________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/મ્લોક-૩૦
અન્વયાર્થ :
યથા=જેમ તક્ષોવેન=કતકના ચૂર્ણથી સતિબં=પાણી મોન્દ્રિત દિ= મેલથી રહિત થાય છે=ચોખ્ખું થાય છે, તેમ તતઃ=તેના કારણે=‘મારો મોક્ષ આસન્ન છે' તેવો નિર્ણય થવાના કારણે ઉત્પન્ના શ્રદ્ધા=ઉત્પન્ન થયેલી શ્રદ્ધાથી ચેત=ચિત્ત પ્રસન્ન તેિ=પ્રસન્ન થાય છે. 113011
શ્લોકાર્થ :
જેમ કતકના ચૂર્ણથી પાણી મેલથી રહિત થાય છે, તેમ તેના કારણે= ‘મારો મોક્ષ આસન્ન છે' તેવો નિર્ણય થવાના કારણે ઉત્પન્ન થયેલી શ્રદ્ધાથી ચિત્ત પ્રસન્ન થાય છે. [30]]
ભાવાર્થ:
-
સન્ક્રિયાના રાગથી શ્રદ્ધાની વૃદ્ધિ અને ચિત્તની શુદ્ધિ
ચ૨માવર્તમાં આવેલા જીવોને સદનુષ્ઠાનમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે, અને આ પ્રીતિને કારણે ‘હું ચ૨માવર્તમાં આવેલ છું અને નક્કી એક પુદ્ગલપરાવર્તમાં મોક્ષમાં જઈશ' એવો આપ્તપુરુષના વચનથી નિર્ણય થાય છે. તેથી ‘મારા કલ્યાણનું એકમાત્ર કારણ આ સદનુષ્ઠાન છે' તેવી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, અને તેના કારણે ચિત્તમાં પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. જેમ કતકના ચૂર્ણથી પાણી મેલરહિત થાય છે, તેમ આ જીવોને સદનુષ્ઠાન પ્રત્યે વિશિષ્ટ શ્રદ્ધા થવાને કારણે ચિત્તમાં નિર્મળતા પ્રગટે છે. તેથી સદનુષ્ઠાન પ્રત્યે પ્રીતિની અત્યંત વૃદ્ધિ થાય છે, અને તેના ફળરૂપે જે થાય છે તે સ્વયં ગ્રંથકારશ્રી આગળના શ્લોકમાં બતાવે છે. જે
અહીં વિશેષ એ છે કે જે જીવોને સદનુષ્ઠાન પ્રત્યે પ્રીતિ વર્તે છે, તેવા જીવોને કોઈ આપ્ત પુરુષનો યોગ થાય અને આપ્તપુરુષ શાસ્ત્રવચનના અવલંબનથી તેઓને કહે કે “આ સદનુષ્ઠાનની પ્રીતિ ચરમાવર્ત પૂર્વે જીવને આવતી નથી, અને ચ૨માવર્તવાળા જીવને આ સદનુષ્ઠાન પ્રત્યે પ્રીતિ થાય છે, અને ત્યારે આવી પ્રીતિવાળો જીવ અપ્રમાદભાવથી યત્ન કરે તો અલ્પકાળમાં સંસારનો અંત કરીને મોક્ષને પામે છે; અને કોઈક નિમિત્તને પામીને પ્રમાદવશ થાય અને ધર્મથી વિપરીત પ્રવૃત્તિ કરે તોપણ એક પુદ્ગલપરાવર્તમાં ફરી માર્ગમાં આવીને
Jain Education International
૭૯
For Private & Personal Use Only
www.jainelibrary.org