________________
૧૨
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૪ નોંધ :- વ્યાપન્નદર્શન એટલે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ એવો અર્થ થાય, પરંતુ જે જીવો પોતાના સમ્યગ્દર્શનરૂપ આત્મગુણથી અનાદિકાળથી ભ્રષ્ટ છે, તેવા અચરમાવર્તી ભવ્ય જીવો કે અભવ્ય જીવો પણ ગ્રહણ થાય છે અને સમ્યક્ત્વ પામીને ભ્રષ્ટ થયેલા પણ ગ્રહણ થાય છે; અને તે સર્વને મોક્ષમાં અદ્વેષ કેમ છે ? અને ચારિત્ર પ્રત્યે અદ્વેષ કેમ છે ? તે પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. ભાવાર્થ :
જે જીવોને અતત્ત્વ પ્રત્યેનો અનિવર્તિનીય આગ્રહ છે તે સર્વ જીવો વ્યાપશ્રદર્શનવાળા છે, અને એવા જીવો બાહ્ય આચરણાથી સંપૂર્ણ સાધુપણું પાળતા હોય, તોપણ આલોક અને પરલોકની આશંસાથી તેઓની સંયમમાં પ્રવૃત્તિ હોવાને કારણે તેઓને તુચ્છ ઐહિક સુખ પ્રત્યેનું ગાઢ આકર્ષણ છે. તેથી સામાન્ય રીતે તેમને બાહ્ય સુખના ત્યાગરૂપ ચારિત્રની ક્રિયા પ્રત્યે દ્વેષ થવો જોઈએ. આમ છતાં આલોકના અથવા પરલોકના સુખના લાભના અર્થ હોવાને કારણે આલોકના સુખના કે પરલોકના સુખના ઉપાયભૂત ચારિત્રમાં તેઓને લેષ થતો નથી; કેમ કે રાગની સામગ્રીમાં દ્વેષનો અવકાશ નથી.
જેમ મજૂરને મજૂરી કરવી પ્રિય નથી, આમ છતાં ધનનો અર્થી હોવાથી મજૂરીનું કામ મળે છે ત્યારે મજૂરી પ્રત્યે દ્વેષ થતો નથી; કેમ કે ધનના લાભનો ઉપાય મજૂરી છે. તેમ જે જીવો ઐહિક સુખના કે પારલૌકિક સુખના અર્થી છે અને તેનો ઉપાય ચારિત્ર છે તેમ જાણે છે, તેઓને ચારિત્ર પ્રત્યે દ્વેષ થતો નથી.
વળી ચારિત્રના મોક્ષરૂપ ફળમાં અપ્રતિપત્તિ હોવાને કારણે મોક્ષનો દ્વેષ થતો નથી.
આશય એ છે કે જે જીવોને સંસારનો ગાઢ રાગ છે, તે જીવો પણ “આ ચારિત્રની ક્રિયા સંસારસુખની પ્રાપ્તિનું કારણ છે” તેવી બુદ્ધિ થાય તો ચારિત્ર ગ્રહણ કરે છે, અને માને છે કે આવી સંયમની ક્રિયાનું ફળ જેમાં કોઈ ભોગની સામગ્રી ન હોય તેવા અસાર મોક્ષનું કારણ બને નહીં. માટે આ ક્રિયાના ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવું વચન તેઓને ગ્રાહ્ય થતું નથી, પરંતુ તેઓ માને છે કે આ સંયમની ક્રિયાનું ફળ શાસ્ત્રકારોએ જે મોક્ષ કહ્યો છે, તે મોક્ષ ભોગવિલાસરૂપ છે. તેથી પરમાર્થથી સ્વર્ગથી અભિન્નરૂપે જ તેઓને મોક્ષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org