________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧-૩૨
કરે છે; અને આવા વીર્યોલ્લાસપૂર્વક સદનુષ્ઠાન કરવાને કારણે યોગમાર્ગના ઉત્તમ સંસ્કારો પડે છે, જેના કારણે તેઓને યોગમાર્ગની અનુત્તર કોટિની સ્મૃતિ થાય છે. યોગમાર્ગની અનુત્તર કોટિની સ્મૃતિ થવાને કારણે તેઓનું ચિત્ત સમાધાનવાળું થાય છે અર્થાત્ ‘આ ભોગમાર્ગથી સર્યું, હું ઉત્તમ યોગમાર્ગને સેવું અને આત્મહિત સાધું' એવા પ્રકારનું સમાધાનવાળું ચિત્ત થાય છે; અને ચિત્ત સમાધાનવાળું થયેલું હોવાના કારણે આવા જીવો યોગમાર્ગની પ્રવૃત્તિમાં થૈર્યનું અવલંબન કરે છે, જેથી કોઈ વિશિષ્ટ નિમિત્તથી યોગમાર્ગથી પાત ન થાય તો શીઘ્ર સંસારના પારને પામે છે.
જેમ મેઘકુમારના જીવને હાથીના ભવમાં ‘દુ:હિતેષુ યાત્યન્ત’ એ પ્રકારના ચરમાવર્તના લક્ષણરૂપ યોગબીજની પ્રાપ્તિ થઈ, અને તેનાથી બંધાયેલા ઉત્તમ કોટિના પુણ્યથી મેઘકુમારના ભવની પ્રાપ્તિ થઈ અને ભગવાનના ઉપદેશને સાંભળીને ભવથી વિરક્ત થયા; કેમ કે ચરમાવર્તની પ્રાપ્તિને કારણે અતત્ત્વ પ્રત્યેનો આગ્રહ નિવૃત્ત થયેલો હોવાથી ભગવાનનો ઉપદેશ સમ્યક્ પરિણમન પામ્યો, જેથી વીર્યનો ઉલ્લાસ થયો અને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરીને મહાસ્વૈર્યપૂર્વક સંયમ પાળીને સર્વાર્થસિદ્ધમાં ગયા. ॥૩૧॥
અવતરણિકા :
પ્રસ્તુત દ્વાત્રિંશિકાનું નિગમન કરતાં કહે છે
શ્લોક ઃ
-
अधिकारित्वमित्थं चापुनर्बन्धकतादिना ।
मुक्त्यद्वेषक्रमेण स्यात् परमानन्दकारणम् ।।३२।।
Jain Education International
૮૧
અન્વયાર્થ ઃ
રૂi ==અને આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું કે પ્રીતિ, શ્રદ્ધા, વીર્યોલ્લાસ આદિવા ક્રમથી યોગમાર્ગમાં સ્વૈર્યની પ્રાપ્તિ થાય છે એ રીતે, મુત્ત્વદ્વેષમેળ= મુક્તિઅદ્વેષના ક્રમથી અપુનર્જન્મ તાવિના=અપુનર્બંધકતાદિરૂપે અધારિત્વમ્= અધિકારીપણું=મોક્ષમાર્ગનું અધિકારીપણું પરમાનન્દ્રારમ્=પરમાનંદનું કારણ=મોક્ષનું કારણ સ્થા=થાય છે. ।।૩૨।।
For Private & Personal Use Only
www.jainelibrary.org