________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા|શ્લોક-૪
શ્લોકાર્થ :
વ્યાપન્નદર્શનવાળા દ્રવ્યલિંગિઓને લાભાદિ અર્થીપણાથી ઉપાયમાં અને અપ્રતિપત્તિથી ફળમાં દ્વેષ નથી. [૪]] શ્લોકમાં ‘દિ’ વાક્યાલંકારમાં છે.
૧૧
ટીકા :
लाभेति व्यापत्रदर्शनानां हि द्रव्यलिङिगनां उपाये चारित्रक्रियादौ लाभाद्यर्थितयैव न द्वेषो रागसामग्र्यां द्वेषानवकाशात् फले च मोक्षरूपेऽप्रतिपत्तित एव न द्वेषः, न हि ते मोक्षं स्वर्गादिसुखाद् भिन्नं प्रतीयन्ति यत्र द्वेषावकाश: स्यात् स्वर्गादिसुखाभिन्नत्वेन प्रतीयमाने तु तत्र तेषां राग एव, वस्तुतो भिन्नस्य तस्य प्रतीतावपि स्वेष्टविघातशङ्कया तत्र द्वेषो न स्यादिति द्रष्टव्यम् ।।४॥
ટીકાર્ય :
व्यापत्रदर्शनानां દ્રવ્યમ્ ।। વ્યાપન્નદર્શનવાળા એવા દ્રવ્યલિંગીઓને ઉપાયરૂપ ચારિત્રાદિ ક્રિયામાં=ઐહિકાદિ સુખના ઉપાયરૂપ ચારિત્રની ક્રિયા આદિમાં, લાભાદિના અર્થીપણાથી જ=આલોકમાં કે પરલોકમાં લાભાદિના અર્થીપણાથી જ, દ્વેષ નથી; કેમ કે રાગની સામગ્રીમાં દ્વેષનો અનવકાશ છે=આલોકના અને પરલોકના લાભની સામગ્રીરૂપ ચારિત્રની ક્રિયાદિમાં દ્વેષનો અનવકાશ છે, અને મોક્ષરૂપ ફ્ળમાં અપ્રતિપત્તિ હોવાને કારણે જ=મોક્ષનો અસ્વીકાર હોવાને કારણે જ, મોક્ષનો દ્વેષ નથી.
વ્યાપન્નદર્શનવાળા જીવોને, મોક્ષની અપ્રતિપત્તિ કેમ છે ? તેથી કહે છે તેઓ=વ્યાપન્નદર્શનવાળા દ્રવ્યલિંગીઓ, સ્વર્ગાદિ સુખથી ભિન્ન એવા મોક્ષને માનતા નથી, જેમાં=જે મોક્ષમાં, દ્વેષનો અવકાશ થાય; પરંતુ સ્વર્ગાદિ સુખથી અભિજ્ઞપણા વડે જણાતા એવા તેમાં=મોક્ષમાં, તેઓને રાગ જ છે. વસ્તુતઃ ભિન્ન એવા તેની પ્રતીતિમાં પણ-સ્વર્ગાદિથી ભિન્ન એવા મોક્ષની પ્રતીતિમાં પણ, સ્વઇષ્ટના વ્યાઘાતની શંકાથી=સ્વઇષ્ટ એવા ઐહિક સુખના વ્યાઘાતની શંકાથી, ત્યાં=મુક્તિમાં, દ્વેષ ન થાય, એ પ્રમાણે જાણવું. ।।૪।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org