________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૩-૪
આનાથી એ પ્રાપ્ત થાય કે સંયમ ગ્રહણ કર્યા પછી સંપૂર્ણ અતિચાર વિનાનું દ્રવ્યસાધુપણું પાળેલું હોય અને મુક્તિનો અદ્વેષ હોય એવા જ જીવો દ્રવ્યસાધુપણાના પાલનથી યુક્ત એવા મુક્તિના અદ્વેષના બળથી ઉત્કૃષ્ટથી નવમા ત્રૈવેયક સુધી જાય છે; આમ છતાં તત્ત્વનો વિપર્યાસ હોવાને કારણે આલોક અને પરલોકની સ્પૃહાવાળા હોય છે, તેથી તેઓનું સંયમ દુરંત સંસારના પરિભ્રમણનું કારણ છે. II3II
૧૦
અવતરણિકા :
પૂર્વે કહ્યું કે જે જીવો સમ્યગ્દર્શનથી રહિત છે અને આલોક અને પરલોકના તુચ્છ પદાર્થોની સ્પૃહાથી સંયમ પાળીને દેવલોકમાં જાય છે, તેવા જીવો પણ મુક્તિના અદ્વેષથી ઉત્કૃષ્ટથી નવમા ત્રૈવેયકને પ્રાપ્ત કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે આવા જીવોને ભવતા ઉપાયમાં ઉત્કટ ઇચ્છા છે, આથી જમહાકલ્યાણના કારણભૂત એવા સંયમને તુચ્છ ઐહિક ફળ માટે ગ્રહણ કરે છે; અને ભવના ઉપાયની ઉત્કટ ઇચ્છાવાળા જીવોને મુક્તિઅદ્વેષ અને ચારિત્રની ક્રિયાદિમાં અદ્વેષ સંભવે નહીં; કેમ કે ભવના ઉપાયની ઉત્કટ ઇચ્છા સંપૂર્ણ ભોગરહિત એવી મુક્તિ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરાવે તેવી છે, અને ભોગના ત્યાગરૂપ ચારિત્રની ક્રિયા પ્રત્યે પણ દ્વેષ ઉત્પન્ન કરાવે તેવી છે. તેથી આવા જીવોને મુક્તિનો દ્વેષ અને ચારિત્રની ક્રિયાદિનો દ્વેષ થવો જોઈએ, તેના બદલે તેઓને ચારિત્રનો અદ્વેષ અને મુક્તિનો અદ્વેષ કેમ થયો ? તેથી કહે છે
શ્લોક ઃ
लाभाद्यर्थितयोपाये फले चाप्रतिपत्तित: ।
व्यापन्नदर्शनानां हि न द्वेषो द्रव्यलिङ्गिनाम् ।।४।।
અન્વયાર્થ :
વ્યાપન્નવર્ગનાનાં દ્રવ્યિિાનામ્=વ્યાપન્નદર્શનવાળા એવા દ્રવ્યલિંગીઓને સામાયિતયોપાયેલાભાદિ અર્થીપણાથી ઉપાયમાં અપ્રતિવૃત્તિતઃ = તે=અને અપ્રતિપત્તિથી ફ્ળમાં ન દ્વેષઃ=દ્વેષ નથી. ।।૪।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org