________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/સંકલના ઉપદેશાદિ સામગ્રીથી નિવર્તન પામે તેવો છે, તેવા જીવોને ભોગસામગ્રીથી રહિત મોક્ષ પ્રત્યે દ્વેષ નથી. વળી તેમને મોક્ષના સ્વરૂપનો બોધ નથી, તેથી મોક્ષ પ્રત્યે રાગ પણ નથી, પરંતુ મોક્ષ પ્રત્યે ઉપેક્ષા છે, જે મુક્તિઅદ્વેષ છે. આવા જીવોને ભવનો ઉત્કટ રાગ નહીં હોવાને કારણે ઉપદેશાદિની સામગ્રી મળે તો, ભોગરહિત મોક્ષ, જન્મ-જરા આદિની વિડંબનારહિત હોવાથી સુંદર છે, તેવી બુદ્ધિ થવાથી મોક્ષ પ્રત્યે કંઈક રાગ પ્રગટે તેવી પ્રકૃતિ છે. આવા જીવોનો મુક્તિઅદ્વૈષ પૂર્વસેવાના ચાર ભેદોમાંથી એક ભેદરૂપ છે, અને આવો મુક્તિઅદ્વેષ હોય તેવા જીવોનું ગુરુ આદિ પૂજારૂપ અનુષ્ઠાન પૂર્વસેવારૂપ છે. તેથી આ ત્રીજા પ્રકારના જીવો ગુરુ આદિનું પૂજન કરીને યોગમાર્ગની પૂર્વભૂમિકા પ્રાપ્ત કરે છે, જેનાથી ક્રમે કરીને યોગમાર્ગને પ્રાપ્ત કરશે. તેથી આ ત્રીજા પ્રકારના જીવોનો મુક્તિનો અદ્દેષ કલ્યાણની પરંપરાનું કારણ છે.
આનાથી એ ફલિત થયું કે જે જીવોને ભવનો ઉત્કટ રાગ છે તે જીવને બાળકને જેવો કેડબરીનો તીવ્ર રાગ હોય છે તેવો ભોગનો તીવ્ર રાગ હોય છે. તેથી ભોગના સંક્લેશથી રહિત મોક્ષ સાર છે, તેવી બુદ્ધિ તેઓને થતી નથી. જેમ બાળકને કેડબરીના ત્યાગ પ્રત્યે માતાનું વચન પણ ગ્રાહ્ય થતું નથી, તેમ ભવના ઉત્કટ રાગીને ભોગના ત્યાગરૂપ મોક્ષ સાર છે, તેવું આપ્ત પુરુષનું વચન પણ ગ્રાહ્ય થતું નથી.
વળી, જેઓને ભોગ પ્રત્યેનો ઉત્કટ રાગ નથી, તેઓને ભોગ પ્રત્યેનો રાગ હોવા છતાં, જેમ કોઈ બાળક વિષ્ટામાં હાથ નાખે છે કે ખાય છે તે બાળકને વિષ્ટા પ્રત્યે રાગ હોવા છતાં કેડબરી જેટલો ઉત્કટ રાગ નથી, માટે વિષ્ટાના ત્યાગમાં અદ્વેષ છે, તેથી માતાના વચનથી વિષ્ટા ખરાબ છે, તેવી બુદ્ધિ તે બાળકને થાય છે; તેમ અપુનબંધક જીવોને સંસારના ભોગો પ્રત્યે રાગ છે, તોપણ ઉત્કટ રાગ નહીં હોવાના કારણે ભોગના ત્યાગરૂપ મોક્ષ પ્રત્યે અષ છે. તેથી આપ્ત પુરુષના વચનથી ભોગો અસાર છે અને ભોગરહિત મોક્ષ સાર છે' તેવી બુદ્ધિ થાય છે. તેથી ભોગના સંક્લેશરહિત મોક્ષ પ્રત્યે થોડો રાગ થાય છે, અને તેથી આવા જીવો મોક્ષના સ્વરૂપને જાણવા માટે જિજ્ઞાસાવાળા થાય અને પારમાર્થિક મોક્ષનું સ્વરૂપ અને સંસારનું સ્વરૂપ જાણે, ત્યારે મોક્ષ પ્રત્યે ઉત્કટ રાગવાળા થાય છે, અને મોક્ષમાં વિજ્ઞભૂત એવા સંસાર પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org