________________
૭૮
મુક્તિઅદ્વેષપ્રાધાન્યાત્રિશિકા/શ્લોક-૨-૩૦ એવો ચરમાવર્તવર્તી જીવ વિ=ક્રિયા વડે સક્રિયાઓ વડે નૈવ પીચ પીડા પામતો નથી જ, તત્ર ત્યાંત્રક્રિયામાં વાઢિમ્ નુર=અત્યંત અનુરાગવાળો થાય છે. ૨૯ શ્લોકાર્ચ -
અને આ રીતે મનોરથથી થયેલા સુખને અત્યંત આસ્વાદન કરતો ચરમાવર્તવર્તી જીવ, ક્રિયા વડે પીડા પામતો નથી જ, ત્યાંરક્રિયામાં અત્યંત અનુરાગવાળો થાય છે. ર૯l. ભાવાર્થ :ચરમાવર્તવાળા જીવને સક્રિયામાં રાગ :
ચરમાવર્તવાળા જીવો મુક્તિઅદ્વેષથી પ્રીતિપૂર્વક સદનુષ્ઠાન કરે છે ત્યારે ધારાલગ્ન શુભભાવ થાય છે, અને યોગીઓ પાસેથી સાંભળેલાં શાસ્ત્રવચનોથી હું આ શુભભાવના બળથી નજીકમાં મોક્ષે જઈશ” એવો નિર્ણય થતાં, તે મનોરથથી થયેલા સુખનું અત્યંત આસ્વાદન કરે છે, અને તેના કારણે સાધનાની કઠોર ક્રિયાથી પણ પીડા પામતા નથી જ, પરંતુ સદનુષ્ઠાનમાં અત્યંત અનુરાગવાળા થાય છે; કેમ કે “મોક્ષની પ્રાપ્તિમાં આ ક્રિયાઓ પ્રબળ નિમિત્ત છે, માટે આ ક્રિયાઓને હું અપ્રમત્તભાવથી સેવું, કે જેથી મને શીધ્ર મોક્ષની પ્રાપ્તિ થાય એવો અભિલાષ થાય છે. રા અવતરણિકા :
શ્લોક-૨૯માં કહ્યું કે ચરમાવર્તવાળા જીવો “મારી મુક્તિ હવે નજીક છે' એમ નિર્ણય થતાં મનોરથથી થયેલા સુખને અનુભવે છે, અને મુક્તિના ઉપાયભૂત ક્રિયાઓમાં ગાઢ રાગ કરે છે. તેનાથી જે થાય છે તે બતાવે છે –
શ્લોક :
प्रसन्नं क्रियते चेतः श्रद्धयोत्पन्नया ततः । मलोज्झितं हि कतकक्षोदेन सलिलं यथा ।।३०।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org