________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યાવિંશિકા/શ્લોક-૨૨
ઉ૩ ન હતો. તેથી અબાધ્યફળની અપેક્ષા મોક્ષાર્થ શાસ્ત્રના શ્રવણના ઘાત કરનારી છે, એમ કેમ કહી શકાય ? તેથી કહે છે –
અને વ્યાપલદર્શનવાળાઓનું તત્ શ્રવણ-મોક્ષાર્થ શાસ્ત્રનું શ્રવણ, સ્વારસિક નથી, એ પ્રકારનો ભાવ છે.
ત—તે કારણથી અબાધ્યફળઅપેક્ષામાં મોક્ષાર્થ શાસ્ત્રનું સ્વરસશ્રવણ નથી, તે કારણથી મુક્તિઅદ્વેષ હોતે છતે અવ્ય એવી બાધ્યફળઅપેક્ષા ઉત્પન્ન થયે છત=સમુચિતયોગ્યતાના વશથી મોક્ષાર્થ શાસ્ત્રના શ્રવણનો સ્વરસ છે જેને એવા પુરુષને બાધ્યફળઅપેક્ષા ઉત્પન્ન થયે છતે, બુદ્ધિ માર્ગાનુસારી થાય છે=મોક્ષપથને અભિમુખ થવાના સ્વભાવવાળી થાય છે રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગને અભિમુખ થવાના સ્વભાવવાળી થાય છે. એથી તેઓને બાધ્યફળની અપેક્ષાવાળા એવા મુક્તિઅદ્વૈષવાળા જીવોને, તીવ્ર પાપનો ક્ષય હોવાથી સદનુષ્ઠાનમાં રાગ થાય છે. રા. ભાવાર્થ - અબાધ્યફળની અપેક્ષાવાળા જીવોને મોક્ષશાસ્ત્રનું અસ્વારસિક શ્રવણ ઃ બાધ્યફળની અપેક્ષાવાળા એવા મુક્તિઅદ્વેષમાં માર્ગાનુસારી બુદ્ધિની પ્રાપ્તિ :
શ્લોક-૨૧માં સ્થાપન કર્યું કે બાધનીય સ્વભાવવાળી સૌભાગ્યાદિ ફળની વાંછા પણ મુક્તિઅષની અપેક્ષા રાખે છે. તેમાં હેતુ બતાવતાં કહે છે --
જે લોકોને અબાધ્ય એવી ફળની અપેક્ષા છે, તેઓને મોક્ષનો ઉપદેશ આપનારાં શાસ્ત્રોનું શ્રવણ કરવામાં અબાધ્ય એવી ફળની અપેક્ષા વ્યાઘાત કરનાર છે; કેમ કે જે જીવોને અબાધ્ય એવી ફળની અપેક્ષા છે, તે જીવોને સાંસારિક સુખનો રાગ ઘણો છે, અને મોક્ષને બતાવનારાં શાસ્ત્રો સાંસારિક સર્વ સુખોથી પર એવા મોક્ષની પ્રાપ્તિના ઉપાયો બતાવે છે, અને તેના ઉપાયો પ્રત્યે અબાધ્ય એવી ફળની અપેક્ષાવાળા જીવોને સાંભળવામાં ઉત્સાહ થતો નથી; પરંતુ પોતાને જે ફળની અપેક્ષા છે, તેનાથી વિરુદ્ધ ફળવાળો મોક્ષ છે, તેવી બુદ્ધિ થાય છે. તેથી પોતાને જે ફળની અપેક્ષા છે તેનાથી વિરુદ્ધ એવા મોક્ષ પ્રત્યે અને મોક્ષના અર્થને બતાવનારાં શાસ્ત્રો પ્રત્યે તેઓને શ્રવણનો ઉત્સાહ થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org