________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/સંકલના
G
ઉત્કટ દ્વેષવાળા થાય છે. તેથી સંસારના ઉચ્છેદ માટે અને મોક્ષની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરીને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે.
ભિન્ન ભિન્ન જીવોને થતા મુક્તિઅદ્વેષમાં ફળરૂપે તફાવત ઃ
મુક્તિઅદ્વેષ એ મોક્ષ પ્રત્યે ઉપેક્ષારૂપ છે, અને અભવ્ય જીવોને, ચરમાવર્તની બહારના જીવોને અને આદ્ય ભૂમિકાવાળા અપુનર્બંધક જીવોને મુક્તિદ્વેષ થાય છે, તે ત્રણેના મુક્તિઅદ્વેષમાં સ્વરૂપથી કોઈ ભેદ નથી; આમ છતાં અભવ્ય જીવોમાં અને ચરમાવર્તની બહારના જીવોમાં ઉત્કટ ભાવમળ હોવાને કારણે તેમનો મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક નથી, માટે કલ્યાણની પરંપરાનું કારણ નથી; અને આદ્ય ભૂમિકાવાળા અપુનર્બંધક જીવોમાં ભાવમળ મંદ હોવાને કારણે તેમનો મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક છે, માટે કલ્યાણની પરંપરાનું કારણ છે. આ રીતે ત્રણેના મુક્તિઅદ્વેષમાં ફળથી ભેદ છે.
છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધે ‘મિચ્છા મિ દુક્કડં’ માંગું છું.
વિ. સં. ૨૦૬૩,
વૈશાખ સુદ-૩,
તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર,
સરસ્વતી સોસાયટી, પાલડી,
અમદાવાદ-૩૮૦૦૦૭.
Jain Education International
– પ્રવીણચંદ્ર ખીમજી મોતા
For Private & Personal Use Only
www.jainelibrary.org