણ મોક્ષ પ્રત્યે ઉપેક્ષા હોતે છતે દ્વેષમાત્રનો અભાવ પ્રાપ્ત થાય છે. તેથી શરમાવર્તવાળા જીવોમાં અને અભવ્યના જીવોમાં વર્તતા અષમાં કોઈ ભેદ નથી. માટે ઉત્કટ દ્વેષના અભાવથી અભવ્યના જીવોનું અનુષ્ઠાન અને અનુત્કટ દ્વેષના અભાવથી ચરમાવર્તવાળા જીવોનું અનુષ્ઠાન જુદા પ્રકારનું છે, તેમ કહી શકાય નહીં.
હવે પોતાની વાતની પુષ્ટિ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે –
જો આવું ન માનો તો=અભવ્યને પણ મોક્ષ પ્રત્યે ઉપેક્ષા છે માટે ટ્રેષમાત્રનો અભાવ છે, એમ ન માનો તો, અભવ્યને ઇષ્ટ સાંસારિક સુખ છે અને મોક્ષ તેનો વિરોધી છે. તેથી અભવ્ય સંયમ લઈને નવમા રૈવેયકમાં જાય છે, ત્યારે પણ મોક્ષમાં અનુત્કટ દ્વેષ છે, તેમ કહી શકાય નહીં, પરંતુ મોક્ષમાં ઉત્કટ દ્વેષ છે તેમ કહેવું પડે.
આનાથી એ ફલિત થાય કે અભવ્યને પણ મોક્ષ પ્રત્યે ઉપેક્ષા છે અને ચરમાવર્તવાળા જીવોને પણ મોક્ષ પ્રત્યે ઉપેક્ષા છે, અને મોક્ષ પ્રત્યે ઉપેક્ષાવાળા અભવ્ય અને ચરમાવર્તવાળા જીવો મુક્તિઅષથી પ્રયુક્ત અનુષ્ઠાન કરે છે. હવે જો મુક્તિઅષપ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન સ્વીકારશો તો અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિ આવે છે, તેનું નિવારણ થઈ શકે નહીં. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ll૧લા અવતરણિકા :
સમત્તે – અવતરણિકાર્ચ -
સમાધાન કરે છે – ભાવાર્થ : -
શ્લોક-૧૭ થી ૧૯ સુધી પૂર્વપક્ષીએ શંકા કરેલ કે મુક્તિઅદ્વેષથી પ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન સ્વીકારશો તો અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિ આવશે. તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org