________________
૮૨
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિશિકા/શ્લોક-૩ર. શ્લોકાર્ય :
અને આ રીતે મુક્તિઅદ્વેષના ક્રમથી અપુનબંધકતાદિરૂપે મોક્ષમાર્ગનું અધિકારીપણું મોક્ષનું કારણ થાય છે. Il3ચા
‘૩પુનર્વધર્તા અહીં ‘આ’ થી સમ્યગ્દષ્ટિપણું, દેશવિરતિપણું, સર્વવિરતિપણું ગ્રહણ કરવું. ભાવાર્થ :મુક્તિના અષના ક્રમથી અપુનબંધકતાદિરૂપે યોગમાર્ગના અધિકારીપણાની પ્રાપ્તિ -
પૂર્વમાં કહ્યું કે ચરમાવર્તવાળા જીવોને તેમની વિશુદ્ધિને કારણે અતત્ત્વનો આગ્રહ નિવર્તન થયેલો હોય છે, તેથી સદનુષ્ઠાનમાં પ્રીતિ થવારૂપ શુભ ભાવ વર્તે છે; અને આ શુભ ભાવ મોક્ષનું આસન્ન કારણ છે, એવું આપ્ત પુરુષો પાસેથી સાંભળીને ચરમાવર્તવાળા જીવોને મોક્ષપ્રાપ્તિના મનોરથનું સુખ ઉત્પન્ન થાય છે. તેથી સદનુષ્ઠાનમાં અત્યંત રાગ ઉત્પન્ન થાય છે, જેના કારણે શ્રદ્ધાપૂર્વક સદનુષ્ઠાનને જાણવા અને જીવનમાં ઉતારવા માટે વર્ષોલ્લાસ થાય છે, અને અત્યંત વીર્ષોલ્લાસપૂર્વક સદનુષ્ઠાનને સેવીને તેઓ યોગમાર્ગમાં ધૈર્યભાવને પ્રાપ્ત કરે છે. આ રીતે મુક્તિઅદ્વેષના ક્રમથી અપુનબંધકતાદિરૂપે મોક્ષમાર્ગના અધિકારીપણાને પામે છે અને ક્રમે કરીને યોગમાર્ગમાં ધૈર્યભાવને પ્રાપ્ત કરીને પરમાનંદને પ્રાપ્ત કરે છે અર્થાત્ પ્રથમ મુક્તિઅદ્વેષ પ્રાપ્ત કરે છે, પછી મુક્તિરાગ થાય છે, પછી અત્યંત મુક્તિરાગને કારણે અપ્રમાદભાવપૂર્વક યોગમાર્ગને સેવીને મોક્ષને પ્રાપ્ત કરે છે. રૂચા
इति मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका ।।१३।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org