________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યાબિંશિકા/શ્લોક-૪-૫ પ્રતીતિ છે, તેથી તેઓને મોક્ષમાં દ્વેષ થતો નથી, પરંતુ સ્વર્ગથી અભિન્નરૂપે પ્રતીત થતા એવા મોક્ષમાં રાગ જ થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે કેટલાક જીવોને મોક્ષ શબ્દથી ભોગવિલાસરૂપ સ્વર્ગ જ વાચ્ય દેખાય છે, અને તે ચારિત્રનું ફળ છે તેમ દેખાય છે; અને તેવા જીવોને સ્વર્ગથી ભિન્ન મોક્ષ પ્રતીત થતો નથી. તેથી સ્વર્ગથી ભિન્ન એવા મોક્ષને તેઓ માનતા જ નથી. તેથી તેના પ્રત્યે તેઓને દ્વેષ થતો નથી; કેમ કે જે વસ્તુ જગતમાં ન હોય તેના પ્રત્યે દ્વેષ થાય નહીં, અને સ્વર્ગથી અભિન્નરૂપે જે મોક્ષ પ્રતીત થાય છે, તે પોતાને ઇષ્ટ છે, તેથી ત્યાં રાગ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે કેટલાક વ્યાપત્રદર્શનવાળા જીવો પણ મોક્ષને સ્વર્ગથી ભિન્નરૂપે જાણે છે. તેઓને તો ભોગ પ્રત્યેનો ગાઢ રાગ હોવાને કારણે મોક્ષ પ્રત્યે દ્વેષ થવો જોઈએ. તેથી ‘વસ્તુત: ..... થી ગંથકારશ્રી કહે છે –
જે વ્યાપત્રદર્શનવાળા જીવોને સ્વર્ગથી ભિન્ન મોક્ષ પ્રતીત થાય છે, ત્યાં તેમને દ્વેષ થવો જોઈએ; આમ છતાં “મોક્ષ પ્રત્યેનો દ્વેષ મારા ઇષ્ટ એવા ભોગસુખની પ્રાપ્તિમાં વ્યાઘાતક છે.” તેવી શંકા થવાને કારણે મોક્ષમાં દ્વેષ કરતા નથી. જેમ સામાન્ય રીતે મનુષ્યને વિષ્ટા આદિ પદાર્થોને જોઈને દ્વેષ થાય છે, આમ છતાં હું વિષ્ટા આદિ પદાર્થોને જોઈને દ્વેષ કરીશ તો મને અનિષ્ટ એવા કર્મબંધની પ્રાપ્તિ થશે,' એવા બોધવાળા જીવો વિષ્ટા આદિ પદાર્થને જુએ છે ત્યારે પણ લેષ કરતા નથી, પરંતુ ઉપેક્ષા કરે છે; તેમ ભૌતિક સુખ પ્રત્યે ગાઢ રાગવાળા એવા વ્યાપન્નદર્શનવાળા જેમણે સંયમનો સ્વીકાર કર્યો છે એવા દ્રવ્યલિંગીઓ,
સ્વર્ગથી મોક્ષ ભિન્ન છે” એમ શાસ્ત્રવચનાદિના બળથી જાણવા છતાં તેના પ્રત્યે જો હું દ્વેષ કરીશ તો મને મારા ઇષ્ટની પ્રાપ્તિ થશે નહીં' તેવી શંકાથી દ્વેષ કરતા નથી. માટે મુક્તિના અષના બળથી સંયમના આચારો પાળીને ઉત્કૃષ્ટથી નવમા ચૈવેયકની તેઓ પ્રાપ્તિ કરે છે. આજના અવતરણિકા :
પ્રથમ શ્લોકની અવતરણિકામાં કહ્યું કે પૂર્વસેવાના સર્વ ભેદોમાં મુક્તિઅદ્વેષનું પ્રાધાન્ય બતાવવા અર્થે કહે છે અને તે મુક્તિઅદ્વેષનું પ્રાધાન્ય બતાવવા માટે પ્રથમ શ્લોકમાં કહ્યું કે મુક્તિનો અદ્વેષ હોતે છતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org