________________
૮૦
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૩૦-૩૧
અવશ્ય સંસા૨નો અંત કરે છે.” આ પ્રકારનો આપ્તપુરુષનો ઉપદેશ સાંભળીને અતત્ત્વના આગ્રહ વગરના ચરમાવર્તવાળા જીવો સદનુષ્ઠાન પ્રત્યે અતિશય શ્રદ્ધાવાળા થાય છે, અને તેનાં કારણે તેઓનું ચિત્ત નિર્મળ બને છે. તેના ફળરૂપે જે થાય છે તે ગ્રંથકારશ્રી આગળ બતાવે છે. Ilaoll
શ્લોક ઃ
वीर्योल्लासस्ततश्च स्यात्ततः स्मृतिरनुत्तरा ।
ततः समाहितं चेतः स्थैर्यमप्यवलम्बते ।। ३१ ।।
અન્વયાર્થ :
સ્વા-થ
તતશ્વ=અને તેનાથી=પ્રસન્ન થયેલા ચિત્તથી વીર્થોલ્લાસઃ-વીર્યોલ્લાસ =થાય છે, તતઃ=તેનાથી-વીર્થોલ્લાસથી અનુત્તર।સ્મૃતિઃ=અનુત્તર સ્મૃતિ થાય છે, તતઃ=તેનાથી=અનુત્તર સ્મૃતિથી સમાહિત ચેત!=સમાધાન પામેલું ચિત્ત સ્થૂર્વપિ=સ્વૈર્યનું પણ અવતંત્રતે=અવલંબન કરે છે. ||૩૧||
શ્લોકાર્થ :
અને તેનાથી=નિર્મળ થયેલા ચિત્તથી, વીર્યોલ્લાસ થાય છે, તેનાથી અનુત્તર સ્મૃતિ થાય છે, તેનાથી સમાધાન પામેલું ચિત્ત થૈર્યનું પણ અવલંબન કરે છે. ||૩૧||
ભાવાર્થ :
ચિત્તની શુદ્ધિ, વીર્યનો ઉલ્લાસ, વિશિષ્ટ સ્મૃતિ, સ્વૈર્યની પ્રાપ્તિ આદિ ક્રમથી મુક્તિઅદ્વેષવાળા જીવોનો યોગમાર્ગમાં વિકાસ :
શ્લોક-૩૦માં કહ્યું કે સદનુષ્ઠાન પ્રત્યે ઉત્પન્ન થયેલી શ્રદ્ધાને કારણે ચરમાવર્તવાળા જીવોનું ચિત્ત પ્રસન્ન થાય છે, અર્થાત્ નિર્મળ થાય છે, અને ચિત્તની નિર્મળતા થવાને કારણે સદનુષ્ઠાનને સમ્યક્ કરવા માટે તેઓને વીર્યોલ્લાસ થાય છે. તેથી આવા જીવો સદનુષ્ઠાનને સમ્યક્ કરવા માટે ઉચિત વિધિ જાણવા યત્ન કરે છે, અને તે વિધિને જાણીને તેને અત્યંત સ્થિર કરવા માટે યત્ન કરે છે, અને સ્થિર કર્યા પછી સદનુષ્ઠાન વિધિપૂર્વક સ્વશક્તિ અનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org