________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા|શ્લોક-૨૮-૨૯
૭૭
ઘણા આવર્તો પસાર કરાયા, તેમાં એક આવર્ત સમુદ્રમાં બિંદુ
||૨૮ાા
છે.
ભાવાર્થ :
ચરમાવર્તી જીવોમાં મોક્ષનો આસન્નભાવ :
અનાદિકાળથી સંસારમાં ભટકતા જીવે અનંતા પુદ્ગલપરાવર્તન પસાર કર્યાં, જેમાં એક પુદ્ગલપરાવર્તનકાળ સમુદ્રમાં એક બિંદુ જેટલો છે. વળી જે જીવને સદનુષ્ઠાનમાં પ્રીતિ થાય છે, તે સદનુષ્ઠાનમાં વર્તતી પ્રીતિરૂપ શુભભાવથી નક્કી થાય છે કે આ જીવ ચ૨માવર્તમાં આવેલ છે, અને હવે ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષે જશે, તેથી તેને સિદ્ધિની આસન્નતા નક્કી છે. આ સિદ્ધિનો આસન્નભાવ હોવાને કારણે ચ૨માવર્તવાળા જીવો શાસ્ત્રવચનથી સંસારનું સ્વરૂપ સાંભળીને ભય પામેલા હોવા છતાં ‘મારી સિદ્ધિ હવે નજીકમાં થશે' તેવું આપ્તપુરુષના વચનથી જાણીને પ્રમોદવાળા થાય છે, તેમ પૂર્વ શ્લોક સાથે સંબંધ છે. II૨૮॥
અવતરણિકા :
પૂર્વશ્લોક-૨૮માં કહ્યું કે ચરમાવવર્તી જીવોને નક્કી સિદ્ધિની આસન્નતા છે, અને આપ્તપુરુષના વચનથી ‘હું ચરમાવર્તમાં છું માટે મારી સિદ્ધિ નક્કી છે.' એવો નિર્ણય થવાથી ચરમાવર્તવાળા જીવોને જે સુખ થાય છે તે સ્પષ્ટ કરે છે
શ્લોક ઃ
--
मानोरथिकमित्थं च सुखमास्वादयन् भृशम् । पीड्यते क्रियया नैव बाढं तत्रानुरज्यते ।। २९ ।। અન્વયાર્થ :
રૂ ં ચ=અને આ રીતે=‘મતે શુભભાવ વર્તે છે તેથી એક પુદ્ગલપરાવર્તમાં હું સિદ્ધિ પામીશ' એવો નિર્ણય થાય છે એ રીતે, માનોરથિમ્ સુઘ=મનોરથથી થયેલા સુખને મૃગમાસ્વાવય-અત્યંત આસ્વાદન કરતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org