________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧
ઉપાયના વિનાશ માટે જ છે; કેમ કે મોક્ષ પ્રત્યે દ્વેષ છે, તેથી મોક્ષના ઉપાય પ્રત્યે પણ દ્વેષ છે. તેથી તેઓની ભોગની કે ધર્મની સર્વ પ્રવૃત્તિ મુક્તિના ઉપાયનો વિનાશ જ કરે છે.
તે=મલન, ભવના ઉપાયની ઉત્કટ ઇચ્છાથી થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોને ભવના ઉપાયો પ્રત્યે અત્યંત રાગ હોય છે, તેઓને ભવના ઉપાયમાં=ભવના ઉપાયભૂત ભોગોમાં, ઉત્કટ ઇચ્છા હોય છે, અને તેના કારણે મુક્તિના ઉપાયો પ્રત્યે અત્યંત વિમુખભાવ હોય છે. તેથી મુક્તિના ઉપાયોનું મલન થાય છે.
સા ચ=અને તે=ભવના ઉપાયની ઉત્કટ ઇચ્છા=ભવતા ઉપાયભૂત એવા ભોગોમાં ઉત્કટ ઇચ્છા, મુક્તિઅદ્વેષ હોતે છતે નથી. એથી મુક્તિના ઉપાયના મલનના અભાવનો પ્રયોજક આ છે=મુક્તિઅદ્વેષ છે.
3
આનાથી એ ફલિત થાય કે મુક્તિઅદ્વેષને કારણે ભવના ઉપાયમાં ઉત્કટ ઇચ્છા નહીં હોવાથી મુક્તિના ઉપાયોની મલના થતી નથી. તેથી મુક્તિઅદ્વેષ મુક્તિના ઉપાયની મલનાના અભાવનો પ્રયોજક છે. ૧
ભાવાર્થ :
શ્રેષ્ઠ પૂર્વસેવા – મુક્તિઅદ્વેષ :
જે જીવોને ભવના ઉપાયભૂત એવા ભોગોનો ઉત્કટ રાગ છે તે જીવોને તે ભોગોમાં ઉત્કટ ઇચ્છા છે, અને તેવા જીવોની મન-વચન-કાયાની પ્રવૃત્તિ મોક્ષના ઉપાયોના વિનાશનું કારણ છે; કેમ કે ભવના ઉપાયોથી વિરુદ્ધ મોક્ષના ઉપાયો છે. તેથી જેઓને ભવના ઉપાયોમાં ગાઢ રાગ છે, તે જીવો ભવથી વિરુદ્ધ એવા મોક્ષના ઉપાયને અભિમુખ પણ થતા નથી, પરંતુ તેનાથી દૂર દૂર રહે છે. તેથી ભવના ઉપાયની ઉત્કટ ઇચ્છા મુક્તિના ઉપાયના વિનાશનું કારણ છે; અને જે જીવોમાં મુક્તિનો અદ્વેષ છે, તે જીવોમાં ભવના ઉપાયોની ઉત્કટ ઇચ્છા હોતી નથી, તેથી મુક્તિના ઉપાયોનું મલન થતું નથી.
તેથી એ ફલિત થયું કે મુક્તિના અદ્વેષવાળાની મન-વચન-કાયાની પ્રવૃત્તિ મુક્તિના ઉપાયોના વિનાશનું કારણ નથી. તેથી ભગવાને પૂર્વસેવાના ચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org